Saturday, March 21 2026 | 11:46:55 PM
Breaking News

સોના-ચાંદીના વાયદામાં ફરી તેજીનો સંચારઃ સોનાનો વાયદો રૂ.1099 અને ચાંદીનો વાયદો રૂ.2037 વધ્યો

Connect us on:

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.99346.61 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.18482.43 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.80863.27 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ મે વાયદો 21725 પોઇન્ટના સ્તરે પહોંચ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.1045.55 કરોડનું થયું હતું.

કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.15080.35 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું જૂન વાયદો 10 ગ્રામદીઠ રૂ.92885ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.94180 અને નીચામાં રૂ.92875ના મથાળે અથડાઈ, રૂ.92901ના આગલા બંધ સામે રૂ.1099ના ઉછાળા સાથે રૂ.94000ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ગોલ્ડ-ગિની મે વાયદો 8 ગ્રામદીઠ રૂ.518 ઊછળી રૂ.75558ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ગોલ્ડ-પેટલ મે વાયદો 1 ગ્રામદીઠ રૂ.83 વધી રૂ.9505ના ભાવે બોલાયો હતો. સોનું-મિની જૂન વાયદો 10 ગ્રામદીઠ રૂ.1038ના ઉછાળા સાથે રૂ.93986ના ભાવે બોલાયો હતો. ગોલ્ડ-ટેન મે વાયદો 10 ગ્રામદીઠ રૂ.93206ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.94327 અને નીચામાં રૂ.93161ના સ્તરને સ્પર્શી, રૂ.93238ના આગલા બંધ સામે રૂ.860 વધી રૂ.94098ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ વાયદો કિલોદીઠ રૂ.95965ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.97666 અને નીચામાં રૂ.95965ના મથાળે અથડાઈ, રૂ.95344ના આગલા બંધ સામે રૂ.2037ના ઉછાળા સાથે રૂ.97381 થયો હતો. કિલોદીઠ ચાંદી-મિની જૂન વાયદો રૂ.1937 વધી રૂ.97337ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ચાંદી-માઇક્રો જૂન વાયદો રૂ.1894 વધી રૂ.97304ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

બિનલોહ ધાતુઓમાં રૂ.1615.68 કરોડનાં કામકાજ થયાં હતાં. કિલોદીઠ તાંબું મે વાયદો રૂ.6.6 વધી રૂ.857.9ના સ્તરે પહોંચ્યો હતો. જસત મે વાયદો રૂ.1.6 વધી રૂ.253.75 થયો હતો. એલ્યુમિનિયમ મે વાયદો રૂ.1.85 વધી રૂ.239.2ના સ્તરે પહોંચ્યો હતો. સીસું મે વાયદો 65 પૈસા વધી રૂ.178.5ના ભાવે બોલાયો હતો.

એનર્જી સેગમેન્ટમાં રૂ.1772.92 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ક્રૂડ તેલ મે વાયદો બેરલદીઠ રૂ.5235ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.5339 અને નીચામાં રૂ.5233ના સ્તરને સ્પર્શી, રૂ.5292ના આગલા બંધ સામે રૂ.41 વધી રૂ.5333ના ભાવે બોલાયો હતો. ક્રૂડ તેલ-મિની મે વાયદો રૂ.40 વધી રૂ.5332ના સ્તરે પહોંચ્યો હતો. નેચરલ ગેસ મે વાયદો એમએમબીટીયુદીઠ રૂ.1.6 વધી રૂ.311.6 થયો હતો. નેચરલ ગેસ-મિની મે વાયદો રૂ.1.5 વધી રૂ.311.5 થયો હતો.

કૃષિચીજોના વાયદાઓમાં મેન્થા તેલ મે વાયદો કિલોદીઠ રૂ.916ના ભાવે ખૂલી, 60 પૈસા વધી રૂ.915 થયો હતો. કોટન ખાંડી મે વાયદો ખાંડીદીઠ રૂ.440 ઘટી રૂ.53540 થયો હતો.

કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.10320.52 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ.4759.83 કરોડનાં કામકાજ થયાં હતાં. ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ.636.87 કરોડનાં કામકાજ થયાં હતાં. નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ.1136.05 કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદામાં રૂ.0.30 કરોડનાં કામ થયાં હતાં. કોટન-ખાંડીના વાયદામાં રૂ.0.26 કરોડનાં કામ થયાં હતાં.

ઓપન ઇન્ટરેસ્ટ સોનાના વાયદાઓમાં 18284 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 35087 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 13718 લોટ, ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 170269 લોટ અને ગોલ્ડ-ટેનના વાયદાઓમાં 11219 લોટના સ્તરે હતો. ચાંદીના વાયદાઓમાં 17774 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 33515 લોટ અને ચાંદી-માઇક્રો વાયદાઓમાં 121614 લોટના સ્તરે રહ્યો હતો. ક્રૂડ તેલના વાયદાઓમાં 18889 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 18675 લોટના સ્તરે રહ્યો હતો.

ઇન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ મે વાયદો 21599 પોઇન્ટના સ્તરે ખૂલી, ઉપરમાં 21725 પોઇન્ટના સ્તર અને નીચામાં 21501 પોઇન્ટના સ્તરને સ્પર્શી, 283 પોઇન્ટ વધી 21725 પોઇન્ટના સ્તરે પહોંચ્યો હતો.

કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ મે રૂ.5300ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.16.2 વધી રૂ.87.8 થયો હતો. જ્યારે નેચરલ ગેસ મે રૂ.320ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ 35 પૈસા વધી રૂ.10.7 થયો હતો.

સોનું મે રૂ.94000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.471 વધી રૂ.1480.5 થયો હતો. આ સામે ચાંદી જૂન રૂ.97000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.870.5 વધી રૂ.3235ના ભાવે બોલાયો હતો. તાંબું મે રૂ.860ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.2.78 વધી રૂ.12.05ના ભાવે બોલાયો હતો. જસત મે રૂ.250ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ 30 પૈસા વધી રૂ.5.77 થયો હતો.

પુટ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ મે રૂ.5300ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.22.9 ઘટી રૂ.57.3ના ભાવે બોલાયો હતો. જ્યારે નેચરલ ગેસ મે રૂ.310ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ 45 પૈસા ઘટી રૂ.14.15ના ભાવે બોલાયો હતો.

સોનું મે રૂ.92000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.385 ઘટી રૂ.676ના ભાવે બોલાયો હતો. આ સામે ચાંદી જૂન રૂ.97000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.1127.5 ઘટી રૂ.2920 થયો હતો. તાંબું મે રૂ.850ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.3.35 ઘટી રૂ.9.4ના ભાવે બોલાયો હતો. જસત મે રૂ.250ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ 2 પૈસા વધી રૂ.2 થયો હતો.

            

                        

Credit : Naimish Trivedi

About Matribhumi Samachar

Check Also

સોનાના વાયદામાં રૂ.15317 અને ચાંદીના વાયદામાં રૂ.36502નો સાપ્તાહિક ધોરણે કડાકોઃ ક્રૂડ તેલમાં સેંકડા વધ્યા

કોમોડિટી વાયદાઓમાં રૂ.355217 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.3648685 કરોડનું સાપ્તાહિક ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.226392 કરોડનાં …