Monday, August 03 2026 | 05:04:10 AM
Breaking News

સોનાના વાયદામાં રૂ.15317 અને ચાંદીના વાયદામાં રૂ.36502નો સાપ્તાહિક ધોરણે કડાકોઃ ક્રૂડ તેલમાં સેંકડા વધ્યા

Connect us on:

કોમોડિટી વાયદાઓમાં રૂ.355217 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.3648685 કરોડનું સાપ્તાહિક ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.226392 કરોડનાં સાપ્તાહિક કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 36981 પોઇન્ટના સ્તરે

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર 13થી 19 માર્ચના સપ્તાહ દરમિયાન વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.4003907.95 કરોડનું નોંધપાત્ર ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.355217.74 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.3648685.31 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ માર્ચ વાયદો 36981 પોઇન્ટના સ્તરે બંધ થયો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ સાપ્તાહિક પ્રીમિયમ ટર્નઓવર રૂ.61607.49 કરોડનું થયું હતું.

સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.226392.33 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.160251ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.160673 અને નીચામાં રૂ.141121ના સ્તરને સ્પર્શી, રૂ.160271ના આગલા બંધ સામે સપ્તાહના અંતે રૂ.15317ના ભાવઘટાડા સાથે રૂ.144954ના ભાવે બંધ થયો હતો. ગોલ્ડ-ગિની માર્ચ વાયદો સપ્તાહના અંતે 8 ગ્રામદીઠ રૂ.12738 ઘટી રૂ.118538 થયો હતો. ગોલ્ડ-પેટલ માર્ચ વાયદો 1 ગ્રામદીઠ રૂ.1638 ઘટી સપ્તાહના અંતે રૂ.14852 થયો હતો. સોનું-મિની એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ.15350 ઘટી રૂ.145017ના ભાવે બોલાયો હતો. ગોલ્ડ-ટેન માર્ચ વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.161979ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.161979 અને નીચામાં રૂ.141116ના સ્તરને સ્પર્શી, રૂ.161359ના આગલા બંધ સામે સપ્તાહના અંતે રૂ.15907 ઘટી રૂ.145452ના ભાવે બંધ થયો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી મે વાયદો સપ્તાહના પ્રારંભે કિલોદીઠ રૂ.266001ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.269186 અને નીચામાં રૂ.214212ના મથાળે અથડાઈ, રૂ.267962ના આગલા બંધ સામે સપ્તાહના અંતે રૂ.36502ના જંગી ઘટાડા સાથે રૂ.231460ના સ્તરે પહોંચ્યો હતો. સપ્તાહના અંતે કિલોદીઠ ચાંદી-મિની એપ્રિલ વાયદો રૂ.36840ના ભાવઘટાડા સાથે રૂ.236774 થયો હતો. ચાંદી-માઇક્રો એપ્રિલ વાયદો રૂ.36741 ઘટી રૂ.236979ના ભાવે સપ્તાહના અંતે બંધ થયો હતો.

બિનલોહ ધાતુઓમાં રૂ.29178.75 કરોડનાં કામકાજ થયાં હતાં. સપ્તાહના અંતે કિલોદીઠ તાંબું માર્ચ વાયદો રૂ.90.35 ઘટી રૂ.1111.95ના સ્તરે પહોંચ્યો હતો. જસત માર્ચ વાયદો રૂ.18.75 ઘટી સપ્તાહના અંતે રૂ.306.60ના સ્તરે પહોંચ્યો હતો. એલ્યુમિનિયમ માર્ચ વાયદો રૂ.19.50 ઘટી રૂ.330.45ના ભાવે સપ્તાહના અંતે બોલાયો હતો. સીસું માર્ચ વાયદો રૂ.2 ઘટી સપ્તાહના અંતે રૂ.186.25ના સ્તરે પહોંચ્યો હતો.

એનર્જી સેગમેન્ટમાં રૂ.99604.66 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ઇલેક્ટ્રિસિટી માર્ચ વાયદો સપ્તાહના પ્રારંભે એમડબલ્યુએચદીઠ રૂ.4980ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.5203 અને નીચામાં રૂ.4275ના મથાળે અથડાઈ, સપ્તાહના અંતે રૂ.480ના ભાવઘટાડા સાથે રૂ.4294ના ભાવે બોલાયો હતો. ક્રૂડ તેલ એપ્રિલ વાયદો સપ્તાહના પ્રારંભે બેરલદીઠ રૂ.8830ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.9421 અને નીચામાં રૂ.8501ના મથાળે અથડાઈ, રૂ.8735ના આગલા બંધ સામે સપ્તાહના અંતે રૂ.263ના ઉછાળા સાથે રૂ.8998 થયો હતો. ક્રૂડ તેલ-મિની એપ્રિલ વાયદો સપ્તાહના અંતે રૂ.264ની તેજી સાથે રૂ.8999ના સ્તરે પહોંચ્યો હતો. નેચરલ ગેસ માર્ચ વાયદો એમએમબીટીયુદીઠ રૂ.2.1 ઘટી રૂ.295.5ના ભાવે સપ્તાહના અંતે બંધ થયો હતો. નેચરલ ગેસ-મિની માર્ચ વાયદો રૂ.2.2 ઘટી સપ્તાહના અંતે રૂ.295.4 થયો હતો.

કૃષિચીજોના વાયદાઓમાં મેન્થા તેલ માર્ચ વાયદો સપ્તાહના પ્રારંભે કિલોદીઠ રૂ.990ના ભાવે ખૂલી, સપ્તાહના અંતે રૂ.21.2 ઘટી રૂ.972.9ના સ્તરે પહોંચ્યો હતો. કોટન માર્ચ વાયદો રૂ.760ના ઉછાળા સાથે સપ્તાહના અંતે રૂ.26520ના ભાવે બંધ થયો હતો. એલચી માર્ચ વાયદો સપ્તાહના પ્રારંભે કિલોદીઠ રૂ.2521ના ભાવે ખૂલી, સપ્તાહના અંતે રૂ.101ના ભાવઘટાડા સાથે રૂ.2424 થયો હતો.

કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.140514.63 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ.85877.70 કરોડનાં કામકાજ થયાં હતાં. તાંબાંના વાયદાઓમાં રૂ.21370.04 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ.4822.79 કરોડ, સીસું અને સીસું-મિનીના વાયદાઓમાં રૂ.147.39 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ.2781.75 કરોડનાં કામકાજ થયાં હતાં.

ઇલેક્ટ્રિસિટીના વાયદામાં રૂ.211.04 કરોડનાં કામકાજ થયાં હતાં. ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ.74317.08 કરોડનાં કામકાજ થયાં હતાં. નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ.25076.53 કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદામાં રૂ.28.68 કરોડનાં કામ થયાં હતાં. કોટન-ખાંડીના વાયદામાં રૂ.10.22 કરોડનાં કામ થયાં હતાં. એલચીના વાયદામાં રૂ.3.10 કરોડનાં કામ થયાં હતાં.

ઓપન ઇન્ટરેસ્ટ સપ્તાહના અંતે સોનાના વાયદાઓમાં 6441 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 35386 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 11964 લોટ, ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 162971 લોટ અને ગોલ્ડ-ટેનના વાયદાઓમાં 25574 લોટના સ્તરે હતો. ચાંદીના વાયદાઓમાં 6312 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 15970 લોટ અને ચાંદી-માઇક્રો વાયદાઓમાં 57448 લોટના સ્તરે રહ્યો હતો. ઇલેક્ટ્રિસિટીના વાયદાઓમાં 763 લોટ, ક્રૂડ તેલના વાયદાઓમાં 19025 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 12661 લોટના સ્તરે રહ્યો હતો.

ઇન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ માર્ચ વાયદો સપ્તાહના પ્રારંભે 39270 પોઇન્ટના સ્તરે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં 39630 પોઇન્ટના સ્તર અને નીચામાં 36400 પોઇન્ટના સ્તરને સ્પર્શી, સપ્તાહના અંતે 3117 પોઇન્ટ ઘટી 36981 પોઇન્ટના સ્તરે બંધ થયો હતો.

Credit : Naimish Trivedi

About Matribhumi Samachar

Check Also

ભારત-અમેરિકા વેપાર કરાર: જેમિસન ગ્રીરની દિલ્હી મુલાકાત અને $500 બિલિયનનો મહત્વાકાંક્ષી પ્લાન

વૈશ્વિક અર્થતંત્ર અને ભૌગોલિક રાજકીય સંતુલનને નવી દિશા આપનારી એક અત્યંત મહત્વપૂર્ણ ઘટના સામે આવી …