Sunday, March 01 2026 | 08:49:28 AM
Breaking News

ભારતીય ડાક વિભાગે ‘બંધારણ દિવસ’ ઊજવ્યો; બંધારણ સ્વીકાર્યાની 76મી વર્ષગાંઠે કરાયો પ્રસ્તાવના–પાઠ અને વાચન

Connect us on:

ભારતીય ડાક વિભાગ દ્વારા ઉત્તર ગુજરાત પરીક્ષેત્રની તમામ પોસ્ટ ઓફિસો અને વહીવટી કચેરીઓમાં 26 નવેમ્બર2025 ના રોજ બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી. પ્રાદેશિક કચેરી અમદાવાદ ખાતે પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવેબંધારણ સ્વીકાર્યાની 76મી વર્ષગાંઠ નિમિત્તે તમામ અધિકારીઓ અને કર્મચારીઓ સાથે બંધારણની પ્રસ્તાવનાનું પઠન  અને વાંચન કર્યું. હાજર તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ પ્રસ્તાવના પુનરાવર્તન કરીને બંધારણમાં સમાવિષ્ટ આદર્શો અને મૂલ્યો પ્રત્યે પોતાની નિષ્ઠા વ્યક્ત કરી.

આ પ્રસંગે પોતાના સંબોધનમાં પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે, બંધારણ માત્ર એક પુસ્તક નથીતે રાષ્ટ્ર માટે માર્ગદર્શક છે. આજનો દિવસ આપણને અધિકારોની સાથે ફરજોનું પણ સ્મરણ કરાવે છે. ડૉ.ભીમરાવ અંબેડકર અને બંધારણ નિર્માતાઓએ આપણને સમાનતાન્યાય અને સ્વતંત્રતાનું એવો અદ્ભૂત દસ્તાવેજ આપ્યો છેજેના કારણે ભારત વિશ્વના સૌથી મોટા લોકતંત્ર તરીકે સ્થાપિત થયું. આજે આપણે એ સંકલ્પ લઈએ કે બંધારણની મર્યાદાનાગરિક ફરજો અને રાષ્ટ્રીય એકતાને હંમેશાં સર્વોપરી રાખીશું.

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે, બંધારણ સભામાં 26 નવેમ્બર 1949ના રોજ ભારતના બંધારણને અંગીકારિતઅધિનિયમિત અને આત્મસંપૂર્ણ કરવામાં આવ્યું હતુંલગભગ વર્ષ 11 મહિના 17 દિવસની કઠોર મહેનત બાદ બંધારણને અંતિમ સ્વરૂપ મળ્યું. તેના મૂળ સ્વરૂપમાં 395 કલમો, 8 અનુસૂચિઓ અને લગભગ 1,45,000 શબ્દો સમાવિષ્ટ હતાજેના કારણે તે આજ સુધીનું સૌથી વિગતવાર રાષ્ટ્રીય બંધારણ બની શક્યું. પછીથી19 નવેમ્બર 2015ના રોજ સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલયના જાહેરનામા દ્વારા 26 નવેમ્બરને દર વર્ષે બંધારણ દિવસ’ તરીકે ઉજવવાનો નિર્ણય લેવાયો.

આ પ્રસંગે સહાયક નિર્દેશક શ્રી વી. એમ. વહોરાશ્રી રિતુલ ગાંધીવરિષ્ઠ લેખાધિકારી શ્રીમતી પૂજા રાઠોડશ્રી ચેતન સૈનસહાયક અધિક્ષક શ્રી જીનેશ પટેલશ્રી રમેશ પટેલશ્રી રોનક શાહડાક નિરીક્ષક શ્રીમતી પાયલ પટેલશ્રી આશીષ પટેલશ્રી ગૌરીશંકર કુમાવત સહિત અનેક અધિકારીઓ–કર્મચારીઓએ બંધારણ દિવસે પ્રતિજ્ઞા લીધી.

About Matribhumi Samachar

Check Also

‘બ્યુરોક્રેટ્સ ઈન્ડિયા’ દ્વારા જાહેર કરાયેલ ‘ટોપ 25 ચેન્જમેકર્સ 2025’ યાદીમાં ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવનો સમાવેશ

બ્યુરોક્રેસી શાસનની રીડ તરીકે કાર્ય કરે છે, જે જમીન સ્તર પર નીતિઓનો અમલ કરે છે અને …