Sunday, May 17 2026 | 09:05:38 PM
Breaking News

સોનાનો વાયદો રૂ.1.29 લાખ અને ચાંદીનો વાયદો રૂ.1.99 લાખના સ્તર સુધી ગબડ્યા બાદ બંને વાયદા ફરી ઊંચકાયા

Connect us on:

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.684471.19 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.94835.74 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.589635.46 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.9051.45 કરોડનું થયું હતું.

કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 76141.94 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ.140158ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.140525 અને નીચામાં રૂ.129595ના સ્તરને સ્પર્શી, રૂ.144492ના આગલા બંધ સામે રૂ.5443 ઘટી રૂ.139049ના સ્તરે પહોંચ્યો હતો. ગોલ્ડ-ગિની માર્ચ વાયદો 8 ગ્રામદીઠ રૂ.4863 ઘટી રૂ.113317 થયો હતો. ગોલ્ડ-પેટલ માર્ચ વાયદો 1 ગ્રામદીઠ રૂ.610 ઘટી રૂ.14194 થયો હતો. સોનું-મિની એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ.5471 ઘટી રૂ.139126ના ભાવે બોલાયો હતો. ગોલ્ડ-ટેન માર્ચ વાયદો 10 ગ્રામદીઠ રૂ.140726ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.140726 અને નીચામાં રૂ.129500ના મથાળે અથડાઈ, રૂ.145078ના આગલા બંધ સામે રૂ.5931 ઘટી રૂ.139147 થયો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી મે વાયદો કિલોદીઠ રૂ.217702ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.223449 અને નીચામાં રૂ.199643ના મથાળે અથડાઈ, રૂ.226772ના આગલા બંધ સામે રૂ.5272 ઘટી રૂ.221500ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. કિલોદીઠ ચાંદી-મિની એપ્રિલ વાયદો રૂ.6276 ઘટી રૂ.225472ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ચાંદી-માઇક્રો એપ્રિલ વાયદો રૂ.6227 ઘટી રૂ.225777ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

બિનલોહ ધાતુઓમાં રૂ. 7017.94 કરોડનાં કામકાજ થયાં હતાં. કિલોદીઠ તાંબું માર્ચ વાયદો રૂ.8.1 વધી રૂ.1116.1ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. જસત માર્ચ વાયદો રૂ.2.45 વધી રૂ.310.1ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. એલ્યુમિનિયમ માર્ચ વાયદો રૂ.2.1 ઘટી રૂ.329.2ના સ્તરે પહોંચ્યો હતો. સીસું માર્ચ વાયદો 75 પૈસા વધી રૂ.188.6ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

એનર્જી સેગમેન્ટમાં રૂ. 10666.27 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ઇલેક્ટ્રિસિટી માર્ચ વાયદો એમડબલ્યુએચદીઠ રૂ.4301ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.4301 અને નીચામાં રૂ.4015ના મથાળે અથડાઈ, રૂ.283 ઘટી રૂ.4115 થયો હતો. ક્રૂડ તેલ એપ્રિલ વાયદો બેરલદીઠ રૂ.9283ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.9620 અને નીચામાં રૂ.8431ના સ્તરને સ્પર્શી, રૂ.9258ના આગલા બંધ સામે રૂ.758 ઘટી રૂ.8500 થયો હતો. ક્રૂડ તેલ-મિની એપ્રિલ વાયદો રૂ.758 ઘટી રૂ.8501ના સ્તરે પહોંચ્યો હતો. નેચરલ ગેસ માર્ચ વાયદો એમએમબીટીયુદીઠ રૂ.8.4 ઘટી રૂ.279.7ના સ્તરે પહોંચ્યો હતો. નેચરલ ગેસ-મિની માર્ચ વાયદો રૂ.8.4 ઘટી રૂ.279.8 થયો હતો.

કૃષિચીજોના વાયદાઓમાં મેન્થા તેલ માર્ચ વાયદો કિલોદીઠ રૂ.992.9ના ભાવે ખૂલી, રૂ.3.4 ઘટી રૂ.1015 થયો હતો. કોટન માર્ચ વાયદો રૂ.80 ઘટી રૂ.26220ના સ્તરે પહોંચ્યો હતો. એલચી માર્ચ વાયદો કિલોદીઠ રૂ.2400ના ભાવે ખૂલી, રૂ.48 વધી રૂ.2495ના સ્તરે પહોંચ્યો હતો.

કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં રૂ. 54544.95 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ. 21596.99 કરોડનાં કામકાજ થયાં હતાં. તાંબાંના વાયદાઓમાં રૂ. 5917.87 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ. 545.59 કરોડ, સીસું અને સીસું-મિનીના વાયદાઓમાં રૂ. 14.35 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ. 534.06 કરોડનાં કામકાજ થયાં હતાં.

ઇલેક્ટ્રિસિટીના વાયદામાં રૂ. 20.31 કરોડનાં કામકાજ થયાં હતાં. ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ. 8251.22 કરોડનાં કામકાજ થયાં હતાં. નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ. 2394.74 કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદામાં રૂ. 15.65 કરોડનાં કામ થયાં હતાં. કોટન-ખાંડીના વાયદામાં રૂ. 1.64 કરોડનાં કામ થયાં હતાં. એલચીના વાયદામાં રૂ. 1.26 કરોડનાં કામ થયાં હતાં.

ઓપન ઇન્ટરેસ્ટ સોનાના વાયદાઓમાં 9114 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 59209 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 28980 લોટ, ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 362962 લોટ અને ગોલ્ડ-ટેનના વાયદાઓમાં 65052 લોટના સ્તરે હતો. ચાંદીના વાયદાઓમાં 7056 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 19853 લોટ અને ચાંદી-માઇક્રો વાયદાઓમાં 76174 લોટના સ્તરે રહ્યો હતો. ઇલેક્ટ્રિસિટીના વાયદાઓમાં 1340 લોટ, ક્રૂડ તેલના વાયદાઓમાં 22929 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 25399 લોટના સ્તરે રહ્યો હતો.

કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ એપ્રિલ રૂ.10000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.234.1 ઘટી રૂ.404.1 થયો હતો. જ્યારે નેચરલ ગેસ માર્ચ રૂ.290ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.4.85 ઘટી રૂ.3.85 થયો હતો.

સોનું માર્ચ રૂ.140000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.2928.5 ઘટી રૂ.2600ના ભાવે બોલાયો હતો. આ સામે ચાંદી માર્ચ રૂ.250000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.511 વધી રૂ.1750.5ના ભાવે બોલાયો હતો. તાંબું માર્ચ રૂ.1150ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ 17 પૈસા ઘટી રૂ.3.55ના ભાવે બોલાયો હતો. જસત એપ્રિલ રૂ.330ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ 19 પૈસા વધી રૂ.1.62 થયો હતો.

મિની કોલ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની એપ્રિલ રૂ.9500ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.279.65 ઘટી રૂ.537ના ભાવે બોલાયો હતો. નેચરલ ગેસ-મિની માર્ચ રૂ.300ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.3.3 ઘટી રૂ.2.3ના ભાવે બોલાયો હતો. સોનું-મિની માર્ચ રૂ.150000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.359.5 વધી રૂ.1047.5ના ભાવે બોલાયો હતો. ચાંદી-મિની માર્ચ રૂ.250000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.304 વધી રૂ.2789.5ના ભાવે બોલાયો હતો.

પુટ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ એપ્રિલ રૂ.7000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.125.3 વધી રૂ.268.2 થયો હતો. જ્યારે નેચરલ ગેસ માર્ચ રૂ.290ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.6.1 વધી રૂ.16.65ના ભાવે બોલાયો હતો.

સોનું માર્ચ રૂ.120000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.77.5 વધી રૂ.128ના ભાવે બોલાયો હતો. આ સામે ચાંદી માર્ચ રૂ.200000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.619.5 વધી રૂ.2235 થયો હતો. તાંબું માર્ચ રૂ.1080ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.3.76 ઘટી રૂ.3.06 થયો હતો. જસત એપ્રિલ રૂ.300ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.1.66 વધી રૂ.6.45ના ભાવે બોલાયો હતો.

મિની પુટ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની એપ્રિલ રૂ.7000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.132.75 વધી રૂ.280.5 થયો હતો. નેચરલ ગેસ-મિની માર્ચ રૂ.290ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.5.85 વધી રૂ.16.4 થયો હતો. સોનું-મિની માર્ચ રૂ.120000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.260 વધી રૂ.329ના ભાવે બોલાયો હતો. ચાંદી-મિની માર્ચ રૂ.200000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.521.5 વધી રૂ.1920ના ભાવે બોલાયો હતો.

Credit : Naimish Trivedi

About Matribhumi Samachar

Check Also

સપ્તાહ દરમિયાન સોનાના વાયદામાં રૂ.9717 અને ચાંદીના વાયદામાં રૂ.32562નો જંગી ઉછાળોઃ ક્રૂડ તેલના વાયદામાં રૂ.581ની તેજી

કોમોડિટી વાયદાઓમાં રૂ.391998 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.4179141 કરોડનું સાપ્તાહિક ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.273904 કરોડનાં …