Wednesday, December 10 2025 | 10:44:21 AM
Breaking News

એમસીએક્સ પર સોનાના વાયદામાં રૂ.703 અને ચાંદીના વાયદામાં રૂ.997નો ઉછાળોઃ ક્રૂડ તેલ રૂ.25 ઢીલું

Connect us on:

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.49318.08 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.15994.65 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.33321.73 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ એપ્રિલ વાયદો 21062 પોઇન્ટના સ્તરે પહોંચ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.700.93 કરોડનું થયું હતું.

કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.12646.38 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ.87785ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.88478 અને નીચામાં રૂ.87785ના સ્તરને સ્પર્શી, રૂ.87638ના આગલા બંધ સામે રૂ.703ના ઉછાળા સાથે રૂ.88341 થયો હતો. ગોલ્ડ-ગિની માર્ચ વાયદો 8 ગ્રામદીઠ રૂ.401 ઊછળી રૂ.71184 થયો હતો. ગોલ્ડ-પેટલ માર્ચ વાયદો 1 ગ્રામદીઠ રૂ.6 ઘટી રૂ.9008 થયો હતો. સોનું-મિની એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ.634ના ઉછાળા સાથે રૂ.88140ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી મે વાયદો કિલોદીઠ રૂ.99744ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.100680 અને નીચામાં રૂ.99480ના સ્તરને સ્પર્શી, રૂ.99486ના આગલા બંધ સામે રૂ.997ના ઉછાળા સાથે રૂ.100483 થયો હતો. કિલોદીઠ ચાંદી-મિની એપ્રિલ વાયદો રૂ.983 ઊછળી રૂ.100399 થયો હતો. ચાંદી-માઇક્રો એપ્રિલ વાયદો રૂ.961 ઊછળી રૂ.100367ના સ્તરે પહોંચ્યો હતો.

બિનલોહ ધાતુઓમાં રૂ.1534.55 કરોડનાં કામકાજ થયાં હતાં. કિલોદીઠ તાંબું માર્ચ વાયદો રૂ.2.65 ઘટી રૂ.898.95ના સ્તરે પહોંચ્યો હતો. જસત માર્ચ વાયદો રૂ.1.7 ઘટી રૂ.272.3ના સ્તરે પહોંચ્યો હતો. એલ્યુમિનિયમ માર્ચ વાયદો 40 પૈસા વધી રૂ.251ના સ્તરે પહોંચ્યો હતો. સીસું માર્ચ વાયદો રૂ.1.1 વધી રૂ.179.95ના ભાવે બોલાયો હતો.

એનર્જી સેગમેન્ટમાં રૂ.1793.89 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ક્રૂડ તેલ એપ્રિલ વાયદો બેરલદીઠ રૂ.6007ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.6009 અને નીચામાં રૂ.5956ના સ્તરને સ્પર્શી, રૂ.5991ના આગલા બંધ સામે રૂ.25 ઘટી રૂ.5966ના ભાવે બોલાયો હતો. ક્રૂડ તેલ-મિની એપ્રિલ વાયદો રૂ.24 ઘટી રૂ.5967ના સ્તરે પહોંચ્યો હતો. નેચરલ ગેસ એપ્રિલ વાયદો એમએમબીટીયુદીઠ રૂ.9.4 ઘટી રૂ.324.5 થયો હતો. નેચરલ ગેસ-મિની એપ્રિલ વાયદો રૂ.9.3 ઘટી રૂ.324.6ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

કૃષિચીજોમાં મેન્થા તેલ એપ્રિલ વાયદો કિલોદીઠ રૂ.931ના ભાવે ખૂલી, રૂ.1.2 ઘટી રૂ.926.1ના ભાવે બોલાયો હતો. કોટન ખાંડી મે વાયદો ખાંડીદીઠ રૂ.30 ઘટી રૂ.53850 થયો હતો.

કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.9355.25 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ.3291.13 કરોડનાં કામકાજ થયાં હતાં. તાંબાંના વાયદાઓમાં રૂ.1018.19 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ.199.93 કરોડ, સીસું અને સીસું-મિનીના વાયદાઓમાં રૂ.33.14 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ.283.30 કરોડનાં કામકાજ થયાં હતાં.

ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ.286.26 કરોડનાં કામકાજ થયાં હતાં. જ્યારે નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ.1507.63 કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદાઓમાં રૂ.1.77 કરોડનાં કામ થયાં હતાં.

ઓપન ઇન્ટરેસ્ટ સોનાના વાયદાઓમાં 20899 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 30457 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 7743 લોટ અને ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 97904 લોટના સ્તરે હતો. જ્યારે ચાંદીના વાયદાઓમાં 21959 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 33950 લોટ અને ચાંદી-માઇક્રો વાયદાઓમાં 116983 લોટના સ્તરે રહ્યો હતો. ક્રૂડ તેલના વાયદાઓમાં 6315 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 12342 લોટના સ્તરે રહ્યો હતો.

ઇન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ એપ્રિલ વાયદો 20954 પોઇન્ટના સ્તરે ખૂલી, ઉપરમાં 21098 પોઇન્ટના સ્તર અને નીચામાં 20954 પોઇન્ટના સ્તરને સ્પર્શી, 162 પોઇન્ટ વધી 21062 પોઇન્ટના સ્તરે પહોંચ્યો હતો.

કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ એપ્રિલ રૂ.6000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.12.7 ઘટી રૂ.142.5 થયો હતો. જ્યારે નેચરલ ગેસ એપ્રિલ રૂ.330ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.5.1 ઘટી રૂ.17.9ના ભાવે બોલાયો હતો.

સોનું એપ્રિલ રૂ.89000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.489 વધી રૂ.1473 થયો હતો. આ સામે ચાંદી એપ્રિલ રૂ.100000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.562 વધી રૂ.2787.5 થયો હતો. તાંબું એપ્રિલ રૂ.910ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.4.07 ઘટી રૂ.13.45 થયો હતો. જસત એપ્રિલ રૂ.280ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.1.39 ઘટી રૂ.2.2 થયો હતો.

મિની કોલ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની એપ્રિલ રૂ.7800ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ 85 પૈસા વધી રૂ.7.55ના ભાવે બોલાયો હતો. નેચરલ ગેસ-મિની એપ્રિલ રૂ.330ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.5.5 ઘટી રૂ.17.85ના ભાવે બોલાયો હતો. સોનું-મિની એપ્રિલ રૂ.88000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.536 વધી રૂ.1633ના ભાવે બોલાયો હતો. ચાંદી-મિની એપ્રિલ રૂ.100000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.566 વધી રૂ.2627.5ના ભાવે બોલાયો હતો.

પુટ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ એપ્રિલ રૂ.6000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.13.1 વધી રૂ.176ના ભાવે બોલાયો હતો. જ્યારે નેચરલ ગેસ એપ્રિલ રૂ.330ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.4.1 વધી રૂ.23.35ના ભાવે બોલાયો હતો.

સોનું એપ્રિલ રૂ.88000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.240.5 ઘટી રૂ.808 થયો હતો. આ સામે ચાંદી એપ્રિલ રૂ.100000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.441 ઘટી રૂ.2244.5ના ભાવે બોલાયો હતો. તાંબું એપ્રિલ રૂ.900ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ 88 પૈસા વધી રૂ.13.88ના ભાવે બોલાયો હતો. જસત એપ્રિલ રૂ.275ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.1.22 વધી રૂ.4.38ના ભાવે બોલાયો હતો.

મિની પુટ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની એપ્રિલ રૂ.6000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.14.15 વધી રૂ.178.7ના ભાવે બોલાયો હતો. નેચરલ ગેસ-મિની એપ્રિલ રૂ.325ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.3.9 વધી રૂ.20.8 થયો હતો. સોનું-મિની એપ્રિલ રૂ.88000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.225.5 ઘટી રૂ.909 થયો હતો. ચાંદી-મિની એપ્રિલ રૂ.100000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.451 ઘટી રૂ.2160 થયો હતો.

Credit : Naimish Trivedi

About Matribhumi Samachar

Check Also

UPIને આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષે દુનિયાની સૌથી મોટી રિયલ-ટાઇમ પેમેન્ટ સિસ્ટમ માની; ગ્લોબલ ટ્રાન્ઝેક્શનમાં 49% હિસ્સેદારી

આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ (IMF)ના જૂન 2025ના રિપોર્ટ ‘ગ્રોઇંગ રિટેલ ડિજિટલ પેમેન્ટ્સ (ધ વેલ્યુ ઓફ ઇન્ટરઓપરેબિલિટી)’માં યુનિફાઇડ પેમેન્ટ્સ …