Tuesday, February 03 2026 | 08:13:47 PM
Breaking News

કચ્છના જળ યોધ્ધા તરીકે પ્રખ્યાત ‘દામજીભાઈ એન્કરવાલા’ પર ડાક વિભાગ દ્વારા ડાક ટિકિટ જારી કરી

Connect us on:

ભારતીય ડાક વિભાગ દ્વારા કચ્છના જળ યોધ્ધા તરીકે પ્રખ્યાત ‘દામજીભાઈ એન્કરવાલા’ પર એક કસ્ટમાઇઝ્ડ ડાક ટિકિટ જારી કરવામાં આવી. સર્કલ ઓફિસઅમદાવાદ ખાતે આયોજિત એક સમારોહમાં ગુજરાત પરિમંડળના મુખ્ય પોસ્ટમાસ્ટર જનરલ શ્રી ગણેશ વી. સાવલેશ્વરકર તથા ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે 29 ડિસેમ્બર, 2025ના રોજ ઉપરોક્ત ડાક ટિકિટ (માય સ્ટેમ્પ) જારી કરી. આ અવસરે નિદેશક ડાક સેવા શ્રી સુરેખ રેઘુનાથેનસૌરાષ્ટ્ર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી હાર્દિક મામાનિયાટ્રસ્ટી શ્રી સંજયભાઈ ડી. શાહ અને શ્રી અતુલ ડી. શાહકચ્છમિત્રના સંપાદક શ્રી દીપક માંકડ તેમજ કચ્છમિત્રના જનરલ મેનેજર શ્રી મુકેશ ધોળકિયાની ગૌરવપૂર્ણ ઉપસ્થિતિ રહી.

આ અવસરે મુખ્ય પોસ્ટમાસ્ટર જનરલ શ્રી ગણેશ વી. સાવલેશ્વરકરે જણાવ્યું કે ડાક ટિકિટો દેશની સંસ્કૃતિઇતિહાસવિજ્ઞાન અને સિદ્ધિઓને પ્રતિબિંબિત કરે છેસંદેશાવ્યવહાર તેમજ રાષ્ટ્રીય ગૌરવ અને વારસાને પ્રોત્સાહન આપે છેદામજીભાઈ એન્કરવાલાનું જીવન કચ્છ અને સામાજિક ઉત્થાન માટે સમર્પિત હતું અને તેમની જેમ યુવાનોને પણ માતૃભૂમિ પ્રત્યે પોતાની નિષ્ઠા અને જવાબદારી હંમેશા યાદ રાખવી જોઈએ.

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે દામજીભાઈ એન્કરવાલાએ કચ્છના જળ વ્યવસ્થાપનમાં અમૂલ્ય યોગદાન આપ્યું છે. એક ઉદ્યોગપતિ હોવા સાથે- સાથે તેઓ પ્રખ્યાત સામાજિક કાર્યકર પણ હતા. કચ્છના જળ યોધ્ધા તરીકે બહાર પાડવામાં આવેલ આ ડાક ટિકિટ દામજીભાઈના વ્યક્તિત્વસંઘર્ષ અને સમાજ પ્રત્યેના તેમના યોગદાનને દેશ-વિદેશમાં આવનારી પેઢીઓ સુધી પહોંચાડવાનું માધ્યમ બનશે. શ્રી યાદવે જણાવ્યું કે ડાક ટિકિટ વાસ્તવમાં એક નાનકડો રાજદૂત છેજે વિવિધ દેશોમાં પ્રવાસ કરે છે અને તેમને પોતાની સંસ્કૃતિસંસ્કાર અને વારસાની ઓળખ કરાવે છે. દરેક ડાક ટિકિટ પાછળ એક વાર્તા છુપાયેલી હોય છે અને આ વાર્તા સાથે આજની યુવા પેઢીને જોડવાની જરૂર છે.

સૌરાષ્ટ્ર ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી અતુલ ડી. શાહે આ સ્ટેમ્પ માટે ઇન્ડિયા પોસ્ટનો આભાર માન્યો અને તેમના પિતા દામજીભાઈ લાલજીભાઈ શાહ – એન્કરવાલા (1937–2023)ના જીવન પર વિસ્તૃત પ્રકાશ પાડ્યો. તેમણે જણાવ્યું કે કચ્છમાં જન્મેલા શ્રી દામજીભાઈનું સ્વપ્ન ડૉક્ટર બનવાનું હતુંપરંતુ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ચાલી રહેલી પાણીની સમસ્યાએ તેમને સમાજસેવા અને રાષ્ટ્રનિર્માણની દિશામાં પ્રેરિત કર્યા. કચ્છમાં વ્યાપક જળ સંકટને તેમણે પોતાની વ્યક્તિગત જવાબદારી માની અને તેના ઉકેલ માટે સતત પ્રયત્નો કર્યા. તેમના અવિરત પ્રયાસો અને દુરદર્શિતાના પરિણામે દુષ્કાળગ્રસ્ત કચ્છ જિલ્લામાં નર્મદાનું પાણી પહોંચાડી શકાયું. આ ઐતિહાસિક પહેલથી કચ્છના લાખો લોકોના જીવનમાં કાયમી પરિવર્તન આવ્યું અને પ્રદેશના વિકાસને નવી દિશા મળી.

સૌરાષ્ટ્ર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી હાર્દિક મામાનિયાએ જણાવ્યું કે દામજીભાઈ એન્કરવાલાનું જીવન યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત છે. ટ્રસ્ટી શ્રી સંજયભાઈ ડી. શાહકચ્છમિત્રના સંપાદક શ્રી દીપક માંકડ તથા કચ્છમિત્રના જનરલ મેનેજર શ્રી મુકેશ ધોળકિયાએ પણ દામજીભાઈ એન્કરવાલાના વ્યક્તિત્વ અને કાર્યના વિવિધ પાસાઓનો પરિચય કરાવ્યો.

આ અવસરે સિનિયર પોસ્ટમાસ્ટરઅમદાવાદ જીપીઓ શ્રી અલ્પેશ આર. શાહસહાયક નિદેશક શ્રી એન. એન. રાવલસુશ્રી કિંજલ શાહશ્રી મિરલ ખમારસહાયક અધિક્ષક સુશ્રી વિજયાલક્ષ્મીશ્રી જલદીપ ગોહેલશ્રી ધવલ બાવીસીશ્રી બિરંગ શાહશ્રી ભાવિન પ્રજાપતિશ્રી રમેશ જી પટેલશ્રી દિક્ષિત રામીસુશ્રી ધારા કાપડિયા સહિત અનેક લોકોહાજર રહ્યા. કાર્યક્રમનું સંચાલન સહાયક અધિક્ષક શ્રી હાર્દિક ગઢવીએ કર્યું.

About Matribhumi Samachar

Check Also

ડાક વિભાગે ‘પોસ્ટલ લાઇફ ઈન્સ્યોરન્સ’ની 142મી વર્ષગાંઠ ઉજવી, પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે પોલિસી બોન્ડનું વિતરણ કર્યું

ડાક વિભાગે પત્ર અને પાર્સલ સેવાઓ સાથે-સાથે જીવન વીમાના ક્ષેત્રમાં પણ એક સશક્ત, વિશ્વસનીય અને જનકલ્યાણકારી …