Monday, January 12 2026 | 10:14:28 AM
Breaking News

સીબીઆઇસીએ 11થી 26 જાન્યુઆરી, 2025 સુધી ડ્રગ ડિસ્પોઝલ ડ્રાઇવ દરમિયાન જપ્ત કરેલા 10,413 કિલો નશીલા દ્રવ્યો અને રૂ. 2,246 કરોડની કિંમતની 94.62 લાખ ગોળીઓનો નાશ કર્યો

Connect us on:

નાણાં મંત્રાલયના સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સ (સીબીઆઇસી) દ્વારા ડ્રગ ડિસ્પોઝલ ડ્રાઇવના ભાગરૂપે, 11 થી 26 જાન્યુઆરી, 2025 દરમિયાન, સીબીઆઇસીની ફિલ્ડ ફોર્મેશન્સે આશરે 7,844 કિલોગ્રામ ગાંજો, 1,724 કિલો મેથાક્વોલોન (મેન્ડ્રેક્સ), 560 કિ.ગ્રા.હશિશ/ચરસ, 130 કિલો મેથામ્ફેટામાઇન, 105 કિલો કેટેમાઇન, 23 કિલો કોકેઇન, 7 કિલો એમડીએમએ,  94.16 લાખ ટ્રામાડોલ એચસીએલ ટેબ્લેટ્સ, 46,000 અલ્પ્રાઝોલમ ગોળીઓ અને વિવિધ દવાઓના 586 એમ્પ્યુલ્સ ઇન્જેક્શનનો નાશ કર્યો હતો.

Picture 1

Picture 1

નાશ કરેલી એનડીપીએસની ગેરકાયદે આંતરરાષ્ટ્રીય બજાર કિંમત આશરે રૂ. 2246 કરોડ છે. ભારતભરમાં અનેક સ્થળોએ સલામત અને બિન-જોખમી રીતે આ નાશ કરવામાં આવ્યો હતો.

Picture 1

Picture 1

ડ્રગ ડિસ્પોઝલ ડ્રાઇવ એનડીપીએસની દાણચોરી સામે લડવા માટે સીબીઆઇસીની કટિબદ્ધતા પર ભાર મૂકવાની સાથે- સાથે આ સંબંધમાં સીબીઆઇસી દ્વારા હાથ ધરવામાં આવેલી પહેલો અંગે લોકોમાં જાગૃતિ લાવવાનો પણ ઉદ્દેશ ધરાવે છે. આ ઝુંબેશ 11 જાન્યુઆરી, 2025ના રોજ નવી દિલ્હી ખાતે આયોજિત ડ્રગ ટ્રાફિકિંગ અને રાષ્ટ્રીય સુરક્ષા પર પ્રાદેશિક પરિષદ દરમિયાન કેન્દ્રીય ગૃહ પ્રધાન દ્વારા શરૂ કરવામાં આવેલી રાષ્ટ્રવ્યાપી ઝુંબેશ સાથે સુસંગત છે.

About Matribhumi Samachar

Check Also

‘વિશ્વ હિન્દી દિવસ’ (10 જાન્યુઆરી): હિન્દીમાં સર્જનશીલ એવી ત્રણ પેઢીઓનો અનોખો પરિવાર, જેને વૈશ્વિક સ્તરે અનેક દેશોમાં સન્માન પ્રાપ્ત થયું

૬૧.૫ કરોડ લોકો સાથે વિશ્વની ત્રીજી સૌથી વધુ બોલાતી ભાષા હિન્દીમાં વૈશ્વિક ભાષા બનવાની ક્ષમતા …