Sunday, March 22 2026 | 07:27:24 AM
Breaking News

ક્રૂડ તેલના વાયદામાં રૂ.1488નો સાપ્તાહિક ધોરણે ઉછાળોઃ સોનાના વાયદામાં રૂ.598 અને ચાંદીના વાયદામાં રૂ.5771ની વૃદ્ધિ

Connect us on:

કોમોડિટી વાયદાઓમાં રૂ.317638 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.1893658 કરોડનું સાપ્તાહિક ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.149497 કરોડનાં સાપ્તાહિક કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 40098 પોઇન્ટના સ્તરે

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર 6થી 12 માર્ચના સપ્તાહ દરમિયાન વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.2211304.08 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.317638.62 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.1893658.49 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ માર્ચ વાયદો 40098 પોઇન્ટના સ્તરે બંધ થયો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ સાપ્તાહિક પ્રીમિયમ ટર્નઓવર રૂ.85829.63 કરોડનું થયું હતું.

સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.149497.12 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.161040ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.163577 અને નીચામાં રૂ.159320ના મથાળે અથડાઈ, રૂ.159673ના આગલા બંધ સામે સપ્તાહના અંતે રૂ.598 વધી રૂ.160271ના ભાવે બંધ થયો હતો. ગોલ્ડ-ગિની માર્ચ વાયદો સપ્તાહના અંતે 8 ગ્રામદીઠ રૂ.119 ઘટી રૂ.131276ના ભાવે બંધ થયો હતો. ગોલ્ડ-પેટલ માર્ચ વાયદો 1 ગ્રામદીઠ રૂ.9 ઘટી સપ્તાહના અંતે રૂ.16490ના ભાવે બંધ થયો હતો. સોનું-મિની એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ.554 વધી સપ્તાહના અંતે રૂ.160367 થયો હતો. ગોલ્ડ-ટેન માર્ચ વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.161499ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.164000 અને નીચામાં રૂ.160506ના મથાળે અથડાઈ, રૂ.161141ના આગલા બંધ સામે સપ્તાહના અંતે રૂ.218 વધી રૂ.161359 થયો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી મે વાયદો સપ્તાહના પ્રારંભે કિલોદીઠ રૂ.267950ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.279463 અને નીચામાં રૂ.260743ના સ્તરને સ્પર્શી, રૂ.262191ના આગલા બંધ સામે સપ્તાહના અંતે રૂ.5771 વધી રૂ.267962ના સ્તરે બંધ થયો હતો. સપ્તાહના અંતે કિલોદીઠ ચાંદી-મિની એપ્રિલ વાયદો રૂ.4795 વધી રૂ.273614ના સ્તરે બંધ થયો હતો. ચાંદી-માઇક્રો એપ્રિલ વાયદો રૂ.4719 વધી સપ્તાહના અંતે રૂ.273720 થયો હતો.

બિનલોહ ધાતુઓમાં રૂ.18459.06 કરોડનાં કામકાજ થયાં હતાં. સપ્તાહના અંતે કિલોદીઠ તાંબું માર્ચ વાયદો રૂ.7.45 વધી રૂ.1202.3ના સ્તરે બંધ થયો હતો. જસત માર્ચ વાયદો સપ્તાહના અંતે રૂ.4.05 વધી રૂ.325.35ના ભાવે બંધ થયો હતો. એલ્યુમિનિયમ માર્ચ વાયદો રૂ.19.35 વધી રૂ.349.95ના ભાવે સપ્તાહના અંતે બંધ થયો હતો. સીસું માર્ચ વાયદો 25 પૈસા ઘટી સપ્તાહના અંતે રૂ.188.25ના ભાવે બંધ થયો હતો.

એનર્જી સેગમેન્ટમાં રૂ.149644.14 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ઇલેક્ટ્રિસિટી માર્ચ વાયદો સપ્તાહના પ્રારંભે એમડબલ્યુએચદીઠ રૂ.4006ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.4774 અને નીચામાં રૂ.3982ના સ્તરને સ્પર્શી, સપ્તાહના અંતે રૂ.778 વધી રૂ.4774ના સ્તરે બંધ થયો હતો. ક્રૂડ તેલ માર્ચ વાયદો સપ્તાહના પ્રારંભે બેરલદીઠ રૂ.7316ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.10549 અને નીચામાં રૂ.7207ના સ્તરને સ્પર્શી, રૂ.7316ના આગલા બંધ સામે સપ્તાહના અંતે રૂ.1488 વધી રૂ.8804ના ભાવે બંધ થયો હતો. ક્રૂડ તેલ-મિની માર્ચ વાયદો રૂ.1492 વધી સપ્તાહના અંતે રૂ.8806 થયો હતો. નેચરલ ગેસ માર્ચ વાયદો સપ્તાહના અંતે એમએમબીટીયુદીઠ રૂ.24 વધી રૂ.297.6 થયો હતો. નેચરલ ગેસ-મિની માર્ચ વાયદો રૂ.24.1 વધી રૂ.297.6ના સ્તરે સપ્તાહના અંતે બંધ થયો હતો.

કૃષિચીજોના વાયદાઓમાં મેન્થા તેલ માર્ચ વાયદો સપ્તાહના પ્રારંભે કિલોદીઠ રૂ.947.1ના ભાવે ખૂલી, સપ્તાહના અંતે રૂ.45.6 વધી રૂ.994.1 થયો હતો. એલચી માર્ચ વાયદો સપ્તાહના પ્રારંભે કિલોદીઠ રૂ.2477ના ભાવે ખૂલી, સપ્તાહના અંતે રૂ.49 વધી રૂ.2525 થયો હતો.

કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.92035.73 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ.57461.39 કરોડનાં કામકાજ થયાં હતાં. તાંબાંના વાયદાઓમાં રૂ.10761.96 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ.5011.74 કરોડ, સીસું અને સીસું-મિનીના વાયદાઓમાં રૂ.57.98 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ.2572.87 કરોડનાં કામકાજ થયાં હતાં.

ઇલેક્ટ્રિસિટીના વાયદામાં રૂ.120.35 કરોડનાં કામકાજ થયાં હતાં. ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ.117287.92 કરોડનાં કામકાજ થયાં હતાં. નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ.32235.87 કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદામાં રૂ.33.41 કરોડનાં કામ થયાં હતાં. એલચીના વાયદામાં રૂ.2.39 કરોડનાં કામ થયાં હતાં.

સપ્તાહના અંતે ઓપન ઇન્ટરેસ્ટ સોનાના વાયદાઓમાં 7824 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 41540 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 14867 લોટ, ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 209674 લોટ અને ગોલ્ડ-ટેનના વાયદાઓમાં 30147 લોટના સ્તરે હતો. ચાંદીના વાયદાઓમાં 5941 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 13988 લોટ અને ચાંદી-માઇક્રો વાયદાઓમાં 49644 લોટના સ્તરે રહ્યો હતો. ઇલેક્ટ્રિસિટીના વાયદાઓમાં 504 લોટ, ક્રૂડ તેલના વાયદાઓમાં 17371 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 19567 લોટના સ્તરે રહ્યો હતો.

ઇન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ માર્ચ વાયદો 39380 પોઇન્ટના સ્તરે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં 40590 પોઇન્ટના સ્તર અને નીચામાં 39356 પોઇન્ટના સ્તરને સ્પર્શી, સપ્તાહના અંતે 385 પોઇન્ટ વધી 40098 પોઇન્ટના સ્તરે બંધ થયો હતો.

Credit : Naimish Trivedi

About Matribhumi Samachar

Check Also

સોનાના વાયદામાં રૂ.15317 અને ચાંદીના વાયદામાં રૂ.36502નો સાપ્તાહિક ધોરણે કડાકોઃ ક્રૂડ તેલમાં સેંકડા વધ્યા

કોમોડિટી વાયદાઓમાં રૂ.355217 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.3648685 કરોડનું સાપ્તાહિક ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.226392 કરોડનાં …