
કોમોડિટી વાયદાઓમાં રૂ.477159.48 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.3070159.79 કરોડનું સાપ્તાહિક ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 379443.17 કરોડનાં સાપ્તાહિક કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 38914 પોઇન્ટના સ્તરે
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર 9થી 15 જાન્યુઆરીના સપ્તાહ દરમિયાન વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.3547384.84 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.477159.48 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.3070159.79 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. ઇન્ડેક્સ વાયદાઓમાં રૂ.65.23 કરોડ અને ઇન્ડેક્સ ઓપ્શન્સમાં રૂ.0.34 કરોડનાં કામકાજ થયાં હતાં. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ જાન્યુઆરી વાયદો 38914 પોઇન્ટના સ્તરે પહોંચ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ સાપ્તાહિક પ્રીમિયમ ટર્નઓવર રૂ.49148.77 કરોડનું થયું હતું.
સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 379443.17 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.137997ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.143590ના ઉચ્ચત્તમ સ્તર અને નીચામાં રૂ.137729ના મથાળે અથડાઈ, રૂ.137742ના આગલા બંધ સામે સપ્તાહના અંતે રૂ.5379ના ઉછાળા સાથે રૂ.143121ના ભાવે બોલાયો હતો. ગોલ્ડ-ગિની જાન્યુઆરી વાયદો સપ્તાહના અંતે 8 ગ્રામદીઠ રૂ.3582ની તેજી સાથે રૂ.116248ના ભાવે બંધ થયો હતો. ગોલ્ડ-પેટલ જાન્યુઆરી વાયદો 1 ગ્રામદીઠ રૂ.488 વધી સપ્તાહના અંતે રૂ.14542ના ભાવે બોલાયો હતો. સોનું-મિની ફેબ્રુઆરી વાયદો સપ્તાહના અંતે 10 ગ્રામદીઠ રૂ.5167ની તેજી સાથે રૂ.142850 થયો હતો. ગોલ્ડ-ટેન જાન્યુઆરી વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.138361ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.143979 અને નીચામાં રૂ.138345ના મથાળે અથડાઈ, રૂ.138275ના આગલા બંધ સામે સપ્તાહના અંતે રૂ.5131ના ઉછાળા સાથે રૂ.143406 થયો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો સપ્તાહના પ્રારંભે કિલોદીઠ રૂ.245600ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.292960ના ઓલ ટાઇમ હાઈ અને નીચામાં રૂ.243670ના સ્તરને સ્પર્શી, રૂ.243324ના આગલા બંધ સામે સપ્તાહના અંતે રૂ.48253ના જંગી ઉછાળા સાથે રૂ.291577ના સ્તરે પહોંચ્યો હતો. સપ્તાહના અંતે કિલોદીઠ ચાંદી-મિની ફેબ્રુઆરી વાયદો રૂ.47434 ઊછળી રૂ.293421ના સ્તરે પહોંચ્યો હતો. ચાંદી-માઇક્રો ફેબ્રુઆરી વાયદો રૂ.47513 ઊછળી સપ્તાહના અંતે રૂ.293540 થયો હતો.
બિનલોહ ધાતુઓમાં રૂ. 45601.02 કરોડનાં કામકાજ થયાં હતાં. સપ્તાહના અંતે કિલોદીઠ તાંબું જાન્યુઆરી વાયદો રૂ.38.3 વધી રૂ.1308.5ના સ્તરે પહોંચ્યો હતો. જસત જાન્યુઆરી વાયદો સપ્તાહના અંતે રૂ.10.5 વધી રૂ.317.85ના ભાવે બંધ થયો હતો. એલ્યુમિનિયમ જાન્યુઆરી વાયદો રૂ.9.85 વધી સપ્તાહના અંતે રૂ.318.7ના ભાવે બોલાયો હતો. સીસું જાન્યુઆરી વાયદો રૂ.1.05 વધી રૂ.192ના ભાવે સપ્તાહના અંતે બંધ થયો હતો.
એનર્જી સેગમેન્ટમાં રૂ. 52095.63 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ઇલેક્ટ્રિસિટી જાન્યુઆરી વાયદો સપ્તાહના પ્રારંભે એમડબલ્યુએચદીઠ રૂ.4356ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.4427 અને નીચામાં રૂ.4211ના સ્તરને સ્પર્શી, સપ્તાહના અંતે રૂ.133 ઘટી રૂ.4224ના સ્તરે પહોંચ્યો હતો. ક્રૂડ તેલ ફેબ્રુઆરી વાયદો સપ્તાહના પ્રારંભે બેરલદીઠ રૂ.5228ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.5621 અને નીચામાં રૂ.5183ના સ્તરને સ્પર્શી, રૂ.5180ના આગલા બંધ સામે સપ્તાહના અંતે રૂ.186 વધી રૂ.5366ના ભાવે બંધ થયો હતો. ક્રૂડ તેલ-મિની ફેબ્રુઆરી વાયદો સપ્તાહના અંતે રૂ.189 વધી રૂ.5368 થયો હતો. નેચરલ ગેસ જાન્યુઆરી વાયદો એમએમબીટીયુદીઠ રૂ.23.6 ઘટી સપ્તાહના અંતે રૂ.283.1 થયો હતો. નેચરલ ગેસ-મિની જાન્યુઆરી વાયદો સપ્તાહના અંતે રૂ.23.5 ઘટી રૂ.283.2ના સ્તરે પહોંચ્યો હતો.
કૃષિચીજોના વાયદાઓમાં મેન્થા તેલ જાન્યુઆરી વાયદો સપ્તાહના પ્રારંભે કિલોદીઠ રૂ.998.5ના ભાવે ખૂલી, સપ્તાહના અંતે રૂ.25.2 ઘટી રૂ.973.4 થયો હતો. એલચી જાન્યુઆરી વાયદો સપ્તાહના પ્રારંભે કિલોદીઠ રૂ.2709ના ભાવે ખૂલી, સપ્તાહના અંતે રૂ.15 ઘટી રૂ.2680 થયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સપ્તાહ દરમિયાન સોનાના વિવિધ વાયદાઓમાં રૂ. 147829.03 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ. 231614.15 કરોડનાં કામકાજ થયાં હતાં. તાંબાંના વાયદાઓમાં રૂ. 36921.02 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ. 4466.59 કરોડ, સીસું અને સીસું-મિનીના વાયદાઓમાં રૂ. 289.83 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ. 3802.39 કરોડનાં કામકાજ થયાં હતાં.
ઇલેક્ટ્રિસિટીના વાયદામાં રૂ. 68.65 કરોડનાં કામકાજ થયાં હતાં. ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ. 12107.58 કરોડનાં કામકાજ થયાં હતાં. નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ. 39919.40 કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદામાં રૂ. 15.50 કરોડનાં કામ થયાં હતાં. એલચીના વાયદામાં રૂ. 2.25 કરોડનાં કામ થયાં હતાં.
ઓપન ઇન્ટરેસ્ટ સપ્તાહના અંતે સોનાના વાયદાઓમાં 14152 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 46291 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 8545 લોટ, ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 119320 લોટ અને ગોલ્ડ-ટેનના વાયદાઓમાં 15441 લોટના સ્તરે હતો. ચાંદીના વાયદાઓમાં 9720 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 24041 લોટ અને ચાંદી-માઇક્રો વાયદાઓમાં 45207 લોટના સ્તરે રહ્યો હતો. ઇલેક્ટ્રિસિટીના વાયદાઓમાં 593 લોટ, ક્રૂડ તેલના વાયદાઓમાં 13432 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 27358 લોટના સ્તરે રહ્યો હતો.
ઇન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ જાન્યુઆરી વાયદો 35627 પોઇન્ટના સ્તરે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં 39205 પોઇન્ટના સ્તર અને નીચામાં 35627 પોઇન્ટના સ્તરને સ્પર્શી, સપ્તાહના અંતે 3108 પોઇન્ટ વધી 38914 પોઇન્ટના સ્તરે પહોંચ્યો હતો.


Credit : Naimish Trivedi
Matribhumi Samachar Gujarati

