Tuesday, March 24 2026 | 11:31:50 AM
Breaking News

સોના-ચાંદીના વાયદામાં તેજીની આગેકૂચઃ સોનાનો વાયદો રૂ.1458 અને ચાંદીનો વાયદો રૂ.7909 ઊછળ્યો

Connect us on:

ક્રૂડ તેલનો વાયદો રૂ.6 ઢીલોઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.23564.28 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.149568.79 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 17619.13 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 38630 પોઇન્ટના સ્તરે

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.173134.12 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.23564.28 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.149568.79 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ ફેબ્રુઆરી વાયદો 38630 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.2289.55 કરોડનું થયું હતું.

કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 17619.13 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ.155105ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.156607 અને નીચામાં રૂ.154890ના મથાળે અથડાઈ, રૂ.154819ના આગલા બંધ સામે રૂ.1458ના ઉછાળા સાથે રૂ.156277ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ગોલ્ડ-ગિની ફેબ્રુઆરી વાયદો 8 ગ્રામદીઠ રૂ.573 વધી રૂ.126697 થયો હતો. ગોલ્ડ-પેટલ ફેબ્રુઆરી વાયદો 1 ગ્રામદીઠ રૂ.88 વધી રૂ.15918ના ભાવે બોલાયો હતો. સોનું-મિની માર્ચ વાયદો 10 ગ્રામદીઠ રૂ.1235 વધી રૂ.154243 થયો હતો. ગોલ્ડ-ટેન ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ રૂ.155552ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.156000 અને નીચામાં રૂ.154800ના મથાળે અથડાઈ, રૂ.154774ના આગલા બંધ સામે રૂ.821 વધી રૂ.155595 થયો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો કિલોદીઠ રૂ.243874ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.252067 અને નીચામાં રૂ.241245ના મથાળે અથડાઈ, રૂ.241393ના આગલા બંધ સામે રૂ.7909ની તેજી સાથે રૂ.249302 થયો હતો. કિલોદીઠ ચાંદી-મિની ફેબ્રુઆરી વાયદો રૂ.7734 વધી રૂ.252529ના સ્તરે પહોંચ્યો હતો. ચાંદી-માઇક્રો ફેબ્રુઆરી વાયદો રૂ.7699 વધી રૂ.252411ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

બિનલોહ ધાતુઓમાં રૂ. 3823.38 કરોડનાં કામકાજ થયાં હતાં. કિલોદીઠ તાંબું ફેબ્રુઆરી વાયદો રૂ.8.5 વધી રૂ.1168.75ના ભાવે બોલાયો હતો. જસત ફેબ્રુઆરી વાયદો 75 પૈસા વધી રૂ.324.75ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. એલ્યુમિનિયમ ફેબ્રુઆરી વાયદો રૂ.1.2 વધી રૂ.307.4ના સ્તરે પહોંચ્યો હતો. સીસું ફેબ્રુઆરી વાયદો 10 પૈસા વધી રૂ.188.05 થયો હતો.

એનર્જી સેગમેન્ટમાં રૂ. 2010.16 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ઇલેક્ટ્રિસિટી ફેબ્રુઆરી વાયદો એમડબલ્યુએચદીઠ રૂ.3490ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.3490 અને નીચામાં રૂ.3449ના મથાળે અથડાઈ, રૂ.15 ઘટી રૂ.3477ના સ્તરે પહોંચ્યો હતો. ક્રૂડ તેલ માર્ચ વાયદો બેરલદીઠ રૂ.6078ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.6116 અને નીચામાં રૂ.6008ના મથાળે અથડાઈ, રૂ.6058ના આગલા બંધ સામે રૂ.6 ઘટી રૂ.6052ના સ્તરે પહોંચ્યો હતો. ક્રૂડ તેલ-મિની માર્ચ વાયદો રૂ.7 ઘટી રૂ.6053 થયો હતો. નેચરલ ગેસ ફેબ્રુઆરી વાયદો એમએમબીટીયુદીઠ રૂ.6.9 ઘટી રૂ.269.3 થયો હતો. નેચરલ ગેસ-મિની ફેબ્રુઆરી વાયદો રૂ.6.8 ઘટી રૂ.269.5ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

કૃષિચીજોના વાયદાઓમાં મેન્થા તેલ ફેબ્રુઆરી વાયદો કિલોદીઠ રૂ.955ના ભાવે ખૂલી, 40 પૈસા વધી રૂ.956ના સ્તરે પહોંચ્યો હતો. કોટન ફેબ્રુઆરી વાયદો રૂ.900 ઘટી રૂ.24510ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. એલચી ફેબ્રુઆરી વાયદો કિલોદીઠ રૂ.2563ના ભાવે ખૂલી, રૂ.7 ઘટી રૂ.2565 થયો હતો.

કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં રૂ. 8534.15 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ. 9084.99 કરોડનાં કામકાજ થયાં હતાં. તાંબાંના વાયદાઓમાં રૂ. 3303.06 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ. 247.20 કરોડ, સીસું અને સીસું-મિનીના વાયદાઓમાં રૂ. 16.70 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ. 253.12 કરોડનાં કામકાજ થયાં હતાં.

ઇલેક્ટ્રિસિટીના વાયદામાં રૂ. 10.04 કરોડનાં કામકાજ થયાં હતાં. ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ. 932.86 કરોડનાં કામકાજ થયાં હતાં. નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ. 1067.25 કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદામાં રૂ. 4.96 કરોડનાં કામ થયાં હતાં. કોટન-ખાંડીના વાયદામાં રૂ. 0.68 કરોડનાં કામ થયાં હતાં. એલચીના વાયદામાં રૂ. 0.54 કરોડનાં કામ થયાં હતાં.

ઓપન ઇન્ટરેસ્ટ સોનાના વાયદાઓમાં 8581 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 65817 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 33308 લોટ, ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 431220 લોટ અને ગોલ્ડ-ટેનના વાયદાઓમાં 62857 લોટના સ્તરે હતો. ચાંદીના વાયદાઓમાં 9493 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 18045 લોટ અને ચાંદી-માઇક્રો વાયદાઓમાં 64808 લોટના સ્તરે રહ્યો હતો. ઇલેક્ટ્રિસિટીના વાયદાઓમાં 1431 લોટ, ક્રૂડ તેલના વાયદાઓમાં 16971 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 26671 લોટના સ્તરે રહ્યો હતો.

ઇન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ ફેબ્રુઆરી વાયદો 38699 પોઇન્ટના સ્તરે ખૂલી, ઉપરમાં 38699 પોઇન્ટના સ્તર અને નીચામાં 38554 પોઇન્ટના સ્તરને સ્પર્શી, 366 પોઇન્ટ વધી 38630 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો.

કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ માર્ચ રૂ.6100ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ 60 પૈસા ઘટી રૂ.341.9ના ભાવે બોલાયો હતો. જ્યારે નેચરલ ગેસ ફેબ્રુઆરી રૂ.270ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.5.8 ઘટી રૂ.4ના ભાવે બોલાયો હતો.

સોનું ફેબ્રુઆરી રૂ.170000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.70 વધી રૂ.323 થયો હતો. આ સામે ચાંદી ફેબ્રુઆરી રૂ.280000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.440.5 વધી રૂ.1045.5ના ભાવે બોલાયો હતો. તાંબું ફેબ્રુઆરી રૂ.1180ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ 72 પૈસા વધી રૂ.6.47ના ભાવે બોલાયો હતો. જસત માર્ચ રૂ.357.5ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.1.21 ઘટી રૂ.0.17 થયો હતો.

પુટ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ માર્ચ રૂ.6000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.15.3 વધી રૂ.338.4 થયો હતો. જ્યારે નેચરલ ગેસ ફેબ્રુઆરી રૂ.270ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.1.5 વધી રૂ.4.95 થયો હતો.

સોનું ફેબ્રુઆરી રૂ.155000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.409 ઘટી રૂ.2350 થયો હતો. આ સામે ચાંદી ફેબ્રુઆરી રૂ.200000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.267 ઘટી રૂ.335.5 થયો હતો. તાંબું ફેબ્રુઆરી રૂ.1150ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.4.98 ઘટી રૂ.4 થયો હતો. જસત ફેબ્રુઆરી રૂ.310ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ 24 પૈસા ઘટી રૂ.0.01ના ભાવે બોલાયો હતો.

Credit : Naimish Trivedi

About Matribhumi Samachar

Check Also

સોનાના વાયદામાં રૂ.15317 અને ચાંદીના વાયદામાં રૂ.36502નો સાપ્તાહિક ધોરણે કડાકોઃ ક્રૂડ તેલમાં સેંકડા વધ્યા

કોમોડિટી વાયદાઓમાં રૂ.355217 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.3648685 કરોડનું સાપ્તાહિક ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.226392 કરોડનાં …