Monday, October 26 2026 | 03:47:34 AM
Breaking News

ધ ઇન્ડિયન એથનિક કૉ. ગુજરાતમાં ભારતીય કારીગરીને આધુનિક અંદાજમાં રજૂ કરે છે

Connect us on:

ગુજરાત, ઓક્ટોબર ૨૦૨૬: ભારતીય ફેશન હંમેશાં કાપડ અને હસ્તકલા સાથે ઊંડાણપૂર્વક જોડાયેલી રહી છે. હાથવણાટનાં કાપડ, પરંપરાગત પ્રિન્ટિંગની પદ્ધતિઓ અને આ પરંપરાઓને જીવંત રાખતા કારીગરોની વાર્તાઓ ભારતીય ફેશનનો મહત્ત્વનો ભાગ છે. આજના સમયમાં સૌથી મોટો પડકાર એ છે કે આ સમૃદ્ધ વારસાને આજની આધુનિક મહિલાઓના પહેરવેશની પસંદગી સાથે કેવી રીતે જોડવી. ધ ઇન્ડિયન એથનિક કો. (TIECo.) આ જ દિશામાં કામ કરી રહી છે.

માતા-દીકરીની જોડી એટલે હેતલ દેસાઈ અને લેખિની દેસાઈએ મળીને આ બ્રાન્ડની સ્થાપના કરી હતી. ભારતીય કાપડ, હસ્તકલા અને લાંબા સમય સુધી પહેરી શકાય તેવાં ક્લાસિક કપડાં પ્રત્યેના તેમના સહિયારા પ્રેમમાંથી આ બ્રાન્ડનો જન્મ થયો હતો. એક સર્જનાત્મક વિચારથી શરૂ થયેલી આ સફર આજે એક આધુનિક ભારતીય કપડાંની બ્રાન્ડ બની છે, જે પરંપરાગત કારીગરીની સુંદરતાને જાળવી રાખીને તેને આજના સમયને અનુરૂપ અને સરળતાથી પહેરી શકાય તેવી ડિઝાઇનમાં રજૂ કરે છે.
TIECo.ની ડિઝાઇન પાછળનો મુખ્ય વિચાર સરળ છે: આધુનિક પસંદગી સાથે કોઈ બાંધછોડ કર્યા વિના પરંપરાને જાળવી રાખવી. આ બ્રાન્ડ હાથથી તૈયાર કરવામાં આવતાં કાપડ, ભારતીય હાથવણાટ, પરંપરાગત પ્રિન્ટિંગની પદ્ધતિઓ અને કારીગરોની કુશળતાથી તૈયાર થતી વસ્તુઓનો ઉપયોગ કરે છે. આ તમામ બાબતોને આરામદાયક, ઉપયોગી અને અલગ-અલગ પ્રસંગોએ પહેરી શકાય તેવાં કપડાંમાં વણી લેવામાં આવે છે.

સમયની સાથે આ અભિગમ એક આગવી ડિઝાઇનર શૈલીમાં વિકસ્યો છે, જેમાં કારીગરી, આરામ અને આધુનિક દેખાવનો સુંદર સમન્વય જોવા મળે છે. રોજિંદા ઉપયોગ માટેનાં કુર્તાથી લઈને મેચિંગ સેટ્સ, ડ્રેસ, કો-ઓર્ડ સેટ્સ અને અલગ-અલગ ઋતુઓને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવતાં કલેક્શન સુધી TIECo.નાં કપડાં વિવિધ પ્રસંગોએ પહેરી શકાય છે અને આધુનિક મહિલાઓના વોર્ડરોબનો મહત્ત્વનો ભાગ બની શકે છે.

આ બ્રાન્ડને ગુજરાતમાં ખાસ્સી લોકપ્રિયતા મળી છે અને અહીં તેનાં કપડાંની માગ પણ ખૂબ વધારે છે. બ્રાન્ડનાં સ્થાપક હેતલ દેસાઈ માટે ગુજરાત સાથેનો આ સંબંધ વ્યક્તિગત રીતે પણ ખાસ છે. તેમનો જન્મ અમદાવાદમાં થયો હતો અને તેમણે વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો હતો. આ બંને શહેરો તેમના હૃદયની નજીક છે. તેથી જ અમદાવાદ અને વડોદરામાં સ્ટોર શરૂ કરવા તેમના માટે વ્યક્તિગત રીતે ખૂબ જ મહત્ત્વની વાત હતી.

TIECo.એ સોશિયલ મીડિયા પર પણ મજબૂત હાજરી બનાવી છે. બ્રાન્ડને સોશિયલ મીડિયા પર 10 લાખથી વધુ લોકો ફોલો કરે છે અને ઓનલાઇન વેચાણમાં પણ તેને ખૂબ સારી લોકપ્રિયતા મળી છે. હવે ગુજરાતમાં ગ્રાહકો માટે બ્રાન્ડના બે સ્ટોર ઉપલબ્ધ છે. પહેલો સ્ટોર અમદાવાદના સિંધુ ભવન રોડ પર આવેલા રાજપથ રંગોલીમાં છે, જ્યારે બીજો સ્ટોર વડોદરાના એલેમ્બિક આર્ટ ડિસ્ટ્રિક્ટમાં આવેલો છે.

આ સ્ટોરમાં ગ્રાહકો માત્ર કપડાં જોઈને જ નહીં, પરંતુ કાપડને સ્પર્શ કરીને તેની ગુણવત્તા અને ચકાસણી પણ કરી શકે છે. તેઓ કપડાં પહેરીને તેના ફિટિંગ ચકાસી શકે છે અને ત્યાર બાદ ખરીદી કરી શકે છે. ખાસ કરીને જ્યારે કપડાંની સુંદરતા તેના કાપડની બનાવટ અને કારીગરી પર આધારિત હોય, ત્યારે આ અનુભવ ખૂબ મહત્ત્વનો બની જાય છે.

ગુજરાત ઉપરાંત આ બ્રાન્ડે અન્ય શહેરોમાં પણ પોતાનો વિસ્તાર વધાર્યો છે. મુંબઈમાં તેના બે સ્ટોર છે, જ્યારે દિલ્હી, પુણે, ચેન્નઈ અને બેંગલુરુમાં એક-એક સ્ટોર આવેલો છે.

TIECo.નાં સહ-સ્થાપક લેખિની દેસાઈ કહે છે, “અમારા માટે ભારતીય કારીગરીનો અર્થ માત્ર ભૂતકાળને યાદ કરવાનો નથી. અમારી હંમેશાં એવી કોશિશ રહી છે કે,”આ પરંપરાઓને આગળ કેવી રીતે લઈ જઈ શકાય.” અમે ઇચ્છીએ છીએ કે મહિલાઓ ભારતીય કાપડ અને કારીગરોની પરંપરાગત કળાઓની સુંદરતાનો અનુભવ એવાં કપડાં દ્વારા કરે, જે પહેરવામાં સરળ હોય, આધુનિક લાગે અને તેમના રોજિંદા જીવન માટે પણ યોગ્ય હોય. અમે નવા શહેરોમાં અમારી હાજરી વધારી રહ્યા છીએ, ત્યારે પરંપરા સાથે જોડાયેલા રહેવું અને સમયની સાથે આગળ વધતા રહેવું — આ બંને બાબતો અમારા માટે મહત્ત્વની છે.”

દિવાળી નજીક આવી રહી છે ત્યારે આ બ્રાન્ડ તહેવારોની ખરીદીના અનુભવને પણ નવા અંદાજમાં રજૂ કરી રહી છે. પોતાના નવા ફેસ્ટિવ કલેક્શન માટે TIECo.એ તાજેતરમાં 11 ઑક્ટોબરે મુંબઈના પોતાના સ્ટોરમાં એક ખાસ પૉપ-અપ ઇવેન્ટનું આયોજન કર્યું હતું. આ ઇવેન્ટમાં સહયોગી બ્રાન્ડ્સની પસંદગી વાળી જ્વેલરી અને ફૂટવેર કલેક્શન પણ રજૂ કરવામાં આવ્યાં હતાં.

આ પ્રસંગે એક સેલિબ્રિટી સ્ટાઇલિસ્ટ પણ હાજર હતાં, જેમણે ગ્રાહકોને સંપૂર્ણ લુક તૈયાર કરવામાં મદદ કરી હતી. આ ઇવેન્ટને ગ્રાહકો તરફથી ખૂબ સારો પ્રતિસાદ મળ્યો હતો અને તે મોટી સફળતા સાબિત થઈ હતી. આ આયોજન પાછળનો વિચાર સરળ છે: ગ્રાહકો સ્ટોરમાંથી તહેવાર માટે ફાઇનલ લુક સાથે બહાર નીકળી શકે.
ગુજરાતના ગ્રાહકોને પણ આવો જ અનુભવ મળશે. વડોદરાના સ્ટોરમાં 26 ઑક્ટોબરે અને અમદાવાદના સ્ટોરમાં 28 ઑક્ટોબરે આ જ પ્રકારની ફેસ્ટિવ પૉપ-અપ ઇવેન્ટનું આયોજન કરવામાં આવશે. આ ઇવેન્ટ એવા ગ્રાહકો માટે ખાસ ઉપયોગી સાબિત થશે, જેઓ તહેવાર પહેલાં છેલ્લી ઘડીએ પોતાના માટે સુંદર અને સંપૂર્ણ આઉટફિટ તૈયાર કરવા માગે છે.

TIECo.નાં કપડાંની પસંદગી જાણીતી હસ્તીઓ પણ કરે છે. ઈશા અંબાણી, કરીના કપૂર, કરિશ્મા કપૂર, મૃણાલ ઠાકુર, દિયા મિર્ઝા અને શ્વેતા તિવારી જેવી હસ્તીઓ આ બ્રાન્ડનાં જાણીતાં ચાહકોમાં સામેલ છે તો બીજી તરફ ભારતીય પરંપરાગત હસ્તકલા અને તેના કારીગરોની કલાને પ્રોત્સાહન આપવા માટે પરેશ રાવલ, મનોજ જોશી, આશુતોષ ગોવારિકર અને મલ્હાર ઠાકર જેવી અગ્રણી હસ્તીઓ પણ આ બ્રાન્ડને સમર્થન આપી રહી છે.આ બ્રાન્ડનાં લુક્સ ફિલ્મો, ટેલિવિઝન સિરિયલો અને OTT શોમાં પણ નિયમિત રીતે જોવા મળે છે. તાજેતરમાં તેનું નામ ઓપરેશન સફેદ સાગર સાથે પણ જોડાયું છે.

Featured Article

About Matribhumi Samachar

Check Also

પાટણ ડાક ટિકિટ પ્રદર્શન ‘પાટણપેક્સ-2026’નું પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ અને સિદ્ધપુરના ધારાસભ્ય બળવંતસિંહ સી. રાજપૂતે કર્યું ઉદ્ઘાટન

ડાક ટિકિટોના માધ્યમથી ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસત સાથે જોડાઈ શકશે જેન-ઝેડ અને જેન-આલ્ફા યુવા પેઢી …