Thursday, April 16 2026 | 11:27:56 AM
Breaking News

‘બ્યુરોક્રેટ્સ ઈન્ડિયા’ દ્વારા જાહેર કરાયેલ ‘ટોપ 25 ચેન્જમેકર્સ 2025’ યાદીમાં ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવનો સમાવેશ

Connect us on:

બ્યુરોક્રેસી શાસનની રીડ તરીકે કાર્ય કરે છેજે જમીન સ્તર પર નીતિઓનો અમલ કરે છે અને વિકાસના લાભો દરેક નાગરિક સુધી પહોંચે તેની ખાતરી કરે છે. પોતાના સમર્પણ અને પ્રશાસનિક નેતૃત્વ દ્વારા અધિકારીઓ સંસ્થાઓને સશક્ત બનાવવામાંસેવા પ્રદાન વ્યવસ્થામાં સુધારો લાવવામાં તેમજ જમીન સ્તરે અર્થપૂર્ણ પરિવર્તન સુનિશ્ચિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ જ અનુસંધાને ‘બ્યુરોક્રેટ્સ ઈન્ડિયા’ દ્વારા વર્ષ 2025 માટે અખિલ ભારતીય સ્તરે જાહેર કરાયેલ “ટોપ 25 ચેન્જમેકર્સ” યાદીમાં ભારતીય ડાક સેવાના વરિષ્ઠ અધિકારી અને હાલ ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવનું નામ પણ સામેલ કરવામાં આવ્યું છે. આ સન્માન તેમના ઉત્તમ નેતૃત્વનવીનતા અને લોકસેવા પ્રત્યેની અડગ પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે. આ યાદીમાં વરિષ્ઠ આઈએએસઆઈપીએસઆઈએફએસ તેમજ કેન્દ્રિય સિવિલ સેવાઓના અધિકારીઓ ઉપરાંત વિદેશ સચિવવિવિધ રાજ્યોના મુખ્ય સચિવો અને પોલીસ મહાનિર્દેશકોનો પણ સમાવેશ થાય છે.

ઉત્તર પ્રદેશના આઝમગઢ જિલ્લાના વતનીનવોદય વિદ્યાલય અને અલ્હાબાદ યુનિવર્સિટીના પૂર્વ વિદ્યાર્થી તથા ભારતીય ડાક સેવાના વર્ષ 2001 બેચના અધિકારી શ્રી કૃષ્ણ કુમાર યાદવ હાલ ઉત્તર ગુજરાત પરિક્ષેત્રઅમદાવાદ ખાતે પોસ્ટમાસ્ટર જનરલ તરીકે કાર્યરત છે. ઇન્ડિયા પોસ્ટમાં બે દાયકાથી વધુ સમયના સેવાકાળ દરમિયાન તેમણે ટેકનોલોજી આધારિત અને નાગરિક કેન્દ્રિત પહેલો દ્વારા અંતિમ છોર સુધી સુશાસનને આધુનિક અને કાર્યક્ષમ સ્વરૂપ આપ્યું છે. સુરતલખનઉકાનપુરઅંડમાન અને નિકોબારપ્રયાગરાજજોધપુરવારાણસી અને અમદાવાદ સહિત વિવિધ વિસ્તારોમાં સેવાઓ આપતાં તેમણે પ્રશાસનિક કાર્યક્ષમતા અને ડિજિટલ સેવા પ્રદાન વ્યવસ્થાને મજબૂત બનાવવામાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે.

વર્તમાનમાંપોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે ગુજરાતના પ્રથમ જેન-ઝી થીમ આધારિત પોસ્ટ ઓફિસનું ભારતીય પ્રૌદ્યોગિકી સંસ્થાગાંધીનગર ખાતે ઉદ્ઘાટનનું નેતૃત્વ કર્યું હતું. આ પહેલ માનનીય કેન્દ્રીય સંદેશાવ્યવહાર મંત્રી શ્રી જ્યોતિરાદિત્ય એમ. સિંધિયાના તે દ્રષ્ટિકોણને અનુરૂપ છેજેમાં પોસ્ટ ઓફિસોને યુવા-કેન્દ્રિત અને ટેકનોલોજી સક્ષમ કેન્દ્રોમાં પરિવર્તિત કરવામાં આવી રહી છે. પ્રશાસનિક જવાબદારીઓ ઉપરાંત શ્રી કૃષ્ણ કુમાર યાદવ પ્રતિષ્ઠિત સાહિત્યકારલેખકકવિ અને બ્લોગર તરીકે પણ ઓળખાય છે. સામાજિક અને સમકાલીન વિષયો પર તેમનું સક્રિય લેખન લોકસેવાને સાહિત્યિક અભિવ્યક્તિ અને જનસંવાદ સાથે જોડતું સશક્ત માધ્યમ છે.

સમાવેશી શાસનને મજબૂત બનાવવાથી લઈને જાહેર સેવા પ્રદાનમાં ટેકનોલોજીના અસરકારક અને નવીન ઉપયોગ સુધીઉત્તર ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે નાગરિકોના જીવનમાં સકારાત્મક અને સ્થાયી પરિવર્તન સુનિશ્ચિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. તેમની પ્રશાસનિક કાર્યશૈલી ઉત્તમતાદૃઢ સંકલ્પ અને ભારતની પ્રગતિ પ્રત્યેની સામૂહિક પ્રતિબદ્ધતાનું પ્રેરણાદાયક ઉદાહરણ રજૂ કરે છે. તેમના નેતૃત્વ હેઠળ જન-કેન્દ્રિત પહેલોને નવી દિશા મળી છેજેના પરિણામે સેવા પ્રદાન વ્યવસ્થા વધુ પારદર્શકસુલભ અને કાર્યક્ષમ બની છે.

About Matribhumi Samachar

Check Also

કેન્દ્રીય સંચાર મંત્રી શ્રી જ્યોતિરાદિત્ય એમ. સિંધિયાએ પ્રધાનમંત્રી સંગ્રહાલય ખાતે ભારતના વારસાની ઉજવણી કરતા ફિલાટેલિક પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યું

ટપાલ વિભાગ, પ્રધાનમંત્રી સંગ્રહાલયના સહયોગથી, 14 થી 17 એપ્રિલ 2026 દરમિયાન “એક ભારત, શ્રેષ્ઠ ભારત: ટપાલ ટિકિટો દ્વારા ભારતની એકતા અને લોકશાહીની ઉજવણી” શીર્ષક હેઠળ એક ફિલાટેલિક (ટપાલ ટિકિટ સંગ્રહ) પ્રદર્શનનું આયોજન કરી રહ્યું છે. આ પ્રદર્શનનું ઉદ્ઘાટન કેન્દ્રીય સંચાર અને ઉત્તર પૂર્વીય ક્ષેત્રના વિકાસ મંત્રી શ્રી જ્યોતિરાદિત્ય એમ. સિંધિયા દ્વારા કરવામાં આવ્યું હતું, જેમણે ખૂબ જ રસપૂર્વક પ્રદર્શિત વસ્તુઓનું નિરીક્ષણ પણ કર્યું હતું. તેમની મુલાકાત દરમિયાન, તેમણે કાર્યક્રમમાં ઉપસ્થિત ફિલાટેલિસ્ટ્સ (ટિકિટ સંગ્રહકો), સ્ટેમ્પ કલેક્ટર્સ અને ડિઝાઇનર્સ સાથે વાતચીત કરી હતી અને ભારતના સમૃદ્ધ ટપાલ વારસાને સાચવવા અને પ્રોત્સાહન આપવા માટે તેમના યોગદાનની પ્રશંસા કરી હતી. આ પ્રદર્શન ભારતની સાંસ્કૃતિક વિરાસત, ઐતિહાસિક વારસો અને ટપાલ પરંપરાઓને પ્રતિબિંબિત કરતી ટપાલ ટિકિટોનો સંગ્રહ રજૂ કરે છે, જેમાં રાષ્ટ્રના રાષ્ટ્રપતિઓ, પ્રધાનમંત્રીઓ અને સ્વાતંત્ર્ય સેનાનીઓ પરના વિષયો આધારિત હાઇલાઇટ્સ છે, જે મુલાકાતીઓને આકર્ષક અને સમૃદ્ધ અનુભવ પ્રદાન કરે છે. શ્રી જ્યોતિરાદિત્ય એમ. સિંધિયા પ્રધાનમંત્રી સંગ્રહાલય ખાતે ફિલાટેલિક પ્રદર્શનનું ઉદ્ઘાટન કરે છે અને નિહાળે છે. આ પ્રસંગે બોલતા શ્રી સિંધિયાએ જણાવ્યું હતું કે આ દિવસ ટપાલ વિભાગ માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે અને તેમણે પ્રધાનમંત્રી સંગ્રહાલયની ટીમના સમર્થન અને સહયોગ માટે તેમનો નિષ્ઠાવાન આભાર વ્યક્ત કર્યો હતો. આઝાદીના યુગથી અમૃત કાળ અને તેનાથી આગળ શતાબ્દી કાળ સુધીની ભારતની સફર પર પ્રતિબિંબ પાડતા, તેમણે પુનરોચ્ચાર કર્યો કે ટપાલ વિભાગ રાષ્ટ્ર નિર્માણમાં તેની મુખ્ય ભૂમિકા ભજવવાનું ચાલુ રાખશે, જે તેણે સમગ્ર ઇતિહાસમાં કર્યું છે. તેમણે વધુમાં ભાર મૂક્યો હતો કે ટપાલ વિભાગ અને પ્રધાનમંત્રી સંગ્રહાલય દેશભરમાં ફિલાટેલિક પ્રદર્શનોનું આયોજન કરવા માટે તેમની ભાગીદારીને મજબૂત બનાવશે, જે ભારતનો સમૃદ્ધ વારસો અને વિરાસત પ્રદર્શિત કરશે.    આ પ્રસંગે પિક્ચર પોસ્ટકાર્ડ્સનું વિમોચન આ પ્રસંગે, પ્રધાનમંત્રી સંગ્રહાલયના 4થા સ્થાપના દિવસ, 14 એપ્રિલ, 2026 ના રોજ ડૉ. બી.આર. આંબેડકરની જન્મજયંતિ અને ભારતના બંધારણની યાદમાં પિક્ચર પોસ્ટકાર્ડના ત્રણ અલગ-અલગ સેટ બહાર પાડવામાં આવ્યા હતા. પ્રધાનમંત્રી સંગ્રહાલય અને ટપાલ વિભાગ વચ્ચે એમઓયુ (MoU) પર હસ્તાક્ષર પ્રદર્શનો, આઉટરીચ કાર્યક્રમો અને સહ-બ્રાન્ડેડ ફિલાટેલિક ઉત્પાદનો દ્વારા ભારતની સાંસ્કૃતિક અને ટપાલ વિરાસતને પ્રોત્સાહન આપવા માટે સહયોગ મજબૂત કરવા માટે ટપાલ વિભાગ અને સંગ્રહાલય વચ્ચે એક સમજૂતી પત્ર (MoU) પર પણ હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ ભાગીદારી મ્યુઝિયમમાં સમર્પિત ઈન્ડિયા પોસ્ટ કાઉન્ટર સ્થાપવાની શક્યતા પણ તપાસશે. આ કાર્યક્રમ સાંસ્કૃતિક સંસ્થાઓ અને ટપાલ વારસા વચ્ચેના સંકલનને મજબૂત કરવા તરફ એક મહત્વપૂર્ણ પગલું હતું. મ્યુઝિયમની મુલાકાત દરમિયાન, શ્રી જ્યોતિરાદિત્ય એમ. સિંધિયાએ પ્રધાનમંત્રી સંગ્રહાલય ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પરના સમર્પિત પ્રદર્શનની પણ મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે પ્રધાનમંત્રીના જીવન, નેતૃત્વ અને મુખ્ય પહેલોને પ્રદર્શિત કરતા પ્રદર્શનો નિહાળ્યા હતા.