Saturday, January 31 2026 | 10:03:09 PM
Breaking News

સોના-ચાંદીના વાયદામાં થાક ખાતી તેજીઃ સોનાનો વાયદો રૂ.9903 અને ચાંદીનો વાયદો રૂ.47987 ગબડ્યો

Connect us on:

ક્રૂડ તેલના વાયદામાં રૂ.33ની નરમાઇઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.101068 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.67529 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.86951.70 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 46400 પોઇન્ટના સ્તરે

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.168610.81 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.101068.42 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.67529.56 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ ફેબ્રુઆરી વાયદો 46400 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.3137.37 કરોડનું થયું હતું.

કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.86951.70 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ રૂ.167899ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.168000 અને નીચામાં રૂ.159239ના સ્તરને સ્પર્શી, રૂ.169403ના આગલા બંધ સામે રૂ.9903 ઘટી રૂ.159500ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ગોલ્ડ-ગિની ફેબ્રુઆરી વાયદો 8 ગ્રામદીઠ રૂ.8569 ઘટી રૂ.140298ના ભાવે બોલાયો હતો. ગોલ્ડ-પેટલ ફેબ્રુઆરી વાયદો 1 ગ્રામદીઠ રૂ.1066 ઘટી રૂ.17680 થયો હતો. સોનું-મિની ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ રૂ.10257 ઘટી રૂ.160697ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ગોલ્ડ-ટેન ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ રૂ.182600ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.185000 અને નીચામાં રૂ.173360ના સ્તરને સ્પર્શી, રૂ.184425ના આગલા બંધ સામે રૂ.7806 ઘટી રૂ.176619ના સ્તરે પહોંચ્યો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો કિલોદીઠ રૂ.383898ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.389986 અને નીચામાં રૂ.351906ના મથાળે અથડાઈ, રૂ.399893ના આગલા બંધ સામે રૂ.47987 ઘટી રૂ.351906ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. કિલોદીઠ ચાંદી-મિની ફેબ્રુઆરી વાયદો રૂ.47912 ઘટી રૂ.362792ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ચાંદી-માઇક્રો ફેબ્રુઆરી વાયદો રૂ.48277 ઘટી રૂ.362782ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

બિનલોહ ધાતુઓમાં રૂ.9707.35 કરોડનાં કામકાજ થયાં હતાં. કિલોદીઠ તાંબું ફેબ્રુઆરી વાયદો રૂ.73.5 ઘટી રૂ.1338 થયો હતો. જસત ફેબ્રુઆરી વાયદો રૂ.12.3 ઘટી રૂ.328.45ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. એલ્યુમિનિયમ ફેબ્રુઆરી વાયદો રૂ.13.65 ઘટી રૂ.327.85ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સીસું ફેબ્રુઆરી વાયદો રૂ.7.05 ઘટી રૂ.194.6ના સ્તરે પહોંચ્યો હતો.

એનર્જી સેગમેન્ટમાં રૂ.2590.66 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ઇલેક્ટ્રિસિટી ફેબ્રુઆરી વાયદો એમડબલ્યુએચદીઠ રૂ.3927ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.3929 અને નીચામાં રૂ.3841ના મથાળે અથડાઈ, રૂ.76 ઘટી રૂ.3858ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ક્રૂડ તેલ ફેબ્રુઆરી વાયદો બેરલદીઠ રૂ.5938ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.6001 અને નીચામાં રૂ.5896ના સ્તરને સ્પર્શી, રૂ.6032ના આગલા બંધ સામે રૂ.33 ઘટી રૂ.5999 થયો હતો. ક્રૂડ તેલ-મિની ફેબ્રુઆરી વાયદો રૂ.32 ઘટી રૂ.5999ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. નેચરલ ગેસ ફેબ્રુઆરી વાયદો એમએમબીટીયુદીઠ રૂ.6.5 વધી રૂ.358.5 થયો હતો. નેચરલ ગેસ-મિની ફેબ્રુઆરી વાયદો રૂ.7.1 વધી રૂ.358.6 થયો હતો.

કૃષિચીજોના વાયદાઓમાં મેન્થા તેલ ફેબ્રુઆરી વાયદો કિલોદીઠ રૂ.997ના ભાવે ખૂલી, 20 પૈસા ઘટી રૂ.991.9 થયો હતો. એલચી ફેબ્રુઆરી વાયદો કિલોદીઠ રૂ.2630ના ભાવે ખૂલી, રૂ.15 ઘટી રૂ.2630ના ભાવે બોલાયો હતો.

કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.51364.66 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ.35587.05 કરોડનાં કામકાજ થયાં હતાં. તાંબાંના વાયદાઓમાં રૂ.8285.55 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ.830.70 કરોડ, સીસું અને સીસું-મિનીના વાયદાઓમાં રૂ.63.25 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ.515.46 કરોડનાં કામકાજ થયાં હતાં.

ઇલેક્ટ્રિસિટીના વાયદામાં રૂ.8.95 કરોડનાં કામકાજ થયાં હતાં. ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ.698.02 કરોડનાં કામકાજ થયાં હતાં. નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ.1883.70 કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદામાં રૂ.3.36 કરોડનાં કામ થયાં હતાં. એલચીના વાયદામાં રૂ.0.08 કરોડનાં કામ થયાં હતાં.

ઓપન ઇન્ટરેસ્ટ સોનાના વાયદાઓમાં 17628 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 116866 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 38286 લોટ, ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 563817 લોટ અને ગોલ્ડ-ટેનના વાયદાઓમાં 63023 લોટના સ્તરે હતો. ચાંદીના વાયદાઓમાં 13448 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 33262 લોટ અને ચાંદી-માઇક્રો વાયદાઓમાં 96677 લોટના સ્તરે રહ્યો હતો. ઇલેક્ટ્રિસિટીના વાયદાઓમાં 1228 લોટ, ક્રૂડ તેલના વાયદાઓમાં 23663 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 17939 લોટના સ્તરે રહ્યો હતો.

ઇન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ ફેબ્રુઆરી વાયદો 48300 પોઇન્ટના સ્તરે ખૂલી, ઉપરમાં 51199 પોઇન્ટના સ્તર અને નીચામાં 46400 પોઇન્ટના સ્તરને સ્પર્શી, 2933 પોઇન્ટ ઘટી 46400 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો.

કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ ફેબ્રુઆરી રૂ.6000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.22.4 ઘટી રૂ.312 થયો હતો. જ્યારે નેચરલ ગેસ ફેબ્રુઆરી રૂ.350ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.2.65 વધી રૂ.41.1ના ભાવે બોલાયો હતો.

સોનું ફેબ્રુઆરી રૂ.180000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.6861 ઘટી રૂ.7300ના ભાવે બોલાયો હતો. આ સામે ચાંદી ફેબ્રુઆરી રૂ.400000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.25618.5 ઘટી રૂ.21201 થયો હતો. તાંબું ફેબ્રુઆરી રૂ.1390ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.43.41 ઘટી રૂ.55.02ના ભાવે બોલાયો હતો. જસત માર્ચ રૂ.342.5ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ 83 પૈસા વધી રૂ.6.99 થયો હતો.

મિની કોલ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની ફેબ્રુઆરી રૂ.6100ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.20.3 ઘટી રૂ.284.25ના ભાવે બોલાયો હતો. નેચરલ ગેસ-મિની ફેબ્રુઆરી રૂ.350ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.2.65 વધી રૂ.41.4 થયો હતો. સોનું-મિની ફેબ્રુઆરી રૂ.177000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.6428.5 ઘટી રૂ.7183.5ના ભાવે બોલાયો હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી રૂ.400000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.28041 ઘટી રૂ.23400ના ભાવે બોલાયો હતો.

પુટ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ ફેબ્રુઆરી રૂ.5900ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.22 વધી રૂ.274.7 થયો હતો. જ્યારે નેચરલ ગેસ ફેબ્રુઆરી રૂ.350ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.3.9 ઘટી રૂ.33.1 થયો હતો.

સોનું ફેબ્રુઆરી રૂ.160000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.2704.5 વધી રૂ.4465.5 થયો હતો. આ સામે ચાંદી ફેબ્રુઆરી રૂ.300000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.6766.5 વધી રૂ.14000 થયો હતો. તાંબું ફેબ્રુઆરી રૂ.1300ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.17.7 વધી રૂ.44.37 થયો હતો. જસત માર્ચ રૂ.277.5ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ 16 પૈસા વધી રૂ.0.39 થયો હતો.

મિની પુટ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની ફેબ્રુઆરી રૂ.3850ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ 10 પૈસા વધી રૂ.10.3 થયો હતો. નેચરલ ગેસ-મિની ફેબ્રુઆરી રૂ.350ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.3.7 ઘટી રૂ.33.55ના ભાવે બોલાયો હતો. સોનું-મિની ફેબ્રુઆરી રૂ.150000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.1490 વધી રૂ.2490ના ભાવે બોલાયો હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી રૂ.400000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.22412.5 વધી રૂ.62118.5ના ભાવે બોલાયો હતો.

Credit : Naimish Trivedi

About Matribhumi Samachar

Check Also

સોનાના વાયદામાં રૂ.13062 અને ચાંદીના વાયદામાં રૂ.72604નો જંગી ઉછાળોઃ ક્રૂડ તેલના વાયદામાં રૂ.592ની તેજી

નેચરલ ગેસ, મેન્થા તેલ, એલચીના વાયદામાં સુધારોઃ તાંબાના વાયદામાં સેંકડા વધ્યાઃ ઇલેક્ટ્રિસિટી વાયદો રૂ.231 નરમઃ …