
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર 8થી 14 ઓગસ્ટના સપ્તાહ દરમિયાન વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.2021405.13 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.174816.95 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.1846575.46 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ ઓગસ્ટ વાયદો 23304 પોઇન્ટના સ્તરે બંધ થયો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.21462.05 કરોડનું થયું હતું.
સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.133486.63 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું ઓક્ટોબર વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.101950ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.102250 અને નીચામાં રૂ.99663ના મથાળે અથડાઈ, રૂ.101468ના આગલા બંધ સામે સપ્તાહના અંતે રૂ.1630 ઘટી રૂ.99838ના ભાવે બંધ થયો હતો. ગોલ્ડ-ગિની ઓગસ્ટ વાયદો 8 ગ્રામદીઠ રૂ.997 ઘટી સપ્તાહના અંતે રૂ.79965ના ભાવે બંધ થયો હતો. ગોલ્ડ-પેટલ ઓગસ્ટ વાયદો સપ્તાહના અંતે 1 ગ્રામદીઠ રૂ.118 ઘટી રૂ.10021ના ભાવે બંધ થયો હતો. સોનું-મિની સપ્ટેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂ.1473 ઘટી રૂ.99362 થયો હતો. ગોલ્ડ-ટેન ઓગસ્ટ વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.101152ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.101703 અને નીચામાં રૂ.99315ના મથાળે અથડાઈ, રૂ.100944ના આગલા બંધ સામે સપ્તાહના અંતે રૂ.1449 ઘટી રૂ.99495 થયો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી સપ્ટેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે કિલોદીઠ રૂ.114641ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.115876 અને નીચામાં રૂ.112767ના મથાળે અથડાઈ, રૂ.114286ના આગલા બંધ સામે સપ્તાહના અંતે રૂ.343 ઘટી રૂ.113943ના ભાવે બંધ થયો હતો. કિલોદીઠ ચાંદી-મિની ઓગસ્ટ વાયદો રૂ.344 ઘટી સપ્તાહના અંતે રૂ.113700ના સ્તરે બંધ થયો હતો. ચાંદી-માઇક્રો ઓગસ્ટ વાયદો સપ્તાહના અંતે રૂ.308 ઘટી રૂ.113687ના સ્તરે બંધ થયો હતો.
બિનલોહ ધાતુઓમાં રૂ.8642.41 કરોડનાં કામકાજ થયાં હતાં. સપ્તાહના અંતે કિલોદીઠ તાંબું ઓગસ્ટ વાયદો રૂ.6.65 વધી રૂ.887.4ના સ્તરે બંધ થયો હતો. જસત ઓગસ્ટ વાયદો સપ્તાહના અંતે રૂ.2.15 વધી રૂ.270.65 થયો હતો. એલ્યુમિનિયમ ઓગસ્ટ વાયદો રૂ.1.85 વધી સપ્તાહના અંતે રૂ.254.9ના ભાવે બંધ થયો હતો. સીસું ઓગસ્ટ વાયદો 95 પૈસા ઘટી રૂ.180.2ના ભાવે સપ્તાહના અંતે બંધ થયો હતો.
એનર્જી સેગમેન્ટમાં રૂ.32605.64 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ઇલેક્ટ્રિસિટી ઓગસ્ટ વાયદો સપ્તાહના પ્રારંભે એમડબલ્યુએચદીઠ રૂ.4459ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.4460 અને નીચામાં રૂ.4419ના સ્તરને સ્પર્શી, સપ્તાહના અંતે રૂ.36 ઘટી રૂ.4423ના સ્તરે બંધ થયો હતો. ક્રૂડ તેલ સપ્ટેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે બેરલદીઠ રૂ.5550ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.5601 અને નીચામાં રૂ.5389ના સ્તરને સ્પર્શી, રૂ.5547ના આગલા બંધ સામે સપ્તાહના અંતે રૂ.10 ઘટી રૂ.5537ના ભાવે બંધ થયો હતો. ક્રૂડ તેલ-મિની સપ્ટેમ્બર વાયદો સપ્તાહના અંતે રૂ.12 ઘટી રૂ.5538 થયો હતો. નેચરલ ગેસ ઓગસ્ટ વાયદો એમએમબીટીયુદીઠ રૂ.20.4 ઘટી સપ્તાહના અંતે રૂ.248.3 થયો હતો. નેચરલ ગેસ-મિની ઓગસ્ટ વાયદો સપ્તાહના અંતે રૂ.20.4 ઘટી રૂ.248.3ના સ્તરે બંધ થયો હતો.
કૃષિચીજોના વાયદાઓમાં મેન્થા તેલ ઓગસ્ટ વાયદો સપ્તાહના પ્રારંભે કિલોદીઠ રૂ.955.3ના ભાવે ખૂલી, સપ્તાહના અંતે રૂ.43.8 વધી રૂ.999.2 થયો હતો. એલચીનો ઓગસ્ટ વાયદો સપ્તાહના પ્રારંભે કિલોદીઠ રૂ.2595ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.2600 અને નીચામાં રૂ.2420ના મથાળે અથડાઇ, સપ્તાહના અંતે રૂ.8 વધી રૂ.2590ના સ્તરે બંધ થયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સપ્તાહ દરમિયાન સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.89273.22 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ.44213.41 કરોડનાં કામકાજ થયાં હતાં. તાંબાંના વાયદાઓમાં રૂ.5710.73 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ.1032.58 કરોડ, સીસું અને સીસું-મિનીના વાયદાઓમાં રૂ.187.72 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ.1711.39 કરોડનાં કામકાજ થયાં હતાં.
ઇલેક્ટ્રિસિટીના વાયદામાં રૂ.78.22 કરોડનાં કામકાજ થયાં હતાં. ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ.10082.21 કરોડનાં કામકાજ થયાં હતાં. નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ.22445.21 કરોડનાં કામ થયાં હતાં. એલચીના વાયદાઓમાં રૂ.7.59 કરોડનાં અને મેન્થા તેલના વાયદાઓમાં રૂ.74.67 કરોડનાં કામ થયાં હતાં.
ઓપન ઇન્ટરેસ્ટ સપ્તાહના અંતે સોનાના વાયદાઓમાં 12721 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 32235 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 5600 લોટ, ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 84549 લોટ અને ગોલ્ડ-ટેનના વાયદાઓમાં 7727 લોટના સ્તરે હતો. ચાંદીના વાયદાઓમાં 14462 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 27155 લોટ અને ચાંદી-માઇક્રો વાયદાઓમાં 83702 લોટના સ્તરે રહ્યો હતો. ઇલેક્ટ્રિસિટીના વાયદાઓમાં 542 લોટ, ક્રૂડ તેલના વાયદાઓમાં 11680 લોટ, ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં 13,646 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 39780 લોટ, નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં 39,381 લોટના સ્તરે રહ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં 505 લોટ અને એલચીના વાયદાઓમાં 61 લોટના સ્તરે ઓપન ઇન્ટરેસ્ટ સપ્તાહના અંતે રહ્યો હતો.
ઇન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ ઓગસ્ટ વાયદો 23689 પોઇન્ટના સ્તરે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં 23751 પોઇન્ટના સ્તર અને નીચામાં 23210 પોઇન્ટના સ્તરને સ્પર્શી, સપ્તાહના અંતે 243 પોઇન્ટ ઘટી 23304 પોઇન્ટના સ્તરે હતો.


Credit : Naimish Trivedi
Matribhumi Samachar Gujarati

