Saturday, January 24 2026 | 10:36:36 PM
Breaking News

સપ્તાહ દરમિયાન સોનાના વાયદામાં રૂ.4024 અને ચાંદીના વાયદામાં રૂ.8319નો કડાકોઃ ક્રૂડ તેલનો વાયદો રૂ.19 સુધર્યો

Connect us on:

કોમોડિટી વાયદાઓમાં રૂ.395984.86 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.4467770.26 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 317998.38 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 29240 પોઇન્ટના સ્તરે

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર 14થી 20 નવેમ્બરના સપ્તાહ દરમિયાન વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.4863814.85 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.395984.86 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.4467770.26 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. ઇન્ડેક્સ વાયદાઓમાં રૂ.50.32 કરોડ અને ઇન્ડેક્સ ઓપ્શન્સમાં રૂ.9.41 કરોડનાં કામકાજ થયાં હતાં. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ ડિસેમ્બર વાયદો 29240 પોઇન્ટના સ્તરે પહોંચ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ સાપ્તાહિક પ્રીમિયમ ટર્નઓવર રૂ.40469.27 કરોડનું થયું હતું.

સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 317998.38 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું ડિસેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.126748ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.127048 અને નીચામાં રૂ.120762ના મથાળે અથડાઈ, રૂ.126751ના આગલા બંધ સામે સપ્તાહના અંતે રૂ.4024ના ભાવઘટાડા સાથે રૂ.122727ના ભાવે બોલાયો હતો. ગોલ્ડ-ગિની નવેમ્બર વાયદો સપ્તાહના અંતે 8 ગ્રામદીઠ રૂ.2731 ઘટી રૂ.99616ના ભાવે બંધ થયો હતો. ગોલ્ડ-પેટલ નવેમ્બર વાયદો 1 ગ્રામદીઠ રૂ.316 ઘટી રૂ.12484ના ભાવે સપ્તાહના અંતે બોલાયો હતો. સોનું-મિની ડિસેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂ.4090 ઘટી સપ્તાહના અંતે રૂ.122578 થયો હતો. ગોલ્ડ-ટેન નવેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.127595ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.127595 અને નીચામાં રૂ.121086ના મથાળે અથડાઈ, રૂ.126902ના આગલા બંધ સામે સપ્તાહના અંતે રૂ.3994 ઘટી રૂ.122908 થયો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે કિલોદીઠ રૂ.162851ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.163333 અને નીચામાં રૂ.151000ના સ્તરને સ્પર્શી, રૂ.162470ના આગલા બંધ સામે સપ્તાહના અંતે રૂ.8319ના ભાવઘટાડા સાથે રૂ.154151ના સ્તરે પહોંચ્યો હતો. સપ્તાહના અંતે કિલોદીઠ ચાંદી-મિની નવેમ્બર વાયદો રૂ.7277 ઘટી રૂ.156421ના સ્તરે સપ્તાહના અંતે પહોંચ્યો હતો. ચાંદી-માઇક્રો નવેમ્બર વાયદો સપ્તાહના અંતે રૂ.7250 ઘટી રૂ.156450 થયો હતો.

બિનલોહ ધાતુઓમાં રૂ. 16531.72 કરોડનાં કામકાજ થયાં હતાં. સપ્તાહના અંતે કિલોદીઠ તાંબું નવેમ્બર વાયદો રૂ.17.25 ઘટી રૂ.996.8ના સ્તરે પહોંચ્યો હતો. જસત નવેમ્બર વાયદો સપ્તાહના અંતે 85 પૈસા ઘટી રૂ.304.85ના ભાવે બંધ થયો હતો. એલ્યુમિનિયમ નવેમ્બર વાયદો રૂ.7.9 ઘટી રૂ.265.1ના ભાવે સપ્તાહના અંતે બોલાયો હતો. સીસું નવેમ્બર વાયદો રૂ.4.7 ઘટી રૂ.179.4ના ભાવે સપ્તાહના અંતે બંધ થયો હતો.

એનર્જી સેગમેન્ટમાં રૂ. 61418.21 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ઇલેક્ટ્રિસિટી નવેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે એમડબલ્યુએચદીઠ રૂ.2988ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.3015 અને નીચામાં રૂ.2890ના સ્તરને સ્પર્શી, સપ્તાહના અંતે રૂ.78 ઘટી રૂ.2922ના સ્તરે પહોંચ્યો હતો. ક્રૂડ તેલ ડિસેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે બેરલદીઠ રૂ.5323ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.5399 અને નીચામાં રૂ.5213ના સ્તરને સ્પર્શી, રૂ.5244ના આગલા બંધ સામે સપ્તાહના અંતે રૂ.19 વધી રૂ.5263ના ભાવે બંધ થયો હતો. ક્રૂડ તેલ-મિની ડિસેમ્બર વાયદો રૂ.21 વધી સપ્તાહના અંતે રૂ.5263 થયો હતો. નેચરલ ગેસ ડિસેમ્બર વાયદો સપ્તાહના અંતે એમએમબીટીયુદીઠ રૂ.14.4 ઘટી રૂ.417.6 થયો હતો. નેચરલ ગેસ-મિની ડિસેમ્બર વાયદો રૂ.14.4 ઘટી રૂ.417.6ના સ્તરે સપ્તાહના અંતે પહોંચ્યો હતો.

કૃષિચીજોના વાયદાઓમાં મેન્થા તેલ નવેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે કિલોદીઠ રૂ.912.6ના ભાવે ખૂલી, સપ્તાહના અંતે રૂ.4.7 ઘટી રૂ.908 થયો હતો. એલચી નવેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે કિલોદીઠ રૂ.2435ના ભાવે ખૂલી, સપ્તાહના અંતે રૂ.105 વધી રૂ.2641 થયો હતો.

કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સપ્તાહ દરમિયાન સોનાના વિવિધ વાયદાઓમાં રૂ. 179477.79 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ. 138520.60 કરોડનાં કામકાજ થયાં હતાં. તાંબાંના વાયદાઓમાં રૂ. 11325.95 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ. 1882.46 કરોડ, સીસું અને સીસું-મિનીના વાયદાઓમાં રૂ. 154.92 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ. 3163.06 કરોડનાં કામકાજ થયાં હતાં.

ઇલેક્ટ્રિસિટીના વાયદામાં રૂ. 67.97 કરોડનાં કામકાજ થયાં હતાં. ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ. 9042.64 કરોડનાં કામકાજ થયાં હતાં. નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ. 52307.60 કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદામાં રૂ. 19.57 કરોડનાં કામ થયાં હતાં. એલચીના વાયદામાં રૂ. 16.99 કરોડનાં કામ થયાં હતાં.

સપ્તાહના અંતે ઓપન ઇન્ટરેસ્ટ સોનાના વાયદાઓમાં 10392 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 36461 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 6716 લોટ, ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 84207 લોટ અને ગોલ્ડ-ટેનના વાયદાઓમાં 10204 લોટના સ્તરે હતો. ચાંદીના વાયદાઓમાં 12394 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 12882 લોટ અને ચાંદી-માઇક્રો વાયદાઓમાં 26486 લોટના સ્તરે રહ્યો હતો. ઇલેક્ટ્રિસિટીના વાયદાઓમાં 959 લોટ, ક્રૂડ તેલના વાયદાઓમાં 15129 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 12113 લોટના સ્તરે રહ્યો હતો.

ઇન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ ડિસેમ્બર વાયદો 30046 પોઇન્ટના સ્તરે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં 30046 પોઇન્ટના સ્તર અને નીચામાં 28760 પોઇન્ટના સ્તરને સ્પર્શી, સપ્તાહના અંતે 1260 પોઇન્ટ ઘટી 29240 પોઇન્ટના સ્તરે પહોંચ્યો હતો.

                                       

Credit : Naimish Trivedi

About Matribhumi Samachar

Check Also

સોનાના વાયદામાં રૂ.437 અને ચાંદીના વાયદામાં રૂ.6912ની વૃદ્ધિઃ ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યા

કોમોડિટી વાયદાઓમાં રૂ.82193 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.178147 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.72302 કરોડનાં કામકાજઃ …