Wednesday, January 21 2026 | 02:47:19 AM
Breaking News

UPIને આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષે દુનિયાની સૌથી મોટી રિયલ-ટાઇમ પેમેન્ટ સિસ્ટમ માની; ગ્લોબલ ટ્રાન્ઝેક્શનમાં 49% હિસ્સેદારી

Connect us on:

આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ (IMF)ના જૂન 2025ના રિપોર્ટ ‘ગ્રોઇંગ રિટેલ ડિજિટલ પેમેન્ટ્સ (ધ વેલ્યુ ઓફ ઇન્ટરઓપરેબિલિટી)’માં યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI)ને ટ્રાન્ઝેક્શન વોલ્યુમ ના હિસાબે દુનિયાની સૌથી મોટી રિટેલ ફાસ્ટ-પેમેન્ટ સિસ્ટમ (FPS) માનવામાં આવી છે. આ ઉપરાંત, ACI વર્લ્ડવાઇડના 2024 ના રિપોર્ટ ‘પ્રાઇમ ટાઇમ ફોર રિયલ-ટાઇમ’ અનુસાર, UPIની ગ્લોબલ રિયલ-ટાઇમ પેમેન્ટ સિસ્ટમ ટ્રાન્ઝેક્શન વોલ્યુમમાં લગભગ 49% હિસ્સેદારી છે.

નીચે આપેલ કોષ્ટકમાં UPIની વર્તમાન સ્થિતિ અને અન્ય મુખ્ય આંતરરાષ્ટ્રીય રિયલ-ટાઇમ પેમેન્ટ પ્લેટફોર્મની તુલનામાં માર્કેટ શેરનું વિસ્તૃત તુલનાત્મક વિવરણ આપેલ છે:

દેશ લેણ-દેણની માત્રા (અબજોમાં) વૈશ્વિક રિયલ-ટાઇમ ચુકવણી પ્લેટફોર્મનો % હિસ્સો
ભારત 129.3 49%
બ્રાઝિલ 37.4 14%
થાઇલેન્ડ 20.4 8%
ચીન 17.2 6%
દક્ષિણ કોરિયા 9.1 3%
અન્ય 52.8 20%
કુલ 266.2 100%

સ્રોત: ACI વર્લ્ડવાઇડની ‘પ્રાઇમ ટાઇમ ફોર રિયલ-ટાઇમ’ 2024 રિપોર્ટ

UPI સહિત ડિજિટલ પેમેન્ટ સિસ્ટમને અપનાવવામાં નાના વેપારીઓની મદદ કરવા માટે, સરકારે, ભારતીય રિઝર્વ બેંક (RBI) અને નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI) એ સમયાંતરે ઘણી પહેલ કરી છે:

  • BHIM-UPI ઇન્સેન્ટિવ સ્કીમ: ઓછા મૂલ્યવાળા BHIM-UPI ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવા માટે.
  • પેમેન્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફંડ (PIDF):
    • આ ફંડ ટિયર-3 થી 6 કેન્દ્રોમાં ડિજિટલ પેમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર (જેમ કે POS ટર્મિનલ અને QR કોડ) લગાવવા માટે બેંકો અને ફિનટેક કંપનીઓને અનુદાન સહાય પૂરી પાડે છે.
    • 31 ઓક્ટોબર, 2025 સુધી, PIDF ના માધ્યમથી ટિયર-3 થી 6 કેન્દ્રોમાં લગભગ 5.45 કરોડ ડિજિટલ ટચ પોઇન્ટ લગાવવામાં આવ્યા છે.
  • QR કોડ વિતરણ: નાણાકીય વર્ષ 2024-25 સુધી, લગભગ 6.5 કરોડ વેપારીઓને કુલ 56.86 કરોડ QR કોડ આપવામાં આવ્યા.

સરકાર, RBI અને NPCI એ સમગ્ર દેશમાં જાહેર સેવાઓ, પરિવહન અને ઈ-કોમર્સ પ્લેટફોર્મ સહિત તમામ વ્યવસાયોમાં RuPay અને UPIના માધ્યમથી ડિજિટલ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવાનું શરૂ કરી દીધું છે.

આ માહિતી નાણા મંત્રાલયમાં રાજ્ય મંત્રી શ્રી પંકજ ચૌધરીએ આજે લોકસભામાં એક પ્રશ્નના લેખિત ઉત્તરમાં આપી હતી.

About Matribhumi Samachar

Check Also

સોના-ચાંદીમાં વણથંભી તેજી સાથે સોનાનો વાયદો રૂ.4469 અને ચાંદીનો વાયદો રૂ.14625 વધુ ઊછળ્યો

ક્રૂડ તેલના વાયદામાં રૂ.31ની વૃદ્ધિઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.121826 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.277302 કરોડનું ટર્નઓવરઃ …