Sunday, January 04 2026 | 08:04:40 PM
Breaking News

ભારતના રાષ્ટ્રપતિએ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર અર્પણ કર્યા

Connect us on:

ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મૂએ આજે (26 ડિસેમ્બર, 2025) નવી દિલ્હીમાં આયોજિત એક સમારોહમાં બહાદુરી, સમાજ સેવા, પર્યાવરણ, રમતગમત, કલા અને સંસ્કૃતિ તથા વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રોમાં તેમની અસાધારણ સિદ્ધિઓ બદલ બાળકોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર એનાયત કર્યા હતા.

આ પ્રસંગને સંબોધતા રાષ્ટ્રપતિએ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર મેળવનારાઓને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું કે પુરસ્કાર વિજેતા બાળકોએ તેમના પરિવાર, તેમના સમુદાય અને સમગ્ર દેશનું ગૌરવ વધાર્યું છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ પુરસ્કારો દેશભરના તમામ બાળકોને પ્રેરણા આપશે. તેમણે જણાવ્યું હતું કે આ પુરસ્કાર તેમને પ્રોત્સાહન આપવા માટે આપવામાં આવ્યો છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ એવોર્ડ દેશના તમામ બાળકોને પ્રેરણા આપશે.

રાષ્ટ્રપતિએ કહ્યું કે લગભગ 320 વર્ષ પહેલાં, શીખ ધર્મના દસમા ગુરુ અને તમામ ભારતીયો દ્વારા પૂજનીય એવા ગુરુ ગોવિંદસિંહજી અને તેમના ચાર પુત્રોએ સત્ય અને ન્યાયના સમર્થનમાં લડતા સર્વોચ્ચ બલિદાન આપ્યા હતા. તેમણે કહ્યું કે બે સૌથી નાના સાહિબજાદાઓની બહાદુરીનું ભારત અને વિદેશ બંનેમાં સન્માન અને આદર કરવામાં આવે છે. તેમણે સત્ય અને ન્યાય માટે ગૌરવ સાથે પોતાના જીવનનું બલિદાન આપનારા મહાન બાળ નાયકોને શ્રદ્ધાપૂર્વક યાદ કર્યા હતા.

રાષ્ટ્રપતિએ કહ્યું કે દેશની મહાનતા ત્યારે નિશ્ચિત છે જ્યારે તેના બાળકો દેશભક્તિ અને ઉચ્ચ આદર્શોથી ભરેલા હોય. તેમણે એ નોંધીને આનંદ વ્યક્ત કર્યો કે બાળકોએ બહાદુરી, કલા અને સંસ્કૃતિ, પર્યાવરણ, નવા પ્રયોગો (ઇનોવેશન), વિજ્ઞાન અને ટેકનોલોજી, સમાજ સેવા અને રમતગમત જેવા વિવિધ ક્ષેત્રોમાં તેમની અસાધારણ પ્રતિભા દર્શાવી છે. તેમણે કહ્યું કે સાત વર્ષની વાકા લક્ષ્મી પ્રજ્ઞા નિકા જેવા પ્રતિભાશાળી બાળકોને કારણે જ ભારત વિશ્વ મંચ પર ચેસનું પાવરહાઉસ માનવામાં આવે છે. અજય રાજ અને મોહમ્મદ સિદાન પી, જેમણે પોતાની બહાદુરી અને બુદ્ધિથી બીજાના જીવ બચાવ્યા હતા, તેઓ તમામ પ્રશંસાને પાત્ર છે. નવ વર્ષની દીકરી વ્યોમા પ્રિયા અને અગિયાર વર્ષના બહાદુર પુત્ર કમલેશ કુમારે પોતાની હિંમતથી બીજાના જીવ બચાવતા પોતાનો જીવ ગુમાવ્યો હતો. દસ વર્ષના શ્રવણ સિંહે, ઓપરેશન સિંદૂર દરમિયાન યુદ્ધ સાથે સંકળાયેલા જોખમોની વચ્ચે, તેના ઘરની નજીક સરહદ પર તૈનાત ભારતીય સૈનિકોને નિયમિતપણે પાણી, દૂધ અને લસ્સી પહોંચાડી હતી. જ્યારે, દિવ્યાંગ પુત્રી શિવાની હોસુરુ ઉપ્પારાએ આર્થિક અને શારીરિક મર્યાદાઓને પાર કરીને રમતગમતની દુનિયામાં અસાધારણ સિદ્ધિઓ હાંસલ કરી છે. વૈભવ સૂર્યવંશીએ ક્રિકેટની અત્યંત સ્પર્ધાત્મક અને પ્રતિભાથી ભરેલી દુનિયામાં પોતાનું નામ બનાવ્યું છે અને ઘણા રેકોર્ડ સ્થાપ્યા છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે તેમના જેવા બહાદુર અને પ્રતિભાશાળી બાળકો સારું કામ કરવાનું ચાલુ રાખશે અને ભારતનું ભવિષ્ય ઉજ્જવળ બનાવશે.

About Matribhumi Samachar

Check Also

NBAએ રેડ સેન્ડર્સના ખેડૂતોને ₹45 લાખ આપ્યા, જેનાથી તેમની આવક બમણી થઈ અને રેડ સેન્ડર્સના ટકાઉ ઉપયોગને પ્રોત્સાહન મળ્યું

NBAએ રેડ સેન્ડર્સના ખેડૂતોને ₹45 લાખનું વિતરણ કર્યું, જેનાથી બેવડી આવક શક્ય બની અને રાષ્ટ્રીય જૈવવિવિધતા …