
કોમોડિટી વાયદાઓમાં રૂ.424570 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.1722772 કરોડનું સાપ્તાહિક ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.322621 કરોડનાં સાપ્તાહિક કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 35806 પોઇન્ટના સ્તરે
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર 2થી 8 જાન્યુઆરીના સપ્તાહ દરમિયાન વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.2147430.67 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.424570.72 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.1722772.95 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. ઇન્ડેક્સ વાયદાઓમાં રૂ.85.36 કરોડ અને ઇન્ડેક્સ ઓપ્શન્સમાં રૂ.1.64 કરોડનાં કામકાજ થયાં હતાં. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ જાન્યુઆરી વાયદો 35806 પોઇન્ટના સ્તરે બંધ થયો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ સાપ્તાહિક પ્રીમિયમ ટર્નઓવર રૂ.37243.19 કરોડનું થયું હતું.
સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.322621.46 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.136999ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.139149 અને નીચામાં રૂ.135504ના સ્તરને સ્પર્શી, રૂ.135804ના આગલા બંધ સામે સપ્તાહના અંતે રૂ.1938ના ઉછાળા સાથે રૂ.137742ના ભાવે બંધ થયો હતો. ગોલ્ડ-ગિની જાન્યુઆરી વાયદો સપ્તાહના અંતે 8 ગ્રામદીઠ રૂ.730 વધી રૂ.112666 થયો હતો. ગોલ્ડ-પેટલ જાન્યુઆરી વાયદો 1 ગ્રામદીઠ રૂ.110 વધી સપ્તાહના અંતે રૂ.14054 થયો હતો. સોનું-મિની ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ રૂ.1912 વધી રૂ.137683ના ભાવે સપ્તાહના અંતે બંધ થયો હતો. ગોલ્ડ-ટેન જાન્યુઆરી વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.137141ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.139950 અને નીચામાં રૂ.136540ના સ્તરને સ્પર્શી, રૂ.136697ના આગલા બંધ સામે સપ્તાહના અંતે રૂ.1578 વધી રૂ.138275ના ભાવે બંધ થયો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો સપ્તાહના પ્રારંભે કિલોદીઠ રૂ.239041ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.259692ના ઓલ ટાઇમ હાઇને સ્પર્શી, નીચામાં રૂ.235000ના સ્તરને સ્પર્શી, રૂ.235873ના આગલા બંધ સામે સપ્તાહના અંતે રૂ.7451ના ઉછાળા સાથે રૂ.243324ના સ્તરે પહોંચ્યો હતો. સપ્તાહના અંતે કિલોદીઠ ચાંદી-મિની ફેબ્રુઆરી વાયદો રૂ.7989 વધી રૂ.245987 થયો હતો. ચાંદી-માઇક્રો ફેબ્રુઆરી વાયદો રૂ.8017 વધી રૂ.246027ના ભાવે સપ્તાહના અંતે બંધ થયો હતો.
બિનલોહ ધાતુઓમાં રૂ.55769.40 કરોડનાં કામકાજ થયાં હતાં. સપ્તાહના અંતે કિલોદીઠ તાંબું જાન્યુઆરી વાયદો રૂ.22.3 ઘટી રૂ.1270.2ના સ્તરે પહોંચ્યો હતો. જસત જાન્યુઆરી વાયદો 70 પૈસા ઘટી સપ્તાહના અંતે રૂ.307.35ના સ્તરે પહોંચ્યો હતો. એલ્યુમિનિયમ જાન્યુઆરી વાયદો રૂ.11.55 વધી રૂ.308.85ના ભાવે સપ્તાહના અંતે બંધ થયો હતો. સીસું જાન્યુઆરી વાયદો સપ્તાહના અંતે રૂ.8.2 વધી રૂ.190.95ના સ્તરે પહોંચ્યો હતો.
એનર્જી સેગમેન્ટમાં રૂ.46144.71 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ઇલેક્ટ્રિસિટી જાન્યુઆરી વાયદો સપ્તાહના પ્રારંભે એમડબલ્યુએચદીઠ રૂ.4450ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.4467 અને નીચામાં રૂ.4210ના મથાળે અથડાઈ, સપ્તાહના અંતે રૂ.129 ઘટી રૂ.4357ના ભાવે બંધ થયો હતો. ક્રૂડ તેલ જાન્યુઆરી વાયદો સપ્તાહના પ્રારંભે બેરલદીઠ રૂ.5211ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.5317 અને નીચામાં રૂ.5035ના મથાળે અથડાઈ, રૂ.5223ના આગલા બંધ સામે સપ્તાહના અંતે રૂ.60 ઘટી રૂ.5163 થયો હતો. ક્રૂડ તેલ-મિની જાન્યુઆરી વાયદો સપ્તાહના અંતે રૂ.60 ઘટી રૂ.5163ના સ્તરે પહોંચ્યો હતો. નેચરલ ગેસ જાન્યુઆરી વાયદો એમએમબીટીયુદીઠ રૂ.22.8 ઘટી રૂ.306.7ના ભાવે સપ્તાહના અંતે બંધ થયો હતો. નેચરલ ગેસ-મિની જાન્યુઆરી વાયદો સપ્તાહના અંતે રૂ.23.1 ઘટી રૂ.306.7 થયો હતો.
કૃષિચીજોના વાયદાઓમાં મેન્થા તેલ જાન્યુઆરી વાયદો સપ્તાહના પ્રારંભે કિલોદીઠ રૂ.1009.9ના ભાવે ખૂલી, સપ્તાહના અંતે રૂ.9.5 ઘટી રૂ.998.6ના સ્તરે પહોંચ્યો હતો. કોટન જાન્યુઆરી વાયદો રૂ.520 વધી સપ્તાહના અંતે રૂ.26020ના ભાવે બંધ થયો હતો. એલચી જાન્યુઆરી વાયદો સપ્તાહના પ્રારંભે કિલોદીઠ રૂ.2625ના ભાવે ખૂલી, સપ્તાહના અંતે રૂ.54 વધી રૂ.2695 થયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સપ્તાહ દરમિયાન સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.128235.13 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ.194386.33 કરોડનાં કામકાજ થયાં હતાં. તાંબાંના વાયદાઓમાં રૂ.46516.84 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ.4289.98 કરોડ, સીસું અને સીસું-મિનીના વાયદાઓમાં રૂ.842.09 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ.3888.26 કરોડનાં કામકાજ થયાં હતાં.
ઇલેક્ટ્રિસિટીના વાયદામાં રૂ.81.15 કરોડનાં કામકાજ થયાં હતાં. ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ.9046.15 કરોડનાં કામકાજ થયાં હતાં. નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ.37017.42 કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદામાં રૂ.30.22 કરોડનાં કામ થયાં હતાં. કોટન-ખાંડીના વાયદામાં રૂ.2.78 કરોડનાં કામ થયાં હતાં. એલચીના વાયદામાં રૂ.2.16 કરોડનાં કામ થયાં હતાં.
ઓપન ઇન્ટરેસ્ટ સપ્તાહના અંતે સોનાના વાયદાઓમાં 14918 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 49423 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 11640 લોટ, ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 178850 લોટ અને ગોલ્ડ-ટેનના વાયદાઓમાં 22113 લોટના સ્તરે હતો. ચાંદીના વાયદાઓમાં 12439 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 27478 લોટ અને ચાંદી-માઇક્રો વાયદાઓમાં 56165 લોટના સ્તરે રહ્યો હતો. ઇલેક્ટ્રિસિટીના વાયદાઓમાં 367 લોટ, ક્રૂડ તેલના વાયદાઓમાં 13566 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 27591 લોટના સ્તરે રહ્યો હતો.
ઇન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ જાન્યુઆરી વાયદો 35321 પોઇન્ટના સ્તરે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં 36900 પોઇન્ટના સ્તર અને નીચામાં 35001 પોઇન્ટના સ્તરને સ્પર્શી, સપ્તાહના અંતે 955 પોઇન્ટ વધી 35806 પોઇન્ટના સ્તરે બંધ થયો હતો.

Credit : Naimish Trivedi
Matribhumi Samachar Gujarati

