Saturday, February 28 2026 | 11:01:42 PM
Breaking News

Matribhumi Samachar

ઘરગથ્થુ વપરાશ ખર્ચનો સર્વેઃ 2023-24

પરિચય આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય (એમઓએસપીઆઈ) એ કોવિડ -19 રોગચાળા પછી પરિસ્થિતિ સામાન્ય થયા પછી, 2022-23 અને 2023-24 દરમિયાન ઘરના વપરાશ ખર્ચ પર સતત બે સર્વે કરવાનો નિર્ણય લીધો છે. પ્રથમ સર્વે ઓગસ્ટ 2022થી જુલાઈ 2023 ના સમયગાળા દરમિયાન હાથ ધરવામાં આવ્યો હતો અને ફેબ્રુઆરી 2024માં ફેક્ટશીટના રૂપમાં સર્વેના સારાંશના પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ, જૂન 2024 માં સર્વેનો વિગતવાર અહેવાલ અને એકમ સ્તરના …

Read More »

વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંશોધન પરિષદ (સીએસઆઈઆર)ની વર્ષાંત સમીક્ષા 2024

વર્ષ દરમિયાન નોંધપાત્ર વૈજ્ઞાનિક અને ટેકનિકલ પ્રાપ્તિ સીએસઆઈઆર–સીઆરઆરઆઈની રિજુપેવ ટેકનોલોજી અરુણાચલ પ્રદેશ અને લદ્દાખમાં ઊંચાઈ પર સડક નિર્માણ માટે તૈનાત કરવામાં આવી સીએસઆઈઆર-સેન્ટ્રલ રોડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (સીએસઆઇઆર-સીઆરઆરઆઈ) દ્વારા નીચા અને શૂન્યથી પણ ઓછા તાપમાનની સ્થિતિમાં વધુ ઊંચાઇવાળા બિટ્યુમિન્સ રોડનું નિર્માણ કરવા માટે વિકસાવવામાં આવેલી સ્વદેશી રોડ કન્સ્ટ્રક્શન ટેકનોલોજી “રેજ્યુપેવ”નો બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન (બીઆરઓ) દ્વારા અરુણાચલ …

Read More »

અમદાવાદ જુના વાડજ ખાતે અંબર સેવા સંઘના નવીનીકરણ કરાયેલ ખાદી ભવનનું ઉદ્ઘાટન

ભારત સરકારના ખાદી અને ગ્રામોદ્યોગ કમિશન (KVIC), સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલયના અધ્યક્ષ શ્રી મનોજ કુમાર ગુરુવારે અંબર સેવા સંઘ, જુના વાડજ, અમદાવાદના નવીનીકરણ કરાયેલ ખાદી ભવનનું ઉદ્ઘાટન કર્યું. KVIC એ ખાદી ભવન માટે 11.25 લાખ રૂપિયાની સહાય પૂરી પાડી છે જેનું 15 લાખ રૂપિયાની રકમથી નવીનીકરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે KVICના અધ્યક્ષે રાજ્ય કાર્યાલય …

Read More »

KVIC એ ‘કુંભાર સશક્તિકરણ કાર્યક્રમ’ હેઠળ કુંભારોને 110 વિદ્યુત ચાલિત ચાકનું વિતરણ કર્યું

ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ (KVIC), સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય, ભારત સરકાર, અધ્યક્ષ શ્રી મનોજ કુમાર એ ગુરુવારે ગુજરાતના આણંદમાં એક વિશેષ કાર્યક્રમ દરમિયાન 110 કુંભારોને વિદ્યુત ચાલિત ચાકનું વિતરણ કર્યું.  આ પહેલનો ઉદ્દેશ્ય ભારતની પરંપરાગત માટીકામ કલાને આધુનિક ટેકનોલોજી સાથે જોડીને પુનઃજીવિત કરવાનો અને દેશના કુંભાર સમુદાયને આત્મનિર્ભર બનાવવાનો છે. કાર્યક્રમમાં ઉપસ્થિત કારીગરો અને લાભાર્થીઓને સંબોધતા શ્રી મનોજ કુમારે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વની પ્રશંસા કરી હતી.  તેમણે કહ્યું, “પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ, ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ ભારતના પરંપરાગત ઉદ્યોગોને પુનર્જીવિત કરવા અને સશક્ત કરવા માટે સતત પ્રયાસો કરી રહ્યું છે.  કુંભારોને આધુનિક સાધનો પૂરા પાડવા એ આ દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. KVICના અધ્યક્ષ શ્રી મનોજ કુમારે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી શરૂ થયેલી ‘કુંભાર સશક્તિકરણ યોજના’ હેઠળ, અત્યાર સુધીમાં સમગ્ર દેશમાં 30,000 થી વધુ વિદ્યુત ચાલિત ચાકનું અને સંબંધિત સાધનોનું વિતરણ કરવામાં આવ્યું છે.  ગુજરાતમાં, અમદાવાદ સ્થિત રાજ્ય કચેરીએ ગયા વર્ષે 370 વિદ્યુત ચાલિત ચાકનું વિતરણ કર્યું હતું અને 900 લાભાર્થીઓને તાલીમ આપી હતી.  આ વર્ષે રાજ્ય કચેરી અમદાવાદને 690 વિદ્યુત ચાલિત ચાકનું વિતરણનો લક્ષ્યાંક સોંપવામાં આવ્યુ છે.  આ યોજના હેઠળ આપવામાં આવેલા આધુનિક ચાક માટીકામની કળાને એક નવો આયામ તો આપ્યો જ છે પરંતુ ઉત્પાદન ક્ષમતામાં પણ ત્રણથી ચાર ગણો વધારો કર્યો છે.  પરિણામે કુંભાર સમાજની આવકમાં પણ ચાર ગણો નોંધપાત્ર વધારો થયો છે. શ્રી મનોજ કુમારે જણાવ્યું હતું કે, “વિદ્યુત ચાલિત ચાકની મદદથી માટીકામ કલાને નવું જીવન મળ્યું છે.  આ માત્ર કુંભારોને આર્થિક રીતે સશક્ત બનાવતું નથી પરંતુ ભારતના સાંસ્કૃતિક વારસાને પણ સમૃદ્ધ બનાવે છે.  આ યોજના પ્રધાનમંત્રી મોદીના આત્મનિર્ભર ભારત અભિયાન અને ‘વોકલ ફોર લોકલ’ના વિઝનને સાકાર કરવામાં મદદરૂપ છે.” કાર્યક્રમ દરમિયાન શ્રી મનોજ કુમારે કહ્યું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં છેલ્લા એક દાયકામાં ‘ખાદી ક્રાંતિ’એ અભૂતપૂર્વ પ્રગતિ કરી છે.  ખાદી અને ગ્રામોદ્યોગનું ટર્નઓવર રૂ. 1.55 લાખ કરોડના આંકને વટાવી ગયું છે, જે માત્ર ખાદીની લોકપ્રિયતા જ નહીં પરંતુ ભારતના ગ્રામીણ અર્થતંત્રને મજબૂત બનાવવાનો પુરાવો પણ છે.  ગત નાણાકીય વર્ષમાં ખાદી અને ગ્રામોદ્યોગ ક્ષેત્રમાં 10.17 લાખ નવી રોજગારીની તકો ઊભી થઈ છે.  આ પ્રધાનમંત્રી મોદીની દૂરદર્શી નીતિઓ અને ખાદીને વૈશ્વિક સ્તરે ઓળખ અપાવવાના પ્રયાસોનું પરિણામ છે. આ કાર્યક્રમમાં KVIC રાજ્ય કચેરી અમદાવાદ સાથે સંકળાયેલ ખાદી સંસ્થાઓના પ્રતિનિધિઓ, ખાદી કામદારો, PMEGP ઉદ્યમિઑ, લાભાર્થી કારીગરો અને આયૉગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યુત ચાલિત ચાક પ્રાપ્ત કર્યા બાદ ઉપસ્થિત કુંભારોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને KVIC પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી.

Read More »

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે નવી દિલ્હીમાં ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ડૉ. મનમોહન સિંહને પુષ્પાંજલિ અર્પણ કરી

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે નવી દિલ્હીમાં ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ડૉ. મનમોહન સિંહને પુષ્પાંજલિ અર્પણ કરી. શ્રી અમિત શાહે ‘X’ પરની તેમની પોસ્ટમાં કહ્યું કે, ભારતના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ડૉ. મનમોહન સિંહજીને પુષ્પાંજલિ અર્પણ કરી. વિખ્યાત અર્થશાસ્ત્રી, મનમોહન સિંહજીને નાણાં અને જાહેર નીતિના તેમના વિશાળ જ્ઞાન માટે હંમેશા યાદ કરવામાં આવશે.     …

Read More »

ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલયની વર્ષાંત સમીક્ષા 2024: ભાગ -1

વર્ષ 2024માં ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલયે (એમઇઆઇટીવાય) એઆઇ, સાયબર સિક્યોરિટી અને કૌશલ્ય વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરીને ભારતની ડિજિટલ વૃદ્ધિને આગળ વધારવા માટે મહત્ત્વપૂર્ણ પહેલો હાથ ધરી હતી. આ પ્રયાસોનો ઉદ્દેશ ટેકનોલોજીને વધારે સુલભ બનાવવાનો, નવીનતાને પ્રોત્સાહન આપવાનો અને વૈશ્વિક ટેક મંચ પર ભારતની સ્થિતિને મજબૂત કરવાનો છે. સેમીકોન ઇન્ડિયા કાર્યક્રમ હેઠળ સેમીકન્ડક્ટર ઉત્પાદન ટાટા …

Read More »

નાઇપર- અમદાવાદનો ગાંધીનગરમાં અગિયારમો દીક્ષાંત સમારંભ યોજાયો

ભારત સરકારના કેમિકલ્સ અને ફર્ટિલાઇઝર્સ મંત્રાલય અંતર્ગત આવેલી ધ નેશનલ ઇન્સ્ટીટ્યૂટ ઓફ ફાર્માસ્યુટિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ – અમદાવાદ (નાઇપર) દ્વારા આજે તેનો 11મો દીક્ષાંત સમારંભ ગાંધીનગર કેમ્પસ ખાતે યોજાયો હતો. સમારંભમાં ફાર્મસી ક્ષેત્રમાં માસ્ટર્સની ડિગ્રી પ્રાપ્ત કરનારા 173 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી હતી, જેમાં 163 માસ્ટર્સ (એમએસ અને એમબીએ) અને …

Read More »

પૂર્વ પ્રધાનમંત્રી ડૉ. મનમોહન સિંહના નિધન પર પ્રધાનમંત્રીના શોક સંદેશનો મૂળપાઠ

પૂર્વ પ્રધાનમંત્રી ડૉ. મનમોહન સિંહના નિધનથી આપણા બધાના હૃદયમાં ઊંડી વેદના છે. તેમનું નિધન એક રાષ્ટ્ર તરીકે આપણા માટે મોટી ખોટ છે. વિભાજનના સમયગાળામાં ઘણું ગુમાવ્યા પછી અને અહીં જીવનના દરેક ક્ષેત્રમાં સિદ્ધિઓ હાંસલ કર્યા પછી ભારત આવવું એ સામાન્ય બાબત નથી. તેમનું જીવન ભાવિ પેઢીઓને શીખવતું રહેશે કે કેવી …

Read More »

એમસીએક્સ પર કોટન-ખાંડી વાયદાના ભાવમાં રૂ.80ની નરમાઈઃ મેન્થા તેલ, નેચરલ ગેસના વાયદામાં સુધારો

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.64482.51 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.9611.14 કરોડનાં કામકાજ થયાં હતાં, જ્યારે કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.54870.16 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઈન્ડેક્સ બુલડેક્સ જાન્યુઆરી વાયદો 18689 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ …

Read More »

સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી (CCPA) એ અનુક્રમે UPSC CSE 2022 અને 2023ના પરિણામો અંગે ગેરમાર્ગે દોરનારા દાવાઓની જાહેરાત કરવા બદલ વજીરાવ એન્ડ રેડ્ડી ઇન્સ્ટિટ્યૂટ અને StudyIQ IAS પર ₹7 લાખ અને Edge IAS પર ₹1 લાખનો દંડ ફટકાર્યો

ચીફ કમિશનર શ્રીમતી નિધિ ખરે અને કમિશનર શ્રી અનુપમ મિશ્રાની અધ્યક્ષતામાં સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી (સીસીપીએ)એ ગ્રાહક સુરક્ષા ધારા, 2019ના ઉલ્લંઘન બદલ આદેશો જારી કર્યા છે અને દંડ ફટકાર્યો છે. યુપીએસસી સીએસઈ 2022 અને 2023ના પરિણામો અંગે ગેરમાર્ગે દોરતા દાવાઓની જાહેરાત કરવા બદલ વજીરાવ એન્ડ રેડ્ડી ઇન્સ્ટિટ્યૂટ એન્ડ સ્ટડીઆઇક્યુ આઇએએસ પર અનુક્રમે રૂ.7-7 લાખ અને એજ …

Read More »