ભારતીય માનક બ્યુરો (BIS) આપણા દેશનું રાષ્ટ્રીય માનક સંસ્થાન છે, જેને BIS અધિનિયમ 2016 હેઠળ અર્થતંત્રના વિવિધ ક્ષેત્રો માટે ઉત્પાદનો, પ્રક્રિયાઓ અને સેવાઓ માટે ભારતીય માનક બનાવવાનો અધિકાર આપવામાં આવ્યો છે. સાથે જ, ગુણવત્તા પ્રમાણપત્ર દ્વારા માનકોના અમલને સુનિશ્ચિત કરવા કન્ફર્મિટી એસેસમેન્ટ યોજનાઓ તૈયાર કરવા અને અમલમાં મૂકવાની જવાબદારી સોંપવામાં આવી છે. BIS મિકેનિકલ, કૃષિ, રસાયણ, વિદ્યુત અને ઇલેક્ટ્રોનિક્સ, ખાદ્ય અને વસ્ત્રો સહિત વિવિધ ક્ષેત્રોમાં ભારતીય માનકોના ઉપયોગને પ્રોત્સાહન આપવામા મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. ઉચ્ચ ગુણવત્તાવાળા ઉત્પાદનો અને સેવાઓને પ્રોત્સાહન આપવાના લક્ષ્ય સાથે, BIS ઉપભોક્તાઓ અને વ્યવસાયો વચ્ચે વિશ્વાસના લાગણી સ્થાપિત કરવા માટે મહત્ત્વનું કાર્ય કરે છે. વર્ષોથી, BIS ઉપભોક્તાઓ અને ઉદ્યોગોની બદલાતી જરૂરિયાતોને પૂરી કરવા માટે ભારતીય માનકો વિકસાવવા અને સુધારવા માટે સતત પ્રયત્નશીલ છે. વિવિધ ક્ષેત્રોના નિષ્ણાતોની ટીમ સાથે, BISએ સુનિશ્ચિત કર્યું છે કે ભારતીય માનકો આંતરરાષ્ટ્રીય શ્રેષ્ઠ પ્રવૃત્તિઓ સાથે સુસંગત છે અને વૈશ્વિક બજારો માટે યોગ્ય છે. BIS અમદાવાદ દ્વારા તેની કન્ફર્મિટી એસેસમેન્ટ આઉટરીચ પ્રવૃત્તિઓ હેઠળ નવી પહેલ ‘માનક સંવાદ’ શરૂ કરવામાં આવી છે, જે ગુણવત્તાવાળા ઉદ્યોગો સાથે અસરકારક સંવાદ સુનિશ્ચિત કરવા માટે છે. આજે BIS, અમદાવાદ દ્વારા ગુજરાતના ઔદ્યોગિક સંગઠનો સાથે માનક સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં BIS કન્ફર્મિટી એસેસમેન્ટ પરિવારમાં જોડાયેલા વિવિધ ઉદ્યોગોને તેમના લાયસન્સના ડિજિટલ ઓપરેશન સંબંધિત વિવિધ જોગવાઈઓ પર અપડેટ કરવામાં આવ્યા હતા. આ ઈવેન્ટનો હેતુ ઉદ્યોગોમાં ગુણવત્તા અને માનકોના મહત્વ વિશે જાગૃતિ લાવવાનો અને BISની પ્રમાણપત્ર અને નોંધણી પ્રક્રિયાઓ સંબંધિત પડકારોનો સામનો કરવાનો હતો. BIS અમદાવાદના નિદેશક અને પ્રમુખ શ્રી સુમિત સેંગરે તમામ ઉદ્યોગ પ્રતિનિધિઓનું સ્વાગત કર્યું અને ‘માનક સંવાદ’ પહેલ વિશે વિગતો આપી. તેમણે ઉદ્યોગો સાથે અસરકારક સંચારના મહત્વ પર ભાર મૂક્યો અને સ્ટાન્ડર્ડ્સ ઓનલાઈન અને BIS કેર એપ્સ સહિત BISના વિવિધ ડિજિટલ પ્લેટફોર્મના ઓપરેશનલ પાસાઓ અંગેના તેમના પ્રશ્નોનું નિરાકરણ કરવાની સહભાગીઓને ખાતરી આપી. શ્રી સંજય ગોસ્વામી, ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ, BIS – પશ્ચિમ પ્રાદેશિક કાર્યાલય એ ઉત્પાદન પ્રમાણપત્રમાં BIS ના પ્રયત્નોની આંતરદૃષ્ટિ શેર કરી અને નોંધણી પ્રક્રિયા દરમિયાન આવતી સમસ્યાઓના નિરાકરણ માટે સૂચનો રજૂ કર્યા. તેમણે માનકોના મહત્વ અને અનુપાલનના ફાયદાઓ વિશે વિગતવાર વર્ણન કર્યું. શ્રી બિજુ નમ્બુથિરી, ગુજરાત રાજ્ય પરિષદ પ્રમુખ – FICCIએ ઔદ્યોગિક સંસ્થાઓને તેમના ઉત્પાદનોની BIS સાથે નોંધણી કરાવવા માટે અપીલ કરી અને તેમને આ પ્રક્રિયામાં FICCIના સમર્થનની ખાતરી આપી. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI) ના નિદેશક શ્રી આશિષ ઝાવેરીએ ગુણવત્તા અને માનકોને પ્રોત્સાહન આપવા માટે BISના પ્રયાસોની પ્રશંસા કરી હતી. તેમણે ઔદ્યોગિક સંગઠનોને BIS સાથે તેની પહેલમાં સહકાર આપવા વિનંતી કરી. શ્રી અમિત કુમાર, વૈજ્ઞાનિક ‘ડી’ એ તેમના સંબોધનમાં BISની ભૂમિકા વિશે માહિતી આપી હતી. તેમણે ભારતમાં ગુણવત્તા વિકસાવવા માટે પણ અપીલ કરી અને એસોસિએશનોને BIS લાઇસન્સ લેવા માટે આગળ આવવા વિનંતી કરી. તેમણે ખાસ કરીને MSME ક્ષેત્ર માટે ઉદ્યોગને સમર્થન આપવા માટે BIS દ્વારા લેવામાં આવેલી વિવિધ પહેલ વિશે પણ માહિતી આપી હતી. શ્રી વિપિન ભાસ્કર, વૈજ્ઞાનિક ‘ડી’ એ ક્વોલિટી કંટ્રોલ ઓર્ડર (QCOs) પર વિગતવાર પ્રેઝન્ટેશન આપ્યું હતું. તેમણે ઔદ્યોગિક ઉત્પાદનોમાં ગુણવત્તા સુનિશ્ચિત કરવાની પ્રક્રિયા પર પ્રકાશ પાડતા, QCOના વિવિધ પાસાઓ સમજાવ્યા. સહભાગીઓએ તેમની રજૂઆતની પ્રશંસા કરી અને સંબંધિત પ્રશ્નો પૂછ્યા. શ્રી આલોક સિંઘ, વૈજ્ઞાનિક ‘E’, BIS ના પશ્ચિમ પ્રાદેશિક કાર્યાલય એ, તમામ એસોસિએશનોને તેમના સભ્યોને BIS તરફથી મેનેજમેન્ટ સિસ્ટમ સર્ટિફિકેશન માટે આગળ આવવા માટે પ્રોત્સાહિત કરવા હાકલ કરી. આ કાર્યક્રમમાં સમગ્ર ગુજરાતમાંથી અનેક એસોસિએશનો તેમજ ગુજરાતની અન્ય BIS શાખાઓના અધિકારીઓએ પણ વર્ચ્યુઅલ મોડમાં હાજરી આપી હતી. કાર્યક્રમ દરમિયાન ઓપન હાઉસ સેશન પણ યોજવામાં આવ્યું હતું જેમાં સહભાગીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સહભાગીઓ દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્નોના જવાબ DDGW અને પ્રમુખ BIS, અમદાવાદ દ્વારા આપવામાં આવ્યા હતા. કાર્યક્રમનું સંચાલન BIS ના વૈજ્ઞાનિક ‘સી’. શ્રી અજય ચંદેલ દ્વારા કરવામાં આવ્યું હતું. તેમણે BIS કેર એપ અને BIS વેબસાઇટ પર ઉપલબ્ધ વિવિધ ડિજિટલ સોલ્યુશન વિશે પણ માહિતી આપી હતી. તેમણે કાર્યક્રમને સફળ બનાવવા માટે તમામ મહેમાનો અને સહભાગીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.
Read More »RBI એ કોલેટરલ-ફ્રી એગ્રીકલ્ચર લોન લિમિટ ₹1.6થી વધારીને ₹2 લાખ કરી
કૃષિ ક્ષેત્રને સમર્થન આપવા અને વધતા લાગત ખર્ચને પહોંચી વળવા માટે મહત્વપૂર્ણ પગલાં ભરતા ભારતીય રિઝર્વ બેંકે સંલગ્ન પ્રવૃત્તિઓ માટેની લોન સહિત કોલેટરલ-મુક્ત કૃષિ લોન માટેની મર્યાદામાં વધારો કરવાની જાહેરાત કરી છે. ઋણ લેનાર દીઠ ₹1.6 લાખની વર્તમાન લોન મર્યાદા વધારીને ₹2 લાખ કરવામાં આવી છે. આ નિર્ણય મોંઘવારી અને ખેડૂતો પર કૃષિ લાગતના વધતા ખર્ચની અસરને સ્વીકારે છે. તેનો ઉદ્દેશ્ય ખેડૂતોને યોગ્ય નાણાકીય સરળતા આપવાનો છે, તે સુનિશ્ચિત કરવાનો છે કે તેમની પાસે કોલેટરલ પ્રદાન કરવાના ભારણ વિના તેમની કાર્યકારી અને વિકાસલક્ષી જરૂરિયાતોને પહોંચી વળવા માટે પૂરતા સંસાધનો છે. દેશભરની બેંકોને સૂચના આપવામાં આવી છે કે તા. 1 જાન્યુઆરી, 2025થી લાગુ: કૃષિ લોન માટે કોલેટરલ સિક્યોરિટી અને માર્જિન આવશ્યકતાઓને માફ કરો, જેમાં સંલગ્ન પ્રવૃત્તિઓ માટે ઋણ લેનાર દીઠ ₹2 લાખ સુધીની લોનનો સમાવેશ થાય છે. ખેડૂત સમુદાયને સમયસર નાણાકીય સહાય સુનિશ્ચિત કરવા માટે સુધારેલી માર્ગદર્શિકાનો ઝડપથી અમલ કરો. બેંકોને સૂચના આપવામાં આવી છે કે તેઓ તેમના કાર્યકારી ક્ષેત્રના ખેડૂતો અને હિતધારકોમાં મહત્તમ પહોંચ અને જાગૃતિ સુનિશ્ચિત કરવા માટે આ ફેરફારોનો વ્યાપક પ્રચાર કરે છે. આ પગલું ખાસ કરીને નાના અને સીમાંત ખેડૂતો (કૃષિ ક્ષેત્રના 86%થી વધુ) માટે ધિરાણ સરળતામાં વધારો કરે છે. જેઓ ઉધાર ખર્ચમાં ઘટાડો અને કોલેટરલ જરૂરિયાતોને દૂર કરવાથી લાભ મેળવે છે. લોન વિતરણને સુવ્યવસ્થિત કરીને, આ પહેલ કિસાન ક્રેડિટ કાર્ડ (KCC) લોનના વપરાશમાં વધારો કરશે, જેમાં ખેડૂતોને કૃષિ કામગીરીમાં રોકાણ કરવાની અને તેમની આજીવિકામાં સુધારો થવાની અપેક્ષા છે. 4% અસરકારક વ્યાજ દરે ₹3 લાખ સુધીની લોન ઓફર કરતી સંશોધિત વ્યાજ સબવેન્શન સ્કીમ સાથે મળીને, આ નીતિ નાણાકીય સમાવેશને મજબૂત બનાવે છે, કૃષિ ક્ષેત્રને ટેકો આપે છે અને સરકારના લાંબા ગાળાના વિઝનને અનુરૂપ ધિરાણ આધારિત આર્થિક વૃદ્ધિને પ્રોત્સાહન આપે છે.
Read More »પ્રધાનમંત્રીએ જાણીતા અભિનેતા રાજ કપૂરને તેમની 100મી જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જાણીતા અભિનેતા શ્રી રાજ કપૂરને તેમની 100મી જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી છે. તેમણે તેમને એક સ્વપ્નદ્રષ્ટા ફિલ્મ નિર્માતા, અભિનેતા અને શાશ્વત શોમેન તરીકે બિરદાવ્યા હતા. શ્રી રાજ કપૂરને માત્ર એક ફિલ્મ નિર્માતા જ નહીં પરંતુ ભારતીય સિનેમાને વૈશ્વિક મંચ પર લઈ જનારા સાંસ્કૃતિક દૂત ગણાવતા શ્રી મોદીએ કહ્યું …
Read More »સોનાના વાયદાના ભાવમાં રૂ.1,493નો સાપ્તાહિક ધોરણે ઉછાળોઃ ચાંદીમાં રૂ.209 અને ક્રૂડ તેલમાં રૂ.173ની વૃદ્ધિ
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 6થી 12 ડિસેમ્બર સુધીના સપ્તાહ દરમિયાન 139,42,906 સોદાઓમાં કુલ રૂ.14,82,979.58 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.1,58,842.31 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.13,24,123.59 કરોડનો હતો. કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 10,38,192 સોદાઓમાં …
Read More »કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઈન્ડિયા અને તેની સંલગ્ન સંસ્થાઓ સામે સ્થગન અને રોકનો આદેશ જારી કર્યો; કોઈપણ પ્રકારનો આર્થિક દંડ ન લાદવાનું નક્કી કર્યું
સ્પર્ધા અધિનિયમ, 2002 (અધિનિયમ)ની કલમ 27ની જોગવાઈઓ હેઠળ કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા (CCI) એ સબર્બન ટેબલ ટેનિસ એસોસિએશન (TSTTA), મહારાષ્ટ્ર સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશન (MSTTA), ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશન (GSTTA) અને ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઈન્ડિયા (TTFI) વિરુદ્ધ અધિનિયમની કલમ 3(4) અને 4ની જોગવાઈઓનું ઉલ્લંઘન કરવા બદલ તારીખ 12.12.2024ના રોજ એક આદેશ પસાર કર્યો, જેના પરિણામ સ્વરૂપ વ્યવહારો નકારવામાં આવ્યા …
Read More »હન્ટ ડિઝાઇન પ્રદર્શનમાં કેન્દ્રીય વિદ્યાલય અમદાવાદ કેન્ટના વિદ્યાર્થીઓનું ઉત્તમ પ્રદર્શન
ભંવર રાઠોડ ડિઝાઇન સ્ટુડિયો (BRDS) દ્વારા આયોજિત હન્ટ ડિઝાઇન પ્રદર્શનમાં PM SHRI કેન્દ્રીય વિદ્યાલય અમદાવાદ કેન્ટના 12 વિદ્યાર્થીઓએ ભાગ લીધો અને તેમની સર્જનાત્મકતાથી શાનદાર પ્રદર્શન કર્યું. આ કાર્યક્રમ અમદાવાદના શક્તિ કોન્વોકેશન હોલ, વૈષ્ણોદેવી સર્કલ ખાતે યોજાયો હતો, જેમાં શહેર અને રાજ્યના અનેક પ્રતિભાશાળી વિદ્યાર્થીઓએ તેમની રચનાઓ રજૂ કરી. વિદ્યાર્થીઓની ઉપલબ્ધિઓ: – ત્રણ વિદ્યાર્થીઓને સ્કોલરશિપ પ્રમાણપત્રો એનાયત કરાયા. – શાળાને ટ્રોફીથી …
Read More »સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટીએ નિયમોનું પાલન ન કરતી 17 ડાયરેક્ટ સેલિંગ કંપનીઓને નોટિસ ફટકારી
સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી (સીસીપીએ) એ 17 કંપનીઓને નોટિસ ફટકારી છે જે ગ્રાહક સુરક્ષા (ડાયરેક્ટ સેલિંગ) નિયમો, 2021નું ઉલ્લંઘન કરતી જોવા મળી હતી. જેમાંથી 13 એકમોની હાલ તપાસ ચાલી રહી છે. ત્રણ કંપનીઓના જવાબની રાહ જોવાઇ રહી છે. ઉપભોક્તા અધિકારોને જાળવવાની તેની પ્રતિબદ્ધતાના ભાગરૂપે સીસીપીએએ પ્રત્યક્ષ વેચાણ પ્રવૃત્તિઓના નિયમન પર અને પ્રસ્તુત કાનૂની માળખાનું અનુપાલન સુનિશ્ચિત કરવા પર તેનું ધ્યાન કેન્દ્રિત …
Read More »પેન્શનને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે (ફક્ત વડોદરા પૂર્વ વિભાગ) પેન્શન અદાલતનું આયોજન
પેન્શન ને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે (ફક્ત વડોદરા પૂર્વ વિભાગ) પેન્શન અદાલતનું આયોજન પ્રવર અધિક્ષક ડાકઘર, વડોદરા પૂર્વ વિભાગ, બીજો માળ, વડોદરા હેડ પોસ્ટઓફીસ બિલ્ડીંગ, રાવપુરા, વડોદરા – 390001 (ફોન નં.0265-2433101)ની કચેરી ખાતે તારીખ 19/12/2024ના રોજ 11.00 કલાકે કરવામાં આવેલ છે. આ અદાલતમાં ફક્ત પેન્શનને લગતા અન્ય મુદ્દાઓ સંબંધિત (નીતિ વિષયક મુદ્દા સિવાયની) ફરિયાદ સાંભળી નિકાલ કરવામાં આવશે. પેન્શન અંગે …
Read More »સંસદ હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી અને લોક સભાના અધ્યક્ષે રાષ્ટ્રનું નેતૃત્વ કર્યું
ઉપ-રાષ્ટ્રપતિ અને અધ્યક્ષ, રાજ્યસભા, શ્રી જગદીપ ધનખર; પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને લોકસભાના અધ્યક્ષ શ્રી ઓમ બિરલાએ આજે 13 ડિસેમ્બર 2001ના રોજ થયેલા આતંકવાદી હુમલાથી સંસદની રક્ષા કરતા શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે રાષ્ટ્રનું નેતૃત્વ કર્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીઓ, સંસદસભ્યો, ભૂતપૂર્વ સંસદસભ્યો, શહીદોના પરિવારના સભ્યો અને અન્ય મહાનુભાવોએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી. લોકસભાના મહાસચિવ શ્રી …
Read More »પ્રધાનમંત્રી 14 અને 15 ડિસેમ્બર 2024ના રોજ દિલ્હીમાં મુખ્ય સચિવોની ચોથી રાષ્ટ્રીય પરિષદની અધ્યક્ષતા કરશે
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 14 અને 15 ડિસેમ્બર 2024ના રોજ દિલ્હીમાં મુખ્ય સચિવોની ચોથી રાષ્ટ્રીય પરિષદની અધ્યક્ષતા કરશે. આ કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચેની ભાગીદારીને વધુ વેગ આપવા તરફનું બીજું મહત્ત્વનું પગલું હશે. મુખ્ય સચિવોની પરિષદ પ્રધાનમંત્રીના સહકારી સંઘવાદને મજબૂત કરવા અને ઝડપી વૃદ્ધિ અને વિકાસ હાંસલ કરવા માટે કેન્દ્ર …
Read More »
Matribhumi Samachar Gujarati