Tuesday, December 23 2025 | 05:51:55 AM
Breaking News

Matribhumi Samachar

માહિતી અને પ્રસારણ મંત્રાલયે પહેલી વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ટરટેઈનમેન્ટ સમિટ પહેલા ઇન્ફ્લુઅન્સર્સ, પોડકાસ્ટર્સ, એનિમેશન મેકર્સ અને ગેમ ડેવલપર્સ વગેરે જેવા કન્ટેન્ટ ક્રિએટર્સ માટે ટોચના એવોર્ડ્સની જાહેરાત કરી

માહિતી અને પ્રસારણ મંત્રાલયે આજે વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ડ એન્ટરટેઈનમેન્ટ સમિટ (વેવ્સ)ની આગેવાનીમાં એક મહત્ત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ સિદ્ધિ હાંસલ કરી છે, જેમાં કેન્દ્રીય માહિતી અને પ્રસારણ, રેલવે અને ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ તથા શ્રી ગજેન્દ્ર સિંહ શેખાવતના હસ્તે નેશનલ મીડિયા સેન્ટર, નવી દિલ્હી ખાતે મુખ્ય પહેલોનો શુભારંભ કરવામાં આવ્યો છે.  કેન્દ્રીય સંસ્કૃતિ …

Read More »

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં પવિત્ર ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવી

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ દરમિયાન પવિત્ર ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવી. શ્રી અમિત શાહે પોતાની પોસ્ટ ‘X’ માં કહ્યું કે પવિત્ર ત્રિવેણી સંગમ ખાતે સામાજિક સંવાદિતા અને સદ્ભાવનાના પ્રતીક ‘મહાકુંભ’માં પૂજ્ય સંતોની હાજરીમાં ડૂબકી લગાવ્યા પછી તેઓ અભિભૂત અને ભાવુક થઈ ગયા હતા. હું માતા …

Read More »

ભારત સરકારના ગ્રાહક બાબતોના વિભાગે સમગ્ર ભારતમાં સમયને સુમેળ બનાવવા માટે ડ્રાફ્ટ કાનૂની મેટ્રોલોજી (ભારતીય માનક સમય) નિયમો, 2025ને સૂચિત કર્યું

‘એક રાષ્ટ્ર, એક સમય’ અને ભારતીય માનક સમય (IST) માં ચોકસાઈ પ્રાપ્ત કરવાના લક્ષ્ય સાથે, ભારત સરકારના ગ્રાહક બાબતોના વિભાગે રાષ્ટ્રીય ભૌતિક પ્રયોગશાળા (NPL) અને ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ISRO) સાથે મળીને એક પ્રોજેક્ટ શરૂ કર્યો છે, જે અંતર્ગત મિલિસેકન્ડથી લઈને માઇક્રોસેકન્ડ સુધીની ચોકસાઈ સાથે IST પ્રસારિત કરવામાં આવશે. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય સમગ્ર ભારતમાં પાંચ કાનૂની મેટ્રોલોજી પ્રયોગશાળાઓમાંથી IST પ્રસારિત કરવા માટે ટેકનોલોજી અને માળખાગત …

Read More »

ભારતીય માનક બ્યુરો, અમદાવાદ દ્વારા પ્લાસ્ટિક ઉદ્યોગ માટે જાગૃતિ કાર્યક્રમનું આયોજન

ભારતીય માનક બ્યુરો (BIS) આપણા દેશનું રાષ્ટ્રીય માનક સંસ્થાન છે, જેને BIS અધિનિયમ 2016 હેઠળ અર્થતંત્રના વિવિધ ક્ષેત્રો માટે ઉત્પાદનો, પ્રક્રિયાઓ અને સેવાઓ માટે ભારતીય માનક બનાવવાનો અધિકાર આપવામાં આવ્યો છે. સાથે જ, ગુણવત્તા પ્રમાણપત્ર દ્વારા માનકોના અમલને સુનિશ્ચિત કરવા કન્ફર્મિટી એસેસમેન્ટ યોજનાઓ તૈયાર કરવા અને અમલમાં મૂકવાની જવાબદારી સોંપવામાં આવી છે. BIS મિકેનિકલ, કૃષિ, રસાયણ, વિદ્યુત અને ઇલેક્ટ્રોનિક્સ, ખાદ્ય અને વસ્ત્રો સહિત વિવિધ ક્ષેત્રોમાં ભારતીય માનકોના ઉપયોગને પ્રોત્સાહન આપવામા મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. ઉચ્ચ ગુણવત્તાવાળા ઉત્પાદનો અને સેવાઓને પ્રોત્સાહન આપવાના લક્ષ્ય સાથે, BIS ઉપભોક્તાઓ અને વ્યવસાયો વચ્ચે વિશ્વાસના લાગણી સ્થાપિત કરવા માટે મહત્ત્વનું કાર્ય કરે છે. વર્ષોથી, BIS ઉપભોક્તાઓ અને ઉદ્યોગોની બદલાતી જરૂરિયાતોને પૂરી કરવા માટે ભારતીય માનકો વિકસાવવા અને સુધારવા માટે સતત પ્રયત્નશીલ છે. વિવિધ ક્ષેત્રોના નિષ્ણાતોની ટીમ સાથે, BISએ સુનિશ્ચિત કર્યું છે કે ભારતીય માનકો આંતરરાષ્ટ્રીય શ્રેષ્ઠ પ્રવૃત્તિઓ સાથે સુસંગત છે અને વૈશ્વિક બજારો માટે યોગ્ય છે. પ્રજાસત્તાક દિવસની પૂર્વસંધ્યાએ, BIS અમદાવાદ દ્વારા ગુજરાત રાજ્ય પ્લાસ્ટિક મેન્યુફેક્ચરર્સ એસોસિએશન(GSPMA) અને ઓઢવ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના સભ્યો માટે ઔદ્યોગિક જાગૃતિ કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય પ્લાસ્ટિક ઉત્પાદન ક્ષેત્રમાં ઉદ્યોગના ધોરણો, નિયમો અને શ્રેષ્ઠ પ્રથાઓની સમજ અને જાગૃતિ વધારવાનો હતો. કાર્યક્રમની શરૂઆત ગુજરાત રાજ્ય પ્લાસ્ટિક મેન્યુફેક્ચરર્સ એસોસિએશન(GSPMA) ના માનનીય સચિવ શ્રી મનસુખ સાવલીયાના સ્વાગત પ્રવચનથી થઈ. શ્રી મનસુખ સાવલીયાએ આ કાર્યક્રમના મહત્વ પર પ્રકાશ પાડ્યો અને સમગ્ર ક્ષેત્રમાં ગુણવત્તા માનકો અને નવીનતાને પ્રોત્સાહન આપવા માટે ઉદ્યોગ સહયોગના મહત્વ પર ભાર મૂક્યો. BIS અમદાવાદના નિદેશક અને પ્રમુખ શ્રી સુમિત સેંગરે ઉદ્ઘાટન ભાષણ આપ્યું. શ્રી સુમિતસેંગરે પોતાના ભાષણમાં, કાર્યક્રમના મુખ્ય ઉદ્દેશ્યોની રૂપરેખા આપી, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય માનકોનું ઉદ્યોગ પાલન સુનિશ્ચિત કરવા માટે BIS ની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો. તેમણે ભાર મૂક્યો કે પ્લાસ્ટિક ઉત્પાદન ઉદ્યોગમાં ગુણવત્તા, સલામતી અને ટકાઉપણાની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે આવી જાગૃતિ પહેલ કેવી રીતે મહત્વપૂર્ણ છે. BIS ખાતે ઉપનિદેશક અને વૈજ્ઞાનિક સી શ્રી અજય ચંદેલે BIS પ્રવૃત્તિઓ અને ખાસ કરીને પ્લાસ્ટિક ઉદ્યોગને લગતા ધોરણોની ઊંડાણપૂર્વક ઝાંખી આપી. શ્રી વિપિન ભાસ્કર, સંયુક્ત નિદેશક/વૈજ્ઞાનિક ડી. એ BIS લાઇસન્સ મેળવવા માટેની પ્રક્રિયા પર વિગતવાર પ્રેઝન્ટેશન આપ્યું અને ઉત્પાદન ધોરણો જાળવવા અને ગ્રાહક સલામતી સુનિશ્ચિત કરવામાં ગુણવત્તા નિયંત્રણ આદેશોની ભૂમિકા સમજાવી. કાર્યક્રમ દરમિયાન એક ઓપન હાઉસ સત્ર પણ યોજાયું હતું જેમાં સહભાગીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સહભાગીઓ દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્નોના જવાબ શ્રી સુમિતસેંગર, BIS અમદાવાદના નિદેશક અને પ્રમુખ દ્વારા આપવામાં આવ્યા હતા. કાર્યક્રમનું સમાપન ગુજરાત રાજ્ય પ્લાસ્ટિક મેન્યુફેક્ચરર્સ એસોસિએશન(GSPMA) દ્વારા આભારવિધિ સાથે થયું, જેમાં કાર્યક્રમની સફળતામાં યોગદાન આપનારા તમામ વક્તાઓ, સહભાગીઓ અને ઉપસ્થિતોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો. આ ઔદ્યોગિક જાગૃતિ કાર્યક્રમ ગુણવત્તા માનકો, પાલન અને ઉત્પાદન પદ્ધતિઓમાં નવીનતા પ્રત્યે જાગૃતિને પ્રોત્સાહન આપીને પ્લાસ્ટિક ઉત્પાદન ઉદ્યોગને ટેકો આપવા માટે BIS અમદાવાદના પ્રયાસોને રેખાંકિત કરે છે.

Read More »

પ્રધાનમંત્રીએ ભારતના 76મા પ્રજાસત્તાક દિવસની શુભેચ્છાઓ બદલ ફ્રાન્સના રાષ્ટ્રપતિ અને આયર્લેન્ડના પ્રધાનમંત્રીનો આભાર વ્યક્ત કર્યો

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ભારતના 76મા પ્રજાસત્તાક દિવસની શુભેચ્છાઓ બદલ ​​ફ્રાન્સના રાષ્ટ્રપતિ મહામહિમ ઇમેન્યુઅલ મેક્રોન અને આયર્લેન્ડના પ્રધાનમંત્રી મહામહિમ માઇકલ માર્ટિનનો આભાર માન્યો હતો. ફ્રાન્સના રાષ્ટ્રપતિ દ્વારા X પર કરવામાં આવેલી પોસ્ટનો જવાબ આપતા શ્રી મોદીએ કહ્યું: “મારા પ્રિય મિત્ર, રાષ્ટ્રપતિ @EmmanuelMacron, ભારતના 76મા પ્રજાસત્તાક દિવસ પર તમારી શુભેચ્છાઓની હું …

Read More »

પ્રધાનમંત્રી 28 જાન્યુઆરીએ ઓડિશા અને ઉત્તરાખંડની મુલાકાત લેશે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 28 જાન્યુઆરીએ ઓડિશા અને ઉત્તરાખંડની મુલાકાત લેશે. સવારે લગભગ 11 વાગ્યે, તેઓ ભુવનેશ્વરના જનતા મેદાન ખાતે ઉત્કર્ષ ઓડિશા – મેક ઇન ઓડિશા કોન્ક્લેવ 2025નું ઉદ્ઘાટન કરશે. ત્યારબાદ, તેઓ ઉત્તરાખંડના દેહરાદૂન જશે અને સાંજે 6 વાગ્યે, તેઓ 38મી રાષ્ટ્રીય રમતોનું ઉદ્ઘાટન કરશે. ઓડિશામાં પ્રધાનમંત્રી પ્રધાનમંત્રી ભુવનેશ્વરમાં ઉત્કર્ષ ઓડિશા – મેક ઇન ઓડિશા કોન્ક્લેવ 2025નું ઉદ્ઘાટન કરશે. ઓડિશા સરકાર દ્વારા …

Read More »

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વાર્ષિક NCC PM રેલીને સંબોધિત કરી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે દિલ્હીમાં કરિયપ્પા પરેડ ગ્રાઉન્ડ ખાતે વાર્ષિક નેશનલ કેડેટ કોર્પ્સ (એનસીસી)ની પ્રધાનમંત્રી રેલીને સંબોધન કર્યું હતું. શ્રી મોદીએ સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળ્યો હતો અને બેસ્ટ કેડેટ એવોર્ડ એનાયત કર્યા હતા. એનસીસી દિવસનાં પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને શુભેચ્છા પાઠવતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, 18 મૈત્રીપૂર્ણ દેશોમાંથી આશરે 150 કેડેટ્સ આવ્યા હતા અને તેમણે તેમનું સ્વાગત …

Read More »

એમસીએક્સ પર સોનાના વાયદાના ભાવમાં રૂ.84ની વૃદ્ધિઃ ચાંદીનો વાયદો રૂ.435 ઘટ્યોઃ ક્રૂડ તેલ રૂ.6 ઢીલું

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.94826.08 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.13130.75 કરોડનાં કામકાજ થયાં હતાં, જ્યારે કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.81687.91 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઈન્ડેક્સ બુલડેક્સ જાન્યુઆરી વાયદો 19332 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ …

Read More »

KVICએ કચ્છ-ભુજમાં વિવિધ કાર્યક્રમોમાં 100 પરંપરાગત ચરખા, 100 ઇલેક્ટ્રિક વ્હીલ અને 50 ટર્નવુડ મશીનોનું વિતરણ કર્યું

ભારત સરકારના સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલયના ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ (KVIC)ના અધ્યક્ષ શ્રી મનોજ કુમારે શુક્રવારે કચ્છ-ભુજમાં આયોજિત બે અલગ-અલગ કાર્યક્રમોમાં ટર્નવુડ મશીનો, વિદ્યુત ચાલિત ચાકનું અને પરંપરાગત ચરખાનું વિતરણ કર્યું હતું. ખાવડા ખાતે આયોજિત એક કાર્યક્રમમાં લાભાર્થીઓને 50 ટર્નવુડ મશીનો, 20 વિદ્યુત ચાલિત ચાક અને 10 પરંપરાગત ચરખાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ જ ક્રમમાં, ભુજ હાટ ખાતે આયોજિત એક કાર્યક્રમમાં ભુજના ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલની હાજરીમાં 80 વિદ્યુત ચાલિત ચાક અને 90 પરંપરાગત ચરખાનું વિતરણ કરવામાં આવ્યું હતું. ભુજ હાટ ખાતે આયોજિત કાર્યક્રમમાં પ્રધાનમંત્રી રોજગાર સર્જન કાર્યક્રમ (PMEGP) હેઠળ ઓનલાઈન માધ્યમ દ્વારા રૂ. 349.99 કરોડની માર્જિન મની સબસિડીનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ દ્વારા દેશભરમાં 8962 નવા એકમો સ્થાપિત થયા છે અને 98582 નવા લોકોને રોજગાર મળ્યો છે, જ્યારે ગુજરાતમાં 352 નવા એકમોને 39 કરોડ રૂપિયાની સબસિડી આપવામાં આવી છે, જેનાથી 3872 નવી નોકરીઓનું સર્જન થયું છે. કાર્યક્રમને સંબોધતા, KVIC ના અધ્યક્ષ શ્રી મનોજ કુમારે જણાવ્યું હતું કે KVIC દ્વારા વિતરણ કરવામાં આવી રહેલા ઉપકરણો ફક્ત ઉપકરણો નથી પરંતુ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ‘આત્મનિર્ભર ભારત’ ના નિર્માણ તરફ એક મજબૂત પગલું છે. આ સંસાધનો દ્વારા, લાભાર્થીઓ તેમની આજીવિકાને મજબૂત બનાવશે અને સાથે સાથે દેશના ‘વોકલ ફોર લોકલ’ અભિયાનમાં પણ યોગદાન આપશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ કાર્યક્રમ મહાત્મા ગાંધીના વિચારો અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ‘વિકસિત ભારત’ના વિઝનને સાકાર કરવાનો વધુ એક પ્રયાસ છે. શ્રી મનોજ કુમારે માહિતી આપી હતી કે ગુજરાતમાં 244 નોંધાયેલ ખાદી સંસ્થાઓ દ્વારા 23,505 કારીગરો અને વણકરોને રોજગારી આપવામાં આવી રહી છે. વર્ષ 2024-25માં ગુજરાતમાં ખાદીનું ઉત્પાદન 174.45 કરોડ રૂપિયા હતું અને કુલ વેચાણ 327.72 કરોડ રૂપિયા હતું. આ નાણાકીય વર્ષમાં PMEGP હેઠળ 1,255 નવા પ્રોજેક્ટ્સ સ્થાપવામાં આવ્યા હતા, જ્યારે 150 કરોડ રૂપિયાથી વધુની માર્જિન મની સબસિડીનું વિતરણ કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં 5 નવા SFURTI ક્લસ્ટરોની સ્થાપના કરવામાં આવી છે. કાર્યક્રમ દરમિયાન, KVICના અધ્યક્ષે ખાદી ક્ષેત્રે છેલ્લા 10 વર્ષની સિદ્ધિઓ પર પ્રકાશ પાડ્યો. તેમણે કહ્યું કે આ સમયગાળા દરમિયાન, ખાદી અને ગ્રામોદ્યોગ ઉત્પાદનોનું વેચાણ પાંચ ગણું વધીને રૂ. 31000 કરોડથી રૂ. 155000 કરોડ થયું છે. ખાદીના કપડાંનું વેચાણ છ ગણું વધીને રૂ. 1081 કરોડથી વધીને રૂ. 6496 કરોડ થયું છે. અધ્યક્ષે કહ્યું, “છેલ્લા 10 વર્ષમાં ખાદી કારીગરોની આવકમાં 213%નો વધારો થયો છે. આજે ખાદી માત્ર કાપડ નથી પરંતુ ભારતની ઓળખ બની ગઈ છે.” ખાદી ક્ષેત્રમાં મહિલાઓની ભાગીદારી પર વિશેષ ભાર મૂકતા તેમણે કહ્યું કે આ ક્ષેત્રમાં 80%થી વધુ યોગદાન માતાઓ અને બહેનોનું છે. વિતરણ કાર્યક્રમમાં ખાદી સંસ્થાઓના પ્રતિનિધિઓ, પીએમઇજીપી એકમોના લાભાર્થીઓ, ખાદી કામદારો, ગુજરાત સરકાર અને કેવીઆઈસીના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા.

Read More »

કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે નવી દિલ્હીમાં વાઇબ્રન્ટ વિલેજ કાર્યક્રમ હેઠળ 76મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી માટે રાજધાનીની મુલાકાતે આવેલા ગામડાઓના પ્રતિષ્ઠિત મહેમાનો સાથે વાર્તાલાપ કર્યો

કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે નવી દિલ્હીમાં વાઇબ્રન્ટ વિલેજ કાર્યક્રમ હેઠળ 76મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી માટે રાજધાનીની મુલાકાતે આવેલા ગામડાઓના પ્રતિષ્ઠિત મહેમાનો સાથે વાર્તાલાપ કર્યો હતો. આ પ્રસંગે કેન્દ્રીય આરોગ્ય મંત્રી શ્રી જે.પી. નડ્ડા, કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી શ્રી કિરેન રિજિજુ, કેન્દ્રીય આદિજાતિ બાબતોના મંત્રી શ્રી જુઆલ ઓરામ, કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી …

Read More »