પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતો પરની મંત્રીમંડળીય સમિતિ (સીસીઇએ)એ ભારત સરકારના ઇથેનોલ બ્લેન્ડેડ પેટ્રોલ (ઇબીપી) કાર્યક્રમ અંતર્ગત 1 નવેમ્બર, 2024થી શરૂ કરીને 31 ઓક્ટોબર, 2025 સુધી ઇથેનોલ પુરવઠા વર્ષ (ઇએસવાય) 2024-25 માટે જાહેર ક્ષેત્રની ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (ઓએમસી) માટે ઇથેનોલ ખરીદીની કિંમતમાં સુધારો કરવાની મંજૂરી આપી દીધી છે. તદનુસાર, ઇથેનોલ પુરવઠા વર્ષ 2024-25 (1 નવેમ્બર 2024થી 31 ઓક્ટોબર 2025) માટે સી હેવી મોલાસ (સીએચએમ)માંથી મેળવેલા ઇબીપી પ્રોગ્રામ માટે ઇથેનોલની એક્સ-મિલ કિંમત પ્રતિ લિટર રૂ. 56.58 થી રૂ. 57.97 નક્કી કરવામાં આવી છે. આ મંજૂરીથી ઇથેનોલના સપ્લાયર્સ માટે કિંમતમાં સ્થિરતા અને વળતરદાયક કિંમતો પ્રદાન કરવાની સરકારની સતત નીતિ સુલભ થવાની સાથે સાથે ક્રૂડ ઓઇલની આયાત પરની નિર્ભરતા ઘટાડવામાં, વિદેશી હૂંડિયામણમાં બચત કરવામાં પણ મદદ મળશે અને પર્યાવરણને લાભ થશે. શેરડીના ખેડૂતોના હિતમાં, ભૂતકાળની જેમ, જીએસટી અને પરિવહન ખર્ચ અલગથી ચૂકવવાપાત્ર રહેશે. સીએચએમ ઇથેનોલની કિંમતોમાં 3 ટકાનો વધારો થવાથી સંવર્ધિત મિશ્રણ લક્ષ્યાંકને પહોંચી વળવા ઇથેનોલની પર્યાપ્ત ઉપલબ્ધતા સુનિશ્ચિત થશે. સરકાર ઇથેનોલ બ્લેન્ડેડ પેટ્રોલ (ઇબીપી) કાર્યક્રમ અમલમાં મૂકી રહી છે, જેમાં ઓએમસી 20 ટકા સુધી ઇથેનોલ મિશ્રિત પેટ્રોલનું વેચાણ કરે છે. આ કાર્યક્રમનો અમલ સમગ્ર દેશમાં વૈકલ્પિક અને પર્યાવરણને અનુકૂળ ઇંધણના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે થઈ રહ્યો છે. આ હસ્તક્ષેપ ઊર્જા આવશ્યકતાઓ માટે આયાત પરાધીનતા ઘટાડવા અને કૃષિ ક્ષેત્રને વેગ આપવા માટે પણ પ્રયત્ન કરે છે. છેલ્લાં 10 વર્ષ દરમિયાન (31.12.2024 સુધી) જાહેર ક્ષેત્રની ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (ઓએમસી) દ્વારા પેટ્રોલમાં ઇથેનોલનું મિશ્રણ થવાને પરિણામે આશરે રૂ.1,13,007 કરોડથી વધારે વિદેશી હૂંડિયામણ અને કાચા તેલની અવેજીની અંદાજે રૂ.1,13,007 કરોડની બચત થઈ છે. જાહેર ક્ષેત્રની ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (ઓએમસી) દ્વારા ઇથેનોલનું મિશ્રણ ઇથેનોલ પુરવઠા વર્ષ 2013-14માં 38 કરોડ લિટરથી વધીને (ઇએસવાય – અત્યારે ઇથેનોલ પુરવઠાનાં સમયગાળા તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે, જે એક વર્ષનાં 1 નવેમ્બરથી આગામી વર્ષનાં 31 ઓક્ટોબર સુધીનાં ગાળા તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવ્યું છે) વધીને ઇએસવાય 2023-24માં 14.60 ટકાનું સરેરાશ મિશ્રણ હાંસલ કરીને 707 કરોડ લિટર થયું છે. સરકારે પેટ્રોલમાં 20 ટકા ઇથેનોલના મિશ્રણના લક્ષ્યાંકને અગાઉ વર્ષ 2030થી વધારીને ઇએસવાય 2025-26 કર્યો છે અને “ભારતમાં 2020-25માં ઇથેનોલના મિશ્રણ માટેની યોજના” જાહેર કરવામાં આવી છે. આ દિશામાં એક પગલા તરીકે, ઓએમસી ચાલુ ઇએસવાય 2024-25 દરમિયાન 18% મિશ્રણ પ્રાપ્ત કરવાની યોજના ધરાવે છે. તાજેતરના અન્ય સક્ષમકર્તાઓમાં ઇથેનોલ નિસ્યંદન ક્ષમતા વધારીને વાર્ષિક 1713 કરોડ લિટર કરવાનો સમાવેશ થાય છે. ઇથેનોલની અછત ધરાવતાં રાજ્યોમાં ડેડિકેટેડ ઇથેનોલ પ્લાન્ટ્સ (ડીઇપી)ની સ્થાપના કરવા લાંબા ગાળાનાં ઓફ ટેક એગ્રીમેન્ટ્સ (એલટીઓએ) સિંગલ ફીડ ડિસ્ટિલરીઓને મલ્ટિ ફીડમાં રૂપાંતરિત કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે; ઇ-100 અને ઇ-20 ઇંધણની ઉપલબ્ધતા; ફ્લેક્સી ફ્યુઅલ વ્હિકલ્સ વગેરેનું લોન્ચિંગ. આ તમામ પગલાઓ વ્યવસાય કરવામાં સરળતા અને ભારતના ઉદ્દેશોને પ્રાપ્ત કરવામાં પણ વધારો કરે છે. ઇબીપી કાર્યક્રમ હેઠળ સરકાર દ્વારા પ્રદાન કરવામાં આવેલી દૃશ્યતાને કારણે દેશભરમાં ગ્રીનફિલ્ડ અને બ્રાઉનફિલ્ડ ડિસ્ટિલરીઝ, સ્ટોરેજ અને લોજિસ્ટિક્સ સુવિધાઓનાં નેટવર્ક સ્વરૂપે રોકાણ થયું છે, ઉપરાંત રોજગારીની તકો અને વિવિધ હિતધારકો વચ્ચે દેશમાં મૂલ્યની વહેંચણી પણ થઈ છે. તમામ ડિસ્ટિલરીઓ આ યોજનાનો લાભ લઈ શકશે અને તેમાંથી મોટી સંખ્યામાં ઇબીપી પ્રોગ્રામ માટે ઇથેનોલનો પુરવઠો પૂરો પાડશે તેવી અપેક્ષા છે. તેનાથી ફોરેક્સ બચત, ક્રૂડ ઓઇલની અવેજી, પર્યાવરણને લગતા લાભો અને શેરડીનાં ખેડૂતોને વહેલાસર ચુકવણીમાં મદદ મળશે.
Read More »કેબિનેટે ગ્રીન ટેક્નોલોજી માટે મહત્વપૂર્ણ ખનિજ સંસાધનો માટે એક સ્થિતિસ્થાપક મૂલ્ય શૃંખલા બનાવવા માટે ‘નેશનલ ક્રિટિકલ મિનરલ મિશન’ને મંજૂરી આપી, જેનો ખર્ચ સાત વર્ષમાં રૂ. 34300 કરોડનો થશે
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે રૂ. 16300 કરોડના ખર્ચ અને જાહેર ક્ષેત્રના સાહસો વગેરે દ્વારા રૂ. 18000 કરોડના રોકાણ સાથે રાષ્ટ્રીય ક્રિટિકલ મિનરલ મિશન (NCMM)ના લોન્ચને મંજૂરી આપી છે. આત્મનિર્ભર ભારત પહેલના ભાગ રૂપે, અને ઉચ્ચ તકનીકી ઉદ્યોગો, સ્વચ્છ ઊર્જા અને સંરક્ષણમાં મહત્વપૂર્ણ ખનિજોની અનિવાર્ય ભૂમિકાને માન્યતા આપતા, ભારત સરકારે છેલ્લા બે વર્ષમાં મહત્વપૂર્ણ ખનિજ …
Read More »પ્રધાનમંત્રીએ પ્રયાગરાજ મહાકુંભમાં થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પ્રયાગરાજ મહાકુંભમાં થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો છે. શ્રી મોદીએ કહ્યું કે તેમણે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી સાથે વાત કરી છે અને દુર્ઘટનામાં અસરગ્રસ્તોને મદદ કરવા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. શ્રી મોદીએ ઘાયલોના ઝડપી સ્વસ્થ થવાની પણ કામના કરી છે. પ્રધાનમંત્રીએ X પર …
Read More »ઉપરાષ્ટ્રપતિ 31 જાન્યુઆરી, 2025ના રોજ ચેન્નાઈ (તમિલનાડુ)ની મુલાકાતે
ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખર 31 જાન્યુઆરી, 2025ના રોજ ચેન્નાઈ, તમિલનાડુના પ્રવાસે જશે. તેમની આ મુલાકાત દરમિયાન ઉપરાષ્ટ્રપતિ ભારત સરકારના સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલયના દિવ્યાંગ વ્યક્તિઓના સશક્તિકરણ વિભાગ હેઠળની સંસ્થા રાષ્ટ્રીય સશક્તિકરણ સંસ્થા (દિવ્યાંગજન), ચેન્નાઈ દ્વારા આયોજિત શિક્ષણ, સુલભતા અને સુખાકારી માટે હિમાયત પર બધિર-દૃષ્ટિહીન લોકોના ત્રીજા રાષ્ટ્રીય પરિષદમાં …
Read More »સોનાના વાયદામાં રૂ.151 અને ચાંદીના વાયદામાં રૂ.323ની તેજીઃ કોટન-ખાંડી વાયદામાં નરમાઈની આગેકૂચ
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.50786.16 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.9741.15 કરોડનાં કામકાજ થયાં હતાં, જ્યારે કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.41044.14 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઈન્ડેક્સ બુલડેક્સ ફેબ્રુઆરી વાયદો 19400 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ …
Read More »ભારતીય રેલવે મૌની અમાવસ્યાની માગને પહોંચી વળવા માટે પ્રયાગરાજ સ્ટેશનથી અત્યાર સુધીની સૌથી વધુ 360 ટ્રેનોનું સંચાલન કરી રહી છે, જેમાં 190 વિશેષ ટ્રેનો, 110 નિયમિત ટ્રેનો અને 50-60 મેમુ ટ્રેનો સામેલ
પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ મેળામાં ભાગ લેનારા લાખો શ્રદ્ધાળુઓ માટે સરળ અને સુવિધાજનક પ્રવાસ સુનિશ્ચિત કરવા માટે ભારતીય રેલવેએ મોટા પાયે પ્રયાસો હાથ ધર્યા છે. રેલવે બોર્ડના ચેરમેન અને સીઇઓ શ્રી સતીશ કુમારે મીડિયાને સંબોધતા જણાવ્યું હતું કે, યાત્રાળુઓના અભૂતપૂર્વ ધસારાને પહોંચી વળવા રેલવેએ વ્યાપક પગલાં લીધાં છે. આ પ્રયત્નોના ભાગરૂપે, ભારતીય રેલ્વેએ 14 જાન્યુઆરીએ 132થી 135 વિશેષ ટ્રેનોનું સંચાલન કર્યું હતું …
Read More »ડૉ. મનસુખ માંડવિયા નવી દિલ્હીમાં શ્રમ મંત્રીઓ અને રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના સચિવો સાથે રાષ્ટ્રીય પરિષદની અધ્યક્ષતા કરશે
કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયા 29-30 જાન્યુઆરી, 2025ના રોજ નવી દિલ્હીમાં બે દિવસીય ” શ્રમ મંત્રીઓ અને રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના સચિવો સાથે રાષ્ટ્રીય પરિષદ”ની અધ્યક્ષતા કરશે. આ બેઠકમાં શ્રમ અને રોજગાર તથા સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગસાહસોનાં રાજ્ય કક્ષાનાં મંત્રી સુશ્રી શોભા કરંદલાજે પણ હાજરી આપશે તથા સુશ્રી સુમિતા …
Read More »આગામી વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ટરટેઈનમેન્ટ સમિટ ભારતની રચનાત્મક શક્તિને પ્રદર્શિત કરવા અને વિશ્વ સમક્ષ આપણા માટે એક નવી ઓળખ પ્રાપ્ત કરવા માટે એક ભવ્ય અવસર છે: ભારતના પ્રધાનમંત્રી
ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, આગામી વેવ્સ (વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ડ એન્ટરટેઈનમેન્ટ સમિટ) ભારતની રચનાત્મક ક્ષમતાને નવી વૈશ્વિક ઓળખ પ્રદાન કરશે. ભુવનેશ્વરમાં ઉત્કર્ષ ઓડિશા – મેક ઇન ઓડિશા કોન્ક્લેવમાં શ્રોતાઓને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે, કેવી રીતે વેવ્સ જેવી મોટી ઘટનાઓ નોંધપાત્ર આવક જ પેદા નથી કરતી, પરંતુ ધારણાઓનું નિર્માણ પણ કરે છે અને અર્થતંત્રને …
Read More »મહાકુંભ 2025: મૌની અમાવસ્યા પર શ્રદ્ધાળુઓની સુરક્ષા અને સુવિધા માટે મેળા પ્રશાસન અને પોલીસ દ્વારા ખાસ તૈયારીઓ
મહાકુંભ 2025માં મૌની અમાવસ્યાના પવિત્ર અવસર પર પ્રયાગરાજમાં લાખો શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા છે. તેમની સુરક્ષા અને સુવિધા માટે મેળા પ્રશાસને ખાસ વ્યવસ્થા કરી છે. ઈમરજન્સીના સંજોગોમાં મેળા પોલીસ, ટ્રાફિક પોલીસ અને ખાસ તબીબોની ટીમો 24/7 ના ભક્તોની મદદ માટે તૈનાત કરવામાં આવે છે. મહાકુંભ નગરના વરિષ્ઠ પોલીસ અધિક્ષક શ્રી રાજેશ દ્વિવેદીએ જણાવ્યું હતું કે મૌની અમાવસ્યા …
Read More »પરીક્ષા પે ચર્ચા 2025
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પરીક્ષા સાથે સંબંધિત તણાવને શિક્ષણના ઉત્સવમાં પરિવર્તિત કરવાની પહેલ કરી હતી. જેમાં પરીક્ષા પે ચર્ચા (પીપીસી)ની આઠમી આવૃત્તિમાં અભૂતપૂર્વ વૃદ્ધિ જોવા મળી હતી. 2018માં તેની શરૂઆતથી, પીપીસી રાષ્ટ્રવ્યાપી ચળવળ તરીકે વિકસિત થઈ છે, જેણે 2025માં તેની 8 મી આવૃત્તિ માટે 3.56 કરોડ નોંધણીઓ મેળવી છે. આ સાથે જ 7મી આવૃત્તિ કરતાં નોંધપાત્ર વધારો નોંધાયો છે, જેમાં 2.26 કરોડ રજિસ્ટ્રેશન જોવા મળ્યા હતા, જે 1.3 કરોડ રજિસ્ટ્રેશનના …
Read More »
Matribhumi Samachar Gujarati