પ્રજાસત્તાક ફ્રાંસનાં રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી ઇમેન્યુઅલ મેક્રોનનાં આમંત્રણ પર ભારતનાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 10-12 ફેબ્રુઆરી, 2025નાં રોજ ફ્રાન્સની મુલાકાત લીધી હતી. 10 અને 11 ફેબ્રુઆરી, 2025ના રોજ ફ્રાન્સ અને ભારતે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એક્શન સમિટની સહ-અધ્યક્ષતા કરી હતી, જેમાં રાષ્ટ્ર અને સરકારોના વડાઓ, આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના નેતાઓ, નાના અને મોટા ઉદ્યોગો, શૈક્ષણિક સંસ્થાઓના પ્રતિનિધિઓ, બિન-સરકારી સંસ્થાઓ, કલાકારો અને નાગરિક સમાજના સભ્યોને એકત્ર …
Read More »પ્રધાનમંત્રીએ ફ્રાંસના રાષ્ટ્રપતિ સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરી
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને ગઈકાલે ફ્રાંસના રાષ્ટ્રપતિના વિમાનમાં પેરિસથી માર્સેલી સુધી એક સાથે ઉડાન ભરી હતી, જે બંને નેતાઓ વચ્ચેના વ્યક્તિગત સંબંધોને પ્રતિબિંબિત કરે છે. તેમણે દ્વિપક્ષીય સંબંધોના સંપૂર્ણ સ્પેક્ટ્રમ અને મુખ્ય વૈશ્વિક અને પ્રાદેશિક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. આ પછી માર્સેલી પહોંચ્યા પછી પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટો થઈ …
Read More »પ્રધાનમંત્રી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિએ માર્સેલીમાં ભારતના કોન્સ્યુલેટ જનરલનું સંયુક્ત રીતે ઉદ્ઘાટન કર્યું
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને ફ્રેન્ચ રિપબ્લિકના રાષ્ટ્રપતિ, મહામહિમ શ્રી ઇમેન્યુઅલ મેક્રોને, આજે માર્સેલીમાં નવા ખુલેલા ભારતના કોન્સ્યુલેટ જનરલનું સંયુક્ત રીતે ઉદ્ઘાટન કર્યું. પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિ મેક્રોન દ્વારા કોન્સ્યુલેટ જનરલનું ઉદ્ઘાટન ભારત અને ફ્રાન્સ વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોમાં એક સીમાચિહ્નરૂપ છે. ઉદ્ઘાટન સમયે રાષ્ટ્રપતિ મેક્રોનની હાજરી એક ખાસ સંકેત હતો અને પ્રધાનમંત્રીએ તેમની …
Read More »પ્રધાનમંત્રી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિએ સંયુક્ત રીતે ITER સુવિધાની મુલાકાત લીધી
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ, મહામહિમ શ્રી ઇમેન્યુઅલ મેક્રોને, આજે વહેલી સવારે કેડારાચેમાં ઈન્ટરનેશનલ થર્મોન્યુક્લિયર એક્સપેરિમેન્ટલ રિએક્ટર [ITER]ની મુલાકાત લીધી. ITERના ડિરેક્ટર જનરલ દ્વારા નેતાઓનું સ્વાગત કરવામાં આવ્યું. આજે વિશ્વના સૌથી મહત્વાકાંક્ષી ફ્યુઝન ઊર્જા પ્રોજેક્ટ્સમાંના એક – ITERની આ કોઈપણ રાષ્ટ્રના વડા અથવા સરકારના વડા દ્વારા પ્રથમ મુલાકાત હતી. મુલાકાત દરમિયાન, નેતાઓએ ITERની પ્રગતિની …
Read More »ભારત અને ઇઝરાયલ આતંકવાદ સામે એક થયા, મજબૂત સંબંધોનું વચન આપ્યું: શ્રી પિયુષ ગોયલે ઇન્ડિયા ઇઝરાયલ બિઝનેસ ફોરમ ખાતે જણાવ્યું
ભારત અને ઇઝરાયલનો સામાન્ય દુશ્મન આતંકવાદ છે અને બંને દેશોના વડા પ્રધાનો તેને નાબૂદ કરવા માટે એક સામાન્ય હેતુ સાથે કામ કરે છે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી શ્રી પિયુષ ગોયલે આજે નવી દિલ્હીમાં કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી (CII) દ્વારા આયોજિત ઇન્ડિયા ઇઝરાયલ બિઝનેસ ફોરમમાં તેમના સંબોધન દરમિયાન આ વાત કહી …
Read More »પ્રધાનમંત્રી એસ્ટોનિયાના રાષ્ટ્રપતિને મળ્યા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પેરિસમાં AI એક્શન સમિટ દરમિયાન એસ્ટોનિયા પ્રજાસત્તાકના રાષ્ટ્રપતિ મહામહિમ અલાર કારિસ સાથે મુલાકાત કરી હતી. આ બંને નેતાઓ વચ્ચેની પહેલી મુલાકાત હતી. પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિ કારિસે ભાર મૂક્યો કે ભારત અને એસ્ટોનિયા વચ્ચેના ઉષ્માભર્યા અને મૈત્રીપૂર્ણ સંબંધો લોકશાહી, કાયદાના શાસન અને સ્વતંત્રતા અને બહુલતાના મૂલ્યો પ્રત્યેની તેમની સહિયારી પ્રતિબદ્ધતા પર …
Read More »પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પેરિસમાં એઆઈ એક્શન સમિટની સહ-અધ્યક્ષતા કરી
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પેરિસમાં ફ્રાંસના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી ઇમેન્યુઅલ મેક્રોન સાથે એઆઈ એક્શન સમિટની સહ-અધ્યક્ષતા કરી હતી. 6-7 ફેબ્રુઆરીના રોજ સાયન્સ ડેઝ સાથે શરૂ થયેલી આ એક સપ્તાહ લાંબી સમિટ, ત્યારબાદ 8-9 ફેબ્રુઆરીએ કલ્ચરલ વીકએન્ડનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનું સમાપન એક ઉચ્ચ-સ્તરીય સેગમેન્ટમાં થયું હતું, જેમાં વૈશ્વિક નેતાઓ, નીતિ ઘડવૈયાઓ અને ઉદ્યોગના નિષ્ણાતો ઉપસ્થિત …
Read More »મહાકુંભ 2025: પ્રયાગરાજમાં 7 લાખથી વધુ યાત્રાળુઓની સારવાર; એઈમ્સ અને બીએચયુના નિષ્ણાતો કેનેડા, જર્મની, રશિયાના નિષ્ણાતો સાથે જોડાયા
મહાકુંભ 2025માં યાત્રાળુઓના સ્વાસ્થ્યને ટોચની અગ્રતા આપવામાં આવી રહી છે, અને મેળા વહીવટીતંત્રે સુનિશ્ચિત કર્યું છે કે વિસ્તૃત તબીબી વ્યવસ્થા ગોઠવવામાં આવે. સામાન્ય બિમારીઓથી માંડીને વિશિષ્ટ સારવાર સુધી, વ્યાપક આરોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ છે. અત્યાર સુધીમાં 7 લાખથી વધુ યાત્રાળુઓની સારવાર કરવામાં આવી છે. આરોગ્ય સેવાઓને વિશ્વકક્ષાની બનાવવા માટે કેનેડા, જર્મની, રશિયાના નિષ્ણાતો, એઈમ્સ દિલ્હી અને આઈએમએસ બીએચયુના તબીબો સાથે મળીને જમીન …
Read More »ફ્રાંસ અને અમેરિકાની યાત્રા પહેલા પ્રધાનમંત્રીનું નિવેદન
રાષ્ટ્રપતિ મેક્રોનના આમંત્રણ પર હું તારીખ 10 થી 12 ફેબ્રુઆરી દરમિયાન ફ્રાન્સની મુલાકાત લઈશ. પેરિસમાં હું AI એક્શન સમિટની સહ-અધ્યક્ષતા કરવા માટે આતુર છું. જે વિશ્વના નેતાઓ અને વૈશ્વિક ટેક સીઈઓનું એક સંમેલન છે. જ્યાં આપણે સમાવિષ્ટ, સુરક્ષિત અને વિશ્વસનીય રીતે નવીનતા અને વ્યાપક જાહેર હિત માટે AI ટેકનોલોજી પ્રત્યે સહયોગી …
Read More »સેશેલ્સના પોર્ટ વિક્ટોરિયા ખાતે આઈએનએસ તુશીલ
આફ્રિકાના પશ્ચિમ કિનારાની આસપાસ પોતાના પ્રથમ પ્રવાસ પર INS તુશીલ, 07 ફેબ્રુઆરી 25ના રોજ સેશેલ્સના પોર્ટ વિક્ટોરિયા ખાતે ઓપરેશનલ ટર્નઅરાઉન્ડ માટે પહોંચ્યું. ભારતીય હાઈ કમિશનના અધિકારીઓ અને ભારતીય નૌકાદળના અધિકારીઓએ જહાજનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. પોર્ટ કોલ દરમિયાન કમાન્ડિંગ ઓફિસર કેપ્ટન પીટર વર્ગીસ સેશેલ્સમાં HCI (ભારતના હાઈ કમિશનર) શ્રી કાર્તિક પાંડે અને …
Read More »
Matribhumi Samachar Gujarati