કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષાની સ્થિતિ પર એક ઉચ્ચ-સ્તરીય સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ શ્રી મનોજ સિંહા, કેન્દ્રીય ગૃહ સચિવ, ઇન્ટેલિજન્સ બ્યૂરોના ડાયરેક્ટર, મુખ્ય સચિવ અને જમ્મુ-કાશ્મીરના પોલીસ મહાનિર્દેશક સહિત ગૃહ મંત્રાલય અને જમ્મુ-કાશ્મીર પ્રશાસનના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય ગૃહ …
Read More »પ્રધાનમંત્રીએ મહામહિમ પ્રિન્સ કરીમ આગા ખાન IVના નિધન પર શોક વ્યક્ત કર્યો
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મહામહિમ પ્રિન્સ કરીમ આગા ખાન IVના નિધન પર શોક વ્યક્ત કર્યો. પ્રધાનમંત્રીએ તેમની એક સ્વપ્નદ્રષ્ટા તરીકે પ્રશંસા કરી, જેમણે પોતાનું જીવન સેવા અને આધ્યાત્મિકતા માટે સમર્પિત કર્યું. તેમણે આરોગ્ય, શિક્ષણ, ગ્રામીણ વિકાસ અને મહિલા સશક્તીકરણ જેવા ક્ષેત્રોમાં તેમના યોગદાનની પ્રશંસા કરી. X ના રોજ એક …
Read More »પ્રધાનમંત્રીએ બેલ્જિયમના પ્રધાનમંત્રી તરીકે પદ સંભાળવા બદલ મહામહિમ શ્રી બાર્ટ ડી વેવરને અભિનંદન પાઠવ્યા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મહામહિમ શ્રી બાર્ટ ડી વેવરને બેલ્જિયમના પ્રધાનમંત્રી તરીકે પદ સંભાળવા બદલ અભિનંદન પાઠવ્યા. શ્રી મોદીએ ભારત-બેલ્જિયમ સંબંધોને વધુ મજબૂત બનાવવા અને વૈશ્વિક બાબતો પર સહયોગ વધારવા માટે સાથે મળીને કામ કરવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો. X પર એક પોસ્ટમાં, તેમણે લખ્યું: “પ્રધાનમંત્રી @Bart_DeWever ને પદ સંભાળવા બદલ હાર્દિક અભિનંદન. હું ભારત-બેલ્જિયમ …
Read More »પ્રધાનમંત્રીએ શ્રી કરસનભાઈ સોલંકીના નિધન પર શોક વ્યક્ત કર્યો
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગુજરાત વિધાનસભાના સભ્ય શ્રી કરસનભાઈ સોલંકીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. X પરની એક પોસ્ટમાં શ્રી મોદીએ લખ્યું: “ગુજરાત વિધાનસભાના સભ્ય શ્રી કરસનભાઈ સોલંકીના અવસાનના સમાચાર આઘાતજનક છે. સાદગીભર્યું જીવન અને વંચિતોના કલ્યાણ માટે કરેલા સેવાકીય કાર્યો માટે તેઓ સદાય યાદ રહેશે. સદ્ગતના આત્માની …
Read More »76 પર 76: વેવ્સ કોમિક્સ ક્રિએટર ચેમ્પિયનશિપ સાથે ભારતની રચનાત્મક વિવિધતાની ઉજવણી
76મા પ્રજાસત્તાક દિનના ઉત્સવના ઉત્સાહને આગળ ધપાવતા માહિતી અને પ્રસારણ મંત્રાલયે (MIB) ઇન્ડિયન કોમિક્સ એસોસિયેશન (ICA) સાથે ભાગીદારીમાં વેવ્સ કોમિક્સ ક્રિએટર ચેમ્પિયનશિપના 76 સેમિ-ફાઇનલિસ્ટની જાહેરાત કરી છે. ભારતીય કોમિક્સની વિવિધતાની ઉજવણી આ સીમાચિહ્નરૂપ પહેલ ભારતીય કોમિક્સની વિવિધતાની ઉજવણી કરે છે, જે દેશભરના સર્જકોની પ્રતિભાનું પ્રદર્શન કરે છે. એન્ટ્રીના વિશાળ પૂલમાંથી પસંદ કરાયેલા સેમિ-ફાઇનલિસ્ટનો ભૌગોલિક ફેલાવો ખાસ કરીને નોંધપાત્ર છે, જેમાં સર્જકો 20 રાજ્યો …
Read More »સીબીઆઇસીએ 11થી 26 જાન્યુઆરી, 2025 સુધી ડ્રગ ડિસ્પોઝલ ડ્રાઇવ દરમિયાન જપ્ત કરેલા 10,413 કિલો નશીલા દ્રવ્યો અને રૂ. 2,246 કરોડની કિંમતની 94.62 લાખ ગોળીઓનો નાશ કર્યો
નાણાં મંત્રાલયના સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સ (સીબીઆઇસી) દ્વારા ડ્રગ ડિસ્પોઝલ ડ્રાઇવના ભાગરૂપે, 11 થી 26 જાન્યુઆરી, 2025 દરમિયાન, સીબીઆઇસીની ફિલ્ડ ફોર્મેશન્સે આશરે 7,844 કિલોગ્રામ ગાંજો, 1,724 કિલો મેથાક્વોલોન (મેન્ડ્રેક્સ), 560 કિ.ગ્રા.હશિશ/ચરસ, 130 કિલો મેથામ્ફેટામાઇન, 105 કિલો કેટેમાઇન, 23 કિલો કોકેઇન, 7 કિલો એમડીએમએ, 94.16 લાખ ટ્રામાડોલ એચસીએલ ટેબ્લેટ્સ, 46,000 અલ્પ્રાઝોલમ ગોળીઓ અને વિવિધ દવાઓના 586 એમ્પ્યુલ્સ ઇન્જેક્શનનો નાશ કર્યો હતો. નાશ કરેલી એનડીપીએસની ગેરકાયદે આંતરરાષ્ટ્રીય બજાર કિંમત આશરે રૂ. 2246 કરોડ છે. ભારતભરમાં …
Read More »લોકસભાના અધ્યક્ષ શ્રી ઓમ બિરલાએ લાલા લજપત રાયને પુષ્પાંજલિ અર્પણ કરી
લોકસભાના અધ્યક્ષ શ્રી ઓમ બિરલાએ સંવિધાન સદનના સેન્ટ્રલ હોલમાં ‘પંજાબ કેસરી’ શ્રી લાલા લજપત રાયજીની જન્મજયંતિ પર તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી. આ પ્રસંગે રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતા શ્રી મલ્લિકાર્જુન ખડગે, રાજ્યસભાના ઉપાધ્યક્ષ શ્રી હરિવંશ, સંસદસભ્યો, ભૂતપૂર્વ સાંસદો, લોકસભાના મહાસચિવ શ્રી ઉત્પલ કુમાર સિંહ અને અન્ય મહાનુભાવોએ પણ લાલા લજપત રાયને પુષ્પાંજલિ અર્પણ કરી. આ પ્રસંગે, લોકસભા …
Read More »પ્રધાનમંત્રીએ પંજાબ કેસરી લાલા લજપત રાયને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પંજાબ કેસરી લાલા લજપત રાયને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી છે. પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું; “તમામ દેશવાસીઓ વતી ભારત માતાના કર્મઠ પુત્ર પંજાબ કેસરી લાલા લજપત રાયને તેમની જન્મજયંતિ પર કોટિ-કોટિ વંદન. સ્વતંત્રતા ચળવળના આ મહાનાયકે વિદેશી શાસન સામે લડતા પોતાના જીવનનું બલિદાન આપ્યું. માતૃભૂમિ પ્રત્યેના …
Read More »ભારત સરકારના ગ્રાહક બાબતોના વિભાગે સમગ્ર ભારતમાં સમયને સુમેળ બનાવવા માટે ડ્રાફ્ટ કાનૂની મેટ્રોલોજી (ભારતીય માનક સમય) નિયમો, 2025ને સૂચિત કર્યું
‘એક રાષ્ટ્ર, એક સમય’ અને ભારતીય માનક સમય (IST) માં ચોકસાઈ પ્રાપ્ત કરવાના લક્ષ્ય સાથે, ભારત સરકારના ગ્રાહક બાબતોના વિભાગે રાષ્ટ્રીય ભૌતિક પ્રયોગશાળા (NPL) અને ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ISRO) સાથે મળીને એક પ્રોજેક્ટ શરૂ કર્યો છે, જે અંતર્ગત મિલિસેકન્ડથી લઈને માઇક્રોસેકન્ડ સુધીની ચોકસાઈ સાથે IST પ્રસારિત કરવામાં આવશે. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય સમગ્ર ભારતમાં પાંચ કાનૂની મેટ્રોલોજી પ્રયોગશાળાઓમાંથી IST પ્રસારિત કરવા માટે ટેકનોલોજી અને માળખાગત …
Read More »પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વાર્ષિક NCC PM રેલીને સંબોધિત કરી
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે દિલ્હીમાં કરિયપ્પા પરેડ ગ્રાઉન્ડ ખાતે વાર્ષિક નેશનલ કેડેટ કોર્પ્સ (એનસીસી)ની પ્રધાનમંત્રી રેલીને સંબોધન કર્યું હતું. શ્રી મોદીએ સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળ્યો હતો અને બેસ્ટ કેડેટ એવોર્ડ એનાયત કર્યા હતા. એનસીસી દિવસનાં પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને શુભેચ્છા પાઠવતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, 18 મૈત્રીપૂર્ણ દેશોમાંથી આશરે 150 કેડેટ્સ આવ્યા હતા અને તેમણે તેમનું સ્વાગત …
Read More »
Matribhumi Samachar Gujarati