Monday, September 21 2026 | 05:34:45 PM
Breaking News

Miscellaneous

સીબીઆઇસીએ 11થી 26 જાન્યુઆરી, 2025 સુધી ડ્રગ ડિસ્પોઝલ ડ્રાઇવ દરમિયાન જપ્ત કરેલા 10,413 કિલો નશીલા દ્રવ્યો અને રૂ. 2,246 કરોડની કિંમતની 94.62 લાખ ગોળીઓનો નાશ કર્યો

નાણાં મંત્રાલયના સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સ (સીબીઆઇસી) દ્વારા ડ્રગ ડિસ્પોઝલ ડ્રાઇવના ભાગરૂપે, 11 થી 26 જાન્યુઆરી, 2025 દરમિયાન, સીબીઆઇસીની ફિલ્ડ ફોર્મેશન્સે આશરે 7,844 કિલોગ્રામ ગાંજો, 1,724 કિલો મેથાક્વોલોન (મેન્ડ્રેક્સ), 560 કિ.ગ્રા.હશિશ/ચરસ, 130 કિલો મેથામ્ફેટામાઇન, 105 કિલો કેટેમાઇન, 23 કિલો કોકેઇન, 7 કિલો એમડીએમએ,  94.16 લાખ ટ્રામાડોલ એચસીએલ ટેબ્લેટ્સ, 46,000 અલ્પ્રાઝોલમ ગોળીઓ અને વિવિધ દવાઓના 586 એમ્પ્યુલ્સ ઇન્જેક્શનનો નાશ કર્યો હતો. નાશ કરેલી એનડીપીએસની ગેરકાયદે આંતરરાષ્ટ્રીય બજાર કિંમત આશરે રૂ. 2246 કરોડ છે. ભારતભરમાં …

Read More »

લોકસભાના અધ્યક્ષ શ્રી ઓમ બિરલાએ લાલા લજપત રાયને પુષ્પાંજલિ અર્પણ કરી

લોકસભાના અધ્યક્ષ શ્રી ઓમ બિરલાએ સંવિધાન સદનના સેન્ટ્રલ હોલમાં ‘પંજાબ કેસરી’ શ્રી લાલા લજપત રાયજીની જન્મજયંતિ પર તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી. આ પ્રસંગે રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતા શ્રી મલ્લિકાર્જુન ખડગે, રાજ્યસભાના ઉપાધ્યક્ષ શ્રી હરિવંશ, સંસદસભ્યો, ભૂતપૂર્વ સાંસદો, લોકસભાના મહાસચિવ શ્રી ઉત્પલ કુમાર સિંહ અને અન્ય મહાનુભાવોએ પણ લાલા લજપત રાયને પુષ્પાંજલિ અર્પણ કરી. આ પ્રસંગે, લોકસભા …

Read More »

પ્રધાનમંત્રીએ પંજાબ કેસરી લાલા લજપત રાયને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પંજાબ કેસરી લાલા લજપત રાયને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી છે. પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું; “તમામ દેશવાસીઓ વતી ભારત માતાના કર્મઠ પુત્ર પંજાબ કેસરી લાલા લજપત રાયને તેમની જન્મજયંતિ પર કોટિ-કોટિ વંદન. સ્વતંત્રતા ચળવળના આ મહાનાયકે વિદેશી શાસન સામે લડતા પોતાના જીવનનું બલિદાન આપ્યું. માતૃભૂમિ પ્રત્યેના …

Read More »

ભારત સરકારના ગ્રાહક બાબતોના વિભાગે સમગ્ર ભારતમાં સમયને સુમેળ બનાવવા માટે ડ્રાફ્ટ કાનૂની મેટ્રોલોજી (ભારતીય માનક સમય) નિયમો, 2025ને સૂચિત કર્યું

‘એક રાષ્ટ્ર, એક સમય’ અને ભારતીય માનક સમય (IST) માં ચોકસાઈ પ્રાપ્ત કરવાના લક્ષ્ય સાથે, ભારત સરકારના ગ્રાહક બાબતોના વિભાગે રાષ્ટ્રીય ભૌતિક પ્રયોગશાળા (NPL) અને ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ISRO) સાથે મળીને એક પ્રોજેક્ટ શરૂ કર્યો છે, જે અંતર્ગત મિલિસેકન્ડથી લઈને માઇક્રોસેકન્ડ સુધીની ચોકસાઈ સાથે IST પ્રસારિત કરવામાં આવશે. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય સમગ્ર ભારતમાં પાંચ કાનૂની મેટ્રોલોજી પ્રયોગશાળાઓમાંથી IST પ્રસારિત કરવા માટે ટેકનોલોજી અને માળખાગત …

Read More »

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વાર્ષિક NCC PM રેલીને સંબોધિત કરી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે દિલ્હીમાં કરિયપ્પા પરેડ ગ્રાઉન્ડ ખાતે વાર્ષિક નેશનલ કેડેટ કોર્પ્સ (એનસીસી)ની પ્રધાનમંત્રી રેલીને સંબોધન કર્યું હતું. શ્રી મોદીએ સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળ્યો હતો અને બેસ્ટ કેડેટ એવોર્ડ એનાયત કર્યા હતા. એનસીસી દિવસનાં પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને શુભેચ્છા પાઠવતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, 18 મૈત્રીપૂર્ણ દેશોમાંથી આશરે 150 કેડેટ્સ આવ્યા હતા અને તેમણે તેમનું સ્વાગત …

Read More »

ગૃહ મંત્રાલય અને યુવા બાબતો તેમજ ખેલ મંત્રાલયના સંયુક્ત ઉપક્રમે નહેરુ યુવા કેન્દ્ર – માય ભારત અમદાવાદ દ્વારા 16મા આદિવાસી યુવા આદન પ્રદાન કાર્યક્રમનું સમાપન

ભારત સરકારના ગૃહ મંત્રાલય તેમજ યુવા બાબતો અને ખેલ મંત્રાલયના સંયુક્ત ઉપક્રમે નહેરુ યુવા કેન્દ્ર – માય ભારત અમદાવાદ દ્વારા 16મ આદિવાસી યુવા આદાન પ્રદાન કાર્યક્રમ યોજાયો. તારીખ 18 જાન્યુઆરી, 2025થી 24 જાન્યુઆરી, 2025 સુધી આયોજિત આ કાર્યક્રમ ગુજરાત સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, નિકોલ, અમદાવાદ ખાતે યોજાયો. કેમ્પ આયોજકો દ્વારા ઓડિશા અને છત્તીસગઢથી …

Read More »

સરકારે મારા જેવા ખેડૂતની નોંધ લીધી એનો અનહદ આનંદ: હળવદનાં પ્રવીણભાઈ મોરી

સમગ્ર ભારત દેશ આ વર્ષે 76મા પ્રજાસત્તાક દિવસની ભવ્ય ઉજવણી માટે થનગની રહ્યો છે. આ ઉજવણીને ભવ્ય બનાવવા માટે સરકારે પણ કમર કસી છે. આ ઉજવણીને સામાન્ય લોકો સુધી પંહોચાડવા માટે સરકાર દ્વારા આ વર્ષે દેશભરમાંથી વિવિધ ક્ષેત્રનાં અગ્રણીઓને રાષ્ટ્ર અને સમાજ નિર્માણમાં તેમના યોગદાનને માન આપવા માટે નવી દિલ્હીનાં કર્તવ્ય પથ ખાતે …

Read More »

પ્રધાનમંત્રીએ બેટી બચાઓ, બેટી પઢાઓ આંદોલનનાં 10 વર્ષ પૂર્ણ કર્યા

બેટી બચાઓ, બેટી પઢાઓ આંદોલનને આજે 10 વર્ષ પૂર્ણ થવાનાં પ્રસંગે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, આ આંદોલન પરિવર્તનકારી, જનશક્તિશાળી પહેલ બની ગયું છે અને જીવનનાં તમામ ક્ષેત્રોનાં લોકો પાસેથી સહભાગીતા પ્રાપ્ત કરી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, બેટી બચાઓ, બેટી પઢાઓએ લિંગ ભેદભાવ દૂર કરવામાં અને બાળકીઓને સશક્ત બનાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. …

Read More »

નવી દિલ્હીમાં “અનૌપચારિક ક્ષેત્રમાં કામદારો માટે ઔપચારિકતા અને સામાજિક સુરક્ષા કવચ: પડકારો અને નવીનતાઓ” વિષય પર આંતરરાષ્ટ્રીય સેમિનારનું સમાપન થયું

ભારત સરકારનાં શ્રમ અને રોજગાર મંત્રાલય અને કર્મચારી રાજ્ય વીમા નિગમ (ઇએસઆઇસી)એ આંતરરાષ્ટ્રીય સામાજિક સુરક્ષા સંગઠન (આઇએસએસએ)નાં સહયોગથી યશોભૂમિ – ઇન્ડિયા ઇન્ટરનેશનલ કન્વેન્શન એન્ડ એક્સ્પો સેન્ટર, નવી દિલ્હી ખાતે બે દિવસીય આંતરરાષ્ટ્રીય સેમિનારનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં સામાજિક સુરક્ષા નિષ્ણાતો, નીતિ ઘડવૈયાઓ અને વિચારશીલ નેતાઓને એકત્ર કરવામાં આવ્યા હતા, …

Read More »

ભારત નેતાજી સુભાષ ચંદ્ર બોઝની 128મી જન્મજયંતી નિમિત્તે તેમના વારસાને માન આપવા માટે પરાક્રમ દિવસ 2025 ઉજવશે

પરાક્રમ દિવસ 2025નાં પ્રસંગે, 23 જાન્યુઆરીથી 25 જાન્યુઆરી, 2025 દરમિયાન નેતાજી સુભાષ ચંદ્ર બોઝનાં જન્મસ્થળ ઐતિહાસિક શહેર કટકનાં બારાબતી કિલ્લા ખાતે એક ભવ્ય ઉજવણી યોજાવાની છે. આ બહુપક્ષીય ઉજવણી નેતાજીની 128મી જન્મજયંતી નિમિત્તે તેમના વારસાને માન આપશે. 23-25 જાન્યુઆરી, 2025નાં રોજ યોજાનાર આ ત્રણ દિવસીય કાર્યક્રમનું ઉદ્ઘાટન ઓડિશાનાં મુખ્યમંત્રી શ્રી મોહન ચરણ માંઝી 23.01.2025નાં રોજ કરશે. નેતાજીની જન્મજયંતીને ‘પરાક્રમ દિવસ’ તરીકે ઉજવવાનાં સરકારનાં નિર્ણય …

Read More »