Sunday, March 15 2026 | 03:52:46 PM
Breaking News

National

મહાકુંભ ખાતે કલાગ્રામ ભારતની સાંસ્કૃતિક વિવિધતા અને વારસો પ્રદર્શિત કરશે

 ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં 13 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી, 2025 સુધી આયોજિત થનારા આ મહાકુંભમાં સમગ્ર વિશ્વમાંથી 40 કરોડથી વધારે શ્રદ્ધાળુઓ આવશે. આધ્યાત્મિકતા, પરંપરા અને સાંસ્કૃતિક વારસાનો આ પવિત્ર સંગમ ફરી એક વાર ભારતની એકતા અને સમર્પણની દ્રઢ ભાવનાને પ્રતિપાદિત કરશે. યુનેસ્કો દ્વારા માનવતાના અમૂર્ત સાંસ્કૃતિક વારસાના ભાગરૂપે માન્યતા પ્રાપ્ત મહા કુંભ એ માત્ર એક ઘટના જ નથી, પરંતુ એક ગહન અનુભવ છે, જે સરહદો ઓળંગીને વિશ્વભરના લોકોને એક કરે …

Read More »

નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ 2025માં પ્રધાનમંત્રીના ભાષણનો મૂળપાઠ

ભારત માતા કી જય. ભારત માતા કી જય. ભારત માતા કી જય. કેન્દ્રીય મંત્રીમંડળમાં મારા સાથીઓ, શ્રી મનસુખ માંડવિયાજી, ધર્મેન્દ્ર પ્રધાનજી, જયંત ચૌધરીજી, રક્ષા ખડસેજી, સંસદ સભ્યો, અન્ય મહાનુભાવો અને દેશના ખૂણે ખૂણેથી અહીં ઉપસ્થિત મારા યુવા મિત્રો! આજે, ભારતના યુવાનોની ઊર્જા સાથે, આ ભારત મંડપમ પણ ઊર્જાથી ભરેલું અને ઊર્જાવાન બન્યું છે. આજે આખો દેશ સ્વામી વિવેકાનંદને …

Read More »

હજ 2025 માટે બીજી પ્રતિક્ષા યાદી જાહેર

ભારત સરકારના લઘુમતી બાબતોના મંત્રાલય હેઠળ કાર્યરત ભારત હજ સમિતિએ હજ 2025 માટે બીજી પ્રતિક્ષા યાદી જાહેર કરવાની જાહેરાત કરી છે. વિવિધ રાજ્યોના 3,676 અરજદારોને કામચલાઉ બેઠકો ફાળવવામાં આવી છે (પરિશિષ્ટ-1 મુજબ). 10 જાન્યુઆરી 2025ના પરિપત્ર નં. 25 મુજબ, આ અરજદારોએ 23 જાન્યુઆરી, 2025ના રોજ અથવા તે પહેલાં હજ રકમ …

Read More »

પ્રધાનમંત્રી રાષ્ટ્રીય યુવા દિવસનાં પ્રસંગે 12 જાન્યુઆરીનાં રોજ વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ 2025માં સહભાગી થશે

સ્વામી વિવેકાનંદની જન્મજયંતીની ઉજવણી પ્રસંગે રાષ્ટ્રીય યુવા દિવસનાં પ્રસંગે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 12 જાન્યુઆરીનાં રોજ સવારે 10 વાગ્યે નવી દિલ્હીનાં ભારત મંડપમ ખાતે વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ 2025માં સહભાગી થશે. તેઓ સમગ્ર ભારતમાંથી 3,000 ગતિશીલ યુવા નેતાઓ સાથે જોડાશે. તેઓ આ પ્રસંગે જનમેદનીને સંબોધન પણ કરશે. વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગનો હેતુ પરંપરાગત રીતે રાષ્ટ્રીય યુવા મહોત્સવ …

Read More »

ભારતના રાષ્ટ્રપતિ 18માં પ્રવાસી ભારતીય દિવસ સંમેલનના સમાપન સત્રમાં ઉપસ્થિત રહ્યા અને પ્રવાસી ભારતીય સન્માન પુરસ્કારો એનાયત કર્યા

ભારતના રાષ્ટ્રપતિ, શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે ​​(10 જાન્યુઆરી, 2025) ઓડિશાના ભુવનેશ્વર ખાતે 18મા પ્રવાસી ભારતીય દિવસ સંમેલનના સમાપન સત્રમાં સંબોધન કર્યું હતું તેમજ પ્રવાસી ભારતીય સન્માન પુરસ્કારો એનાયત કર્યા હતા. આ પ્રસંગે બોલતા રાષ્ટ્રપતિએ કહ્યું કે ભારતીય ડાયસ્પોરા આપણા દેશના શ્રેષ્ઠ લોકોનું પ્રતિનિધિત્વ કરે છે. તેઓ ફક્ત આ પવિત્ર ભૂમિમાં મેળવેલા જ્ઞાન …

Read More »

ઓડિશાના ભુવનેશ્વરમાં 18મા પ્રવાસી ભારતીય દિવસ સંમેલનના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

ઓડિશાના રાજ્યપાલ ડૉ. હરિ બાબુજી, આપણા લોકપ્રિય મુખ્યમંત્રી મોહન ચરણ માંઝીજી, કેન્દ્રીય મંત્રીમંડળમાં મારા સાથીદારો એસ. જયશંકરજી, જુઆલ ઓરામજી, ધર્મેન્દ્ર પ્રધાનજી, અશ્વિની વૈષ્ણવજી, શોભા કરંદલાજેજી, કીર્તિ વર્ધન સિંહજી, પવિત્રા માર્ગેરિટાજી, ઓડિશા સરકારના નાયબ મુખ્યમંત્રી કનક વર્ધન સિંહદેવજી, પ્રવતી પરિદાજી, અન્ય મંત્રીઓ, સાંસદો અને ધારાસભ્યો, ભારત માતાના બધા પુત્રો અને પુત્રીઓ જેઓ વિશ્વભરમાંથી અહીં આવ્યા છે! મહિલાઓ અને સજ્જનો! ભગવાન જગન્નાથ અને ભગવાન લિંગરાજની આ …

Read More »

જીનોમ ઇન્ડિયા પ્રોજેક્ટની શરૂઆતમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું વક્તવ્ય

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો સંદેશ મારફતે જિનોમ ઇન્ડિયા પ્રોજેક્ટની શરૂઆતમાં પોતાની ટિપ્પણી કરી હતી. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, આજે ભારતે સંશોધનનાં ક્ષેત્રમાં ઐતિહાસિક પગલું ભર્યું છે. તેમણે ઉમેર્યું હતું કે જીનોમ ઇન્ડિયા પ્રોજેક્ટને 5 વર્ષ પહેલાં મંજૂરી આપવામાં આવી હતી અને કોવિડ રોગચાળાના પડકારો હોવા છતાં આપણા વૈજ્ઞાનિકોએ ખંતપૂર્વક કામ કર્યું …

Read More »

યાર્ડ 82 (LSAM 14)ની સોંપણી

સાતમી મિસાઈલ કમ એમ્યુનિશન બાર્જ (MCA) બાર્જ, LSAM 14 (યાર્ડ 82) નો ઇન્ડક્શન સમારોહ તારીખ 07 જાન્યુઆરી 25ના રોજ નેવલ ડોકયાર્ડ, મુંબઈ ખાતે યોજાયો હતો. સમારોહના મુખ્ય મહેમાન કમાન્ડર ગૌરવ ડુગર, GM (HR), ND (Mbi) હતા. આઠ એમસીએ બાર્જના નિર્માણ અને ડિલિવરીનો કરાર MSME શિપયાર્ડ, મેસર્સ સેકૉન એન્જિનિયરિંગ પ્રોજેક્ટ્સ પ્રા. લિ., …

Read More »

ભારતીય નૌકાદળ દ્વારા 60-દિવસીય રેઝિલિયન્સ પ્રોગ્રામના ભાગરૂપે માનસિક સ્વાસ્થ્ય પર વર્કશોપનું આયોજન કરાયું

ભારતીય નૌકાદળ દ્વારા તારીખ 07 જાન્યુઆરી 25ના રોજ ડૉ. ડી.એસ. કોઠારી ઓડિટોરિયમ, ડીઆરડીઓ ભવન, નવી દિલ્હી ખાતે આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત આધ્યાત્મિક ગુરૂ સિસ્ટર બીકે શિવાનીની આગેવાનીમાં ‘આત્મ-પરિવર્તન અને આંતરિક જાગૃતિ’ પર એક પરિવર્તનશીલ વર્કશોપ યોજવામાં આવ્યું હતું. વર્કશોપનું આયોજન નૌકાદળના કર્મચારીઓની માનસિક અને ભાવનાત્મક સ્થિતિ સ્થાપકતાને વધારવા માટે કરવામાં આવ્યું હતું. ચીફ ઓફ મટિરિયલના વાઈસ એડમિરલ …

Read More »

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવે વર્ષ 2025 માટે ભારત સરકારના કેલેન્ડરનું અનાવરણ કર્યું

ભારત સરકારે તેના 2025ના કેલેન્ડર માટે જનભાગીદારીથી જનકલ્યાણને મુખ્ય વિષય તરીકે પસંદ કર્યો છે, જે પરિવર્તનકારી શાસનની નીતિ પર ભાર મૂકે છે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ, રેલવે તથા ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવે આજે રેલ ભવન ખાતે કેલેન્ડરનું અનાવરણ કરતાં છેલ્લાં એક દાયકામાં વિવિધ ક્ષેત્રોમાં પરિવર્તનકારી શાસનની દેખીતી અસર વિશે વાત કરી હતી. તેમણે ગરીબોનું …

Read More »