કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે નવી દિલ્હી મ્યુનિસિપલ કાઉન્સિલ (એનડીએમસી) દ્વારા વિકસાવવામાં આવેલા નવનિર્મિત વર્કિંગ વિમેન્સ હોસ્ટેલ બ્લોક, સુષ્મા ભવનનું ઉદઘાટન કર્યું હતું. તેમણે નવી દિલ્હીનાં મોતી બાગમાં અત્યાધુનિક પશુચિકિત્સા હોસ્પિટલનું પણ વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કર્યું હતું. આ સમારંભમાં દિલ્હીનાં લેફ્ટનન્ટ ગવર્નર શ્રી વી કે સક્સેના અને નવી દિલ્હીનાં સાંસદ સુશ્રી બાંસુરી …
Read More »પ્રધાનમંત્રીએ અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શોની ઝલક શેર કરી
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શોની ઝલક શેર કરી હતી. શ્રી મોદીએ કહ્યું કે મને આ શો સાથે મજબૂત લગાવ છે, કારણ કે મેં મારા મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન તેને વધતો જોયો છે. આવા શો કુદરતની સુંદરતાની ઉજવણી કરે છે અને ટકાઉપણું વિશે જાગૃતિને પ્રેરણા આપે છે, શ્રી મોદીએ વધુમાં …
Read More »પ્રધાનમંત્રી 5 જાન્યુઆરીનાં રોજ દિલ્હીમાં રૂ. 12,200 કરોડથી વધારેનાં મૂલ્યની વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 5 જાન્યુઆરીનાં રોજ બપોરે 12:15 વાગ્યે દિલ્હીમાં આશરે 12,200 કરોડ રૂપિયાથી વધારે મૂલ્યની વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે. પ્રધાનમંત્રી સવારે 11.15 વાગે નમો ભારત ટ્રેનમાં સાહિબાબાદ આરઆરટીએસ સ્ટેશનથી ન્યૂ અશોક નગર આરઆરટીએસ સ્ટેશન સુધીની સફર પણ કરશે. પ્રાદેશિક કનેક્ટિવિટી વધારવામાં નોંધપાત્ર એવી આશરે રૂ. 4,600 કરોડનાં મૂલ્યનાં સાહિબાબાદ અને ન્યૂ અશોક નગર વચ્ચે દિલ્હી-ગાઝિયાબાદ-મેરઠ નમો ભારત કોરિડોરનાં 13 કિલોમીટરનાં …
Read More »ભાવનગરના જવાહર મેદાન ખાતે વાઈબ્રન્ટ ભાવનગર વિઝન-2030 ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઅલ એક્સ્પોનો શુભારંભ કરાવતાં કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયા
ભાવનગરના ઉદ્યોગકારોને પોતાના બિઝનેસના વિસ્તાર માટે તથા ભાવનગરના નવા સ્ટાર્ટઅપને પ્રોત્સાહન મળે તેવા ઉદ્દેશ્યથી ભાવનગર શહેરના જવાહર મેદાન ખાતે સૌરષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી તથા સૌરાષ્ટ્ર ચેમ્બર ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે તા. 3 થી 6 જાન્યુઆરી સુધી યોજાનારા વાઈબ્રન્ટ ભાવનગર વિઝન-2030 ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઅલ એક્સ્પોને કેન્દ્રીય અન્ન નાગરિક પુરવઠા રાજ્ય …
Read More »પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં અનેકવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે દિલ્હીમાં અનેક મહત્ત્વની વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો. એક વિશાળ સભાને સંબોધતા, શ્રી મોદીએ તેમને નવા વર્ષની શુભેચ્છાઓ આપી અને વિશ્વાસ વ્યક્ત કર્યો કે 2025 એ ભારતના વિકાસ માટે અપાર તકોનું વર્ષ હશે, જે રાષ્ટ્રને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાના લક્ષ્ય તરફ આગળ ધપાવશે. “આજે, ભારત …
Read More »પ્રધાનમંત્રીએ સ્વાભિમાન એપાર્ટમેન્ટના લાભાર્થીઓ સાથે વાતચીત કરી
‘તમામ માટે મકાન’ની પોતાની પ્રતિબદ્ધતાને અનુરૂપ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે દિલ્હીનાં અશોક વિહારમાં સ્વાભિમાન એપાર્ટમેન્ટ્સ ખાતે ઇન-સિટુ સ્લમ રિહેબિલિટેશન પ્રોજેક્ટ અંતર્ગત ઝુગ્ગી ઝોપરી (જેજે) ક્લસ્ટરમાં રહેતાં લોકો માટે નવનિર્મિત ફ્લેટ્સની મુલાકાત લીધી હતી. પ્રધાનમંત્રી શ્રી મોદીએ સ્વાભિમાન એપાર્ટમેન્ટના લાભાર્થીઓ સાથે વાતચીત પણ કરી હતી. સ્વાભિમાન એપાર્ટમેન્ટ્સમાં પ્રવેશ મેળવતા લાભાર્થીઓ સાથેની હૃદયસ્પર્શી વાતચીતમાં …
Read More »ભારતના રાષ્ટ્રપતિએ બેંગાલુરુમાં NIMHANSની સુવર્ણ જયંતી સમારંભની શોભા વધારી
ભારતનાં રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ આજે (3 જાન્યુઆરી, 2025) બેંગલુરુમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેન્ટલ હેલ્થ એન્ડ ન્યૂરો સાયન્સિસ (NIMHANS)ની સુવર્ણ જયંતિની ઉજવણીમાં ઉપસ્થિત રહ્યાં હતાં. આ પ્રસંગે બોલતા, રાષ્ટ્રપતિએ કહ્યું કે, અસાધારાણ દર્દીની સંભાળ સાથે નવીન સંશોધન અને કઠોર શૈક્ષણિક કાર્યક્રમે NIMHANSને માનસિક સ્વાસ્થ્ય અને ન્યુરોસાયન્સના ક્ષેત્રમાં નિર્વિવાદ લીડર બનાવી દીધા છે. સમુદાય-આધારિત માનસિક આરોગ્ય સંભાળના બેલ્લારી મોડેલે ઇતિહાસ રચ્યો છે. હવે, ટેલિ માનસ પ્લેટફોર્મ જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. એ નોંધતા આનંદ થાય છે કે દેશભરમાં 53 ટેલિ માનસ સેલે છેલ્લા બે વર્ષ દરમિયાન તેમની પસંદ કરેલી ભાષામાં લગભગ 17 લાખ લોકોને સેવા આપી છે. રાષ્ટ્રપતિએ કહ્યું કે ભૂતકાળમાં, માનસિક સ્વાસ્થ્યના મુદ્દાઓ અને ચિંતાઓ પર કેટલાક સમાજોમાં પૂરતું ધ્યાન આપવામાં આવ્યું ન હતું. જોકે, તાજેતરના સમયમાં માનસિક સ્વાસ્થ્ય વિશેની જાગૃતિ વધી રહી છે. માનસિક બીમારીઓ સાથે સંકળાયેલી અવૈજ્ઞાનિક માન્યતાઓ અને કલંક ભૂતકાળની વાત છે, જેના કારણે વિવિધ બિમારીઓથી પીડાતા લોકો માટે મદદ લેવાનું સરળ બને છે. ખાસ કરીને આ તબક્કે આ એક આવકારદાયક વિકાસ રહ્યો છે, કારણ કે વિશ્વભરમાં વિવિધ માનસિક આરોગ્યના મુદ્દાઓ રોગચાળાનું પ્રમાણ લઈ રહ્યા છે. રાષ્ટ્રપતિએ કહ્યું કે વધતી જાગૃતિથી દર્દીઓ માટે તેમની સમસ્યાઓ શેર કરવાનું શક્ય બન્યું છે. તેમને એ જાણીને આનંદ થયો હતો કે નિમ્હાંસે ગમે ત્યારે ગમે ત્યાં કાઉન્સેલિંગની સુવિધા આપવા માટે ટેલિ માનસ અને બાળક અને કિશોરોની માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓનું સમાધાન કરવા માટે સંવાદ પ્લેટફોર્મ જેવી ઘણી પહેલ કરી છે. રાષ્ટ્રપતિએ કહ્યું કે આપણા પ્રાચીન ઋષિમુનિઓ અને સંતો પાસેથી મળેલા જ્ઞાન અને જીવનના પાઠ આપણને બધાને એક આધ્યાત્મિક માળખું વિકસાવવામાં મદદ કરી શકે છે, જેની અંદર આપણે જીવનના ઉતાર-ચડાવને સમજી શકીએ છીએ જે મનના સંતુલનને પ્રભાવિત કરે છે. આપણા શાસ્ત્રો આપણને જણાવે છે કે વિશ્વમાં આપણે જે કંઈ પણ અનુભવીએ છીએ તેના મૂળમાં મન છે. તેમણે માનસિક અને શારીરિક એમ બંને પ્રકારની તકલીફ દૂર કરવા માટે યોગ જેવી પરંપરાગત પદ્ધતિઓને આધુનિક આરોગ્ય સંભાળની પદ્ધતિઓ સાથે સફળતાપૂર્વક સામેલ કરવા બદલ NIMHANSની પ્રશંસા કરી હતી. રાષ્ટ્રપતિએ કહ્યું કે સ્વસ્થ મન એ સ્વસ્થ સમાજનો પાયો છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, જ્ઞાન અને બુદ્ધિની સાથે કરુણા અને દયા ડૉક્ટર્સ અને અન્ય માનસિક હેલ્થકેર નિષ્ણાતોને તમામ પરિસ્થિતિઓમાં દરેક સમયે સર્વોચ્ચ ગુણવત્તાયુક્ત સારસંભાળ પ્રદાન કરવામાં માર્ગદર્શન કરશે.
Read More »સનાતન ધર્મના હૃદય સુધીની યાત્રા: મહાકુંભ 2025 – આસ્થા અને વારસાની દિવ્ય યાત્રા
” મહાકુંભની દિવ્ય છત્રછાયામાં એકઠાં થવા પર આસ્થા અને ભક્તિનું અમૃત આપણા આત્માને શુદ્ધ કરે છે.” આધ્યાત્મિક ઉત્સાહની વચ્ચે, મહાકુંભ નગરની સેન્ટ્રલ હોસ્પિટલ આશા અને જીવનશક્તિના નવા અધ્યાયની શરૂઆત કરે છે. મહાકુંભ ઉત્સવની શરૂઆતના થોડા સમય પહેલા જ ‘ગંગા’ નામની એક બાળકી જન્મ પવિત્ર નદીઓની પવિત્રતા અને સારનું પ્રતીક છે. …
Read More »પ્રધાનમંત્રી 3 જાન્યુઆરીનાં રોજ દિલ્હીમાં અનેકવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે
‘તમામ માટે આવાસ’ની પોતાની પ્રતિબદ્ધતાને અનુરૂપ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 3 જાન્યુઆરી, 2025ના રોજ બપોરે 12:10 વાગ્યે દિલ્હીના અશોક વિહારના સ્વાભિમાન એપાર્ટમેન્ટ્સમાં ઇન-સીટુ સ્લમ રિહેબિલિટેશન પ્રોજેક્ટ અંતર્ગત ઝુગ્ગી ઝોપરી (જેજે) ક્લસ્ટર્સના રહેવાસીઓ માટે નવનિર્મિત ફ્લેટ્સની મુલાકાત લેશે. ત્યારબાદ બપોરે લગભગ 12:45 વાગ્યે તેઓ દિલ્હીમાં અનેકવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે. પ્રધાનમંત્રી જેજે ક્લસ્ટરમાં રહેતા લોકો માટે 1,675 નવા નિર્મિત ફ્લેટ્સનું …
Read More »પ્રધાનમંત્રીએ દુર્ગમ અને માઓવાદી પ્રભાવિત વિસ્તારોમાં સર્વાંગી વિકાસ સુનિશ્ચિત કરવા માટે મહારાષ્ટ્ર સરકારના પ્રયાસોની પ્રશંસા કરી
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે દુર્ગમ અને માઓવાદી પ્રભાવિત વિસ્તારોમાં સર્વાંગી વિકાસ સુનિશ્ચિત કરવાના મહારાષ્ટ્ર સરકારના પ્રયાસોની પ્રશંસા કરી હતી. એક્સ પર શ્રી દેવેન્દ્ર ફડણવીસની પોસ્ટનો જવાબ આપતાં શ્રી મોદીએ લખ્યુઃ “હું દુર્ગમ અને માઓવાદી પ્રભાવિત વિસ્તારોમાં સર્વાંગી વિકાસ સુનિશ્ચિત કરવાના મહારાષ્ટ્ર સરકારના પ્રયાસોની પ્રશંસા કરું છું. આ ચોક્કસપણે ‘ઇઝ …
Read More »
Matribhumi Samachar Gujarati