Sunday, February 15 2026 | 01:47:10 AM
Breaking News

Regional

રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયાના માર્ગદર્શન હેઠળ ભાવનગરમાં દિવ્યાંગજનો માટે ADIP શિબિરનું આયોજન

દિવ્યાંગજનો માટે ADIP (એડ્સ એન્ડ એપ્લાયન્સીસની ખરીદી/ફીટીંગ માટે દિવ્યાંગજનોને સહાય) યોજના હેઠળ ભાવનગર જિલ્લામાં મૂલ્યાંકન શિબિરનું  આયોજન કરવામાં આવ્યું છે. આ પહેલ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના 2047 સુધીમાં “વિકસિત ભારત” માટેના વિઝનને સાકાર કરવા માટે અનુરૂપ છે. જે ખાતરી આપે છે કે દરેક દિવ્યાંગજનોને સમાજમાં યોગદાન આપવાની તક મળે છે. સામાજિક …

Read More »

ભારતીય માનક બ્યુરો, અમદાવાદ દ્વારા ગુજરાતના ઔદ્યોગિક સંગઠનો સાથે માનક સંવાદનું સફળ આયોજન

ભારતીય માનક બ્યુરો (BIS) આપણા દેશનું રાષ્ટ્રીય માનક સંસ્થાન છે, જેને BIS અધિનિયમ 2016 હેઠળ અર્થતંત્રના વિવિધ ક્ષેત્રો માટે ઉત્પાદનો, પ્રક્રિયાઓ અને સેવાઓ માટે ભારતીય માનક બનાવવાનો અધિકાર આપવામાં આવ્યો છે. સાથે જ, ગુણવત્તા પ્રમાણપત્ર દ્વારા માનકોના અમલને સુનિશ્ચિત કરવા કન્ફર્મિટી એસેસમેન્ટ યોજનાઓ તૈયાર કરવા અને અમલમાં મૂકવાની જવાબદારી સોંપવામાં આવી છે. BIS મિકેનિકલ, કૃષિ, રસાયણ, વિદ્યુત અને ઇલેક્ટ્રોનિક્સ, ખાદ્ય અને વસ્ત્રો સહિત વિવિધ ક્ષેત્રોમાં ભારતીય માનકોના ઉપયોગને પ્રોત્સાહન આપવામા મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. ઉચ્ચ ગુણવત્તાવાળા ઉત્પાદનો અને સેવાઓને પ્રોત્સાહન આપવાના લક્ષ્ય સાથે, BIS ઉપભોક્તાઓ અને વ્યવસાયો વચ્ચે વિશ્વાસના લાગણી સ્થાપિત કરવા માટે મહત્ત્વનું કાર્ય કરે છે. વર્ષોથી, BIS ઉપભોક્તાઓ અને ઉદ્યોગોની બદલાતી જરૂરિયાતોને પૂરી કરવા માટે ભારતીય માનકો વિકસાવવા અને સુધારવા માટે સતત પ્રયત્નશીલ છે. વિવિધ ક્ષેત્રોના નિષ્ણાતોની ટીમ સાથે, BISએ સુનિશ્ચિત કર્યું છે કે ભારતીય માનકો આંતરરાષ્ટ્રીય શ્રેષ્ઠ પ્રવૃત્તિઓ સાથે સુસંગત છે અને વૈશ્વિક બજારો માટે યોગ્ય છે. BIS અમદાવાદ દ્વારા તેની કન્ફર્મિટી એસેસમેન્ટ આઉટરીચ પ્રવૃત્તિઓ હેઠળ નવી પહેલ ‘માનક સંવાદ’ શરૂ કરવામાં આવી છે, જે ગુણવત્તાવાળા ઉદ્યોગો સાથે અસરકારક સંવાદ સુનિશ્ચિત કરવા માટે છે. આજે BIS, અમદાવાદ દ્વારા ગુજરાતના ઔદ્યોગિક સંગઠનો સાથે માનક સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં BIS કન્ફર્મિટી એસેસમેન્ટ પરિવારમાં જોડાયેલા વિવિધ ઉદ્યોગોને તેમના લાયસન્સના ડિજિટલ ઓપરેશન સંબંધિત વિવિધ જોગવાઈઓ પર અપડેટ કરવામાં આવ્યા હતા. આ ઈવેન્ટનો હેતુ ઉદ્યોગોમાં ગુણવત્તા અને માનકોના મહત્વ વિશે જાગૃતિ લાવવાનો અને BISની પ્રમાણપત્ર અને નોંધણી પ્રક્રિયાઓ સંબંધિત પડકારોનો સામનો કરવાનો હતો. BIS અમદાવાદના નિદેશક અને પ્રમુખ શ્રી સુમિત સેંગરે તમામ ઉદ્યોગ પ્રતિનિધિઓનું સ્વાગત કર્યું અને ‘માનક સંવાદ’ પહેલ વિશે વિગતો આપી. તેમણે ઉદ્યોગો સાથે અસરકારક સંચારના મહત્વ પર ભાર મૂક્યો અને સ્ટાન્ડર્ડ્સ ઓનલાઈન અને BIS કેર એપ્સ સહિત BISના વિવિધ ડિજિટલ પ્લેટફોર્મના ઓપરેશનલ પાસાઓ અંગેના તેમના પ્રશ્નોનું નિરાકરણ કરવાની સહભાગીઓને ખાતરી આપી. શ્રી સંજય ગોસ્વામી, ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ, BIS – પશ્ચિમ પ્રાદેશિક કાર્યાલય એ  ઉત્પાદન પ્રમાણપત્રમાં BIS ના પ્રયત્નોની આંતરદૃષ્ટિ શેર કરી અને નોંધણી પ્રક્રિયા દરમિયાન આવતી સમસ્યાઓના નિરાકરણ માટે સૂચનો રજૂ કર્યા. તેમણે માનકોના મહત્વ અને અનુપાલનના ફાયદાઓ વિશે વિગતવાર વર્ણન કર્યું. શ્રી બિજુ નમ્બુથિરી, ગુજરાત રાજ્ય પરિષદ પ્રમુખ – FICCIએ ઔદ્યોગિક સંસ્થાઓને તેમના ઉત્પાદનોની BIS સાથે નોંધણી કરાવવા માટે અપીલ કરી અને તેમને આ પ્રક્રિયામાં FICCIના સમર્થનની ખાતરી આપી. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI) ના નિદેશક શ્રી આશિષ ઝાવેરીએ ગુણવત્તા અને માનકોને પ્રોત્સાહન આપવા માટે BISના પ્રયાસોની પ્રશંસા કરી હતી. તેમણે ઔદ્યોગિક સંગઠનોને BIS સાથે તેની પહેલમાં સહકાર આપવા વિનંતી કરી. શ્રી અમિત કુમાર, વૈજ્ઞાનિક ‘ડી’ એ તેમના સંબોધનમાં BISની ભૂમિકા વિશે માહિતી આપી હતી. તેમણે ભારતમાં ગુણવત્તા વિકસાવવા માટે પણ અપીલ કરી અને એસોસિએશનોને BIS લાઇસન્સ લેવા માટે આગળ આવવા વિનંતી કરી. તેમણે ખાસ કરીને MSME ક્ષેત્ર માટે ઉદ્યોગને સમર્થન આપવા માટે BIS દ્વારા લેવામાં આવેલી વિવિધ પહેલ વિશે પણ માહિતી આપી હતી. શ્રી વિપિન ભાસ્કર, વૈજ્ઞાનિક ‘ડી’ એ ક્વોલિટી કંટ્રોલ ઓર્ડર (QCOs) પર વિગતવાર પ્રેઝન્ટેશન આપ્યું હતું. તેમણે ઔદ્યોગિક ઉત્પાદનોમાં ગુણવત્તા સુનિશ્ચિત કરવાની પ્રક્રિયા પર પ્રકાશ પાડતા, QCOના વિવિધ પાસાઓ સમજાવ્યા. સહભાગીઓએ તેમની રજૂઆતની પ્રશંસા કરી અને સંબંધિત પ્રશ્નો પૂછ્યા. શ્રી આલોક સિંઘ, વૈજ્ઞાનિક ‘E’, BIS ના પશ્ચિમ પ્રાદેશિક કાર્યાલય એ, તમામ એસોસિએશનોને તેમના સભ્યોને BIS તરફથી મેનેજમેન્ટ સિસ્ટમ સર્ટિફિકેશન માટે આગળ આવવા માટે પ્રોત્સાહિત કરવા હાકલ કરી. આ કાર્યક્રમમાં સમગ્ર ગુજરાતમાંથી અનેક એસોસિએશનો તેમજ ગુજરાતની અન્ય BIS શાખાઓના અધિકારીઓએ પણ વર્ચ્યુઅલ મોડમાં હાજરી આપી હતી. કાર્યક્રમ દરમિયાન ઓપન હાઉસ સેશન પણ યોજવામાં આવ્યું હતું જેમાં સહભાગીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સહભાગીઓ દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્નોના જવાબ DDGW અને પ્રમુખ BIS, અમદાવાદ દ્વારા આપવામાં આવ્યા હતા. કાર્યક્રમનું સંચાલન BIS ના વૈજ્ઞાનિક ‘સી’. શ્રી અજય ચંદેલ દ્વારા કરવામાં આવ્યું હતું. તેમણે BIS કેર એપ અને BIS વેબસાઇટ પર ઉપલબ્ધ વિવિધ ડિજિટલ સોલ્યુશન વિશે પણ માહિતી આપી હતી. તેમણે કાર્યક્રમને સફળ બનાવવા માટે તમામ મહેમાનો અને સહભાગીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.

Read More »

હન્ટ ડિઝાઇન પ્રદર્શનમાં કેન્દ્રીય વિદ્યાલય અમદાવાદ કેન્ટના વિદ્યાર્થીઓનું ઉત્તમ પ્રદર્શન

ભંવર રાઠોડ ડિઝાઇન સ્ટુડિયો (BRDS) દ્વારા આયોજિત હન્ટ ડિઝાઇન પ્રદર્શનમાં PM SHRI કેન્દ્રીય વિદ્યાલય અમદાવાદ કેન્ટના 12 વિદ્યાર્થીઓએ ભાગ લીધો અને તેમની સર્જનાત્મકતાથી શાનદાર પ્રદર્શન કર્યું. આ કાર્યક્રમ અમદાવાદના શક્તિ કોન્વોકેશન હોલ, વૈષ્ણોદેવી સર્કલ ખાતે યોજાયો હતો, જેમાં શહેર અને રાજ્યના અનેક પ્રતિભાશાળી વિદ્યાર્થીઓએ તેમની રચનાઓ રજૂ કરી. વિદ્યાર્થીઓની ઉપલબ્ધિઓ: – ત્રણ વિદ્યાર્થીઓને સ્કોલરશિપ પ્રમાણપત્રો એનાયત કરાયા. – શાળાને ટ્રોફીથી …

Read More »

પેન્શનને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે (ફક્ત વડોદરા પૂર્વ વિભાગ) પેન્શન અદાલતનું આયોજન

પેન્શન ને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે (ફક્ત વડોદરા પૂર્વ વિભાગ) પેન્શન અદાલતનું આયોજન પ્રવર અધિક્ષક ડાકઘર, વડોદરા પૂર્વ વિભાગ, બીજો માળ, વડોદરા હેડ પોસ્ટઓફીસ બિલ્ડીંગ, રાવપુરા, વડોદરા – 390001 (ફોન નં.0265-2433101)ની કચેરી ખાતે તારીખ 19/12/2024ના રોજ 11.00 કલાકે કરવામાં આવેલ છે. આ અદાલતમાં ફક્ત પેન્શનને લગતા અન્ય મુદ્દાઓ સંબંધિત (નીતિ વિષયક મુદ્દા સિવાયની) ફરિયાદ સાંભળી નિકાલ કરવામાં આવશે. પેન્શન અંગે …

Read More »

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરપ્રદેશનાં પ્રયાગરાજમાં આશરે રૂ. 5500 કરોડનાં મૂલ્યનાં વિવિધ વિકાસકાર્યોનું ઉદઘાટન અને શુભારંભ કર્યો

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તરપ્રદેશનાં પ્રયાગરાજમાં આશરે રૂ. 5500 કરોડનાં મૂલ્યનાં વિવિધ વિકાસકાર્યોનું ઉદઘાટન અને શુભારંભ કર્યો હતો. જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ સંગમની પાવન ભૂમિ પ્રયાગરાજની ભક્તિને નમન કર્યા હતા અને મહાકુંભમાં ભાગ લેનારા સંતો અને સાધુઓને આદરાંજલિ અર્પણ કરી હતી. શ્રી મોદીએ પોતાની મહેનત અને સમર્પણથી મહાકુંભને ભવ્ય સફળતા અપાવનારા કર્મચારીઓ, શ્રમિકો અને સફાઈ કર્મચારીઓ પ્રત્યે …

Read More »

પ્રયાગરાજમાં બહુવિધ વિકાસ પરિયોજનાઓના ઉદ્ઘાટન અને લોકાર્પણ સમયે પીએમના સંબોધનનો મૂળપાઠ

ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ જી, મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથજી, નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યજી, બ્રજેશ પાઠકજી, ઉત્તર પ્રદેશના મંત્રીઓ, સાથી સાંસદો અને ધારાસભ્યો, પ્રયાગરાજના મેયર અને જિલ્લા પંચાયત પ્રમુખ, અન્ય મહાનુભાવો, અને મારા વહાલા ભાઈઓ અને બહેનો. હું પ્રયાગરાજમાં સંગમની આ પવિત્ર ભૂમિને શ્રદ્ધાપૂર્વક નમન કરૂં છું. મહા કુંભમાં ભાગ લેનાર તમામ સંતો અને ઋષિઓને પણ હું …

Read More »

અમદાવાદ જી.પી.ઓ.ની ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે ડાક અદાલત

અમદાવાદ જી.પી.ઓ ની ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે મુખ્ય પોસ્ટમાસ્ટર, જનરલ પોસ્ટ ઓફિસ, સલાપસ રોડ, અમદાવાદ-380001 ખાતે 27.12.2024 ના રોજ 11:00 કલાકે ડાક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે. આ ડાક અદાલતમાં ફક્ત અમદાવાદ જી.પી.ઓ.ની ટપાલ ખાતાની સેવાઓ જેવી કે મનીઓર્ડર, રજીસ્ટર અને કાઉન્ટર પરની સેવાઓ વિગેરેને લગતી ફરિયાદોનો નિકાલ કરવામાં આવશે. આવી ફરિયાદો તારીખ 20.12.2024 સુધીમાં મેનેજર, કસ્ટમર કેર સેન્ટર, અમદાવાદ જી.પી.ઓ., અમદાવાદ-380001ને …

Read More »

મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી શ્રી દેવેન્દ્ર ફડણવીસ આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા. X પર પ્રધાનમંત્રીના કાર્યાલયે હેન્ડલ પર લખ્યું: “મહારાષ્ટ્રના મુખ્યમંત્રી શ્રી @Dev_Fadnavis, પ્રધાનમંત્રી @narendramodi ને મળ્યા. @CMOMaharashtra”   भारत : 1885 से 1950 (इतिहास पर एक दृष्टि) व/या भारत : 1857 से 1957 (इतिहास पर एक दृष्टि) पुस्तक अपने घर/कार्यालय पर मंगाने के लिए …

Read More »

પ્રધાનમંત્રી 13 ડિસેમ્બરે ઉત્તર પ્રદેશની મુલાકાત લેશે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 13 ડિસેમ્બરે ઉત્તર પ્રદેશની મુલાકાત લેશે. તેઓ પ્રયાગરાજ જશે અને બપોરે 12:15 વાગ્યે સંગમ સ્થળે પૂજા અને દર્શન કરશે. ત્યારબાદ લગભગ 12:40 વાગ્યે પ્રધાનમંત્રી અક્ષય વટવૃક્ષમાં પૂજા કરશે અને ત્યારબાદ હનુમાન મંદિર અને સરસ્વતી કૂપમાં દર્શન અને પૂજા કરશે. બપોરે લગભગ 1:30 વાગ્યે તેઓ મહાકુંભ પ્રદર્શન સ્થળનું ભ્રમણ કરશે. ત્યારબાદ બપોરે લગભગ 2 વાગ્યે તેઓ પ્રયાગરાજ …

Read More »

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સુબ્રમણિયા ભારતીને શ્રદ્ધાંજલિ આપી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​કવિ અને લેખક સુબ્રમણિયા ભારતીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી હતી. શ્રી મોદીએ 7, લોક કલ્યાણ માર્ગ ખાતે બપોરે 1 વાગ્યે એક કાર્યક્રમમાં તેમની રચનાઓનું સંકલન રજૂ કરવાની પણ જાહેરાત કરી હતી. પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું: “હું મહાન સુબ્રમણિયા ભારતીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ …

Read More »