35મી ઓલ ઈન્ડિયા પોસ્ટલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં આજે જબરદસ્ત ક્રિકેટ એક્શન જોવા મળી હતી કારણ કે ટીમો સેમિફાઈનલમાં સ્થાન મેળવવા માટે સંઘર્ષ કરી રહી હતી. ટુર્નામેન્ટમાં આગળ વધતી ટીમો નક્કી કરવા માટે ક્વોલિફાયર 1 મેચ અને એલિમિનેટર રાઉન્ડ રમાડવામાં આવ્યા હતા. ક્વોલિફાયર 1માં, ગુજરાત અને રાજસ્થાને જીતીને સેમીફાઈનલમાં પોતપોતાની જગ્યાઓ બુક કરી હતી. ગુજરાત વિ …
Read More »રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી, ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી અને ગાંધીનગર પોલીસ દ્વારા દહેગામ ખાતે માર્ગ સલામતી જાગૃતિ રેલીનું આયોજન કરાયું
માર્ગ સલામતી જાગૃતિ અને જવાબદાર ડ્રાઇવિંગ પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવાના એક સંકલિત પ્રયાસમાં, રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (RRU), ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી અને ગાંધીનગર જિલ્લા પોલીસના સહયોગથી 3 ફેબ્રુઆરી 2025ના રોજ દહેગામ ખાતે નેહરુ ચોકડીથી દહેગામ બસ સ્ટેશન સુથી રોડ સેફ્ટી જાગૃતિ રેલીનું આયોજન કર્યું હતું. આ પહેલ માર્ગ અકસ્માતો ઘટાડવા અને નાગરિકોને સલામત મુસાફરી અને ટ્રાફિક નિયમોનું પાલન કરવા પ્રોત્સાહિત કરવા માટે ચાલી રહેલા અભિયાનનો એક ભાગ હતો. દહેગામ શહેરની સ્થાનિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના આશરે 300 વિદ્યાર્થીઓ, RRUના 40 NCC કેડેટ્સ અને NSS સ્વયંસેવકો, અને યુનિવર્સીટીના 200થી વધુ વિદ્યાર્થીઓએ રેલીમાં સક્રિયપણે ભાગ લીધો હતો. આ દરેક સહભાગીઓએ માર્ગ સલામતી પર પ્રભાવશાળી સંદેશાઓ લખેલા પ્લેકાર્ડ અને બેનરો હાથમાં રાખ્યા હતા, જેમાં હેલ્મેટ પહેરવા, ગતિ મર્યાદાનું પાલન કરવા, નશામાં વાહન ના ચલાવવાનું અને સીટ બેલ્ટનો ઉપયોગ કરવાના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો હતો. રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી તરફથી કુલપતિશ્રી પ્રો. (ડો.) બિમલ પટેલ અને ગુજરાત રોડ સેફટી ઓથોરિટી તરફથી કમીશ્નરશ્રી સતીશ પટેલ (IAS) દ્વારા ફલેગ ઓફ કરી રેલીને પ્રસ્થાન કરાવવામાં આવી હતી. આ રેલી માં ગુજરાત આરક્ષિત પોલીસ દળના પોલીસ બેન્ડ દ્વારા દેશ ભક્તિના ગીતો સાથે પ્રતિનિધિત્વ કરવામાં આવ્યું હતું. ઉપરાંત રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સીટી અને ગુજરાત રોડ સેફટી ઓથોરીટીના ઉચ્ચ અધિકારીઓ તથા સ્થાનિક સ્કુલોના શિક્ષકો એ ભાગલીધો હતો. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા સહભાગીઓને ટ્રાફિક નિયમોનું પાલન, માર્ગ સલામતીના ઉપકરણોનો ઉપયોગ કરવા બાબતે જાગૃત કરવામાં આવ્યા હતા. આયોજકોએ ભવિષ્યમાં પણ આવી જ જાગૃતિ ઝુંબેશ ચલાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી, જેથી ખાતરી કરી શકાય કે માર્ગ સલામતી બધા માટે પ્રાથમિકતા રહે. માર્ગ સલામતી જાગૃતિ રેલીએ એક પ્રભાવશાળી સંદેશ યાદ અપાવ્યો કે સલામત રસ્તાઓ એક સહિયારી જવાબદારી છે. અધિકારીઓના સતત પ્રયાસો અને જાહેર ભાગીદારી સાથે, આવી પહેલ માર્ગ અકસ્માતોમાં નોંધપાત્ર ઘટાડો કરવામાં ફાળો આપી શકે છે.
Read More »કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાના નેતૃત્વમાં 250+ સાયકલ સવારો સ્થૂળતા સામે લડવાના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંદેશને સમર્થન આપવા માટે એકઠા થયા
કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ રવિવારે અહીં સાઇકલ સવારોના વિવિધ જૂથનું નેતૃત્વ કર્યું હતું અને ભારતમાં મેદસ્વીપણા સામે લડવા માટે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની હાકલને આગળ ધપાવી હતી. મેજર ધ્યાનચંદ સ્ટેડિયમ ખાતે આ અઠવાડિયે યોજાયેલા ફિટ ઇન્ડિયા સન્ડે ઓન સાયકલ ઇવેન્ટમાં અસંખ્ય ડોકટરો અને ન્યુટ્રિશનિસ્ટ્સના જૂથે ભાગ …
Read More »પ્રધાનમંત્રીએ ICC U19 મહિલા T20 વર્લ્ડ કપ 2025 જીતવા બદલ ભારતીય ટીમને અભિનંદન પાઠવ્યા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ભારતીય ટીમને ICC U19 મહિલા T20 વર્લ્ડ કપ 2025 જીતવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. X પરની એક પોસ્ટમાં, તેમણે કહ્યું: “આપણી નારી શક્તિ પર ખૂબ ગર્વ છે! ICC U19 મહિલા T20 વર્લ્ડ કપ 2025માં વિજયી બનવા બદલ ભારતીય ટીમને અભિનંદન. આ વિજય આપણા ઉત્તમ ટીમવર્ક તેમજ દૃઢ નિશ્ચય અને ધૈર્યનું પરિણામ છે. તે ઘણા આવનારા ખેલાડીઓને પ્રેરણા આપશે. ટીમને …
Read More »કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ ભારતીય પીડી ક્રિકેટ ટીમનું સન્માન કર્યું; ‘દિવ્યાંગ’ રમતવીરોને સંપૂર્ણ સરકારી સહાયની ખાતરી આપી
કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડો.મનસુખ માંડવિયાએ આજે શ્રીલંકાના કોલંબોમાં પીડી ચેમ્પિયન્સ ટ્રોફી 2025 જીતવા બદલ ભારતીય શારીરિક વિકલાંગતા (પીડી) ક્રિકેટ ટીમનું સન્માન કર્યું હતું. ટીમે ટુર્નામેન્ટની ફાઇનલમાં અસાધારણ કુશળતા અને સ્થિતિસ્થાપકતાનું પ્રદર્શન કરીને ઇંગ્લેન્ડને પરાજય આપ્યો હતો. ડિફરન્ટલી એબલ્ડ ક્રિકેટ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (ડીસીસીઆઇ) અને એક્સેસિબિલીટી ઓર્ગેનાઇઝેશન સ્વયમના ટેકાથી ભારતીય પીડી ક્રિકેટ ટીમનું સ્પોર્ટ્સ ઓથોરિટી …
Read More »કેન્દ્રીય મંત્રી ડો.મનસુખ માંડવિયાએ ખો ખો વર્લ્ડ કપ 2025ની વિજેતા ટીમોનું સન્માન કર્યું; રાષ્ટ્રને ગૌરવ અપાવવા માટે ખેલાડીઓની પ્રશંસા કરી
કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત તથા શ્રમ અને રોજગાર મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ આજે નવી દિલ્હીમાં વિશ્વ કપ વિજેતા ખો ખો ટીમોનું સન્માન કર્યું હતું. ભારતીય પુરુષ અને મહિલા ટીમોએ 19 જાન્યુઆરીનાં રોજ ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમ ખાતે પ્રથમ ખો-ખો વર્લ્ડ કપનો ખિતાબ જીત્યા બાદ ઇતિહાસ રચ્યો હતો. બંને ટીમોએ પોતપોતાની ફાઈનલમાં નેપાળને હરાવ્યું હતુ. જેમાં આજે મેન્સ …
Read More »ડૉ. મનસુખ માંડવિયાએ LA 2028 ઓલિમ્પિકની તૈયારીમાં NSFને સુશાસન માર્ગદર્શિકા, રાષ્ટ્ર-પ્રથમ અભિગમનું પાલન કરવા વિનંતી કરી
2028 લોસ એન્જલસ ઓલિમ્પિક્સમાં ભારતનાં ઉત્કૃષ્ટ પ્રદર્શન પર ધ્યાન કેન્દ્રિત કરવાની સાથે કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત અને શ્રમ અને રોજગાર મંત્રીએ આજે નવી દિલ્હીમાં યોજાયેલી રાઉન્ડ ટેબલ મીટિંગમાં રાષ્ટ્રીય રમત ફેડરેશન (એનએસએફ)ને સુશાસન અંગેની માર્ગદર્શિકાનું પાલન કરવા વિનંતી કરી હતી. આ ચર્ચાનું હાર્દ આયોજન, શાસન અને માળખાગત સુવિધા પર ધ્યાન કેન્દ્રિત કરીને એક વ્યાપક સ્પોર્ટ્સ ઇકોસિસ્ટમ સ્થાપિત …
Read More »ભારતના રાષ્ટ્રપતિએ રમતગમત અને સાહસિક પુરસ્કારો 2024 એનાયત કર્યા
ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે (17 જાન્યુઆરી, 2025) રોજ રાષ્ટ્રપતિ ભવન ખાતે આયોજિત એક સમારોહમાં રમતગમત અને સાહસિક પુરસ્કારો 2024 એનાયત કર્યા. આ પુરસ્કારોમાં મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કારો-2024; દ્રોણાચાર્ય પુરસ્કારો-2024; અર્જુન પુરસ્કારો-2024; તેનઝિંગ નોર્ગે રાષ્ટ્રીય સાહસિક પુરસ્કારો-2023; રાષ્ટ્રીય ખેલ પ્રોત્સાહન પુરસ્કાર-2024; અને મૌલાના અબુલ કલામ આઝાદ ટ્રોફી-2024નો સમાવેશ થાય છે. भारत : 1885 से 1950 (इतिहास पर एक …
Read More »અસ્મિતા ખેલો ઇન્ડિયા વિમેન્સ યોગાસન લીગ 2024-25માં 7000થી વધુ લોકોએ ભાગ લીધો
રાષ્ટ્રીય અસ્મિતા ખેલો ઇન્ડિયા મહિલા યોગાસન લીગ 2024-25નું સમાપન આનંદ ધામ આશ્રમ, બક્કરવાલા, નાંગલોઇ નજફગઢ રોડ ખાતે થયું હતું. 5 થી 7 જાન્યુઆરી દરમિયાન યોજાયેલી લીગના અંતિમ તબક્કામાં 270થી વધુ એથ્લીટ્સે ભાગ લીધો હતો. જેમણે સારું પ્રદર્શન કર્યું હતું તેવા રાજ્યોમાં પશ્ચિમ બંગાળ અને મધ્યપ્રદેશ સામેલ છે. ભારત સરકારનાં યુવા બાબતો અને રમતગમત મંત્રાલયનાં સચિવ શ્રીમતી સુજાતા ચતુર્વેદીએ રમતવીરોને અભિનંદન આપ્યાં …
Read More »કેન્દ્રીય મંત્રી ડો.મનસુખ માંડવિયાએ ઉપલેટામાં ‘ફિટ ઇન્ડિયા સન્ડે ઓન સાયકલ’નું નેતૃત્વ કર્યું; ઓલિમ્પિયન લવલિના બોરગોહેન, કુસ્તીબાજ સંગ્રામસિંહે સમર્થનમાં સંકલ્પ લીધો
કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત તથા શ્રમ અને રોજગાર મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ આજે ગુજરાતના પોરબંદરમાં પોતાના મતવિસ્તાર ઉપલેટામાં ‘ફિટ ઇન્ડિયા સન્ડેસ ઓન સાયકલ’ પહેલનું નેતૃત્વ કર્યું હતું, જેથી સાયકલિંગ ઇવેન્ટ પ્રત્યેનો ઉત્સાહમાં વધારો થાય. ડો.માંડવિયાની સાથે 150થી વધુ રાઈડર્સે મ્યુનિસિપલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજથી ઉપલેટાની તાલુકા શાળા, ક્રિકેટ ગ્રાઉન્ડ સુધી 5 કિલોમીટરની સાયકલિંગ યાત્રા પૂર્ણ કરી …
Read More »
Matribhumi Samachar Gujarati