Saturday, August 15 2026 | 09:27:31 AM
Breaking News

સંરક્ષણ સચિવે કુઆલાલમ્પુરમાં 13મી મલેશિયા-ભારત સંરક્ષણ સહકાર સમિતિની બેઠકની સહ-અધ્યક્ષતા કરી

મલેશિયા-ઇન્ડિયા ડિફેન્સ કોઓપરેશન કમિટી (MIDCOM)ની 13મી બેઠક 19 ફેબ્રુઆરી, 2025ના રોજ કુઆલામ્લપુરમાં યોજાઇ હતી. આ બેઠકની સહ-અધ્યક્ષતા સંરક્ષણ સચિવ શ્રી રાજેશ કુમાર સિંહ અને મલેશિયાના સંરક્ષણ મંત્રાલયના મહાસચિવ શ્રી લોકમાન હકીમ બિન અલીએ કરી હતી. બંને પક્ષોએ તાજેતરનાં વર્ષોમાં બંને સશસ્ત્ર દળો વચ્ચે નિયમિત જોડાણ સાથે વધતા દ્વિપક્ષીય સંરક્ષણ સહકાર પર ખુશી વ્યક્ત કરી હતી. બંને પક્ષોએ દ્વિપક્ષીય સંરક્ષણ સંલગ્નતાઓ અને પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓને વધુ વિસ્તૃત કરવા માટે અસરકારક અને વ્યવહારિક પહેલો પર વિસ્તૃત ચર્ચા કરી હતી. બંને અધ્યક્ષોએ સાયબર સિક્યુરિટી અને એઆઈ જેવા ઉભરતા ક્ષેત્રોમાં સહકાર વધારવા માટેના પગલાઓની ઓળખ કરી. તેમણે વર્તમાન સહયોગ, ખાસ કરીને સંરક્ષણ ઉદ્યોગ, દરિયાઈ સુરક્ષા અને બહુપક્ષીય જોડાણોમાં વધુ મજબૂત બનાવવાના માર્ગોની ઓળખ કરી હતી. તેઓ બિન-પરંપરાગત દરિયાઇ સુરક્ષાના જોખમોને પહોંચી વળવા સંયુક્ત ધ્યાન કેન્દ્રિત જૂથની રચના કરવા સંમત થયા હતા. બંને પક્ષોએ વિસ્તૃત વ્યૂહાત્મક ભાગીદારીનાં સંરક્ષણ આધારસ્તંભ હેઠળ નવી પહેલોનો સંપૂર્ણ અમલ કરવાની કટિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો, જેની કલ્પના ઓગસ્ટ, 2024માં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને તેમનાં મલેશિયાનાં સમકક્ષ દાતો સેરી અનવર ઇબ્રાહિમની ભારત મુલાકાત દરમિયાન કરવામાં આવી હતી. ભારત અને મલેશિયાએ સ્ટ્રેટેજિક અફેર્સ વર્કિંગ ગ્રુપની સ્થાપના પર અંતિમ ટર્મ્સ ઑફ રેફરન્સ (ToR)નું આદાન-પ્રદાન પણ કર્યું હતું. આ ફોરમ દ્વિપક્ષીય સંરક્ષણ સહકારનાં તમામ પાસાંઓને આગળ વધારવા માટે MIDCOM અને બંને પેટા સમિતિઓ વચ્ચે મધ્યસ્થી સ્વરૂપે કામ કરશે. બંને પક્ષોએ MIDCOMનાં પરિણામ સ્વરૂપે Su-30 ફોરમની સ્થાપના પર અંતિમ ToRનું આદાન-પ્રદાન પણ કર્યું હતું. Su-30 ફોરમ Su-30 જાળવણીમાં કુશળતા અને શ્રેષ્ઠ પદ્ધતિઓનું આદાન-પ્રદાન કરવામાં બંને હવાઈ દળો વચ્ચે ગાઢ સહકારને સક્ષમ બનાવશે. સંરક્ષણ સચિવે ભારતીય સંરક્ષણ ઉદ્યોગની ક્ષમતા પર પ્રકાશ પાડ્યો હતો, ખાસ કરીને મલેશિયાની કંપનીઓ અને સશસ્ત્ર દળો સાથે તેમની ક્ષમતા વધારવા અને આધુનિકીકરણમાં તેમની સાથે જોડાણ કરવાની સંભવિતતા પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે આસિયાન અને આસિયાન સંરક્ષણ મંત્રીઓની બેઠક– પ્લસની અધ્યક્ષતા સંભાળવા બદલ મલેશિયાને અભિનંદન આપ્યા હતાં તથા આ વર્ષે એડીએમએમ પ્લસ અને આસિયાન ડિફેન્સનાં વરિષ્ઠ અધિકારીઓની બેઠકો યોજવા માટે મલેશિયાનાં સંરક્ષણ મંત્રાલયને શુભેચ્છા પાઠવી હતી. ભારત આસિયાનની મધ્યસ્થતા અને એકતાને ટેકો આપે છે, જે ભારતનાં ઇન્ડો-પેસિફિક વિઝનમાં મહત્ત્વપૂર્ણ પાસું છે. સંરક્ષણ સચિવે મજબૂત, એકીકૃત અને સમૃદ્ધ આસિયાનને પ્રોત્સાહન આપવા આસિયાનનાં અધ્યક્ષ તરીકેનાં મલેશિયાનાં પ્રયાસોને ભારતનાં સાથ-સહકારની પુનઃપુષ્ટિ કરી હતી, જે ઇન્ડો-પેસિફિક પ્રદેશની વિકસતી ગતિશીલતાને આકાર આપવામાં કેન્દ્રીય ભૂમિકા ભજવે છે. ભારત મલેશિયાને ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં એક મહત્ત્વપૂર્ણ ભાગીદાર માને છે, કારણ કે મલેશિયા વિદેશ નીતિનાં ત્રણ મુખ્ય દ્રષ્ટિકોણ એટલે કે એક્ટ ઇસ્ટ પોલિસી, સાગર (સુરક્ષા અને વિકાસ ફોર ઓલ ઇન ધ રિજન) અને ઇન્ડો-પેસિફિક ઓશન ઇનિશિયેટિવનાં સંગમસ્થાને આવેલું છે.

Read More »

પ્રધાનમંત્રી 21 ફેબ્રુઆરીનાં રોજ દિલ્હીમાં SOUL લીડરશીપ કોન્કલેવનાં પ્રથમ સંસ્કરણનું ઉદઘાટન કરશે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 21 ફેબ્રુઆરીનાં રોજ સવારે 11 વાગ્યે નવી દિલ્હીનાં ભારત મંડપમમાં SOUL લીડરશીપ કોન્ક્લેવનાં પ્રથમ સંસ્કરણનું ઉદઘાટન કરશે. તેઓ આ પ્રસંગે જનમેદનીને સંબોધન પણ કરશે. ભૂટાનના વડા પ્રધાન દશો શેરિંગ તોબગે અતિથિ વિશેષ તરીકે મુખ્ય ભાષણ આપશે. 21થી 22 ફેબ્રુઆરી દરમિયાન આયોજિત બે દિવસીય SOUL લીડરશીપ કોન્ક્લેવ એક પ્રીમિયર પ્લેટફોર્મ તરીકે કામ કરશે, જેમાં રાજકારણ, રમતગમત, કળા અને મીડિયા, આધ્યાત્મિક વિશ્વ, જાહેર નીતિ, વ્યવસાય અને …

Read More »

એમસીએક્સ પર કોટન-ખાંડી વાયદામાં રૂ.130ની વૃદ્ધિઃ સોના-ચાંદીના વાયદામાં તેજીની આગેકૂચ

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.52558.31 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.9739.14 કરોડનાં કામકાજ થયાં હતાં, જ્યારે કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.42819.06 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઈન્ડેક્સ બુલડેક્સ ફેબ્રુઆરી વાયદો 20403 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ …

Read More »

અંડરવોટર આર્કિયોલોજી વિંગે દ્વારકામાં સંશોધન શરૂ કર્યું

આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા (એએસઆઇ)ના પાંચ પુરાતત્ત્વવિદોની ટીમે એડિશનલ ડાયરેક્ટર જનરલ (આર્કિયોલોજી) પ્રો.આલોક ત્રિપાઠીની આગેવાની હેઠળ દ્વારકાના દરિયાકિનારે પાણીની અંદર ખોદકામ શરૂ કર્યું છે. આ ટીમમાં એચ.કે.નાયક, ડિરેક્ટર (ખોદકામ અને સંશોધન), સહાયક અધિક્ષક પુરાતત્ત્વવિદ્, સુશ્રી પૂનમ વિંદ અને રાજકુમારી બાર્બિના સહિતની ટીમે પ્રારંભિક તપાસ માટે ગોમતી ક્રીક નજીકના વિસ્તારની પસંદગી કરી છે. એ.એસ.આઈ.માં પ્રથમ વખત, આ ટીમમાં નોંધપાત્ર સંખ્યામાં …

Read More »

દ્વિપક્ષીય આર્થિક સંબંધોને મજબૂત કરવા ઇન્ડિયા-કતાર જોઇન્ટ બિઝનેસ ફોરમનું આયોજન

17-18 ફેબ્રુઆરી દરમિયાન કતારના અમીર, એચ. એચ. શેખ તમીમ બિન હમાદ બિન ખલીફા અલ થાનીની ભારતની મુલાકાત દરમિયાન, કન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીએ 18 ફેબ્રુઆરી, 2025ના રોજ નવી દિલ્હીમાં ઉદ્યોગ અને આંતરિક વેપારના પ્રમોશન વિભાગ (DPIIT) સાથેની ભાગીદારીમાં ભારત-કતાર સંયુક્ત વ્યાપાર મંચ ( જોઇન્ટ બિઝનેસ ફોરમ)નું આયોજન કર્યું હતું. આ જોઇન્ટ બિઝનેસ ફોરમમાં ભારત સરકારનાં વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી શ્રી પીયૂષ …

Read More »

બ્રિટનના પૂર્વ પ્રધાનમંત્રી શ્રી ઋષિ સુનકે પોતાના પરિવાર સાથે સંસદ ભવનની મુલાકાત લીધી

બ્રિટનનાં ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શ્રી ઋષિ સુનકે તેમનાં પત્ની શ્રીમતી અક્ષતા મૂર્તિ અને પુત્રીઓ કૃષ્ણા અને અનુષ્કા સાથે આજે સંસદ ભવનની મુલાકાત લીધી હતી. તેમની સાથે રાજ્યસભાનાં સાંસદ શ્રીમતી સુધા મૂર્તિ પણ ઉપસ્થિત હતાં. લોકસભાના મહાસચિવ શ્રી ઉત્પલ કુમાર સિંહે શ્રી સુનક અને તેમના પરિવારનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે રાજ્યસભાના મહાસચિવ …

Read More »

ભારત – કતારનું સંયુક્ત નિવેદન

ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના આમંત્રણ પર, કતારના આમીર શેખ તમીમ બિન હમાદ અલ-થાનીએ 17-18 ફેબ્રુઆરી, 2025ના રોજ ભારતની સત્તાવાર મુલાકાત લીધી હતી. મહામહિમ આમિરની સાથે એક ઉચ્ચ-સ્તરીય પ્રતિનિધિમંડળ પણ આવ્યું હતું, જેમાં મંત્રીઓ, અધિકારીઓ અને ઉદ્યોગપતિઓ સામેલ હતા. એચએચ અમીરની આ ભારતની બીજી સત્તાવાર મુલાકાત હતી. મહામહિમ આમીરનું 18 ફેબ્રુઆરીનાં રોજ રાષ્ટ્રપતિ ભવનનાં ફોરકોર્ટમાં ભારતનાં રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી …

Read More »

21 અને 22 ફેબ્રુઆરીએ નવી દિલ્હીમાં SOUL લીડરશીપ કોન્ક્લેવનું આયોજન કરવા બદલ હું સ્કૂલ ઓફ અલ્ટીમેટ લીડરશીપને અભિનંદન આપું છું, આ ફોરમ નેતૃત્વ સંબંધિત પાસાઓ પર ચર્ચા કરવા માટે વિવિધ ક્ષેત્રોના લોકોને એકસાથે લાવે છે: પ્રધાનમંત્રી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 21 ફેબ્રુઆરી 2025ના રોજ નવી દિલ્હીમાં SOUL (સ્કૂલ ઓફ અલ્ટીમેટ લીડરશીપ) લીડરશીપ કોન્ક્લેવમાં હાજરી આપશે. શ્રી મોદીએ કહ્યું કે આ ફોરમ નેતૃત્વ સંબંધિત પાસાઓ પર ચર્ચા કરવા માટે જીવનના વિવિધ ક્ષેત્રોના લોકોને એકસાથે લાવે છે. વક્તાઓ મુખ્ય મુદ્દાઓ પર તેમની પ્રેરણાદાયી જીવન યાત્રાઓ અને દ્રષ્ટિકોણ શેર કરશે, જે …

Read More »

એમસીએક્સ પર સોનાના વાયદામાં રૂ.423 અને ચાંદીમાં રૂ.332ની તેજીઃ ક્રૂડ તેલમાં રૂ.4નો સુધારો

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.115496.94 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.11374.71 કરોડનાં કામકાજ થયાં હતાં, જ્યારે કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.104122.23 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.726.75 કરોડનું થયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.8044.52 …

Read More »

એમ સી મેરી કોમ, અવની લેખારા, અને સુહાસ યથિરાજે પરીક્ષા પે ચર્ચા 2025ના 7મા એપિસોડમાં ભાગ લીધો

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પરીક્ષા પે ચર્ચા 2025ના ઉદ્ઘાટન સમારંભમાં શરૂ કરેલી ઊંડાણપૂર્વકની ચર્ચાઓને આગળ ધપાવતા, આજે પ્રસારિત થયેલા સાતમા એપિસોડમાં આઇકોનિક રમતવીર એમ સી મેરી કોમ, અવની લેખારા અને સુહાસ યથિરાજ સામેલ થયા હતા. તેમણે શિસ્ત દ્વારા ધ્યેય નિર્ધારણ, સ્થિતિસ્થાપકતા અને તણાવ વ્યવસ્થાપન વિશે વાત કરી હતી. તેઓએ તેમના પોતાના જીવનના વ્યક્તિગત ટુચકાઓ અને તેઓએ તેમના …

Read More »