Sunday, February 22 2026 | 03:16:44 PM
Breaking News

મહાકુંભ 2025: કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન મંત્રી શ્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે અલ્હાબાદ મ્યુઝિયમમાં ‘ભાગવત’ પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યું

કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન મંત્રી શ્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે ગઈકાલે અલ્હાબાદ મ્યુઝિયમમાં લઘુચિત્રો પર આધારિત ભાગવત પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, દરેક વ્યક્તિ મહાકુંભનાં પવિત્ર અને દિવ્ય પ્રસંગને વધારે ભવ્ય અને અદ્વિતીય બનાવવા પ્રયાસરત છે. પ્રયાગરાજનાં આ ઐતિહાસિક સંગ્રહાલય દ્વારા તૈયાર કરવામાં આવેલું ‘ભાગવત’ પ્રદર્શન આ વિશેષ અવસરને શણગારવાનો એક સાર્થક પ્રયાસ …

Read More »

કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા ગુજરાતના હાલોલ ખાતે કુદરતી ખેતી પર બે દિવસીય રાષ્ટ્રીય કાર્યશાળાનું આયોજન

ગુજરાતનાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, કુદરતી ખેતીની પદ્ધતિઓ કુદરતી ઇકોસિસ્ટમ અને માનવીય જરૂરિયાતોનાં પરસ્પરાવલંબનને ઓળખે છે. કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી, હાલોલમાં આજે કુદરતી ખેતી પર આયોજિત બે દિવસીય રાષ્ટ્રીય કાર્યશાળાનું ઉદ્ઘાટન કરતાં રાજ્યપાલે જણાવ્યું હતું કે, કુદરતી ખેતીથી જમીનની તંદુરસ્તી સુધરે છે, કુદરતી ઇકોસિસ્ટમ્સ પુનઃસ્થાપિત …

Read More »

મહા કુંભમાં આયુષ

આયુષ ઓપીડી, ક્લિનિક્સ, સ્ટોલ્સ અને સેશન્સ પ્રયાગરાજના મહાકુંભમાં શ્રદ્ધાળુઓ, યાત્રાળુઓ અને મુલાકાતીઓ માટે મુખ્ય આકર્ષણ તરીકે ઉભરી રહ્યા છે. આયુષ મંત્રાલયે આ મેગા ફેસ્ટિવલમાં રાષ્ટ્રીય આયુષ મિશન, ઉત્તર પ્રદેશના સહયોગથી આયુષની અનેક સુવિધાઓની વ્યવસ્થા કરી છે, જે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય શ્રદ્ધાળુઓને નિઃશુલ્ક સ્વાસ્થ્ય સેવાઓ પ્રદાન કરે છે. આ સુવિધાઓ પર 1.21 લાખથી વધુ ભક્તોએ આયુષ સેવાઓનો લાભ …

Read More »

પરાક્રમ દિવસ પર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું સંબોધન

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો સંદેશ મારફતે નેતાજી સુભાષચંદ્ર બોઝની જયંતી જેને પરાક્રમ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, તે પ્રસંગે સંબોધન કર્યું હતું. આ પ્રસંગે લોકોને શુભેચ્છા પાઠવતા તેમણે જણાવ્યું હતું કે, નેતાજી સુભાષચંદ્ર બોઝને આજે તેમની જન્મ જયંતી પર સંપૂર્ણ દેશ આદરપૂર્વક યાદ કરી રહ્યો છે. નેતાજી સુભાષચંદ્ર બોઝને શ્રદ્ધાંજલિ …

Read More »

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પરાક્રમ દિવસ પર વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી

નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતી પર, જેને પરાક્રમ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં સંસદનાં સેન્ટ્રલ હોલમાં યુવાન મિત્રો સાથે ખાસ વાતચીત કરી હતી. પ્રધાનમંત્રીએ વિદ્યાર્થીઓને પૂછ્યું હતું કે, વર્ષ 2047 સુધીમાં દેશનું લક્ષ્ય શું હતું, જેના જવાબમાં એક વિદ્યાર્થીએ અત્યંત આત્મવિશ્વાસ સાથે ભારતને વિકસિત રાષ્ટ્ર (વિકસિત ભારત) બનાવવા જવાબ આપ્યો હતો. …

Read More »

એમસીએક્સ પર સોનાના વાયદાના ભાવમાં રૂ.34 અને ચાંદીમાં રૂ.598ની નરમાઈઃ ક્રૂડ તેલ રૂ.8 ઢીલું

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.72765.86 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.10286.33 કરોડનાં કામકાજ થયાં હતાં, જ્યારે કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.62478.85 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઈન્ડેક્સ બુલડેક્સ જાન્યુઆરી વાયદો 19230 પોઈન્ટના સ્તરે હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર …

Read More »

કેન્દ્રીય મંત્રી શ્રીમતી રક્ષા નિખિલ ખડસે પોર્ટ બ્લેરમાં પરાક્રમ દિવસની ઉજવણીનાં ભાગરૂપે ‘જય હિંદ’ પદયાત્રા કરશે

નેતાજી સુભાષ ચંદ્ર બોઝની જન્મજયંતિ નિમિત્તે, પરાક્રમ દિવસ અંતર્ગત કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત રાજ્યમંત્રી શ્રીમતી રક્ષા નિખિલ ખડસે તારીખ 23 જાન્યુઆરી 2025નાં રોજ આંદામાન અને નિકોબાર ટાપુઓનાં પોર્ટ બ્લેર ખાતે ‘જય હિંદ પદયાત્રા’નું આયોજન કરશે. નેતાજીની અદમ્ય ભાવનાને શ્રદ્ધાંજલિ આપતો આ કાર્યક્રમ ભારતનાં સ્વતંત્રતા ચળવળ અને સુભાષ ચંદ્ર બોઝના કાયમી વારસાની ઉજવણીમાં 1500 MY Bharat યુવા સ્વયંસેવકો અને યુવા નેતાઓને એક સાથે …

Read More »

કેન્દ્રીય મંત્રી ડો.મનસુખ માંડવિયાએ ખો ખો વર્લ્ડ કપ 2025ની વિજેતા ટીમોનું સન્માન કર્યું; રાષ્ટ્રને ગૌરવ અપાવવા માટે ખેલાડીઓની પ્રશંસા કરી

કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત તથા શ્રમ અને રોજગાર મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ આજે નવી દિલ્હીમાં વિશ્વ કપ વિજેતા ખો ખો ટીમોનું સન્માન કર્યું હતું. ભારતીય પુરુષ અને મહિલા ટીમોએ 19 જાન્યુઆરીનાં રોજ ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમ ખાતે પ્રથમ ખો-ખો વર્લ્ડ કપનો ખિતાબ જીત્યા બાદ ઇતિહાસ રચ્યો હતો. બંને ટીમોએ પોતપોતાની ફાઈનલમાં નેપાળને હરાવ્યું હતુ. જેમાં આજે મેન્સ …

Read More »

ભારતની નવીનીકરણીય ઊર્જા ક્રાંતિ

જેમ જેમ ભારત ટકાઉ ભવિષ્ય તરફ આગળ વધી રહ્યું છે, તેમ તેમ તેના નવીનીકરણીય ઊર્જા (RE) ક્ષેત્રમાં અભૂતપૂર્વ વૃદ્ધિ જોવા મળી છે. 2024માં દેશે સૌર અને પવન ઊર્જા સ્થાપનો, નીતિગત પ્રગતિઓ અને માળખાગત સુધારાઓમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે. જેનાથી 2025માં મહત્વાકાંક્ષી લક્ષ્યો માટેનો તબક્કો સુયોજિત થયો છે. 2030 સુધીમાં 500 ગીગાવોટ બિન-અશ્મિભૂત ઇંધણ આધારિત ઊર્જા …

Read More »

પ્રયાગરાજમાં “આપણું બંધારણ, આપણું સ્વાભિમાન”

ભારતનાં બંધારણ અને નાગરિકોનાં કાયદાકીય અધિકારો વિશે જાગૃતિ લાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભરતા, ન્યાય વિભાગ એક વર્ષ સુધી ચાલનારા રાષ્ટ્રવ્યાપી અભિયાન “હમારા સંવિધાન હમારા સન્માન” (એચએસ 2)નાં  સફળ આયોજનની ઉજવણી માટે તારીખ 24 જાન્યુઆરી, 2025નાં રોજ ઉત્તર પ્રદેશનાં પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભમાં એક કાર્યક્રમનું આયોજન કરી રહ્યું છે. ‘હમારા સંવિધાન હમારા સન્માન’ અભિયાનની શરૂઆત ભારતનાં માનનીય …

Read More »