Sunday, December 07 2025 | 02:25:47 PM
Breaking News

Tag Archives: C. R. Patil

આપણે સૌએ સરદાર પટેલના પદચિહ્નો પર ચાલવાનો પ્રયત્ન કરવો જોઈએ – કેન્દ્રીય મંત્રી શ્રી સી. આર. પાટીલ

સરદાર@150 રાષ્ટ્રીય પદયાત્રાનું શિનોર તાલુકાના બિથલી ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય જળ સંસાધન મંત્રી શ્રી સી. આર. પાટીલ સહભાગી થયા હતા. શ્રી પાટીલે સરદાર વલ્લભભાઈ પટેલના યોગદાનને બિરદાવતા કહ્યું હતું કે અખંડ ભારતની કલ્પના જેમણે સાકાર કરી તેનો જશ જો કોઈ એકમાત્ર વ્યક્તિને આપવો પડે તો તે સરદાર …

Read More »

નવસારી ખાતે કેન્દ્રીય જળ શક્તિ મંત્રીશ્રી સી.આર.પાટીલના અધ્યક્ષસ્થાને ‘પી.એમ.કિસાન ઉત્સવ સમારોહ ‘ કાર્યક્રમ યોજાયો

પી.એમ.કિસાન સમ્માન નિધિ યોજના અંતર્ગત  નવસારી ખાતે ભારત સરકારના કેન્દ્રીય જળ શક્તિ મંત્રી શ્રી સી.આર.પાટીલના અધ્યક્ષસ્થાને નવસારી જિલ્લા કક્ષાનો ‘ પી.એમ.કિસાન ઉત્સવ દિવસ ‘ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કેન્દ્રીય મંત્રીશ્રી તથા મહાનુભાવોના હસ્તે કૃષિલક્ષી વિવિધ યોજના હેઠળ નવસારી ખેડૂત લાભાર્થીઓને સહાય  વિતરણ  કરવામાં આવ્યા હતા. આ અવસરે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી વિજયભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે નવસારી મહાનગરપાલિકા દ્વારા આયોજિત ઈકો ફ્રેન્ડલી ગણેશ મંડળ સ્પર્ધાનું જળ શક્તિ મંત્રીશ્રી સી.આર.પાટીલના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો. પોતાના સંબોધનમાં કેન્દ્રીય જળ શક્તિ મંત્રીશ્રી સી.આર.પાટીલે  જણાવ્યું હતું કે,  કિસાન સન્માન નિધિથી ખેડૂતોને મોટી રાહત મળી છે. દેશના અન્નદાતાઓનો સતત વિકાસ એ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનો સંકલ્પ છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર પણ ખેડૂતોના હિતને પ્રાથમિકતા આપી આ સંકલ્પને સાકાર કરી રહી છે.  આજે પ્રધાનમંત્રીના વરદ હસ્તે ડી.બી.ટીના માધ્યમથી રજીસ્ટર થયેલ ખેડૂતોને સન્માન નિધિનો 20મો હપ્તો આપવામાં આવે છે જે ખેડૂતને આત્મનિર્ભર બનાવવાની અસરકારક પહેલ સાબિત થઈ છે. તેમણે કૃષિ લક્ષી યોજનાઓની વિગત આપતાં કહ્યું કે, ખેડૂત જગતનો તાત છે અને આ જગતના તાતને યોગ્ય સન્માન મળે તે માટે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકી છે. તેમજ સંનિષ્ઠ અને પ્રામાણિક પ્રયત્નો કર્યા છે. મંત્રીશ્રીએ કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોને ‘જળ સંરક્ષણ – જન ભાગીદારી” અભિયાનમાં જોડાવા અપીલ કરી  ચોમાસામાં વહી જતા પાણીનો સંગ્રહ કરવાનું માર્ગદર્શન આપ્યું હતું. સાથે નવસારી શહેરને વંદે ભારત ટ્રેનનું સ્ટોપેજ મળતા આર્થિક વિકાસના વેગ સાથે નાગરિકોની સુખાકારીમાં વધારો થશે તેમ ઉમેર્યુ હતું. આ ઉપરાંત નવસારી જિલ્લામાં  ઈકો ફ્રેન્ડલી મૂર્તિ …

Read More »

કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટિલની ઉપસ્થિતિમાં વડોદરા ખાતે રોજગાર મેળાનું આયોજન

દેશભરમાં આજે ભારતીય રેલવે દ્વારા 47 સ્થળોએ રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યુ હતું.જેમાં 51,000 કરતા વધુ નવ નિયુક્ત યુવાઓને  રેલવે, ગૃહ, ઉચ્ચ શિક્ષણ, પોસ્ટ, વીજળી, શ્રમ સહિત લગભગ 14 મંત્રાલયોમાં નવા પસંદ કરાયેલા કર્મચારીઓને નિમણૂક પત્રોનું વિતરણ કરવામાં આવ્યુ હતું. જેમાં વડોદરા ખાતે  કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી  સી. આર. પાટિલની ઉપસ્થિતિમાં યુવાઓને નિમણૂંક પત્રો આપવામાં આવ્યા હતા. પ્રધામંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ …

Read More »

કેન્દ્રીય જળ શક્તિ મંત્રી શ્રી સી.આર. પાટીલે સી-ફ્લડ, એકીકૃત પૂર પુર્વાનુમાન પ્રણાલીનું ઉદ્ઘાટન કર્યું

કેન્દ્રીય મંત્રી, જળ શક્તિ દ્વારા એકીકૃત Flood inundation Model (FIM) ડિસેમિનેશન પોર્ટલનું ઉદ્ઘાટન કેન્દ્રીય જળ શક્તિ મંત્રી શ્રી સી. આર. પાટીલે આજે પુણેના સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ્ડ કમ્પ્યુટિંગ (C-DAC) અને સેન્ટ્રલ વોટર કમિશન (CWC), જળ સંસાધન, નદી વિકાસ અને ગંગા કાયાકલ્પ (DoWR, RD & GR), જળ શક્તિ મંત્રાલય દ્વારા સહયોગથી વિકસાવવામાં આવેલી એકીકૃત જળ પૂર આગાહી પ્રણાલી, …

Read More »

આ પરિષદ માત્ર પડકારોની ચર્ચા સુધી જ મર્યાદિત નહોતી, પરંતુ સમાધાન શોધવાના સામૂહિક પ્રયાસો પર પણ કેન્દ્રિત હતીઃ કેન્દ્રીય મંત્રી શ્રી સી આર પાટીલ

દ્વિતિય અખિલ ભારતીય રાજ્ય જળ મંત્રીઓની પરિષદ ઉદયપુર, રાજસ્થાનમાં સફળતાપૂર્વક સંપન્ન થયું હતું, જેમાં જળ વ્યવસ્થાપનના મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર વિચાર-વિમર્શ કરવા માટે મુખ્ય હિતધારકોને એકઠા કરવામાં આવ્યા હતા. સંમેલનના અંતિમ દિવસે ત્રણ વિષયો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું: પાણી વિતરણ સેવાઓ: સિંચાઈ અને અન્ય ઉપયોગો, માંગ વ્યવસ્થાપન અને પાણીના ઉપયોગની કાર્યક્ષમતા અને સંકલિત નદી અને દરિયાકિનારાનું …

Read More »

HMoJS શ્રી સી. આર. પાટીલે નવી દિલ્હીમાં “પાણીના ઉપયોગની કાર્યદક્ષતાઃ સ્થાયી ભવિષ્ય માટે વ્યૂહરચનાઓ” વિષય પર કાર્યશાળાનું ઉદઘાટન કર્યું

જલ શક્તિ મંત્રાલયના નેશનલ વોટર મિશન (NWM) હેઠળ બ્યુરો ઓફ વોટર યુઝ એફિશિયન્સી (BWUE)એ ઇન્ડિયન પ્લમ્બિંગ એસોસિયેશન (આઇપીએ) સાથે મળીને સ્થાનિક જળ ક્ષેત્ર પર ધ્યાન કેન્દ્રિત કરીને “વોટર યુઝ એફિશિયન્સી: સ્ટ્રેટેજીઝ ફોર અ સસ્ટેઇનેબલ ફ્યુચર” શીર્ષક હેઠળ એક દિવસીય વર્કશોપનું આયોજન કર્યું હતું. આ વર્કશોપ એનડીએમસી કન્વેન્શન સેન્ટર, પાલીકા કેન્દ્ર, સંસદ માર્ગ, નવી દિલ્હી ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમનું ઉદઘાટન માનનીય કેન્દ્રીય …

Read More »

HMoJ શ્રી સી. આર. પાટીલે ગુજરાતનાં નવસારીમાં ક્લાઇમેટ સ્માર્ટ એગ્રો-ટેક્સટાઇલ ડેમોન્સ્ટ્રેશન સેન્ટરનું ઉદઘાટન કર્યું

ટેક્સટાઇલ મંત્રાલયે સિન્થેટિક એન્ડ આર્ટ સિલ્ક મિલ્સ રિસર્ચ એસોસિએશન (એસએસએમઆઇઆરએ)ના સહયોગથી ગુજરાતનાં નવસારીમાં ભારત સરકારનાં જલ શક્તિનાં માનનીય મંત્રી શ્રી સી. આર. પાટીલની ઉપસ્થિતિમાં ક્લાઇમેટ સ્માર્ટ એગ્રો-ટેક્સટાઇલ ડેમોન્સ્ટ્રેશન સેન્ટરનો શુભારંભ કરાવ્યો હતો. આ નિદર્શન કેન્દ્ર ભારતના કૃષિ ક્ષેત્ર માટે પરિવર્તનકારી ઉકેલો તરીકે એગ્રો-ટેક્સટાઇલ્સના સ્વીકારને પ્રોત્સાહન આપવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું રજૂ કરે છે. તે …

Read More »