Wednesday, February 04 2026 | 04:17:36 PM
Breaking News

Tag Archives: Kutch

KVICએ કચ્છ-ભુજમાં વિવિધ કાર્યક્રમોમાં 100 પરંપરાગત ચરખા, 100 ઇલેક્ટ્રિક વ્હીલ અને 50 ટર્નવુડ મશીનોનું વિતરણ કર્યું

ભારત સરકારના સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલયના ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ (KVIC)ના અધ્યક્ષ શ્રી મનોજ કુમારે શુક્રવારે કચ્છ-ભુજમાં આયોજિત બે અલગ-અલગ કાર્યક્રમોમાં ટર્નવુડ મશીનો, વિદ્યુત ચાલિત ચાકનું અને પરંપરાગત ચરખાનું વિતરણ કર્યું હતું. ખાવડા ખાતે આયોજિત એક કાર્યક્રમમાં લાભાર્થીઓને 50 ટર્નવુડ મશીનો, 20 વિદ્યુત ચાલિત ચાક અને 10 પરંપરાગત ચરખાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ જ ક્રમમાં, ભુજ હાટ ખાતે આયોજિત એક કાર્યક્રમમાં ભુજના ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલની હાજરીમાં 80 વિદ્યુત ચાલિત ચાક અને 90 પરંપરાગત ચરખાનું વિતરણ કરવામાં આવ્યું હતું. ભુજ હાટ ખાતે આયોજિત કાર્યક્રમમાં પ્રધાનમંત્રી રોજગાર સર્જન કાર્યક્રમ (PMEGP) હેઠળ ઓનલાઈન માધ્યમ દ્વારા રૂ. 349.99 કરોડની માર્જિન મની સબસિડીનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ દ્વારા દેશભરમાં 8962 નવા એકમો સ્થાપિત થયા છે અને 98582 નવા લોકોને રોજગાર મળ્યો છે, જ્યારે ગુજરાતમાં 352 નવા એકમોને 39 કરોડ રૂપિયાની સબસિડી આપવામાં આવી છે, જેનાથી 3872 નવી નોકરીઓનું સર્જન થયું છે. કાર્યક્રમને સંબોધતા, KVIC ના અધ્યક્ષ શ્રી મનોજ કુમારે જણાવ્યું હતું કે KVIC દ્વારા વિતરણ કરવામાં આવી રહેલા ઉપકરણો ફક્ત ઉપકરણો નથી પરંતુ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ‘આત્મનિર્ભર ભારત’ ના નિર્માણ તરફ એક મજબૂત પગલું છે. આ સંસાધનો દ્વારા, લાભાર્થીઓ તેમની આજીવિકાને મજબૂત બનાવશે અને સાથે સાથે દેશના ‘વોકલ ફોર લોકલ’ અભિયાનમાં પણ યોગદાન આપશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ કાર્યક્રમ મહાત્મા ગાંધીના વિચારો અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ‘વિકસિત ભારત’ના વિઝનને સાકાર કરવાનો વધુ એક પ્રયાસ છે. શ્રી મનોજ કુમારે માહિતી આપી હતી કે ગુજરાતમાં 244 નોંધાયેલ ખાદી સંસ્થાઓ દ્વારા 23,505 કારીગરો અને વણકરોને રોજગારી આપવામાં આવી રહી છે. વર્ષ 2024-25માં ગુજરાતમાં ખાદીનું ઉત્પાદન 174.45 કરોડ રૂપિયા હતું અને કુલ વેચાણ 327.72 કરોડ રૂપિયા હતું. આ નાણાકીય વર્ષમાં PMEGP હેઠળ 1,255 નવા પ્રોજેક્ટ્સ સ્થાપવામાં આવ્યા હતા, જ્યારે 150 કરોડ રૂપિયાથી વધુની માર્જિન મની સબસિડીનું વિતરણ કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં 5 નવા SFURTI ક્લસ્ટરોની સ્થાપના કરવામાં આવી છે. કાર્યક્રમ દરમિયાન, KVICના અધ્યક્ષે ખાદી ક્ષેત્રે છેલ્લા 10 વર્ષની સિદ્ધિઓ પર પ્રકાશ પાડ્યો. તેમણે કહ્યું કે આ સમયગાળા દરમિયાન, ખાદી અને ગ્રામોદ્યોગ ઉત્પાદનોનું વેચાણ પાંચ ગણું વધીને રૂ. 31000 કરોડથી રૂ. 155000 કરોડ થયું છે. ખાદીના કપડાંનું વેચાણ છ ગણું વધીને રૂ. 1081 કરોડથી વધીને રૂ. 6496 કરોડ થયું છે. અધ્યક્ષે કહ્યું, “છેલ્લા 10 વર્ષમાં ખાદી કારીગરોની આવકમાં 213%નો વધારો થયો છે. આજે ખાદી માત્ર કાપડ નથી પરંતુ ભારતની ઓળખ બની ગઈ છે.” ખાદી ક્ષેત્રમાં મહિલાઓની ભાગીદારી પર વિશેષ ભાર મૂકતા તેમણે કહ્યું કે આ ક્ષેત્રમાં 80%થી વધુ યોગદાન માતાઓ અને બહેનોનું છે. વિતરણ કાર્યક્રમમાં ખાદી સંસ્થાઓના પ્રતિનિધિઓ, પીએમઇજીપી એકમોના લાભાર્થીઓ, ખાદી કામદારો, ગુજરાત સરકાર અને કેવીઆઈસીના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા.

Read More »

નર્મદાના નીર કચ્છના છેવાડાના ગામડાઓ સુધી પહોંચશે – નાબાર્ડે મંજૂર કર્યા ₹2006 કરોડ

નર્મદા નદીનું પાણી નર્મદા શાખા કેનાલ મારફતે ગુજરાતના અનેક ભાગો અને રાજસ્થાન સુધી પહોંચે છે. હવે કચ્છ જિલ્લાના અંતરાળના ગામડાના ખેડૂતોને પણ નર્મદા જળનો લાભ મળશે. રાજ્ય સરકાર કચ્છ જિલ્લાના ટપ્પર  ડેમથી દૂરના ગામડાના રિઝર્વોઇર સુધી પાઈપલાઈન નાખવાની યોજના અમલમાં મૂકી રહી છે અને નાબાર્ડે આ માટે ₹2006 કરોડનું ઋણ મંજૂર કર્યું છે. કચ્છ જિલ્લો દેશનો સૌથી મોટો જિલ્લો છે અને તેના મોટાભાગના ભાગોમાં અત્યાર સુધી સિંચાઈના પાણીની અછત રહી છે. ટપ્પર ડેમથી જિલ્લાના વિવિધ ગામડાઓ સુધી પાઈપલાઈન નાખવાની આ યોજનાથી 127 ગામડાના લગભગ 2 લાખ લોકો લાભાન્વિત થશે અને 1.57 લાખ હેક્ટર જમીનને સિંચાઈ માટે પાણી ઉપલબ્ધ થશે. વર્ષ 2023-24માં અમલમાં મૂકાયેલા પ્રથમ તબક્કામાં નાબાર્ડે ₹3235 કરોડનું ઋણ મંજૂર કર્યું હતું. હવે બીજા તબક્કા હેઠળ ₹2006 કરોડનું ઋણ મંજૂર કરવામાં આવ્યું છે. આ રિયાયતી દરે અપાતું ઋણ ગ્રામિણ આધારભૂત રચના વિકાસ નિધિ (આરઆઈડીએફ) હેઠળ મંજૂર કરવામાં આવ્યું છે. બીજા તબક્કામાં પાઈપલાઈન માકણપર ગામ સ્થિત મુખ્ય સ્ટેશનથી નારા રિઝર્વોઇર સુધી (ઉત્તરી લિંક કેનાલ) અને ટપ્પર સ્થિત મુખ્ય પંપિંગ સ્ટેશનથી સાંધરો રિઝર્વોઇર સુધી (દક્ષિણ લિંક કેનાલ) નાખવામાં આવી રહી છે. ઉત્તર અને દક્ષિણ લિંક કેનાલો દ્વારા પાણીની ઉપલબ્ધતા થી, કચ્છના દૂરના ગામડાઓના ખેડૂતો એક થી વધારે પાકોનું વાવેતર કરી શકશે. ગ્રામીણ આધારભૂત રચના વિકાસ નિધિ (આરઆઈડીએફ) એ ભારત સરકાર દ્વારા નાબાર્ડમાં સ્થાપિત ફંડ, જે ગ્રામિણ વિસ્તારની પાયાની સુવિધાઓ માટે સહાય પૂરી પાડે છે. 1995-96માં સ્થાપિત આ ફંડ દ્વારા નાબાર્ડે ગુજરાત સરકારને અત્યાર સુધી 63,477 પ્રોજેક્ટ માટે ₹45,957 કરોડનું ઋણ સહાય મંજૂર કર્યું છે. તેમાં સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ યોજના (સૌની), સૂર્યશક્તિ ખેડૂત યોજના, ભાડભૂત બેરેજ પ્રોજેક્ટ અને કચ્છ શાખા કેનાલ યોજના મુખ્ય છે.

Read More »

પ્રધાનમંત્રીએ દરેકને અદભૂત સફેદ રણમાં ફરવા, કચ્છની અદભૂત સંસ્કૃતિ અને હાલના રણ ઉત્સવ દરમિયાન ઉષ્માભર્યું આતિથ્ય જોવા માટે વિનંતી કરી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દરેકને રણ ઉત્સવ માટે આમંત્રિત કર્યા છે, જે માર્ચ 2025 સુધી ચાલશે. પ્રધાનમંત્રી શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે આ ઉત્સવ એક અવિસ્મરણીય અનુભવ બનવાનું વચન આપે છે. X પર એક પોસ્ટમાં, તેમણે લખ્યું: “કચ્છ તમારા બધાની રાહ જુએ છે! આવો, ચાલી રહેલા રણ ઉત્સવ દરમિયાન પ્રાચીન સફેદ રણ, કચ્છની અદભૂત સંસ્કૃતિ અને …

Read More »