Tuesday, February 03 2026 | 04:07:58 PM
Breaking News

Tag Archives: Postmaster General

ભારતમાં પ્રયાગરાજ કુંભ દરમિયાન 114 વર્ષ પહેલા શરૂ થઈ હતી દુનિયાની પ્રથમ હવાઈ ડાક સેવાઃ પોસ્ટ માસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવ

સમગ્ર વિશ્વમાં ડાક સેવાઓએ ઘણી લાંબી સફર કરી છે. ભારતનું સૌભાગ્ય છે કે વિશ્વની પ્રથમ હવાઈ ડાક સેવા અહીંથી શરૂ થઈ હતી. ઉત્તર ગુજરાત પરિક્ષેત્ર, અમદાવાદના પોસ્ટ માસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે આ ઐતિહાસિક ઘટના 114 વર્ષ પહેલાં 18 ફેબ્રુઆરી, 1911ના રોજ પ્રયાગરાજમાં બની હતી. યોગાનુયોગ એ વર્ષે કુંભ મેળાનું પણ આયોજન થયું હતું. તે દિવસે ફ્રેન્ચ પાઇલટ મોન્સિયર હેનરી પિકેટે નવો ઇતિહાસ રચ્યો હતો. તેઓ પોતાની સાથે 6,500 પત્રો લઈને પ્રયાગરાજથી નૈની સુધી વિમાનમાં ઉડાન ભરી હતી. વિમાન હેવિલેન્ડ એરક્રાફ્ટ હતું અને તેણે વિશ્વની પ્રથમ સરકારી ડાક વહન કરવાના નવા યુગની શરૂઆત કરી હતી. પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવના જણાવ્યા મુજબ, તે દિવસે ડાક ની ઉડાન જોવા માટે લગભગ એક લાખ લોકો પ્રયાગરાજમાં એકઠા થયા હતા જ્યારે સાંજે 5.30 વાગ્યે એક વિશેષ વિમાને યમુના નદીના કિનારેથી ઉડાન ભરી અને નદી પાર કરીને 15 કિલોમીટરનું અંતર કાપ્યું અને પ્રયાગરાજની બહારની સેન્ટ્રલ જેલની નજીક આવેલા નૈની જંકશન પાસે ઉતર્યું. કાર્યક્રમનું સ્થળ એક કૃષિ અને વેપાર મેળો હતું જે નદીના કિનારે યોજાયો હતો અને તેનું નામ ‘યુપી પ્રદર્શન’ હતું. આ પ્રદર્શનમાં બે ફ્લાઈંગ મશીન પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. કેટલાક બ્રિટિશ અધિકારીઓ દ્વારા આ વિમાનની આયાત કરવામાં આવી હતી. તેના જુદા જુદા ભાગો હતા જે સામાન્ય લોકોની હાજરીમાં પ્રદર્શન સ્થળ પર ભેગાં કરવામાં આવ્યા હતા. 114 વર્ષ પહેલા પ્રયાગરાજથી નૈની જંકશન સુધીની હવાઈ સફર માત્ર 13 મિનિટમાં પૂર્ણ થઈ હતી. પોસ્ટ માસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે આ ફ્લાઈટની ઉડાન  માત્ર છ માઈલની હોવા છતાં આ ઘટનાને લઈને પ્રયાગરાજમાં ઐતિહાસિક ઉજવણીનો માહોલ હતો. બ્રિટિશ અને કોલોનિયલ વિમાન કંપનીએ જાન્યુઆરી 1911માં તેનું એક વિમાન પ્રદર્શન માટે ભારતમાં મોકલ્યું હતું, જે સંયોગથી પ્રયાગરાજ પહોંચ્યું ત્યારે કુંભ મેળો પણ ચાલી રહ્યો હતો. તે એવો સમય હતો જ્યારે વિમાન જોવું તો દૂર, બહુ ઓછા લોકોએ તેના વિશે બરાબર સાંભળ્યું હતું. આવી સ્થિતિમાં આ ઐતિહાસિક અવસરે ભારે ભીડ જામે તે સ્વાભાવિક હતું. આ સફરમાં હેનરીએ, ન માત્ર ઈતિહાસ રચ્યો પણ પહેલીવાર આકાશમાંથી દુનિયાનો સૌથી મોટો પ્રયાગ કુંભ પણ જોયો. ભારતીય ડાક સેવાના વરિષ્ઠ અધિકારી શ્રી કૃષ્ણ કુમાર યાદવના જણાવ્યા અનુસાર, કર્નલ વાય. વિધમે પ્રથમ વખત પોસ્ટલ સત્તાવાળાઓનો સંપર્ક કરીને હવાઈ માર્ગે કેટલીક મેલ બેગ મોકલાવવી હતી, જેને તત્કાલીન ડાક વડાએ ખુશીથી મંજૂરી આપી હતી. મેલ બેગ પર ‘ફર્સ્ટ એર મેઈલ’ અને ‘ઉત્તર પ્રદેશ પ્રદર્શન, અલ્હાબાદ’ લખેલું હતું. તેના પર એક વિમાનની તસવીર પણ પ્રકાશિત કરવામાં આવી હતી. તેના પર પરંપરાગત કાળી શાહીને બદલે મેજેંટા શાહીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આયોજકો તેના વજનને લઈને ખૂબ જ ચિંતિત હતા, જેને પ્લેનમાં સરળતાથી લઈ જઈ શકાય છે. દરેક પત્રના વજન પર પણ પ્રતિબંધ હતો અને સાવચેતીપૂર્વક ગણતરી કર્યા પછી માત્ર 6,500 પત્રોને જ લઈ જવાની મંજૂરી આપવામાં આવી હતી. પ્લેનને તેના ગંતવ્ય સુધી પહોંચવામાં 13 મિનિટનો સમય લાગ્યો હતો. શ્રી કૃષ્ણ કુમાર યાદવે, જેમણે ભારતમાં ડાક સેવાઓ પર ઘણા લેખો અને પુસ્તક લખ્યા છે, ‘ઇન્ડિયા પોસ્ટ: 150 ગ્લોરિયસ યર્સ’, જણાવ્યું હતું કે આ પ્રથમ એર મેઇલ સેવા માટે વિશેષ ફી છ આના રાખવામાં આવી હતી અને તેમાંથી થતી આવક ઓક્સફર્ડ અને કેમ્બ્રિજ હોસ્ટેલ, અલ્હાબાદને દાનમાં આપવામાં આવી હતી. આ સેવા માટે અગાઉથી પત્રોની ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. આ માટે પત્રોનું બુકિંગ 18મી ફેબ્રુઆરીના રોજ બપોર સુધી કરવામાં આવ્યું હતું. ઓક્સફર્ડ કેમ્બ્રિજ હોસ્ટેલમાં પત્ર બુકિંગ માટે એટલી ભીડ હતી કે તેની હાલત નાની જીપીઓ જેવી થઈ ગઈ હતી. પોસ્ટલ વિભાગે પણ અહીં ત્રણ-ચાર કર્મચારીઓને તૈનાત કર્યા હતા. થોડા જ દિવસોમાં હવાઈ સેવા માટેના 3,000 પત્રો હોસ્ટેલમાં પહોંચી ગયા. એક પત્રની સાથે 25 રૂપિયાની ટપાલ ટિકિટ જોડાયેલી હતી. પત્રો મોકલનારાઓમાં પ્રયાગરાજની ઘણી પ્રખ્યાત હસ્તીઓ હતી, રાજાઓ અને રાજકુમારો પણ હતા. આજે વિશ્વભરમાં સંદેશાવ્યવહારના ઘણા માધ્યમો છે, પરંતુ પત્રોની જીવંતતાનું પોતાનું અલગ સ્થાન છે. આ પત્રો તેમના સમયના જીવંત દસ્તાવેજો છે. આમાંથી કેટલાક પત્રો સાહિત્યના પાનામાં રૂપાંતરિત થયા. આજે, વિમાન દ્વારા દેશ અને વિશ્વમાં ડાક પહોંચી રહી છે, પરંતુ તેનો ઇતિહાસ કુંભ અને પ્રયાગરાજ સાથે અતૂટ રીતે જોડાયેલો છે. આ પત્રો એવા સમયે વૈશ્વિકરણની વિભાવનાને વ્યાખ્યાયિત કરે છે જ્યારે વિદેશ જવું પણ એક દુઃસ્વપ્ન હતું. હવાઈ મેલ સેવાએ માત્ર પત્રોને જ પાંખો નથી આપી પરંતુ લોકોના સપનાઓને ઉડાન પણ આપી છે. ભારત અને વિદેશ વચ્ચે બનેલી વિવિધ ઐતિહાસિક ઘટનાઓ સાથે જોડાયેલી માહિતી અને પાસાઓને એક સ્થળેથી બીજા સ્થળે પહોંચાડવામાં હવાઈ મેઈલ સેવાનું યોગદાન હંમેશા અવિસ્મરણીય રહેશે.

Read More »

ભારતીય ડાક વિભાગે ‘પોસ્ટલ લાઈફ ઈન્સ્યોરન્સ’ની 141મી વર્ષગાંઠની ઉજવણી કરી, પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે પોલિસી બોન્ડનું વિતરણ કર્યું

ભારતીય ડાક વિભાગ લાંબા સમયથી પત્રો અને પાર્સલ તેમજ જીવન વીમા ક્ષેત્રે કામ કરી રહ્યું છે. ૧ ફેબ્રુઆરી, 1884ના રોજ શરૂ થયેલી, ‘પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ’ એ ભારતમાં સરકારી અને અર્ધ-સરકારી કર્મચારીઓ માટે સૌથી જૂની વીમા યોજના છે, જેનો લાભ હવે ખાનગી ક્ષેત્રના વ્યાવસાયિકો અને માન્ય યુનિવર્સિટી/સંસ્થાના તમામ સ્નાતકો/ડિપ્લોમા ધારકો પણ લઈ શકે છે. …

Read More »

કેન્દ્રશાસિત પ્રદેશ દીવ બન્યું સંપૂર્ણ સુકન્યા સમૃદ્ધિ આવરણીત ક્ષેત્ર, પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે છોકરીઓને પાસબુકનું કર્યું વિતરણ

‘સુકન્યા સમૃદ્ધિ યોજના‘ દ્વારા છોકરીઓ બનશે આત્મનિર્ભર, ‘આત્મનિર્ભર ભારત‘ ની સંકલ્પના પણ થશે સાકાર – પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ છોકરીઓના સશક્તિકરણથી પરિવાર, સમાજ અને રાષ્ટ્ર બનશે મજબૂત – પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ આપણા દેશમાં છોકરીઓનું સ્થાન મહત્વપૂર્ણ છે. છોકરીઓના સશક્તિકરણ માટે, ‘બેટી બચાવો, બેટી પઢાઓ‘ હેઠળ ‘સુકન્યા સમૃદ્ધિ યોજના‘ દ્વારા પુત્રીઓના ઉચ્ચ શિક્ષણ, કારકિર્દી અને લગ્ન …

Read More »

૭૬મા ગણતંત્ર દિવસે, દરેક પોસ્ટ ઓફિસમાં રાષ્ટ્ર દવજ ફરકાવવાની સાથે, ‘ડાક ચોપાલ’નું પણ કરવામાં આવશે આયોજન – પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવ

‘સરકારી સેવાઓ તમારા દ્વારે’ હેઠળ ડાક ચોપાલ ખાતે નાગરિક-કેન્દ્રિત સેવાઓ થશે ઉપલબ્ધ – પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવ ભારતીય ડાક વિભાગ દ્વારા 26 જાન્યુઆરી, 2025 ના રોજ ગુજરાત પરિમંડલમાં 76મા ગણતંત્ર દિવસ નિમિત્તે એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે, જેમાં દરેક પોસ્ટ ઓફિસમાં રાષ્ટ્ર દવજ ફરકાવવાની સાથે ‘ડાક ચોપાલ’નું પણ આયોજન કરવામાં આવશે. અમદાવાદના ઉત્તર ગુજરાત …

Read More »

ટોપ હિન્દી બ્લોગ્સમાં સામેલ થયું પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવનું બ્લોગ ‘ડાકિયા ડાક લાયા’

દેશ-વિદેશમાં ઇન્ટરનેટ પર હિન્દી ભાષાના વ્યાપક  પ્રચાર-પ્રસાર અને બ્લોગિંગના માધ્યમથી પોતાની રચનાત્મકતાની વિસ્તૃત વિસ્તૃતિકરણ કરનાર ઉત્તર ગુજરાત પરિક્ષેત્ર, અમદાવાદના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવના બ્લોગ ‘ડાકિયા ડાક લાયા’ (http://dakbabu.blogspot.com/)ને ટોપ હિન્દી બ્લોગ્સમાં સ્થાન મળ્યું. ઇન્ડિયન ટોપ બ્લોગ્સ નામક સર્વે એજન્સી દ્વારા વિશ્વના હિન્દી બ્લોગ્સ પર કરાયેલા સર્વેના આધાર પર આ બ્લોગને શ્રેષ્ઠ હિન્દી બ્લોગ્સની ડિરેક્ટરીમાં શામિલ કરવામાં આવ્યું છ, જેમાં વર્ષ 2024 માં 104 હિન્દી બ્લોગોને સ્થાન મળ્યું છે. 100થી વધુ દેશોમાં જોવાતો અને વંચાતો ‘ડાકિયા ડાક લાયા’ બ્લોગ હાલમાં 1600થી વધુ પોસ્ટ પ્રકાશિત છે. વર્ષ 2008થી બ્લોગિંગમાં સક્રિય અને ‘દશકના શ્રેષ્ઠ હિન્દી બ્લોગર દંપતિ’ તેમજ સાર્ક દેશોના શ્રેષ્ઠ ‘પરિકલ્પના બ્લોગિંગ સાર્ક શિખર સન્માન’થી સમ્માનિત શ્રી કૃષ્ણ કુમાર યાદવ હિન્દી બ્લોગિંગ ક્ષેત્રમાં એક જાણીતા નામ બન્યા છે. ‘ડાકિયા ડાક લાયા’ બ્લોગ તેની વિવિધ પોસ્ટ્સ દ્વારા ડાક સેવાઓની વિશાળતા, વિવિધતા અને આધુનિક સમયમાં તેમાં થયેલાં બધા બદલાવોને રેખાંકિત કરે છે. આ બ્લોગ દ્વારા ડાક સેવાઓ સાથે જોડાયેલા ઘણા જાણીતા – અજાણ પાસાંને પ્રકાશિત કરવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે બહુમાત્રિક વ્યક્તિત્વ ધરાવતા શ્રી કૃષ્ણ કુમાર યાદવ ભારતીય ડાક સેવા ના 2001 બેચના વરિષ્ઠ અધિકારી છે, સાથે-સાથે સામાજિક, સાહિત્યિક અને સમકાલીન મુદ્દાઓ પર લેખન કરનારા સાહિત્યકાર, વિચારક અને બ્લોગર પણ છે. અત્યાર સુધી એમની 7 પુસ્તકો પ્રકાશિત થઇ ચૂકી છે – ‘અભિલાષા’ (કાવ્ય-સંગ્રહ), ‘અભિવ્યક્તિઓના બહાના ‘ અને ‘અનુભૂતિઓ અને વિમર્શ’ (નિબંધ-સંગ્રહ), ‘India Post : 150 Glorious Years’ (2006), ‘ક્રાંતિ-યજ્ઞ : 1857-1947 ની ગાથા’, ‘જંગલમાં ક્રિકેટ’ (બાલ-ગીત સંગ્રહ) અને ‘ 16 આને 16 લોક’ (નિબંધ-સંગ્રહ). વિભાગીય દાયિત્વ અને હિન્દી ના પ્રચાર દરમિયાન, લંડન, ફ્રાંસ, જર્મની, નેદરલૅન્ડ, દક્ષિણ કોરિયા, ભૂટાન, શ્રીલંકા, નેપાલ જેવા દેશોની યાત્રા કરી છે. ‘શબ્દ સર્જન કી ઓર’ (http://kkyadav.blogspot.com) અને ‘ડાકિયા ડાક લાયા’ (http://dakbabu.blogspot.com) આપના પ્રખ્યાત બ્લોગ્સ છે. નેપાલ, ભૂટાન અને શ્રીલંકા સહિત અનેક દેશોમાં આયોજિત આંતરરાષ્ટ્રીય બ્લોગર્સ સંમેલનમાં આપને સન્માનિત કરવામાં આવ્યા છે. દેશના વિવિધ ભાગોમાં – સુરત (ગુજરાત), કાનપુર, અંદમાન-નિકોબાર દ્વીપસમૂહ, પ્રયાગરાજ, જોધપુર, લખનૌ, વારાણસીમાં વિવિધ પદો પર કાર્ય કરવા ઉપરાંત હાલમાં ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ તરીકે કાર્યરત છે.

Read More »