शनिवार, नवंबर 23 2024 | 03:04:10 PM
Breaking News
Home / Choose Language / gujarati / કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં ‘કેન્દ્રીય હિન્દી સમિતિ’ની 32મી બેઠકની અધ્યક્ષતા કરી

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં ‘કેન્દ્રીય હિન્દી સમિતિ’ની 32મી બેઠકની અધ્યક્ષતા કરી

Follow us on:

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં ‘કેન્દ્રીય હિંદી સમિતિ’ની 32મી બેઠકની અધ્યક્ષતા કરી હતી. કેન્દ્રીય હિન્દી સમિતિ’ એ સર્વોચ્ચ સંસ્થા છે જે હિન્દી ભાષાના વિકાસ અને પ્રમોશન માટે માર્ગદર્શિકા પ્રદાન કરે છે.

0I9A8791.JPG

ગૃહ મંત્રીએ પોતાનાં સંબોધનમાં કહ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતીય ભાષાઓનાં સંરક્ષણ, સંવર્ધન અને વિસ્તૃત ઉપયોગ માટે અનેક પહેલો હાથ ધરી છે, જેણે વર્ષ 2014થી વર્ષ 2024 સુધીનો સમયગાળો ભારતીય ભાષાઓનાં સંરક્ષણ અને સંવર્ધન માટે સમર્પિત યુગ બનાવ્યો છે. તેમણે કહ્યું કે, તાજેતરમાં પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં વધુ પાંચ ભારતીય ભાષાઓને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપવામાં આવ્યો છે. તેમણે પ્રકાશ પાડ્યો કે ભારત વિશ્વનો એકમાત્ર એવો દેશ છે જ્યાં 11 ભાષાઓને શાસ્ત્રીય ભાષાઓ તરીકે માન્યતા આપવામાં આવી છે.

કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે, પ્રધાનમંત્રી મોદીએ હિન્દીમાં દરેક આંતરરાષ્ટ્રીય મંચ પર પોતાના વિચારો વ્યક્ત કરીને હિન્દીનું મહત્વ વધાર્યું છે. તેમણે ઉમેર્યું હતું કે, ભારતીય ભાષાઓમાં ઇજનેરી, તબીબી, પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણની પ્રાપ્યતાએ દેશની તમામ ભાષાઓના વિકાસ માટે સાનુકૂળ વાતાવરણ ઊભું કર્યું છે. શ્રી શાહે જણાવ્યું હતું કે, આ ભારતમાં ભાષા વિકાસની દિશામાં પ્રેરક પરિવર્તન છે, જેનો ઉદ્દેશ રાષ્ટ્રની સંભવિતતાનો સંપૂર્ણ ઉપયોગ કરવાનો છે. તેમણે કહ્યું હતું કે, જો આપણે આપણાં બાળકો અને યુવાનોની સંપૂર્ણ ક્ષમતાનો ઉપયોગ દેશનાં વિકાસ માટે કરવા ઇચ્છતાં હોઈએ, તો તેઓ તેમની માતૃભાષામાં અભ્યાસ કરે, તેનું વિશ્લેષણ કરે અને નિર્ણયો લે તે જરૂરી છે. શ્રી શાહે ઉલ્લેખ કર્યો હતો કે, ‘કેન્દ્રીય હિંદી સમિતિ’નો ઉદ્દેશ હિંદીનો વિકાસ કરવાનો, હિંદી સાહિત્યનું સંરક્ષણ કરવાનો અને તેને દેશની લિન્ક લેંગ્વેજ તરીકે સ્થાપિત કરવાનો છે.

0I9A8696.JPG

શ્રી અમિત શાહે નોંધ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં છેલ્લાં પાંચ વર્ષમાં હિન્દીને સશક્ત બનાવવા માટે ત્રણ મુખ્ય પહેલો હાથ ધરવામાં આવી છે. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, પ્રથમ મોટી પહેલ હિંદી શબ્દસિંધુ શબ્દકોશની રચના છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, આગામી પાંચ વર્ષની અંદર શબ્દસિંધુ દુનિયાનો સૌથી વ્યાપક શબ્દકોશ બની જશે. શ્રી શાહે જણાવ્યું હતું કે, ભારતીય ભાષા ઔનભાગ (ભારતીય ભાષા વિભાગ)ની સ્થાપના એ બીજી મહત્ત્વપૂર્ણ પહેલ છે. શ્રી શાહે જણાવ્યું હતું કે, જ્યાં સુધી આપણે તમામ ભારતીય ભાષાઓને મજબૂત નહીં કરીએ, ત્યાં સુધી આપણે પ્રગતિ ન કરી શકીએ. તેમણે નોંધ્યું હતું કે, આ વિભાગે અનુવાદ માટે ટેકનોલોજીનો ઉપયોગ કરવાનાં પ્રયાસો શરૂ કર્યા છે. કેન્દ્રીય ગૃહ મંત્રીએ ઉમેર્યું હતું કે, ત્રીજી મોટી પહેલ દેશનાં વિવિધ વિસ્તારોમાં સત્તાવાર ભાષા પરિષદનું આયોજન કરવાની છે, જેનાથી સત્તાવાર ભાષાનાં મહત્ત્વને સમજવામાં સરળતા રહેશે.

શ્રી અમિત શાહે હિન્દીને મજબૂત કરવા માટે બે મુખ્ય પહેલો હાથ ધરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. પ્રથમ હિન્દી સાહિત્યના વિકાસ, જાળવણી અને દીર્ધાયુષ્ય અને તેના વિવિધ વ્યાકરણના સ્વરૂપો માટે લાંબા ગાળાની નીતિ વિકસાવવાની છે. તેમણે જણાવ્યું હતું કે, આની સાથે સાથે, તમામ આધુનિક શિક્ષણ અભ્યાસક્રમોને હિન્દી અને અન્ય તમામ ભારતીય ભાષાઓમાં અનુવાદિત કરવા પણ જરૂરી છે. ગૃહ પ્રધાને હિન્દીને સાર્વત્રિક રૂપે સ્વીકૃત અને લવચીક બનાવવા પર પણ ભાર મૂક્યો હતો.

આ બેઠકમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી શ્રી જગત પ્રકાશ નડ્ડા, શિક્ષણ મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાન, કાયદા અને ન્યાય રાજ્યમંત્રી શ્રી અર્જુન રામ મેઘવાલ, સંસદીય બાબતોનાં રાજ્ય મંત્રી ડૉ. એલ. મુરુગન, ઓડિશાનાં મુખ્યમંત્રી શ્રી મોહન ચરણ માઝી, સત્તાવાર ભાષા પર સંસદીય સમિતિનાં ઉપાધ્યક્ષ શ્રી ભર્તૃહરિ મહતાબ, ઉપસ્થિત રહ્યાં હતાં.  સત્તાવાર ભાષા અંગેની સંસદીય સમિતિની ત્રણ પેટા સમિતિઓના કન્વીનરો, સત્તાવાર ભાષા વિભાગના સચિવ શ્રીમતી અંશુલી આર્ય અને સંયુક્ત સચિવ ડો.મીનાક્ષી જોલી.

કેન્દ્રીય હિન્દી સમિતિ’ એ સર્વોચ્ચ સંસ્થા છે જે હિન્દીના પ્રમોશન અને પ્રગતિશીલ ઉપયોગ માટે માર્ગદર્શિકા પ્રદાન કરે છે. સમિતિની ભૂમિકા હિંદીના વિકાસ અને સંવર્ધન માટે ભારત સરકારના વિવિધ મંત્રાલયો અને વિભાગો દ્વારા અમલમાં મૂકવામાં આવેલા કાર્ય અને કાર્યક્રમોનું સંકલન કરવાની છે. સમિતિ પાસે પેટા-સમિતિઓની નિમણૂક કરવાની અને તેની કામગીરીમાં સહાય કરવા માટે જરૂરી વધારાના સભ્યોની પસંદગી કરવાની સત્તા છે. સમિતિનો કાર્યકાળ સામાન્ય રીતે ત્રણ વર્ષનો હોય છે. વર્તમાન સમિતિનું પુનર્ગઠન 9 નવેમ્બર, 2021 ના રોજ કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ‘કેન્દ્રીય હિંદી સમિતિ’માં 9 કેન્દ્રીય મંત્રીઓ, 6 મુખ્યમંત્રીઓ, સત્તાવાર ભાષા પર સંસદીય સમિતિના ઉપાધ્યક્ષ અને ત્રણ સંયોજકો સામેલ છે, જેમાં કુલ 21 સભ્યો છે.

मित्रों,
मातृभूमि समाचार का उद्देश्य मीडिया जगत का ऐसा उपकरण बनाना है, जिसके माध्यम से हम व्यवसायिक मीडिया जगत और पत्रकारिता के सिद्धांतों में समन्वय स्थापित कर सकें। इस उद्देश्य की पूर्ति के लिए हमें आपका सहयोग चाहिए है। कृपया इस हेतु हमें दान देकर सहयोग प्रदान करने की कृपा करें। हमें दान करने के लिए निम्न लिंक पर क्लिक करें -- Click Here


* 1 माह के लिए Rs 1000.00 / 1 वर्ष के लिए Rs 10,000.00

Contact us

Check Also

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુયાનાના ભારતીય સમુદાયને સંબોધન કર્યું

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગુયાનાના જ્યોર્જટાઉનમાં આયોજિત એક કાર્યક્રમમાં ભારતીય સમુદાયને સંબોધન કર્યું હતું. …