રાષ્ટ્રીય એકતા દિવસની પૂર્વસંધ્યાએ, કેન્દ્રીય આરોગ્ય મંત્રી શ્રી જગત પ્રકાશ નડ્ડાએ આજે અહીં નિર્માણ ભવનમાં, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના અધિકારીઓ અને કર્મચારીઓના એક ગ્રુપને ભારતની એકતા અને અખંડિતતાને મજબૂત કરવાના શપત અપાવ્યા. આ પ્રસંગે કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ રાજ્ય મંત્રી શ્રી પ્રતાપરાવ જાધવ અને કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ શ્રીમતી પુણ્ય સલીલા …
Read More »પ્રધાનમંત્રીએ આયુર્વેદ દિવસ નિમિત્તે રાષ્ટ્રને શુભેચ્છા પાઠવી
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે આયુર્વેદ દિવસ નિમિત્તે રાષ્ટ્રને શુભેચ્છા પાઠવી છે. તેમણે કહ્યું કે ભગવાન ધન્વંતરિની જન્મજયંતિનો શુભ અવસર આપણી મહાન સંસ્કૃતિમાં આયુર્વેદની ઉપયોગીતા અને યોગદાન સાથે સંકળાયેલો છે. શ્રી મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે આયુર્વેદ – એક પ્રાચીન ચિકિત્સા પદ્ધતિ સમગ્ર માનવતાના સ્વસ્થ જીવન માટે ઉપયોગી બની રહેશે. …
Read More »પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને સ્પેનનાં પ્રધાનમંત્રી શ્રી પેડ્રો સાંચેઝે સંયુક્તપણે ગુજરાતનાં વડોદરામાં સી-295 એરક્રાફ્ટનાં ઉત્પાદન માટે ટાટા એરક્રાફ્ટ કોમ્પ્લેક્સનું ઉદઘાટન કર્યું
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને સ્પેનનાં પ્રધાનમંત્રી શ્રી પેડ્રો સાંચેઝે આજે ગુજરાતનાં વડોદરામાં ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિમિટેડ (ટીએએસએલ) કેમ્પસમાં સી-295 એરક્રાફ્ટનાં ઉત્પાદન માટે ટાટા એરક્રાફ્ટ કોમ્પ્લેક્સનું સંયુક્તપણે ઉદઘાટન કર્યું હતું. બંને પ્રધાનમંત્રીઓએ આ પ્રસંગે પ્રદર્શિત પ્રદર્શનનીનું અવલોકન પણ કર્યું. અહીં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, સ્પેનનાં પ્રધાનમંત્રી શ્રી પેડ્રો …
Read More »અલગ અને ઈનોવેટિવ અર્બન ટ્રાન્સપોર્ટ સિસ્ટમની માગ ભવિષ્યમાં વધતી રહેવાની છે અને એ માટે આપણે સૌએ તૈયાર રહેવાનું છેઃ કેન્દ્રીય મંત્રી શ્રી મનોહરલાલ ખટ્ટર
ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે આયોજિત યુએમઆઈ-2024 કોન્ફરન્સનો સમાપન સમારંભ યોજાયો. જેમાં કેન્દ્રીય આવાસ અને શહેરી વિકાસ મંત્રી શ્રી મનોહરલાલ ખટ્ટર, કેન્દ્રીય આવાસ અને શહેરી વિકાસ રાજ્ય મંત્રી શ્રી તોખન સાહુ, શ્રી કનુ દેસાઈ, નાણામંત્રી, ગુજરાત સરકાર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ત્રણ દિવસીય યુએમઆઈ-2025 કોન્ફરન્સમાં પ્રધાનમંત્રીના વિઝન વિકસિત ભારત@2047ને અનુરૂપ …
Read More »પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ લાઈવ ચેસ રેટિંગમાં 2800નો આંકડો પાર કરવા બદલ અર્જુન એરિગૈસીને અભિનંદન પાઠવ્યા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ભારતીય ચેસ ગ્રાન્ડમાસ્ટર અર્જુન એરિગૈસીને જીવંત ચેસ રેટિંગમાં 2800નો આંકડો પાર કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. શ્રી મોદીએ ભારતીયોને ગૌરવ અપાવવા માટે તેમની અસાધારણ પ્રતિભા અને દ્રઢતાની પણ પ્રશંસા કરી હતી અને સાથે જ કહ્યું હતું કે તેનાથી વધુ અનેક યુવાનોને પણ પ્રેરણા આપશે. પ્રધાનમંત્રીએ X પર …
Read More »ભારતના રાષ્ટ્રપતિએ શ્રી કે.આર. નારાયણનને તેમની જન્મજયંતિ પર પુષ્પાંજલિ અર્પણ કર્યા
ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે (27 ઓક્ટોબર, 2024) રાષ્ટ્રપતિ ભવન ખાતે ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ શ્રી કે.આર. નારાયણનને તેમની જન્મજયંતિ પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
Read More »વિશ્વ માનક દિવસ નિમિત્તે માનક મહોત્સવના ભાગરૂપે ભારતીય માનક બ્યુરો, અમદાવાદ દ્વારા ક્વોલિટી વોકાથોનનું આયોજન કરવામાં આવ્યું
ભારતીય માનક બ્યુરો (BIS) એ આપણા દેશની રાષ્ટ્રીય માનક સંસ્થા છે જે BIS એક્ટ 2016 હેઠળ અર્થતંત્રના વિવિધ ક્ષેત્રોને આવરી લેતા ઉત્પાદનો, પ્રક્રિયા અને સેવાઓ માટે ભારતીય માનકોને ઘડવા માટે ફરજિયાત બનાવામાં આવ્યું છે અને અનુરૂપ મૂલ્યાંકન યોજનાઓ ઘડવા તેમ જ અમલ કરવા માટે પણ જવાબદાર છે, જે માનકોના અમલીકરણનો અને ગુણવત્તાના પ્રમાણીકરણ પર દેખરેખ રાખે છે. BIS અમદાવાદ દ્વારા માનક મહોત્સવની ઉજવણીના ભાગરૂપે 27મી ઓક્ટોબર 2024ના રોજ અમદાવાદ ખાતે ક્વોલિટી વોકાથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ લોઅર પ્રોમેનેડ, સરદાર બ્રિજની નીચે રિવરફ્રન્ટ વેસ્ટ, અમદાવાદ ખાતે યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન વિવિધ ક્ષેત્રના 1000 થી વધુ પ્રતિભાગીઓએ ભાગ લીધો હતો. કાર્યક્રમની શરૂઆત યોગ અને ઝુમ્બા સાથે કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં શ્રી દિનેશ સિંહ કુશવાહ, ધારાસભ્ય, બાપુનગર, અમદાવાદ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિકસિત ભારત @ 2047ના વિઝનમાં ભારતીય માનક બ્યુરોના યોગદાન વિશે વાત કરી અને માનક ચિહ્નિત સામાનની ખરીદી પર ભાર મૂક્યો. શ્રી સુમિત સેંગર, નિદેશક અને પ્રમુખ BIS, અમદાવાદ એ પણ બધાને ગુણવત્તાની પ્રતિજ્ઞા લેવડાવી. આ વોકથોનને શ્રી દિનેશ સિંહ કુશવાહા, ધારાસભ્ય અને શ્રી સુમિત સેંગર નિદેશકઅનેપ્રમુખ, BIS, અમદાવાદ દ્વારા ફ્લેગ ઓફ કરવામાં આવી હતી.
Read More »પ્રધાનમંત્રીએ ઈન્ફ્રેન્ટ્રી દિવસ નિમિત્તે તમામ રેન્ક અને દિગ્ગજોની અદમ્ય ભાવના અને હિંમતને સલામ કરી
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઈન્ફ્રેન્ટ્રી દિવસના અવસરે પાયદળના તમામ રેન્ક અને દિગ્ગજોની અદમ્ય ભાવના અને હિંમતની પ્રશંસા કરી છે. પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું: “પાયદળ દિવસ પર, અમે બધા પાયદળના તમામ રેન્ક અને વેટરન્સની અદમ્ય ભાવના અને હિંમતને સલામ કરીએ છીએ, જેઓ અથાક રીતે આપણી સુરક્ષા કરે છે. તેઓ હંમેશા આપણા …
Read More »પ્રધાનમંત્રીએ મહાન નર્તક અને સાંસ્કૃતિક પ્રતિષ્ઠિત શ્રી કનક રાજુના નિધન પર શોક વ્યક્ત કર્યો
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે એક મહાન નર્તક અને સાંસ્કૃતિક પ્રતીક શ્રી કનક રાજુ જીના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. શ્રી મોદીએ ગુસાડી નૃત્યને સંરક્ષિત કરવામાં તેમના સમૃદ્ધ યોગદાન અને સાંસ્કૃતિક વારસાના મહત્વપૂર્ણ પાસાઓને તેમના અધિકૃત સ્વરૂપમાં ખીલવવા માટે તેમના સમર્પણ અને જુસ્સાને બિરદાવ્યો હતો. X પર એક પોસ્ટમાં …
Read More »પેન્શનધારકો માટે ખુશખબર, ડાકઘર દ્વારા ઘરે બેઠા બનશે જીવન પ્રમાણપત્ર – પોસ્ટ માસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવ
હવે પેન્શનધારકો ને જીવન પ્રમાણપત્ર રજૂ કરવા માટે કોઈ ટ્રેઝરી, બેંક અથવા અન્ય કોઈ વિભાગમાં જવાની જરૂર નથી. પેન્શનધારકો તેમના નજીકના ડાકઘરના પોસ્ટમેન અથવા ગ્રામીણ ડાક સેવકની મદદથી ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ મેળવી શકે છે. આ માટે માત્ર 70/- રૂપિયા ફી નિર્ધારિત કરવામાં આવી છે. આ પ્રમાણપત્ર આપમેળે સંબંધિત વિભાગને ઓનલાઈન પહોંચી જશે. આથી પેંશન મળવામાં કોઈ અડચણ નહીં થાય. આ સુવિધા તમામ ડાકઘરોમાં ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. ઉપરોક્ત માહિતી ઉત્તર ગુજરાત પરીક્ષેત્ર, અમદાવાદના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે આપી. પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું છે કે, ભારતીય ડાક વિભાગ દ્વારા તમામ વિભાગોના પેન્શનધારકોને ઘરે બેઠા ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ પ્રદાન કરવાની સુવિધા આપવામાં આવી રહી છે. ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકે 2020માં કેન્દ્રિય, રાજ્ય અને કર્મચારી ભવિષ્ય નિધિ સંસ્થાના પેન્શનધારકો માટે જીવન પ્રમાણ જનરેટ કરવા માટે ડિજિટલ લાઈફ સર્ટિફિકેટની ડોરસ્ટેપ સેવા શરૂ કરી હતી, જે પેંશન અને પેંશનરોના કલ્યાણ વિભાગ અને નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટરના સમન્વયમાં છે. આ પહેલનો ઉદ્દેશ ફેસ ઑથેન્ટિકેશન (ચેહરા પુષ્ટિ) ટેકનિક અને ફિંગરપ્રિન્ટ બાયોમેટ્રિક ઑથેન્ટિકેશનની ડિજિટલ પ્રક્રિયાનો ઉપયોગ વધારવો છે, જેથી બધા પેંશનરો, ખાસ કરીને દૂરદૂરના વિસ્તારોમાં રહેતા લોકોને અનુકૂળ સેવાઓ મળી શકે. પેન્શનધારકો આ સુવિધાનો લાભ મેળવવા માટે પોતાના વિસ્તારના પોસ્ટમેન સાથે તેમજ પોસ્ટ ઇન્ફો મોબાઇલ એપ (https://ccc.cept.gov.in/ServiceRequest/request.aspx) દ્વારા ઓનલાઈન અનુરોધ કરી શકે છે. આ માટે, પેંશનરને આધાર નંબર, મોબાઇલ નંબર, બેંક અથવા ડાકઘર બચત ખાતા નંબર અને પીપીઓ નંબર આપવો પડશે. પ્રમાણપત્ર જનરેશન પ્રક્રિયા પૂર્ણ થયા પછી, પેંશનરને તેમના મોબાઇલ નંબર પર એક પુષ્ટિકરણ એસ.એમ.એસ. પ્રાપ્ત થશે અને પ્રમાણપત્રને https://jeevanpramaan.gov.in/ppouser/login પર આગામી દિવસ પછી ઓનલાઇન જોઈ શકાશે. નોંધનીય છે કે પેન્શનધારકોએ દર વર્ષે સામાન્ય રીતે નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં ટ્રેઝરી, બેંક અથવા સંબંધિત વિભાગમાં જીવન પ્રમાણપત્ર રજૂ કરવાનું હોય છે.આ માટે, દૂરદૂરના વિસ્તારોમાં રહેતા પેંશનરોને ટ્રેઝરીમાં જવા માં ઘણી વખત મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને મુસાફરીમાં પણ ઘણો ખર્ચ થતો હોય છે. આવી સ્થિતિમાં, પોસ્ટ વિભાગની આ પહેલ પેન્શનધારકોને ઘણી સુવિધા આપશે. તે સાથે જ, પેન્શનધારક પોસ્ટમેનના માધ્યમથી ઘરે બેઠા પેંશનની રકમ આધાર ઇનેબલ્ડ પેમેન્ટ સિસ્ટમ દ્વારા પોતાના બેંક ખાતાથી મેળવી શકે છે.
Read More »