गुरुवार, फ़रवरी 05 2026 | 08:05:57 AM
Breaking News
Home / अन्य समाचार (page 49)

अन्य समाचार

ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એઆઇ અને ડેટા ફોર ગવર્નન્સ – જી20 ટ્રોઇકા (ભારત, બ્રાઝિલ અને દક્ષિણ આફ્રિકા) દ્વારા જોઇન્ટ કોમ્યુનિક્વિ પર જાહેરનામું, જેને કેટલાક જી20 દેશો, અતિથિ દેશો અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે

વૈશ્વિક વિકાસ દર માત્ર 3 ટકાથી વધુ છે, જે સદીના પ્રારંભ પછીનો સૌથી નીચો વિકાસ છે, જ્યારે રોગચાળા સુધી સરેરાશ 4 ટકા હિસ્સો પ્રવર્તે છે. તે જ સમયે, ટેકનોલોજી ઝડપથી આગળ વધી રહી છે, અને જો સમાનરીતે તેનો ઉપયોગ કરવામાં આવે, તો આપણને વૃદ્ધિ વધારવા, અસમાનતા ઘટાડવા અને સતત વિકાસ લક્ષ્યો (એસડીજી) પ્રાપ્ત કરવામાં …

Read More »

બીજી ભારત-ઓસ્ટ્રેલિયા વાર્ષિક શિખર પરિષદ

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને ઑસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થોની અલ્બેનીઝે 19 નવેમ્બરના રોજ રિયો ડી જાનેરોમાં G20 સમિટની સાથે સાથે 2જી ભારત-ઑસ્ટ્રેલિયા વાર્ષિક શિખર પરિષદ યોજી હતી. પ્રથમ વાર્ષિક સમિટ 10 માર્ચ 2023ના રોજ નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી અલ્બેનીઝની ભારતની સત્તાવાર મુલાકાત દરમિયાન યોજાઈ હતી. પ્રધાનમંત્રીઓએ ભારત-ઓસ્ટ્રેલિયા વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત કરવા માટે તેમના સમર્થનની પુનઃ પુષ્ટિ કરી. તેઓએ સંરક્ષણ …

Read More »

નિષ્કર્ષોની યાદી : પ્રધાનમંત્રીની ગુયાનાની સત્તાવાર મુલાકાત (19-21 નવેમ્બર, 2024)

ક્રમ હસ્તાક્ષર થયેલ એમઓયુ એમઓયુનો વ્યાપ 1. હાઇડ્રોકાર્બન ક્ષેત્રમાં સહકાર પર સમજૂતીકરાર (એમઓયુ) આ વિષય પર સહકારમાં ક્રૂડનું સોર્સિંગ, કુદરતી ગેસમાં જોડાણ, માળખાગત સુવિધાનો વિકાસ, ક્ષમતા નિર્માણ અને સંપૂર્ણ હાઇડ્રોકાર્બન વેલ્યુ ચેઇનમાં કુશળતાની વહેંચણી સામેલ છે. 2. કૃષિ અને આનુષંગિક ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહકાર માટે સમજૂતીકરાર (એમઓયુ) સંયુક્ત પ્રવૃત્તિઓ, વૈજ્ઞાનિક સામગ્રીઓ, માહિતી અને કર્મચારીઓના આદાનપ્રદાનના માધ્યમથી કૃષિ અને …

Read More »

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ માનવતાના સમૃદ્ધ ભવિષ્યની ભાગીદારી માટે સર્વસંમતિ સાધવા ‘સાગરમંથન’ની સફળતા માટે અપીલ કરી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય રાજધાનીમાં આયોજિત પ્રથમ દરિયાઈ કાર્યક્રમ સાગરમંથન, ધ ઓશન ડાયલોગનાં સફળ આયોજન પર પોતાનો સંદેશ વ્યક્ત કર્યો હતો. પીએમ મોદીએ માનવતાના સમૃદ્ધ ભવિષ્યની ભાગીદારી માટે સર્વસંમતિ બનાવવા માટે સાગરમંથનની સફળતા માટે હાકલ કરી હતી. નાઇજિરીયામાં કેમ્પ ઓફિસથી મોકલેલા પોતાના સંદેશમાં પીએમ મોદીએ જણાવ્યું હતું કે, “મુક્ત, …

Read More »

જળ શક્તિ મંત્રાલયે વિશ્વ શૌચાલય દિવસ 2024ના ભાગરૂપે 3 અઠવાડિયા લાંબા અભિયાનનો શુભારંભ કર્યો

પેયજળ અને સ્વચ્છતા વિભાગે રાષ્ટ્રવ્યાપી અભિયાન “હમારા શૌચાલય: હમારા સન્માન” (એચએસએચએસ) શરૂ કર્યું છે. 19 નવેમ્બર, વિશ્વ શૌચાલય દિવસથી આ અભિયાન શરૂ થશે અને 10 ડિસેમ્બર, 2024 માનવ અધિકાર દિવસ,ના રોજ સમાપ્ત થશે. આ અભિયાનમાં સ્વચ્છતા, માનવાધિકાર અને ગૌરવ વચ્ચેની મહત્વપૂર્ણ કડી પર ભાર મૂકવામાં આવશે. આ અભિયાન સ્વચ્છ, સ્વસ્થ સમુદાયો …

Read More »

‘ફિલ્મોની સમીક્ષા: ક્રિટિક્સથી રીડિંગ સિનેમા સુધી’ – મીડિયા પ્રતિનિધિઓએ ઇફ્ફી 2024માં ફિલ્મ પ્રશંસા પર તાલીમ લીધી

માહિતી અને પ્રસારણ મંત્રાલયના પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો (પીઆઈબી)એ ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (એફટીઆઇઆઇ), પૂણેના સહયોગથી  ગોવામાં 55મા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા (આઇએફએફઆઇ)ની સમાંતરે મીડિયા પ્રતિનિધિઓ માટે ‘રિવ્યુઈંગ ફિલ્મ્સઃ ફ્રોમ ક્રિટિકિંગ ટુ રીડિંગ સિનેમા‘ વિષય પર એક આકર્ષક ફિલ્મ પ્રશંસા અભ્યાસક્રમનું આયોજન કર્યું હતું. આ કોર્સનું આયોજન માત્ર ઇફ્ફી મીડિયા પ્રતિનિધિઓ માટે કરવામાં આવ્યું હતું, જેમાં ફિલ્મોની …

Read More »

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે ગુજરાતના ગાંધીનગરમાં 50મી અખિલ ભારતીય પોલીસ વિજ્ઞાન પરિષદને મુખ્ય અતિથિ તરીકે સંબોધન કર્યુ

કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે ગુજરાતના ગાંધીનગરમાં મુખ્ય અતિથિ તરીકે 50મી અખિલ ભારતીય પોલીસ વિજ્ઞાન પરિષદને સંબોધન કર્યું હતું. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય ગૃહ સચિવ શ્રી ગોવિંદ મોહન અને બ્યુરો ઓફ પોલીસ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ (બીપીઆર એન્ડ ડી)ના મહાનિર્દેશક શ્રી રાજીવકુમાર શર્મા સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત …

Read More »

ભારતીય રિઝર્વ બૅન્ક દ્વારા રાષ્ટ્રવ્યાપી આરબીઆઈ90ક્વિઝ સાથે 90મી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી

ભારતીય રિઝર્વ બૅન્ક (RBI) આ વર્ષે તેની સ્થાપનાના 90મા વર્ષની ઉજવણી કરી રહી છે. આ સીમાચિહ્નને યાદગાર બનાવવા માટે સમગ્ર વર્ષ દરમિયાન યોજાનાર શ્રેણીબદ્ધ કાર્યક્રમોના ભાગરૂપે, રિઝર્વ બૅન્ક દ્વારા આરબીઆઈ90ક્વિઝ શરૂ કરવામાં આવી છે, જે અંડરગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રવ્યાપી સામાન્ય જ્ઞાન-આધારિત ક્વિઝ સ્પર્ધા છે. આરબીઆઈ90ક્વિઝ એક ટીમ-આધારિત સ્પર્ધા છે, જેનું આયોજન પાંચ તબક્કામાં કરવામાં આવ્યું છે. 19-21 સપ્ટેમ્બર 2024 દરમિયાન ઓનલાઇન તબક્કો હાથ ધરવામાં આવ્યો હતો. ઓનલાઈન તબક્કાના પ્રદર્શનના આધારે, રાજ્ય કક્ષાના રાઉન્ડમાં ભાગ લેવા માટે કોલેજની ટીમોની પસંદગી કરવામાં આવી હતી. ગુજરાત રાજ્ય તેમજ દમણ-દીવ અને દાદરા નગર હવેલી કેંદ્ર શાસિત પ્રદેશો માટે આરબીઆઈ90ક્વિઝ નો રાજ્ય કક્ષાનો રાઉન્ડ 19 નવેમ્બર 2024 ના રોજ હોટલ હયાત રિજન્સી, અમદાવાદ ખાતે યોજાયો હતો, જેમાં 166 વિદ્યાર્થીઓ (83 ટીમો) એ ભાગ લીધો હતો. વિજેતા બનેલી ટીમમાં પ્રથમ સ્થાને ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી, ગાંધીનગરના વિદ્યાર્થીઓ શ્રી પ્રજ્વલ અને સુશ્રી કાવ્યા, ત્યારબાદ ડીએઆઈઆઈસીટી, ગાંધીનગર અને ન્યૂ એલજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી, અમદાવાદની ટીમ અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને રહી હતી. ટોચની ત્રણ ટીમોને અનુક્રમે ₹2 લાખ, ₹1.5 લાખ અને ₹1 લાખ ઇનામ સ્વરૂપે આપવામાં આવ્યા. આ વિજેતા ટીમ ઝોનલ રાઉન્ડમાં ભાગ લેશે, જે 3 ડિસેમ્બર, 2024 યોજાશે. રાષ્ટ્રીય ફાઇનલ 06 ડિસેમ્બર 2024માં મુંબઇ ખાતે યોજાશે.

Read More »

કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે સાબરકાંઠા જિલ્લાના હિમતનગરમાં 800 મેટ્રિક ટન ઉત્પાદન ક્ષમતા ધરાવતા અત્યાધુનિક એનિમલ ફીડ પ્લાન્ટનું ઉદઘાટન કર્યું

કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે 800 મેટ્રિક ટન ઉત્પાદન ક્ષમતા ધરાવતા અત્યાધુનિક પશુચારા પ્લાન્ટનો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકર ચૌધરી સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. શ્રી અમિત શાહે તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે, સાબર ડેરીની સ્થાપના સ્વરૂપે વાવવામાં આવેલું …

Read More »

“ફિલાવિસ્ટા-2024”નું કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહના હસ્તે ઉદ્ઘાટન

આજે સવારે દાંડી કુટિર મહાત્મા મંદિર ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે ગાંધીનગર પોસ્ટલ ડિવિઝન દ્વારા આયોજિત ફિલાટેલી પ્રદર્શન ફિલાવિસ્ટા-2024નું ઉદ્ધાટન કર્યુ હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. ગાંધીનગર પોસ્ટલ ડિવિઝન દ્વારા તા. 19 અને 20 નવેમ્બર દરમિયાન ફિલાટેલી પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. ફિલાટેલી પ્રેમીઓ માટેના આ દુર્લભ અને આકર્ષક સ્ટેમ્પ્સ પ્રદર્શનનું આજે સવારે કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહના હસ્તે ઉદ્ઘટાન કરવામાં આવ્યું હતું અને ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ બાબતે ગાંધીનગર ડિવિઝનના વરિષ્ઠ પોસ્ટ અધિક્ષક શ્રી પિયુષ રામપ્રસાદ રાજકે જિલ્લા સ્તરના આ ફિલાટેલી પ્રદર્શન “ફિલાવિસ્ટા-2024”ને નિહાળવા માટે વધુમાં વધુ નાગરિકોને અનુરોધ કર્યો છે. આ અનોખા ફિલાટેલી પ્રદર્શનમાં વિશિષ્ટ અને દુર્લભ સ્ટેમ્પ્સના રસપ્રદ ઈતિહાસથી લોકો જાણકાર થઈ શકશે તેમજ બાળકોમાં સ્ટેમ્પ્સ એકત્રિત કરવાનો શોખ તેમજ ફિલાટેલી પ્રત્યે લાગણી જગાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હોવાનું તેમણે જણાવ્યું હતું. આ પ્રદર્શન તા. 19 અને 20 એમ બે દિવસ તમામ લોકો માટે નિઃશૂલ્ક ખુલ્લું રહેશે.

Read More »