Wednesday, October 07 2026 | 09:42:13 AM
Breaking News

કેરળનાં મહિલા પત્રકાર પ્રતિનિધિ મંડળે GIFT Cityની મુલાકાત લીધી

Connect us on:

ગુજરાતનાં પ્રવાસે આવેલા કેરળનાં મહિલા પત્રકાર પ્રતિનિધિ મંડળે આજે ત્રીજા દિવસે GIFT, ગાંધીનગરની મુલાકાત લીધી હતી.

આ પ્રતિનિધિ મંડળે અહીં આવેલા ફોરેન એક્સચેન્જની રૂબરૂ મુલાકાત લઈ તેની કામગીરી અંગે માહિતી મેળવી હતી.

મંડળે ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસ સેન્ટર્સ ઓથોરિટી (IFSCA)નાં અઘ્યક્ષ શ્રી કે. રાજારમણ સાથેની મુલાકાત કરી હતી.

અધ્યક્ષ શ્રી. કે. રાજારમણે અહીં શરૂ થતાં વેપાર, કંપનીને કઈ રીતે અને કેટલો ફાયદો થાય છે તે માહિતી આપી હતી. તેમજ GIFT સીટીનાં વેપાર, રોજગાર ઉપરાંત અન્ય ફાયદાઓ વિશે માહિતી આપી હતી.

પત્રકારોએ ગિફ્ટ સિટી અને કૂલિંગ પ્લાન્ટની પણ મુલાકાત લઈ તેની કામગીરી અંગે માહિતી મેળવી હતી.

સાંજે સાબરમતી રિવરફ્રન્ટ ડેલપમેન્ટ પ્રોજક્ટ ઓફિસની મુલાકાત લઈ તેમણે સાબરમતીની કઈ રીતે કાયાપલટ કરવામાં આવી તેનું પ્રેઝન્ટેશન નિહાળ્યું હતું અને રિવર ક્રૂઝ અને ગુજરાતી ભોજનનો આનંદ પણ માણ્યો હતો.

 

About Matribhumi Samachar

Check Also

પાટણ ડાક ટિકિટ પ્રદર્શન ‘પાટણપેક્સ-2026’નું પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ અને સિદ્ધપુરના ધારાસભ્ય બળવંતસિંહ સી. રાજપૂતે કર્યું ઉદ્ઘાટન

ડાક ટિકિટોના માધ્યમથી ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસત સાથે જોડાઈ શકશે જેન-ઝેડ અને જેન-આલ્ફા યુવા પેઢી …