Monday, December 08 2025 | 02:31:44 AM
Breaking News

રાજ્યસભાના 266માં સત્રના સમાપન પ્રસંગે અધ્યક્ષના ભાષણના મૂળપાઠ

Connect us on:

માનનીય સભ્યો,

હું મારી વિદાયપૂર્ણ ભાષણ આપી રહ્યો છું.

આપણા બંધારણની 75મી વર્ષગાંઠ નિમિતે, આ સત્રનું સમાપન કરીએ છીએ ત્યારે આપણે ગંભીર ચિંતનની ક્ષણનો સામનો કરીએ છીએ. જ્યારે ગૃહમાં ઐતિહાસિક બંધારણ સંવિધાન દિવસની ઉજવણીનો આપણો ઉત્સવ લોકતાંત્રિક મૂલ્યોને પુનઃપુષ્ટ કરવાનો હતો, ત્યારે આ ગૃહમાં આપણાં કાર્યો એક અલગ જ વાર્તા જણાવે છે.

આ કઠોર વાસ્તવિકતા ચિંતાજનક છે કે આ સત્રની ઉત્પાદકતા માત્ર 40.03% છે, જેમાં માત્ર 43 કલાક અને 27 મિનિટ જ અસરકારક કામગીરી થઈ છે. સાંસદો તરીકે આપણે ભારતના લોકો તરફથી આકરી ટીકાનો સામનો કરી રહ્યા છીએ અને તે યોગ્ય પણ છે. આ સતત વિક્ષેપો આપણી લોકશાહી સંસ્થાઓમાં જનતાના વિશ્વાસને ખતમ કરી રહ્યાં છે, જ્યારે અમે ઓઇલફિલ્ડ્સ એમેન્ડમેન્ટ બિલ અને બોઇલર્સ બિલ 2024 પાસ કર્યું અને ભારત-ચીન સંબંધો પર માનનીય વિદેશ મંત્રીનું નિવેદન સાંભળ્યું છે. આ સિદ્ધિઓ આપણી નિષ્ફળતાઓથી ઢંકાયેલી છે.

સંસદીય વિચારણા પહેલા મીડિયાના માધ્યમથી નોટિસોને પ્રસિદ્ધ કરવાનું અને અને નિયમ 267નો આશરો લેવાની વધતી પ્રવૃત્તિ આપણી સંસ્થાકીય ગરિમાને વધુ ક્ષીણ કરે છે. આપણે એક નિર્ણાયક વળાંક પર ઊભા છીએ, ભારતના 1.4 અબજ નાગરિકો આપણી પાસેથી વધુ સારાની અપેક્ષા રાખે છે.

આ અર્થપૂર્ણ ચર્ચા અને વિનાશકારી વિક્ષેપ વચ્ચે પસંદગી કરવાનો સમય છે. આપણા લોકશાહી વારસાની માંગ છે કે આપણે રાજકીય મતભેદોથી ઉપર ઉઠીએ અને સંસદીય પ્રવચનની પવિત્રતા પુનઃસ્થાપિત કરીએ.

હું ઉપસભાપતિ, ઉપાધ્યક્ષ, મહાસચિવ, કર્મચારીઓ અને મીડિયાનો તેમના સમર્થન બદલ આભાર માનું છું.

ચાલો આપણે આપણા રાષ્ટ્રની સેવા કરવા માટે નવેસરથી પ્રતિબદ્ધતા સાથે પાછા ફરીએ જે ગૌરવને પાત્ર છે.

જય હિંદ

About Matribhumi Samachar

Check Also

સમુદ્રરક્ષણ 2.0નું સમાપન, ભારતની દરિયાકાંઠાની સુરક્ષા મજબૂત બની

રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (RRU) ની સ્કૂલ ઓફ ઇન્ટિગ્રેટેડ કોસ્ટલ એન્ડ મેરીટાઇમ સિક્યોરિટી સ્ટડીઝ (SICMSS) એ આજે ભારતીય …