Sunday, August 02 2026 | 01:12:09 PM
Breaking News

સોના-ચાંદીના વાયદામાં સામસામા રાહઃ સોનાનો વાયદો રૂ.4683 વધ્યો, ચાંદીનો વાયદો રૂ.6148 ઘટ્યો

Connect us on:

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા ઘટ્યાઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.107360. કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.150350.31 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 93107.71 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 37600 પોઇન્ટના સ્તરે

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.257718.39 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.107360. કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.150350.31 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ ફેબ્રુઆરી વાયદો 37600 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.7068.12 કરોડનું થયું હતું.

કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 93107.71 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ રૂ.140000ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.146900 અને નીચામાં રૂ.133687ના સ્તરને સ્પર્શી, રૂ.142217ના આગલા બંધ સામે રૂ.4683 વધી રૂ.146900ના સ્તરે પહોંચ્યો હતો. ગોલ્ડ-ગિની ફેબ્રુઆરી વાયદો 8 ગ્રામદીઠ રૂ.3224 વધી રૂ.122801 થયો હતો. ગોલ્ડ-પેટલ ફેબ્રુઆરી વાયદો 1 ગ્રામદીઠ રૂ.401 વધી રૂ.15414ના ભાવે બોલાયો હતો. સોનું-મિની ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ રૂ.3590 વધી રૂ.146100 થયો હતો. ગોલ્ડ-ટેન ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ રૂ.147688ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.149900 અને નીચામાં રૂ.134397ના મથાળે અથડાઈ, રૂ.147688ના આગલા બંધ સામે રૂ.2113 વધી રૂ.149801ના સ્તરે પહોંચ્યો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો કિલોદીઠ રૂ.267501ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.267501 અને નીચામાં રૂ.225805ના મથાળે અથડાઈ, રૂ.265652ના આગલા બંધ સામે રૂ.6148 ઘટી રૂ.259504ના સ્તરે પહોંચ્યો હતો. કિલોદીઠ ચાંદી-મિની ફેબ્રુઆરી વાયદો રૂ.14844 ઘટી રૂ.269200ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ચાંદી-માઇક્રો ફેબ્રુઆરી વાયદો રૂ.12328 ઘટી રૂ.268951ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

બિનલોહ ધાતુઓમાં રૂ. 10209.07 કરોડનાં કામકાજ થયાં હતાં. કિલોદીઠ તાંબું ફેબ્રુઆરી વાયદો રૂ.14.75 વધી રૂ.1244.5ના ભાવે બોલાયો હતો. જસત ફેબ્રુઆરી વાયદો રૂ.7.6 વધી રૂ.327.15ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. એલ્યુમિનિયમ ફેબ્રુઆરી વાયદો રૂ.6.6 વધી રૂ.315ના સ્તરે પહોંચ્યો હતો. સીસું ફેબ્રુઆરી વાયદો 50 પૈસા વધી રૂ.191.45 થયો હતો.

એનર્જી સેગમેન્ટમાં રૂ. 3537.60 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ઇલેક્ટ્રિસિટી ફેબ્રુઆરી વાયદો એમડબલ્યુએચદીઠ રૂ.3517ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.3540 અને નીચામાં રૂ.3236ના મથાળે અથડાઈ, રૂ.286 ઘટી રૂ.3269ના સ્તરે પહોંચ્યો હતો. ક્રૂડ તેલ ફેબ્રુઆરી વાયદો બેરલદીઠ રૂ.5961ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.5961 અને નીચામાં રૂ.5622ના સ્તરને સ્પર્શી, રૂ.5980ના આગલા બંધ સામે રૂ.321 ઘટી રૂ.5659ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ક્રૂડ તેલ-મિની ફેબ્રુઆરી વાયદો રૂ.322 ઘટી રૂ.5658ના સ્તરે પહોંચ્યો હતો. નેચરલ ગેસ ફેબ્રુઆરી વાયદો એમએમબીટીયુદીઠ રૂ.72.5 ઘટી રૂ.332.3 થયો હતો. નેચરલ ગેસ-મિની ફેબ્રુઆરી વાયદો રૂ.72.4 ઘટી રૂ.332.5 થયો હતો.

કૃષિચીજોના વાયદાઓમાં મેન્થા તેલ ફેબ્રુઆરી વાયદો કિલોદીઠ રૂ.980ના ભાવે ખૂલી, રૂ.3.8 વધી રૂ.982 થયો હતો. એલચી ફેબ્રુઆરી વાયદો કિલોદીઠ રૂ.2600ના ભાવે ખૂલી, રૂ.11 વધી રૂ.2590ના સ્તરે પહોંચ્યો હતો.

કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં રૂ. 58844.84 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ. 34262.87 કરોડનાં કામકાજ થયાં હતાં. તાંબાંના વાયદાઓમાં રૂ. 8793.56 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ. 708.70 કરોડ, સીસું અને સીસું-મિનીના વાયદાઓમાં રૂ. 65.81 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ. 629.92 કરોડનાં કામકાજ થયાં હતાં.

ઇલેક્ટ્રિસિટીના વાયદામાં રૂ. 14.91 કરોડનાં કામકાજ થયાં હતાં. ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ. 1301.56 કરોડનાં કામકાજ થયાં હતાં. નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ. 2221.13 કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદામાં રૂ. 3.17 કરોડનાં કામ થયાં હતાં. એલચીના વાયદામાં રૂ. 0.31 કરોડનાં કામ થયાં હતાં.

ઓપન ઇન્ટરેસ્ટ સોનાના વાયદાઓમાં 10278 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 88605 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 26379 લોટ, ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 353252 લોટ અને ગોલ્ડ-ટેનના વાયદાઓમાં 40544 લોટના સ્તરે હતો. ચાંદીના વાયદાઓમાં 9856 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 22924 લોટ અને ચાંદી-માઇક્રો વાયદાઓમાં 66525 લોટના સ્તરે રહ્યો હતો. ઇલેક્ટ્રિસિટીના વાયદાઓમાં 559 લોટ, ક્રૂડ તેલના વાયદાઓમાં 17539 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 15656 લોટના સ્તરે રહ્યો હતો.

ઇન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ ફેબ્રુઆરી વાયદો 36147 પોઇન્ટના સ્તરે ખૂલી, ઉપરમાં 37600 પોઇન્ટના સ્તર અને નીચામાં 34994 પોઇન્ટના સ્તરને સ્પર્શી, 854 પોઇન્ટ ઘટી 37600 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો.

કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ ફેબ્રુઆરી રૂ.5700ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.203 ઘટી રૂ.225.7 થયો હતો. જ્યારે નેચરલ ગેસ ફેબ્રુઆરી રૂ.400ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.37.05 ઘટી રૂ.17.6ના ભાવે બોલાયો હતો.

સોનું ફેબ્રુઆરી રૂ.150000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.2455.5 વધી રૂ.12355 થયો હતો. આ સામે ચાંદી ફેબ્રુઆરી રૂ.300000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.3880.5 વધી રૂ.24562.5 થયો હતો. તાંબું ફેબ્રુઆરી રૂ.1300ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.2 વધી રૂ.56ના ભાવે બોલાયો હતો. જસત માર્ચ રૂ.357.5ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ 59 પૈસા વધી રૂ.1.81 થયો હતો.

પુટ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ ફેબ્રુઆરી રૂ.5700ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.94.4 વધી રૂ.255ના ભાવે બોલાયો હતો. જ્યારે નેચરલ ગેસ ફેબ્રુઆરી રૂ.300ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.11.7 વધી રૂ.17.15ના ભાવે બોલાયો હતો.

સોનું ફેબ્રુઆરી રૂ.140000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.198.5 વધી રૂ.7654.5ના ભાવે બોલાયો હતો. આ સામે ચાંદી ફેબ્રુઆરી રૂ.200000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.284 ઘટી રૂ.10399.5 થયો હતો. તાંબું ફેબ્રુઆરી રૂ.1200ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.6.49 ઘટી રૂ.52.63 થયો હતો. જસત માર્ચ રૂ.297.5ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.3.67 ઘટી રૂ.3.18ના ભાવે બોલાયો હતો.

Credit : Naimish Trivedi

About Matribhumi Samachar

Check Also

ભારત-અમેરિકા વેપાર કરાર: જેમિસન ગ્રીરની દિલ્હી મુલાકાત અને $500 બિલિયનનો મહત્વાકાંક્ષી પ્લાન

વૈશ્વિક અર્થતંત્ર અને ભૌગોલિક રાજકીય સંતુલનને નવી દિશા આપનારી એક અત્યંત મહત્વપૂર્ણ ઘટના સામે આવી …