Saturday, April 18 2026 | 05:42:38 AM
Breaking News

પ્રધાનમંત્રી કુવૈતના સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત

Connect us on:

કુવૈતના અમીર મહામહિમ શેખ મેશાલ અલ-અહમદ અલ-જાબેર અલ-સબાહે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને કુવૈતનો સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કાર ધ ઓર્ડર ઓફ મુબારક અલ-કબીર એનાયત કર્યો. કુવૈતના પ્રધાનમંત્રી મહામહિમ શેખ અહમદ અલ-અબ્દુલ્લાહ અલ-અહમદ અલ-સબાહ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

પ્રધાનમંત્રીએ આ પુરસ્કાર ભારત અને કુવૈત વચ્ચે લાંબા સમયથી ચાલતી મિત્રતા, કુવૈતમાં ભારતીય સમુદાય અને ભારતના 1.4 અબજ લોકોને સમર્પિત કર્યો હતો.

43 વર્ષ બાદ ભારતના પ્રધાનમંત્રીની કુવૈતની આ ઐતિહાસિક મુલાકાત પર એવોર્ડ એનાયત થવાથી આ પ્રસંગમાં વિશેષ અર્થ ઉમેરાયો.

આ પુરસ્કારની સ્થાપના 1974માં કરવામાં આવી હતી અને ત્યારથી તે પસંદગીના વૈશ્વિક નેતાઓને એનાયત કરવામાં આવે છે.

 

भारत : 1885 से 1950 (इतिहास पर एक दृष्टि) व/या भारत : 1857 से 1957 (इतिहास पर एक दृष्टि) पुस्तक अपने घर/कार्यालय पर मंगाने के लिए आप निम्न लिंक पर क्लिक कर सकते हैं

सारांश कनौजिया की पुस्तकें

ऑडियो बुक : भारत 1885 से 1950 (इतिहास पर एक दृष्टि)

 

About Matribhumi Samachar

Check Also

INS ત્રિકંડ દ્વારા સેશેલ્સમાં ‘એક્સરસાઇઝ લામિતિયે 2026’ સફળતાપૂર્વક સંપન્ન

વિક્ટોરિયા, સેશેલ્સ: ભારતીય નૌકાદળનું અત્યાધુનિક સ્ટીલ્થ ફ્રિગેટ INS ત્રિકંડ, 20 માર્ચ 2026 ના રોજ સેશેલ્સના …