કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે પૂર્વ પ્રધાનમંત્રી સ્વર્ગસ્થ શ્રી અટલ બિહારી વાજપેયીજીને તેમની જન્મશતાબ્દી નિમિત્તે તેમના સ્મૃતિ સ્થળ ‘સદૈવ અટલ’ ખાતે શ્રદ્ધાંજલિ અર્પિત કરી.


X પ્લેટફોર્મ પર પોતાની પોસ્ટમાંશ્રી અમિત શાહે કહ્યું કે સુશાસન અને લોક કલ્યાણ પ્રત્યે અટલજીનું સમર્પણ ભાવિ પેઢીઓને માર્ગદર્શન આપતું રહેશે. શ્રી અટલ બિહારી વાજપેયીજીને તેમની જન્મજયંતિ પર નમન કરતા શ્રી શાહે કહ્યું કે અટલજીએ વિચારધારા અને મૂલ્ય આધારિત રાજનીતિ પ્રત્યેના સમર્પણ સાથે દેશમાં વિકાસ અને સુશાસનના નવા યુગની શરૂઆત કરી. તેમણે કહ્યું કે વાજપેયીજીએ સાંસ્કૃતિક રાષ્ટ્રવાદને કાર્ય સંસ્કૃતિ બનાવી અને હંમેશા દેશની સુરક્ષા અને જન કલ્યાણને સર્વોપરી રાખ્યું. તેમણે કહ્યું હતું કે અટલજી ધ્રુવ તારાની જેમ અનંતકાળ સુધી દેશવાસીઓને રાષ્ટ્ર સેવાના માર્ગ પર માર્ગદર્શન આપતા રહેશે.
Matribhumi Samachar Gujarati

