મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર ક્રિસમસની જાહેર રજા નિમિત્તે બુધવારના બંને સત્રનાં કામકાજ બંધ રહ્યા હતા. મંગળવારે મોડી રાત્રે 11-55 વાગ્યે પૂરા થતા સત્ર સુધીમાં વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.156186.39 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.18122.4 કરોડનાં કામકાજ થયાં હતાં, જ્યારે કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.138056.74 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઈન્ડેક્સ બુલડેક્સ જાન્યુઆરી વાયદો 18564 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.2419.61 કરોડનું થયું હતું.
કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 7579.44 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ રૂ.76255ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.76349 અને નીચામાં રૂ.76088ના મથાળે અથડાઈ, રૂ.76270ના આગલા બંધ સામે રૂ.27 ઘટી રૂ.76243ના સ્તરે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ડિસેમ્બર વાયદો 8 ગ્રામદીઠ રૂ.135 ઘટી રૂ.60681ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. જ્યારે ગોલ્ડ-પેટલ ડિસેમ્બર વાયદો 1 ગ્રામદીઠ રૂ.28 ઘટી રૂ.7563ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સોનું-મિની જાન્યુઆરી વાયદો 10 ગ્રામદીઠ રૂ.88 વધી રૂ.75594ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો કિલોદીઠ રૂ.89282ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.89573 અને નીચામાં રૂ.88842ના મથાળે અથડાઈ, રૂ.89326ના આગલા બંધ સામે રૂ.34 વધી રૂ.89360ના સ્તરે પહોંચ્યો હતો. આ સામે કિલોદીઠ ચાંદી-મિની ફેબ્રુઆરી વાયદો રૂ.74 વધી રૂ.89408ના ભાવ થયા હતા. જ્યારે ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી વાયદો રૂ.50 વધી રૂ.89410ના ભાવ થયા હતા.
બિનલોહ ધાતુઓમાં રૂ. 2992.92 કરોડનાં કામકાજ થયાં હતાં. કિલોદીઠ તાંબુ ડિસેમ્બર વાયદો 45 પૈસા ઘટી રૂ.794.55ના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે જસત ડિસેમ્બર વાયદો 10 પૈસા વધી રૂ.281ના ભાવ થયા હતા. આ સામે એલ્યુમિનિયમ ડિસેમ્બર વાયદો 65 પૈસા વધી રૂ.251.1ના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે સીસું ડિસેમ્બર વાયદો 75 પૈસા વધી રૂ.175.8ના ભાવે બોલાયો હતો.
એનર્જી સેગમેન્ટમાં રૂ. 7545.78 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ક્રૂડ તેલ જાન્યુઆરી વાયદો બેરલદીઠ રૂ.5928ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.6012 અને નીચામાં રૂ.5922ના સ્તરને સ્પર્શી, રૂ.5980ના આગલા બંધ સામે રૂ.9 ઘટી રૂ.5971ના ભાવે બોલાયો હતો. જ્યારે ક્રૂડ તેલ-મિની જાન્યુઆરી વાયદો રૂ.4 ઘટી રૂ.5980ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે નેચરલ ગેસ ડિસેમ્બર વાયદો એમએમબીટીયૂદીઠ 40 પૈસા વધી રૂ.334.1ના ભાવ થયા હતા. જ્યારે નેચરલ ગેસ-મિની ડિસેમ્બર વાયદો 20 પૈસા વધી રૂ.334.4ના ભાવે બોલાયો હતો.
કૃષિચીજોમાં મેન્થા તેલ ડિસેમ્બર વાયદો કિલોદીઠ રૂ.917.6ના ભાવે ખૂલી, રૂ.1.2 ઘટી રૂ.917.1ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. કોટન ખાંડી જાન્યુઆરી વાયદો ખાંડીદીઠ રૂ.40 ઘટી રૂ.54200ના ભાવ થયા હતા.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં રૂ. 4093.19 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ. 3486.25 કરોડના વેપાર થયા હતા. તાંબાના વાયદાઓમાં રૂ. 1738.57 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ. 383.86 કરોડ, સીસુ અને સીસુ-મિનીના વાયદાઓમાં રૂ. 78.64 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ. 791.84 કરોડનાં કામકાજ થયાં હતાં.
ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ. 1180.26 કરોડનાં વેપાર થયા હતા. જ્યારે નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ. 6365.52 કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદાઓમાં રૂ. 2.83 કરોડનાં કામ થયાં હતાં. કોટન-ખાંડીના વાયદાઓમાં રૂ. 4.27 કરોડનાં કામ થયાં હતાં.
ઓપન ઈન્ટરેસ્ટ સોનાના વાયદાઓમાં 14462 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 40751 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 9127 લોટ અને ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 108109 લોટના સ્તરે હતો. જ્યારે ચાંદીના વાયદાઓમાં 34493 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 55224 લોટ અને ચાંદી-માઈક્રો વાયદાઓમાં 197088 લોટના સ્તરે રહ્યો હતો. ક્રૂડ તેલના વાયદાઓમાં 8515 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 22789 લોટના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ જાન્યુઆરી વાયદો 18635 પોઈન્ટના સ્તરે ખૂલી, ઉપરમાં 18657 પોઈન્ટના સ્તર અને નીચામાં 18560 પોઈન્ટના સ્તરને સ્પર્શી, 45 પોઈન્ટ ઘટી 18564 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો.
કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ જાન્યુઆરી રૂ.6000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.5.1 ઘટી રૂ.148ના ભાવ થયા હતા. જ્યારે નેચરલ ગેસ જાન્યુઆરી રૂ.320ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ 50 પૈસા વધી રૂ.20ના ભાવે બોલાયો હતો.
સોનું ડિસેમ્બર રૂ.77000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.12 ઘટી રૂ.150ના ભાવ થયા હતા. આ સામે ચાંદી ફેબ્રુઆરી રૂ.90000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.18.5 વધી રૂ.3004ના ભાવે બોલાયો હતો. તાંબુ જાન્યુઆરી રૂ.800ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ 16 પૈસા ઘટી રૂ.17ના ભાવે બોલાયો હતો. જસત જાન્યુઆરી રૂ.280ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ 15 પૈસા વધી રૂ.8.85ના ભાવ થયા હતા.
મિની કોલ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની જાન્યુઆરી રૂ.6000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.3.95 ઘટી રૂ.151.3ના ભાવે બોલાયો હતો. આ સામે નેચરલ ગેસ-મિની જાન્યુઆરી રૂ.320ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ 55 પૈસા વધી રૂ.19.9ના ભાવે બોલાયો હતો. જ્યારે સોનું-મિની ડિસેમ્બર રૂ.76000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.68.5 ઘટી રૂ.0.5ના ભાવે બોલાયો હતો. આ સામે ચાંદી-મિની ફેબ્રુઆરી રૂ.89000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.33 વધી રૂ.3341ના ભાવે બોલાયો હતો.
પુટ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ જાન્યુઆરી રૂ.5900ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.1 વધી રૂ.129ના ભાવે બોલાયો હતો. જ્યારે નેચરલ ગેસ જાન્યુઆરી રૂ.290ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ 50 પૈસા ઘટી રૂ.22.35ના ભાવે બોલાયો હતો.
સોનું ડિસેમ્બર રૂ.76000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.2.5 ઘટી રૂ.280ના ભાવે બોલાયો હતો. આ સામે ચાંદી ફેબ્રુઆરી રૂ.89000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.78.5 ઘટી રૂ.3002.5ના ભાવ થયા હતા. તાંબુ જાન્યુઆરી રૂ.800ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ 14 પૈસા ઘટી રૂ.14.92ના ભાવે બોલાયો હતો. જસત જાન્યુઆરી રૂ.275ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ 42 પૈસા ઘટી રૂ.4.71ના ભાવે બોલાયો હતો.
મિની પુટ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની જાન્યુઆરી રૂ.5900ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ 85 પૈસા વધી રૂ.130.35ના ભાવ થયા હતા. આ સામે નેચરલ ગેસ-મિની જાન્યુઆરી રૂ.300ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ 60 પૈસા ઘટી રૂ.28.1ના ભાવ થયા હતા. જ્યારે સોનું-મિની ડિસેમ્બર રૂ.75000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.68.5 ઘટી રૂ.0.5ના ભાવ થયા હતા. આ સામે ચાંદી-મિની ફેબ્રુઆરી રૂ.89000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.181 ઘટી રૂ.2722ના ભાવ થયા હતા.
Credit : Naimish Trivedi
Matribhumi Samachar Gujarati

