પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ડૉ. પિયર-સિલ્વેન ફિલિયોઝટના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે સંસ્કૃત અધ્યયનને લોકપ્રિય બનાવવાના તેમના અનુકરણીય પ્રયાસો માટે તેમને યાદ કરવામાં આવશે, ખાસ કરીને સાહિત્ય અને વ્યાકરણના ક્ષેત્રમાં આપેલા યોગદાન બદલ યાદ કરાશે.
તેમણે X પર એક પોસ્ટમાં લખ્યું:
“ડૉ. પિયર-સિલ્વેન ફિલિયોઝટને સંસ્કૃત અભ્યાસને લોકપ્રિય બનાવવાના તેમના અનુકરણીય પ્રયાસો માટે યાદ કરવામાં આવશે, ખાસ કરીને સાહિત્ય અને વ્યાકરણના ક્ષેત્રમાં આપેલા યોગદાન બદલ યાદ કરાશે. તેઓ ભારત અને ભારતીય સંસ્કૃતિ સાથે ગાઢ રીતે જોડાયેલા હતા. તેમના નિધનથી મને ઘણું જ દુઃખ થયું છે. આવા સમયે મારી સંવેદનાઓ તેમના પરિવાર અને મિત્રો સાથે છે.”
Matribhumi Samachar Gujarati

