Sunday, December 07 2025 | 12:08:05 PM
Breaking News

ક્રૂડ તેલના વાયદામાં રૂ.323 અને નેચરલ ગેસમાં રૂ.36.70નો ઉછાળોઃ સોના-ચાંદીના વાયદામાં સામસામા રાહ

Connect us on:

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 27 ડિસેમ્બરથી 2 જાન્યુઆરી સુધીના સપ્તાહ દરમિયાન 72,49,499 સોદાઓમાં કુલ રૂ.8,71,138.53 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.1,09,303.76 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.761823.19 કરોડનો હતો. સપ્તાહ દરમિયાન સોના-ચાંદીના વાયદાઓમાં સામસામા રાહ જોવા મળ્યા હતા, જ્યારે બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એકંદરે નરમાઈનો માહોલ હતો. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને નેચરલ ગેસના વાયદા ઊછળીને બંધ રહ્યા હતા. એગ્રી કોમોડિટીઝમાં કોટન-ખાંડી અને મેન્થા તેલના વાયદાઓમાં સુધારો જોવાયો હતો.

સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 5,80,112 સોદાઓમાં રૂ.52,588.04 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.76,928ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.77,810 અને નીચામાં રૂ.76,018ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.890ના ઉછાળા સાથે રૂ.77,717ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની જાન્યુઆરી કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.625 ઊછળી રૂ.62,611 અને ગોલ્ડ-પેટલ જાન્યુઆરી કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.46 વધી રૂ.7,725ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ રૂ.870ના ઉછાળા સાથે રૂ.77,684ના સ્તરે પહોંચ્યો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો સપ્તાહના પ્રારંભે 1 કિલોદીઠ રૂ.89,815ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.90,249 અને નીચામાં રૂ.87,060ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.463ના ભાવઘટાડા સાથે રૂ.89,173ના સ્તરે બંધ થયો હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.456 ઘટી રૂ.89,209 અને ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.457 ઘટી રૂ.89,224 બંધ થયો હતો.

બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 70,078 સોદાઓમાં રૂ.8,936.18 કરોડના વેપાર થયા હતા. તાંબુ જાન્યુઆરી વાયદો રૂ.808.00ના ભાવે ખૂલી, રૂ.12.20 ઘટી રૂ.794.85 જ્યારે એલ્યુમિનિયમ જાન્યુઆરી કોન્ટ્રેક્ટ રૂ.1.10 ઘટી રૂ.240.30 તેમ જ સીસું જાન્યુઆરી કોન્ટ્રેક્ટ રૂ.1.35 ઘટી રૂ.177ના ભાવ થયા હતા. જસત જાન્યુઆરી કોન્ટ્રેક્ટ રૂ.7.05 ઘટી રૂ.276ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની જાન્યુઆરી વાયદો 1 કિલોદીઠ રૂ.1.05 ઘટી રૂ.240.75 સીસુ-મિની જાન્યુઆરી કોન્ટ્રેક્ટ રૂ.0.95 ઘટી રૂ.178.20 જસત-મિની જાન્યુઆરી વાયદો રૂ.6.30 ઘટી રૂ.276.75 બંધ થયો હતો.

એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 9,81,579 સોદાઓમાં રૂ.47,761.45 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ જાન્યુઆરી વાયદો સપ્તાહના પ્રારંભે 1 બેરલદીઠ રૂ.5,962ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.6,330 અને નીચામાં રૂ.5,958ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.323ના ઉછાળા સાથે રૂ.6,299 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની જાન્યુઆરી વાયદો રૂ.318 ઊછળી રૂ.6,297 બંધ થયો હતો. નેચરલ ગેસ જાન્યુઆરી વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.282ના ભાવે ખૂલી, રૂ.36.70 વધી રૂ.318.60 અને નેચરલ ગેસ-મિની જાન્યુઆરી વાયદો 36.3ની તેજી સાથે 318.3 બંધ થયો હતો.

કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે રૂ.18.09 કરોડનાં કામકાજ થયા હતા. કોટન ખાંડી જાન્યુઆરી વાયદો સપ્તાહના પ્રારંભે 1 ખાંડીદીઠ રૂ.54,630ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.56,000 અને નીચામાં રૂ.53,720ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.10 વધી રૂ.54,440ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ જાન્યુઆરી કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.9.90 વધી રૂ.940.80 બોલાયો હતો.

કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.29,944.39 કરોડનાં 38,992.614 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.22,643.65 કરોડનાં 2,553.878 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.4,701.78 કરોડનાં 76,64,700 બેરલ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.43,059.67 કરોડનાં 1,36,26,52,750 એમએમબીટીયૂ નાં કામ થયાં હતાં. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.1,010.12 કરોડનાં 41,740 ટન સીસુ અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.387.97 કરોડનાં 21,767 ટન તાંબાના વાયદાઓમાં રૂ.4,961.96 કરોડનાં 62,008 ટન અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.2,576.13 કરોડનાં 91,717 ટનના વેપાર થયા હતા. કૃષિ કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ.4.23 કરોડનાં 3,120 ખાંડી મેન્થા તેલ વાયદામાં રૂ.13.74 કરોડનાં 146.52 ટનનાં કામકાજ થયાં હતાં.

ઓપન ઈન્ટરેસ્ટ એમસીએક્સ પર સપ્તાહના અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 18,505.776 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 1,540.588 ટન, તાંબાના વાયદાઓમાં 27,915 ટન, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીમાં 20,995 ટન, સીસુ અને સીસુ-મિનીમાં 6,740 ટન તથા જસત અને જસત-મિનીમાં 20,692 ટન, એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં 16,44,050 બેરલ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં 2,31,13,500 એમએમબીટીયૂ, કૃષિ કોમોડિટીઝમાં કોટન-ખાંડી વાયદામાં 18,096 ખાંડી અને મેન્થા તેલ વાયદામાં 180.36 ટનના સ્તરે રહ્યો હતો.

ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર બુલડેક્સ વાયદામાં રૂ.11.58 કરોડનાં 124 લોટનાં કામકાજ થયાં હતાં. ઓપન ઈન્ટરેસ્ટ બુલડેક્સ વાયદામાં 55 લોટના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ જાન્યુઆરી વાયદો 18,736 પોઈન્ટ ખૂલી, ઉપરમાં 18,855 અને નીચામાં 18,480 બોલાઈ, 375 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 120 પોઈન્ટ વધી 18,830 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો.

ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર રૂ.761823.19 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનું તથા સોનું-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.281126.62 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.9358.83 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.374641.69 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.89822.24 કરોડનાં કામકાજ થયાં હતાં.

Credit : Namish Trivedi

About Matribhumi Samachar

Check Also

નિકાસ પ્રમોશન મિશન: ભારતની નિકાસ સ્પર્ધાત્મકતાને મજબૂત બનાવવા માટે એક એકીકૃત માળખું

હાઇલાઇટ્સ સરકારે નિકાસને વેગ આપવા માટે ₹25,060 કરોડના બજેટ સાથે નિકાસ પ્રમોશન મિશન (EPM) ને મંજૂરી …