
કોમોડિટી વાયદાઓમાં રૂ.29306.53 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.84726.69 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 21189.40 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 31283 પોઇન્ટના સ્તરે
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.114040.18 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.29306.53 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.84726.69 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. ઇન્ડેક્સ વાયદાઓમાં રૂ.6.67 કરોડ અને ઇન્ડેક્સ ઓપ્શન્સમાં રૂ..29 કરોડનાં કામકાજ થયાં હતાં. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ ડિસેમ્બર વાયદો 31283 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.1674.13 કરોડનું થયું હતું.
કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 21189.40 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ રૂ.129897ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.130854 અને નીચામાં રૂ.129802ના મથાળે અથડાઈ, રૂ.130078ના આગલા બંધ સામે રૂ.557 વધી રૂ.130635ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ગોલ્ડ-ગિની ડિસેમ્બર વાયદો 8 ગ્રામદીઠ રૂ.326 વધી રૂ.104523ના ભાવે બોલાયો હતો. ગોલ્ડ-પેટલ ડિસેમ્બર વાયદો 1 ગ્રામદીઠ રૂ.40 વધી રૂ.13088ના ભાવે બોલાયો હતો. સોનું-મિની જાન્યુઆરી વાયદો 10 ગ્રામદીઠ રૂ.503 વધી રૂ.129397ના ભાવે બોલાયો હતો. ગોલ્ડ-ટેન ડિસેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂ.129048ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.129840 અને નીચામાં રૂ.128927ના મથાળે અથડાઈ, રૂ.129192ના આગલા બંધ સામે રૂ.493 વધી રૂ.129685ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો કિલોદીઠ રૂ.179509ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.182869 અને નીચામાં રૂ.179200ના મથાળે અથડાઈ, રૂ.178138ના આગલા બંધ સામે રૂ.3762 વધી રૂ.181900ના સ્તરે પહોંચ્યો હતો. કિલોદીઠ ચાંદી-મિની ફેબ્રુઆરી વાયદો રૂ.3589 વધી રૂ.182526ના સ્તરે પહોંચ્યો હતો. ચાંદી-માઇક્રો ફેબ્રુઆરી વાયદો રૂ.3522 વધી રૂ.182465ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓમાં રૂ. 3629.85 કરોડનાં કામકાજ થયાં હતાં. કિલોદીઠ તાંબું ડિસેમ્બર વાયદો રૂ.15.6 વધી રૂ.1089.2ના ભાવે બોલાયો હતો. જસત ડિસેમ્બર વાયદો રૂ.3.2 વધી રૂ.311.45ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. એલ્યુમિનિયમ ડિસેમ્બર વાયદો 70 પૈસા વધી રૂ.278.95ના સ્તરે પહોંચ્યો હતો. સીસું ડિસેમ્બર વાયદો 10 પૈસા વધી રૂ.183.15ના ભાવે બોલાયો હતો.
એનર્જી સેગમેન્ટમાં રૂ. 4485.18 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ઇલેક્ટ્રિસિટી ડિસેમ્બર વાયદો એમડબલ્યુએચદીઠ રૂ.4222ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.4233 અને નીચામાં રૂ.4074ના સ્તરને સ્પર્શી, રૂ.125 ઘટી રૂ.4097 થયો હતો. ક્રૂડ તેલ ડિસેમ્બર વાયદો બેરલદીઠ રૂ.5363ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.5389 અને નીચામાં રૂ.5347ના મથાળે અથડાઈ, રૂ.5383ના આગલા બંધ સામે રૂ.13 ઘટી રૂ.5370ના સ્તરે પહોંચ્યો હતો. ક્રૂડ તેલ-મિની ડિસેમ્બર વાયદો રૂ.11 ઘટી રૂ.5370 થયો હતો. નેચરલ ગેસ ડિસેમ્બર વાયદો એમએમબીટીયુદીઠ રૂ.8.1 વધી રૂ.455.5 થયો હતો. નેચરલ ગેસ-મિની ડિસેમ્બર વાયદો રૂ.7.8 વધી રૂ.455.4 થયો હતો.
કૃષિચીજોના વાયદાઓમાં મેન્થા તેલ ડિસેમ્બર વાયદો કિલોદીઠ રૂ.904ના ભાવે ખૂલી, રૂ.1 ઘટી રૂ.903ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. કોટન ડિસેમ્બર વાયદો રૂ.930 ઘટી રૂ.24200ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. એલચી ડિસેમ્બર વાયદો કિલોદીઠ રૂ.2696ના ભાવે ખૂલી, કોઈ ફેરફાર વગર રૂ.2620ના સ્તરે પહોંચ્યો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં રૂ. 9282.79 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ. 11906.61 કરોડનાં કામકાજ થયાં હતાં. તાંબાંના વાયદાઓમાં રૂ. 2997.53 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ. 235.52 કરોડ, સીસું અને સીસું-મિનીના વાયદાઓમાં રૂ. 10.85 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ. 385.41 કરોડનાં કામકાજ થયાં હતાં.
ઇલેક્ટ્રિસિટીના વાયદામાં રૂ. 17.31 કરોડનાં કામકાજ થયાં હતાં. ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ. 403.90 કરોડનાં કામકાજ થયાં હતાં. નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ. 4063.97 કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદામાં રૂ. 0.91 કરોડનાં કામ થયાં હતાં. કોટન-ખાંડીના વાયદામાં રૂ. 0.43 કરોડનાં કામ થયાં હતાં. એલચીના વાયદામાં રૂ. 0.77 કરોડનાં કામ થયાં હતાં.
ઓપન ઇન્ટરેસ્ટ સોનાના વાયદાઓમાં 14416 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 64888 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 19289 લોટ, ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 311003 લોટ અને ગોલ્ડ-ટેનના વાયદાઓમાં 31164 લોટના સ્તરે હતો. ચાંદીના વાયદાઓમાં 19211 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 42500 લોટ અને ચાંદી-માઇક્રો વાયદાઓમાં 117497 લોટના સ્તરે રહ્યો હતો. ઇલેક્ટ્રિસિટીના વાયદાઓમાં 794 લોટ, ક્રૂડ તેલના વાયદાઓમાં 16345 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 34422 લોટના સ્તરે રહ્યો હતો.
ઇન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ ડિસેમ્બર વાયદો 31172 પોઇન્ટના સ્તરે ખૂલી, ઉપરમાં 31356 પોઇન્ટના સ્તર અને નીચામાં 31151 પોઇન્ટના સ્તરને સ્પર્શી, 273 પોઇન્ટ વધી 31283 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો.
કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ ડિસેમ્બર રૂ.5400ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.13.3 ઘટી રૂ.95 થયો હતો. જ્યારે નેચરલ ગેસ ડિસેમ્બર રૂ.460ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.2.7 વધી રૂ.21.6ના ભાવે બોલાયો હતો.
સોનું ડિસેમ્બર રૂ.136000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.49 વધી રૂ.847ના ભાવે બોલાયો હતો. આ સામે ચાંદી ડિસેમ્બર રૂ.185000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.1120.5 વધી રૂ.5230 થયો હતો. તાંબું ડિસેમ્બર રૂ.1100ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.6.84 વધી રૂ.20.8ના ભાવે બોલાયો હતો. જસત ડિસેમ્બર રૂ.310ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.1.5 વધી રૂ.6.18 થયો હતો.
પુટ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ ડિસેમ્બર રૂ.5400ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.3.2 ઘટી રૂ.126ના ભાવે બોલાયો હતો. જ્યારે નેચરલ ગેસ ડિસેમ્બર રૂ.450ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.4.6 ઘટી રૂ.20.75 થયો હતો.
સોનું ડિસેમ્બર રૂ.123000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.81.5 ઘટી રૂ.358 થયો હતો. આ સામે ચાંદી ડિસેમ્બર રૂ.175000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.1551 ઘટી રૂ.3470 થયો હતો. જસત ડિસેમ્બર રૂ.310ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ 23 પૈસા ઘટી રૂ.4.5 થયો હતો.


Credit : Naimish Trivedi
Matribhumi Samachar Gujarati

