Friday, December 26 2025 | 08:20:33 AM
Breaking News

એર કોમોડોર દેબકીનંદન સાહુએ એર ઓફિસર કમાન્ડિંગ, બેઝ રિપેર ડેપો, તુગલકાબાદનો કાર્યભાર સંભાળ્યો

Connect us on:

એર કોમોડોર દેબકીનંદન સાહુએ તા. 6 જાન્યુઆરી 2025ના રોજ એર કોમોડોર ઋષિ સેઠ પાસેથી બેઝ રિપેર ડેપો, તુગલકાબાદની કમાન સંભાળી હતી. તેમણે ડેપોના કર્મચારીઓ દ્વારા પ્રભાવશાળી ઔપચારિક પરેડ સાથે ચાર્જ સંભાળ્યો હતો.

એર કોમોડોર દેબકીનંદન સાહુને 30 મે 1994ના રોજ ભારતીય વાયુસેનાના એરોનોટિકલ એન્જિનિયરિંગમાં કમિશન આપવામાં આવ્યું હતું. આ ક્ષેત્રમાં તેમનો અનુભવ અને કુશળતા પ્રશંસનીય છે. તેઓ એરફોર્સ ટેકનિકલ કોલેજ (AFTC), ડિફેન્સ સર્વિસીસ સ્ટાફ કોલેજ (DSSC) અને કોલેજ ઓફ એર વોરફેર, સિકંદરાબાદના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. તેમની પાસે ઉડ્ડયન અને માર્ગદર્શિત શસ્ત્ર મિસાઇલ પ્રણાલીના ક્ષેત્રમાં વ્યાપક તકનીકી કુશળતા છે.

એર ઓફિસર દેબકીનંદન સાહુએ તેમની શાનદાર કારકિર્દી દરમિયાન ઘણા મહત્વના હોદ્દાઓ સંભાળ્યા છે. તેમાં મુખ્ય એરફોર્સ બેઝના ચીફ એન્જિનિયરિંગ ઓફિસર્સ, ઓપરેશનલ કમાન્ડ હેડક્વાર્ટર અને એર હેડક્વાર્ટર ખાતે સ્ટાફની નિમણૂકોનો સમાવેશ થાય છે. તેમની વિશિષ્ટ સેવાની માન્યતામાં, એર કોમોડોર દેબકીનંદન સાહુને 26 જાન્યુઆરી 2023 ના રોજ ભારતના રાષ્ટ્રપતિ દ્વારા વિશિષ્ઠ સેવા મેડલ એનાયત કરવામાં આવ્યો હતો.

 

भारत : 1885 से 1950 (इतिहास पर एक दृष्टि) व/या भारत : 1857 से 1957 (इतिहास पर एक दृष्टि) पुस्तक अपने घर/कार्यालय पर मंगाने के लिए आप निम्न लिंक पर क्लिक कर सकते हैं

सारांश कनौजिया की पुस्तकें

 

ऑडियो बुक : भारत 1885 से 1950 (इतिहास पर एक दृष्टि)

 

About Matribhumi Samachar

Check Also

ભારતના રાષ્ટ્રપતિએ ‘લોક-કેન્દ્રિત રાષ્ટ્રીય સુરક્ષા: વિકાસ ભારતના નિર્માણમાં સમુદાય ભાગીદારી’ વિષય પર IB સેન્ટર એન્ડોવમેન્ટ લેક્ચરને સંબોધન કર્યું

ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મૂએ આજે (23 ડિસેમ્બર, 2025) નવી દિલ્હીમાં ‘લોક-કેન્દ્રિત રાષ્ટ્રીય સુરક્ષા: વિકાસ ભારતના નિર્માણમાં સમુદાય ભાગીદારી’ વિષય પર IB સેન્ટર એન્ડોવમેન્ટ લેક્ચરને સંબોધન કર્યું હતું. આ પ્રસંગે રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે, આઝાદી પછી આઇબી ભારતના લોકોને સુરક્ષા પ્રદાન કરવામાં અને રાષ્ટ્રની એકતા અને અખંડિતતાની ખાતરી કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી રહી છે, તે ગર્વની વાત છે. રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે, આ …