કર્ણાટકમાં હ્યુમન મેટાપ્ન્યુમોવાયરસ (HMPV)ના કેસ મળ્યા હોવાના મીડિયા અહેવાલો છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) એ કર્ણાટકમાં હ્યુમન મેટાપ્યુમોવાયરસ (HMPV)ના બે કેસ શોધી કાઢ્યા છે. બંને કેસની ઓળખ નવા શ્વસન વાયરલ સંબંધી બિમારીઓ પર નિયમિત દેખરેખ રાખવા દરમિયાન કરવામાં આવી હતી, જે દેશભરમાં શ્વસન સંબંધી બીમારીઓથી દેખરેખ માટે ICMR દ્વારા ચાલી રહેલા પ્રયાસોનો ભાગ જ છે.
એ વાત પર ભાર મૂકવામાં આવે છે કે HMPV ભારત સહિત વિશ્વભરમાં પહેલેથી જ પ્રચલનમાં છે, અને HMPV-સંબંધિત શ્વસન રોગોના કેસો ઘણા દેશોમાં નોંધાયા છે. વધુમાં ICMR અને ઈન્ટિગ્રેટેડ ડિસીઝ સર્વેલન્સ પ્રોગ્રામ (IDSP) નેટવર્કના હાલના ડેટાના આધારે, દેશમાં ઈન્ફલ્યુએન્ઝા જેવી બીમારી (ILI) અથવા ગંભીર તીવ્ર શ્વાસોચ્છવાસની બીમારી (SARI) ના કેસોમાં કોઈ અસામાન્ય વધારો થયો નથી.
મળી આવેલા HMPV કેસોની વિગતો નીચે મુજબ છે:
- 3 મહિનાની એક બાળકી, જેને બ્રોન્કોપ્યુનિમોનિયાના ઇતિહાસ સાથે બેંગલુરુની બેપ્ટિસ્ટ હોસ્પિટલમાં દાખલ કર્યા પછી HMPV હોવાનું નિદાન થયું હતું. તેને હાલ રજા આપી દેવામાં આવી છે.
- 8 મહિનાનું એક બાળક, જેણે બ્રોન્કોપ્યુનિમોનિયાના ઇતિહાસ સાથે બેપ્ટિસ્ટ હોસ્પિટલમાં બેંગલુરુમાં દાખલ કર્યા પછી 3 જાન્યુઆરી, 2025ના રોજ HMPV માટે સકારાત્મક પરીક્ષણ કર્યું હતું. શિશુ હવે સ્વસ્થ થઈ રહ્યું છે.
એ નોંધવું અગત્યનું છે કે અસરગ્રસ્ત દર્દીઓમાંથી કોઈપણનો આંતરરાષ્ટ્રીય પ્રવાસનો કોઈ ઇતિહાસ નથી.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય તમામ ઉપલબ્ધ સર્વેલન્સ ચેનલો દ્વારા પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે. ICMR આખા વર્ષ દરમિયાન HMPV સંક્રમણ, ફેલાવાને ટ્રૅક કરવાનું ચાલુ રાખશે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએચઓ) પહેલેથી જ ચીનની પરિસ્થિતિ અંગે સમયસર અપડેટ પ્રદાન કરી રહ્યું છે કે જેથી ચાલી રહેલા ઉપાયો અંગે વધુ જાણકારી મળી શકે.
સમગ્ર દેશમાં હાથ ધરવામાં આવેલી તાજેતરની સજ્જતા કવાયત દર્શાવે છે કે ભારત શ્વસન સંબંધી બિમારીઓમાં કોઈપણ સંભવિત વધારાને નિયંત્રિત કરવા માટે સુસજ્જ છે અને જો જરૂર પડે તો જાહેર આરોગ્ય દરમિયાનગીરીઓ તાત્કાલિક ઉપલબ્ધ કરી શકાય છે.
Matribhumi Samachar Gujarati

