
કોટન, મેન્થા તેલમાં નરમાઇનો માહોલઃ એલચીમાં સુધારાનો સંચારઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.426235.42 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.2174156.04 કરોડનું સાપ્તાહિક ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.335588.19 કરોડનાં સાપ્તાહિક કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 31010 પોઇન્ટના સ્તરે
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર 28 નવેમ્બરથી 4 ડિસેમ્બરના સપ્તાહ દરમિયાન વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.26,00,460.97 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.4,26,235.42 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.21,74,156.04 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. ઇન્ડેક્સ વાયદાઓમાં રૂ.68.16 કરોડ અને ઇન્ડેક્સ ઓપ્શન્સમાં રૂ.1.36 કરોડનાં કામકાજ થયાં હતાં. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ ડિસેમ્બર વાયદો 31010 પોઇન્ટના સ્તરે બંધ થયો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર સાપ્તાહિક ધોરણે રૂ.31032.05 કરોડનું થયું હતું.
સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.335588.19 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.128352ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.131400 અને નીચામાં રૂ.127891ના સ્તરને સ્પર્શી, રૂ.127667ના આગલા બંધ સામે સપ્તાહના અંતે રૂ.2411ના ઉછાળા સાથે રૂ.130078ના ભાવે બંધ થયો હતો. ગોલ્ડ-ગિની ડિસેમ્બર વાયદો સપ્તાહના અંતે 8 ગ્રામદીઠ રૂ.1985 ઊછળી રૂ.104197 થયો હતો. ગોલ્ડ-પેટલ ડિસેમ્બર વાયદો 1 ગ્રામદીઠ રૂ.242 વધી સપ્તાહના અંતે રૂ.13048 થયો હતો. સોનું-મિની જાન્યુઆરી વાયદો સપ્તાહના અંતે 10 ગ્રામદીઠ રૂ.2200 ઊછળી રૂ.128894ના ભાવે બોલાયો હતો. ગોલ્ડ-ટેન ડિસેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.127105ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.130350 અને નીચામાં રૂ.127105ના સ્તરને સ્પર્શી, રૂ.126904ના આગલા બંધ સામે સપ્તાહના અંતે રૂ.2288ની તેજી સાથે રૂ.129192ના ભાવે બંધ થયો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો સપ્તાહના પ્રારંભે કિલોદીઠ રૂ.167190ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.184743ના ઓલ ટાઇમ હાઇ સ્તરને સ્પર્શી, નીચામાં રૂ.166980ના મથાળે અથડાઈ, રૂ.165987ના આગલા બંધ સામે સપ્તાહના અંતે રૂ.12151ના જંગી ઉછાળા સાથે રૂ.178138ના સ્તરે પહોંચ્યો હતો. સપ્તાહના અંતે કિલોદીઠ ચાંદી-મિની ફેબ્રુઆરી વાયદો રૂ.12266ની તેજી સાથે રૂ.178937 થયો હતો. ચાંદી-માઇક્રો ફેબ્રુઆરી વાયદો રૂ.12328ની તેજી સાથે સપ્તાહના અંતે રૂ.178943ના ભાવે બંધ થયો હતો.
બિનલોહ ધાતુઓમાં રૂ.25221.11 કરોડનાં કામકાજ થયાં હતાં. સપ્તાહના અંતે કિલોદીઠ તાંબું ડિસેમ્બર વાયદો રૂ.52.9 વધી રૂ.1073.6ના સ્તરે પહોંચ્યો હતો. જસત ડિસેમ્બર વાયદો રૂ.9.15 વધી રૂ.308.25ના સ્તરે સપ્તાહના અંતે પહોંચ્યો હતો. એલ્યુમિનિયમ ડિસેમ્બર વાયદો સપ્તાહના અંતે રૂ.7.8 વધી રૂ.278.25ના ભાવે બોલાયો હતો. સીસું ડિસેમ્બર વાયદો રૂ.1.3 વધી સપ્તાહના અંતે રૂ.183.05ના સ્તરે પહોંચ્યો હતો.
એનર્જી સેગમેન્ટમાં રૂ.65410.44 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ઇલેક્ટ્રિસિટી ડિસેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે એમડબલ્યુએચદીઠ રૂ.3601ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.4289 અને નીચામાં રૂ.3520ના મથાળે અથડાઈ, સપ્તાહના અંતે રૂ.607 વધી રૂ.4222ના ભાવે બોલાયો હતો. ક્રૂડ તેલ ડિસેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે બેરલદીઠ રૂ.5281ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.5398 અને નીચામાં રૂ.5258ના મથાળે અથડાઈ, રૂ.5290ના આગલા બંધ સામે સપ્તાહના અંતે રૂ.93 વધી રૂ.5383 થયો હતો. ક્રૂડ તેલ-મિની ડિસેમ્બર વાયદો સપ્તાહના અંતે રૂ.92 વધી રૂ.5381ના સ્તરે પહોંચ્યો હતો. નેચરલ ગેસ ડિસેમ્બર વાયદો એમએમબીટીયુદીઠ રૂ.34.3 વધી રૂ.447.4ના ભાવે સપ્તાહના અંતે બંધ થયો હતો. નેચરલ ગેસ-મિની ડિસેમ્બર વાયદો રૂ.34.5 વધી સપ્તાહના અંતે રૂ.447.6 થયો હતો.
કૃષિચીજોના વાયદાઓમાં મેન્થા તેલ ડિસેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે કિલોદીઠ રૂ.909ના ભાવે ખૂલી, સપ્તાહના અંતે રૂ.6.3 ઘટી રૂ.903.2ના સ્તરે પહોંચ્યો હતો. કોટન ડિસેમ્બર વાયદો રૂ.20 ઘટી સપ્તાહના અંતે રૂ.25130ના ભાવે બંધ થયો હતો. એલચી ડિસેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે કિલોદીઠ રૂ.2685ના ભાવે ખૂલી, સપ્તાહના અંતે રૂ.29 વધી રૂ.2700 થયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.156847.73 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ.178740.46 કરોડનાં કામકાજ થયાં હતાં. તાંબાંના વાયદાઓમાં રૂ.20087.80 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ.1579.47 કરોડ, સીસું અને સીસું-મિનીના વાયદાઓમાં રૂ.291.50 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ.3258.11 કરોડનાં કામકાજ થયાં હતાં.
ઇલેક્ટ્રિસિટીના વાયદામાં રૂ.108.04 કરોડનાં કામકાજ થયાં હતાં. ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ.6847.33 કરોડનાં કામકાજ થયાં હતાં. નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ.58455.07 કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદામાં રૂ.10.54 કરોડનાં કામ થયાં હતાં. કોટન-ખાંડીના વાયદામાં રૂ.1.00 કરોડનાં કામ થયાં હતાં. એલચીના વાયદામાં રૂ.4.13 કરોડનાં કામ થયાં હતાં.
સપ્તાહના અંતે ઓપન ઇન્ટરેસ્ટ સોનાના વાયદાઓમાં 13025 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 44282 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 9121 લોટ, ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 150163 લોટ અને ગોલ્ડ-ટેનના વાયદાઓમાં 14072 લોટના સ્તરે હતો. ચાંદીના વાયદાઓમાં 14599 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 33063 લોટ અને ચાંદી-માઇક્રો વાયદાઓમાં 74968 લોટના સ્તરે રહ્યો હતો. ઇલેક્ટ્રિસિટીના વાયદાઓમાં 853 લોટ, ક્રૂડ તેલના વાયદાઓમાં 13203 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 24555 લોટના સ્તરે રહ્યો હતો.
ઇન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ ડિસેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે 30197 પોઇન્ટના સ્તરે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં 31551 પોઇન્ટના સ્તર અને નીચામાં 30010 પોઇન્ટના સ્તરને સ્પર્શી, સપ્તાહના અંતે 997 પોઇન્ટની વૃદ્ધિ સાથે 31010 પોઇન્ટના સ્તરે બંધ થયો હતો.


Credit : Naimish Trivedi
Matribhumi Samachar Gujarati

