આઠમી એમ્યુનિશન કમ ટોરપિડો કમ મિસાઇલ (ACTCM) બાર્જ, LSAM 22 (યાર્ડ 132)નો ઇન્ડક્શન સમારોહ 06 જાન્યુઆરી 25ના રોજ નેવલ ડોકયાર્ડ, મુંબઈ ખાતે યોજાયો હતો. ઇન્ડક્શન સેરેમનીના મુખ્ય મહેમાન ફ્લીટ મેન્ટેનન્સ યુનિટ (Mbi)ના ઓફિસર-ઇન-ચાર્જ કોમોડોર વિનય વેંકટરામ હતા.
MSME શિપયાર્ડ મેસર્સ સૂર્યદિપ્તા પ્રોજેક્ટ્સ પ્રા. લિ. થાણેની સાથે અગિયાર ACTCM બાર્જના નિર્માણ અને ડિલિવરી માટેનો કોન્ટ્રાક્ટ 05 માર્ચ 21ના રોજ સંપન્ન થયો હતો. સાત ACTCM બાર્જની ડિલિવરી પહેલા જ થઈ ચૂકી છે અને શિપયાર્ડને ભારતીય નૌકાદળને ચાર સુલેજ બાર્જના નિર્માણ અને ડિલિવરી માટેનો કોન્ટ્રાક્ટ પણ આપવામાં આવ્યો છે, જે MSMEને પ્રોત્સાહિત કરવા તરફ ભારતીય નૌકાદળની પ્રતિબદ્ધતાને દર્શાવે છે.
શિપયાર્ડે ભારતીય શિપ ડિઝાઈનિંગ ફર્મ સાથે મળીને સ્વદેશી રીતે આ બાર્જની ડિઝાઈન તૈયાર કરી છે અને ત્યારબાદ નૌકા વિજ્ઞાન અને તકનીકી પ્રયોગશાળા, વિશાખાપટ્ટનમમાં દરિયાઈ યોગ્યતા સુનિશ્ચિત કરવા માટે તેનું મોડલ સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું છે. આ બાર્જ ઇન્ડિયન રજિસ્ટર ઑફ શિપિંગ (IRS)ના સંબંધિત નેવલ નિયમો અને વિનિયમો અનુસાર બનાવવામાં આવ્યા છે. આ બાર્જ ભારત સરકારની મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારત પહેલના ગૌરવપૂર્ણ ધ્વજવાહક છે.
આ બાર્જને સામેલ કરવાથી ભારતીય નૌકાદળની ઓપરેશનલ પ્રતિબદ્ધતાઓને પ્રોત્સાહન મળશે, કેમકે તેનાથી જેટીની સાથે અને બાહ્ય બંદરો પર ભારતીય નૌકાદળના પ્લેટફોર્મ સુધી વસ્તુઓ/દારૂગોળોના વાહનવ્યવહાર, ચઢાવવા અને ઉતારવાની સુવિધા ઉપલબ્ધ થશે.
(2)NJR2.jpg)
Matribhumi Samachar Gujarati

